માનવ વિકાસના તબક્કાઓ (અવસ્થાઓ)//Stages of human development
માનવ વિકાસના તબક્કાઓ (અવસ્થાઓ)Stages of human development પ્રસ્તાવના : વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. અર્થાત મનુષ્યનો વિકાસ તેનો ગર્ભ બંધાય ત્યાંથી લઈને તે મૃત્યુ થાય ત્યાં સુધી ક્રમિક અને સતત થતો રહે છે. આમ છતાં વ્યક્તિનો વિકાસ નિશ્ચિત સમયગાળામાં એકસરખું ગતિમાં થતો નથી. તેની વિકાસ સાધવાની ગતિમાં ઉતારચઢાવ થતો રહે છે. પરંતુ કેટલાક સમયગાળામાં વ્યક્તિન વિકાસમાં કેટલાક અંશે સરખાપણું જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખીને હેવિગહર્ટ અને એરીક્સન જેવા મનોવૈજ્ઞાનિક અભ્યાસની સરળતા માટે માનવવિકાસની અવસ્થાઓનું વિભાગીકરણ કરે છે. માનવ વિકાસના તબક્કાઓ (અવસ્થાઓ) : વ્યક્તિની ઉંમરમાં વૃદ્ધિ થવાથી આવતી પરિપક્વતાને લીધે તેને જુદી જુદી વયકક્ષાએ જોવા મળતી વિવિધ_ લાક્ષણિકતાઓ અને તેના વિકાસાત્મક કાર્યોને આધારે વિકાસની અવસ્થાઓ આ પ્રમાણે વિભાજિત થયેલ છે. (1) ગર્ભાવસ્થા (Pre-Natal Stage) - ગર્ભાધાનથી જન્મ સુધી (2) શૈશવાવસ્થા (Infancy) - જન્મથી 5/6 વર્ષ (3) કિશોરાવસ્થા (Childhood) – 5/6 વર્ષથી 12 વર્ષ (4) તરુણાવસ્થા (Adolescence) – 12 વર...