"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

શૈક્ષણિક મનોવિજ્ઞાનની પ્રસ્તાવના, અર્થ અને વ્યાખ્યા//

શૈક્ષણિક મનોવિજ્ઞાનની પ્રસ્તાવના, અર્થ અને વ્યાખ્યા//Introduction, Meaning and Concept of Educational Psychology

શૈક્ષણિક મનોવિજ્ઞાનની પ્રસ્તાવના, અર્થ અને વ્યાખ્યા(Introduction, Meaning and Definition of Educational Psychology)

શૈક્ષણિક મનોવિજ્ઞાનની પ્રસ્તાવના :

        શિક્ષણ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. તેથી સ્વયંજીવંત પ્રક્રિયા છે. શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સતત આદાન-પ્રદાન અને કરવાની ક્રિયા ચાલતી જ હોય છે. શિક્ષક વર્ગમાં શીખવે છે, એટલે કે તે વિદ્યાર્થીને કંઈક આપે છે. જ્યારે વિદ્યાર્થી કંઈક લે છે ગ્રહણ કરે છે. વિદ્યાર્થીની ગ્રહણની પ્રક્રિયા ખૂબ જ સભાનતાપૂર્વકની, સમજપૂર્વકની હોય છે. એટલે વિદ્યાર્થી પાસેથી જે કંઈ આપવામાં આવે તે કેવળ લઈ લેતો નથી, પરંતુ તેને આત્મસાત કરવાનો પ્રયાસ કરે છે. એટલે તેની ક્રિયા ક્યા પ્રકારની છે ? તે શીખી શકે કે નહિ? શીખેલું આત્મસાત્ કરી શકે છે કે નહિ? જો નથી કરી શકતો તો શા માટે નથી કરી શકતો? આવા અનેક પ્રશ્નોના ઉત્તર મનોવિજ્ઞાન નામનો વિષય ખૂબ સરળતાપૂર્વક આપે છે. તેથી મનોવિજ્ઞાનનો અભ્યાસ શિક્ષકને સ્વાભાવિક રીતે જ ઉપયોગી બને છે.

    

શૈક્ષણિક મનોવિજ્ઞાનની પ્રસ્તાવના, અર્થ અને વ્યાખ્યા

    આમ, શિક્ષણ અને મનોવિજ્ઞાન વચ્ચે ગાઢ સંબંધ છે. શિક્ષણનો વિચાર મનોવૈજ્ઞાનિક ભૂમિકા વિના થઈ જ શકે નહિ તેથી જ શિક્ષણની મનોવૈજ્ઞાનિક આધારશિલાનો વિચાર કરીશું. શિક્ષણની પ્રક્રિયા દ્વારા બાળકોના જ્ઞાન, ચારિત્ર અને વર્તનનું ઘડતર થાય છે. તેથી જ વ્હાઈટ હેડ નામના કેળવણીકારે કહ્યું છે, 

"Education is a process in which and by which knowledge, chracter and behaviour of a person are moulded.”

- White Head

        બાળકમાં ઉપરોક્ત પરિવર્તનો તેની જીવનયાત્રા દરમિયાન કેળવણીની પ્રક્રિયા દ્વારા આવે છે. તેમાં અનેક પરિણામો મહત્ત્વનો ભાગ ભજવે છે અને તેનું વર્તન ઘડતર થાય છે તેથી જ એક કેળવણીકારે કહ્યું છે,

“Education in the oldest sense, includes all the influences which act upon an individual during his passage from cardle to the grave.” છે ? '

- Dunville

મનોવિજ્ઞાનનો અર્થ અને વ્યાખ્યા : 

મનોવિજ્ઞાનનો અર્થ

        મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી (Psychology) કહેવામાં આવે છે. આ શબ્દ 'Psyche” અને “Logos પરથી ઉતરી આવ્યો છે. એમાં સાયક (Psyche)નો અર્થ soul, Mind કે Self એટલે કે આત્મા, મન કે સ્વ થાય છે. Logosનો અર્થ Study એટલે અભ્યાસ એવો થાય છે. આમ, ગ્રીક ભાષામાં આત્માનો, મનનો અને સ્વનો અભ્યાસ કરતું શાસ્ત્ર એવો અર્થ થાય. સમય જતાં માનવજીવનના પ્રવાહો અને દૃષ્ટિકોણો બદલાતાં મનોવિજ્ઞાનના તાત્ત્વિક અર્થમાં પણ પરિવર્તનો થયાં. મનોવિજ્ઞાનની પરિભાષામાં કાળક્રમે થયેલાં પરિવર્તનો કેવી રીતે થયાં તે જોઈશું.

(1) મનોવિજ્ઞાન આત્માનું વિજ્ઞાન છે :

    મનોવિજ્ઞાનમાં મન અને માનસિક પ્રક્રિયાઓનું અધ્યયન કરવાનું હોવાથી તે ધ્વનિશાસ્ત્રનું અવિચ્છિન્ન અંગ મનાતું. આત્માના સ્વરૂપ અને અર્થ વિશે વિદ્વાનોમાં અનેક મતભેદો પ્રવર્તે છે. આત્માની પરિભાષા નિશ્ચિત નથી. આથી મનોવિજ્ઞાનની પરિભાષામાં પરિવર્તન આવ્યું.

(2) મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન છે :

    માનવમન તેનાં વર્તનનું પ્રેરકબળ છે તેમ મનોવિજ્ઞાનીઓ માનવા લાગ્યા. મનોવિજ્ઞાનીઓ મનનાં સ્વરૂપ, માનસિક પ્રવૃત્તિઓ અને માનસિક પ્રક્રિયાઓ વિશે ચોકસાઈપૂર્વક કશું નિર્ધારિત કરી શક્યા નહીં અને તેને મનનું વિજ્ઞાન માનવું એ ઉચિત ગણાયું નહિ.

(3) મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન છે :

    19મી સદીના મનોવિજ્ઞાનીઓનાં મંતવ્ય અનુસાર મનોવિજ્ઞાન મનુષ્યની ચેતનક્રિયાઓનું અધ્યયન કરે છે. વિદ્વાનોના મત અનુસાર ચેતન મન, અચેતન મન અને અર્ધચેતન મન પણ હોય છે. જે પર અસર કરે છે. આથી ચેતનાનો અર્થ દ્વિધામાં પરિણમતાં મનોવિજ્ઞાનની આ પરિભાષા પણ સર્વમાન્ય થઈ શકી નહીં. 

(4) મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે :

    મનોવિજ્ઞાનના અભ્યાસીઓ મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન માનવા લાગ્યા. મનોવિજ્ઞાન મનુષ્યના વ્યવહારનું, તેના વર્તનનું અધ્યયન કરે છે તેથી મનોવિજ્ઞાનને એ વર્તનનું શાસ્ત્ર (Science of behaviour) કહેવામાં આવે છે. મનોવિજ્ઞાનની પ્રસ્તુત પરિભાષા સામાન્યત: સૌ શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવિજ્ઞાનીઓમાં હવે સર્વસ્વીકૃત બનવા લાગી છે.

આમ, પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીની મનોવિજ્ઞાનની અભ્યાસયાત્રાને અંતે એમ કહી શકાય કે મનોવિજ્ઞાન એ માનવ વર્તનના અભ્યાસનું શાસ્ત્ર છે.

મનોવિજ્ઞાનની વ્યાખ્યા :

પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીની મનોવિજ્ઞાનની વિકાસયાત્રામાં વિવિધ પરિવર્તનો આવ્યાં છે. વુડવર્થ નામના મનોવિજ્ઞાનીએ લખ્યું છે કે, 

“First psychology lost its soul, then it lost mind then it lost its consciousness, and still has behaviour of sort." 

- Wood Worth

આમ, મનોવિજ્ઞાને પ્રથમ આત્મા ગુમાવ્યો, ત્યારબાદ મન અને ચેતના ગયા અને છેલ્લે હવે વર્તન બાકી રહ્યું છે. મનોવિજ્ઞાન વિશે વિવિધ ચિંતકોએ પોતાની પરિભાષા અને વ્યાખ્યાઓ પ્રયોજી છે. 

(1) મનોવિજ્ઞાન એ માનવની પ્રકૃતિનો અભ્યાસ છે. - સી. જી. બોરીંગ

Psychology is the study of human nature. - C. G. Boring

 (2) મનોવિજ્ઞાન માનવવ્યવહાર અને માનવસંબંધોનો અભ્યાસ છે.  - ક્રો એન્ડ ક્રો

‘Psychology is the study of human behaviour and human relationships.'

- Crow and Crow

(3) મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં વ્યક્તિની પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. - વુડવર્થ

"Psychology is the scientific study of the activities of individual in relation to the environment."

- Wood Worth 

(4) મનોવિજ્ઞાનનો સંબંધ પ્રત્યક્ષ માનવ વર્તન સાથે છે.  - ગેરીશન અને અન્ય

"Psychology is concerned with observable human behavior."

- Garrison and others 

(5) મનોવિજ્ઞાન માનવવર્તન અને અનુભવનું વિજ્ઞાન છે. -  સ્કેિનર 

"Psychology is the science of behavior and experience."

- Skinner

(6) મનોવિજ્ઞાન માનવ-વ્યવહાર અને માનવ સંબંધોનું અધ્યયન છે. - ક્રો એન્ડ ક્રો

"Psychology is the study of human behaviour and human relationships. "

- Crow and Crow

(7) મનોવિજ્ઞાન એ સજીવ પ્રાણીઓના વર્તનને સમજાવતું હકારાત્મક વિજ્ઞાન છે. 

“Psychology is the positive science of the behaviour of living things."

- N. C. Dougall

(8) મનોવિજ્ઞાન એ એવું શુદ્ધ વિજ્ઞાન છે કે જે માનવના અને પશુના એવા વર્તનનો અભ્યાસ કરે છે કે જે વર્તન તેમના આંતરિક મનોભાવો તથા વિચારોની અભિવ્યક્તિ કરે છે, જેને આપણે માનસિક જગત કહીએ છીએ.

- જેમ્સ ડ્રિવર

"Psychology is the positive science which studies the behaviour of men and animals, so far that behaviour is regarded as an expresson of that inner life of thought and faling. Which called mental life"

- James Draver

શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

Introduction, Meaning and Concept of Educational Psychology

પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક  તેમજ આચાર્યની પરીક્ષામાં ઉપયોગી સહાયક 

TET /TAT /HTAT /NET /SLET

બાળવિકાસ બાળમનોવિજ્ઞાન

શિક્ષણના સિદ્ધાંતો, કેળવણીના દાર્શનિક આધારો (ભારતીય અને પાશ્ચાત્ય)

શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર

Introduction, Meaning and Definition of Educational Psychology

About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.