વૃદ્ધિ અને વિકાસ (Growth and Development)
વૃદ્ધિ અને વિકાસ (Growth and Development) પ્રસ્તાવના (Introduction) : કેળવણી એ સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે. આ સર્વાગી વિકાસ એટલે શારીરિક, માનસિક, સામાજિક, સાંવેગિક, આધ્યાત્મિક વિકાસ. વિકાસ એ સાહજિક પ્રક્રિયા છે. બાળકની જેમ જેમ વૃદ્ધિ થતી જાય, તેમ તેમ તે વિકાસ સાધતું રહે છે. મનોવિજ્ઞાનના જ્ઞાન દ્વારા શિક્ષકે બાળકના વિકાસમાં સહાયભૂત થવાનું છે. વિકાસયાત્રા ગર્ભધાનથી પ્રારંભાય છે. વિકાસની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. બાળકમાં જન્મથી મૃત્યુ સુધી અનેક ફેરફારો થતા રહે છે. બાળકમાં થતાં ફેરફારો માટે બે શબ્દો વપરાય છે. વૃદ્ધિ અને વિકાસ. સામાન્ય વ્યવહારમાં બન્ને એકબીજાના પર્યાયરૂપે વપરાય છે, પરંતુ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ બન્નેમાં સૂક્ષ્મ ભેદ છે. વૃદ્ધિનો અર્થ (Growth) : વૃદ્ધિ એટલે કદ, ઊંચાઈ, વજન કે લંબાઈમાં થતો માપી શકાય, તેવો વધારો કે ઉમેરો. Growth means increase or addition is size, hight, weight on length that can be measured. વૃદ્ધિની વ્યાખ્યા (Definition of Growth.) : ક્રો એન્ડ ક્રો : વૃદ્ધિ એટલ...