"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

શૈક્ષણિક મનોવિજ્ઞાનની સંકલ્પના અને સ્વરૂપ//Concepts and Forms of Educational Psychology

શૈક્ષણિક મનોવિજ્ઞાનની સંકલ્પના અને સ્વરૂપ//Concepts and Forms of Educational Psychology

શૈક્ષણિક મનોવિજ્ઞાનની સંકલ્પના અને સ્વરૂપ

શૈક્ષણિક મનોવિજ્ઞાનની સંકલ્પના :

        શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક શાખા છે. તે સામાન્ય મનોવિજ્ઞાન નથી. તે શૈક્ષણિક વાતાવરણમાં થતાં પ્રતિભાવોનો અભ્યાસ કરે છે.

શૈક્ષણિક મનોવિજ્ઞાનની સંકલ્પના અને સ્વરૂપ1. “શૈક્ષણિક મનોવિજ્ઞાનનો મુખ્ય સંબંધ અધ્યયન સાથે છે તે મનોવિજ્ઞાનનું એવું અંગ છે, જે શિક્ષણના મનોવૈજ્ઞાનિક પાસાં અને વૈજ્ઞાનિક સંશોધન સા સાથે વિશેષ રૂપથી સંબંધિત છે.”

- સોરે અને ટેલફોર્ડ 


2. શૈક્ષણિક પરિસ્થિતિમાં શૈક્ષણિક અનુભવો અને વર્તનના સંદર્ભમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન તેના નિષ્કર્ષોનો વિનિયોગ કરે છે. 

- સ્કિનર 


3. શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણમાંથી સામાજિક પ્રક્રિયા અને મનોવિજ્ઞાનમાંથી તે વર્તન સંબંધી વિજ્ઞાન છે, તેવો અર્થ ગ્રહણ કરે છે. Educational Psychology takes its meaning from education, a social process and from psychology, behavioural science.

- Skinner


4. શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના અધ્યયન અનુભવોનું વર્ણન અને સમજૂતી આપે છે. તેથી શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કેન્દ્ર માનવીની શૈક્ષણિક પરિસ્થિતિમાં શિક્ષણપ્રાપ્તિ બને છે. Educational Psychology describes and explains the learning experiences of individual from birth to an old age. 

- Crow and Crow


5. શૈક્ષણિક મનોવિજ્ઞાન મુખ્યત્વે સામાજિક પ્રક્રિયાથી પરિમાર્જિત અને પ્રેરિત માનવવ્યવહારનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે.
“Educational Psychology is concerned primarily with the study of human behaviour as it charged or directed under the social process of education.”
- Null and others


        ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી કહી શકાય કે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શૈક્ષણિક પરિસ્થિતિમાં થતાં માનવવર્તનનો, અધ્યયનના અનુભવોનો અને માનવ પ્રતિક્રિયાઓનો અભ્યાસ કરે છે. પ્રાણીના જન્મથી માંડીને પુર્ણતા સુધીના વિકાસના વિવિધ તબક્કાઓમાંથી પસાર થતી વ્યક્તિઓમાં થતાં પરિવર્તનો સમજાવે છે. આમ, શૈક્ષણિક મનોવિજ્ઞાન એ એક એવી સમતુલા છે કે જે શિક્ષણને સામાજિક માપદંડે તોલી વિદ્યાર્થીના ઈષ્ટ વિકાસ માટે સતત શિક્ષણ, શિક્ષણની પ્રક્રિયા તેમજ શૈક્ષણિક વાતાવરણને ધબકતું રાખે છે. આમ, શિક્ષણના સંદર્ભમાં વિદ્યાર્થીની ભૂમિકાને સમજવા અને તેના વર્તન અને તેમાંથી ઉદ્ભવતી સમસ્યાઓને સમજવામાં સહાયક નીવડે છે.

સ્કિનરના કહેવા મુજબ -

1. શૈક્ષણિક મનોવિજ્ઞાને શિક્ષણની સમસ્યાઓનું સમાધાન કરવા માટે પોતાની ખાસ પદ્ધતિઓ પ્રતિપાદિત કરી છે.

2. તેનાં સિદ્ધાંતો અને પદ્ધતિઓ શૈક્ષણિક સિદ્ધાંતો અને પ્રયોગોને આધાર પૂરા પાડે છે. 

3. તે સંશોધન અને નિરીક્ષણ વડે પ્રાપ્ત કરેલાં તથ્યોનો સંગ્રહ છે.

4. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કેન્દ્ર માનવ વ્યવહાર અને તેની શીખવાની પ્રક્રિયા છે. 


શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ :

શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ નીચે મુજબ સમજાવી શકાય. 

(1) શૈક્ષણિક મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે ?

        મનોવિજ્ઞાન એ માનવવર્તનનું અધ્યયન કરનારું શાસ્ત્ર છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિમાં વિભિન્ન તબક્કાઓમાં આવતાં પરિવર્તનોને વ્યાખ્યાયિત કરે છે અને તેમને સમજાવે છે તે માનવવિકાસને પ્રેરક અને અવરોધક પરિબળોનું પૃથક્કરણ કરે છે અને તેના દ્વારા તે નિષ્કર્ષો તારવે છે. આ નિષ્કર્ષોના આધારે તે કેટલાક સિદ્ધાંતોનું નિર્માણ કરે છે. તેથી તે એક વિજ્ઞાન છે.

(2) શૈક્ષણિક મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનના સામાન્ય સિદ્ધાંતોના શિક્ષણમાં વિનિયોગ કરનારું શાસ્ત્ર છે. 

        શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો શિક્ષણમાં વિનિયોગ કરે છે. મનોવિજ્ઞાનના પ્રસ્થાપિત સિદ્ધાંતોને આધારે તે શિક્ષણ સમસ્યાઓને સમજવાનો અને તેને આધારે તે સમસ્યાઓના સમાધાનનો પણ પ્રયાસ કરે છે તે મનોવિજ્ઞાનની પ્રાયોજિત શાખા છે. 


(3) શૈક્ષણિક મનોવિજ્ઞાન પ્રયોગાત્મક છે.

        શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણની અને વિદ્યાર્થીઓની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે પ્રયોગાત્મક ભૂમિકા ભજવે છે. તે પ્રયોગ કરી વિવિધ સંશોધનો આદરે છે અને તે સંશોધનના નિષ્કર્ષોનો વર્ગખંડમાં વિનિયોગ કરી શિક્ષણમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્નશીલ બને છે. 


(4) શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ વ્યાવહારિક (Functional) છે. 

        શૌક્ષણિક મનોવિજ્ઞાન તેના સંશોધનોનો વ્યવહારમાં વિનિયોગ કરી શિક્ષણની સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયાસ કરે છે. મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને તેના સંશોધનોનું વ્યવહારમાં ઉપયોજન કરીને વિદ્યાર્થીઓની સમસ્યાઓનો વ્યાવહારિક ઉકેલ શોધવાનો તે પ્રયત્ન કરે છે.


(5) શૈક્ષણિક મનોવિજ્ઞાન શોધખોળ કરનારું છે.

        શૈક્ષણિક મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓના સંદર્ભમાં તેમને શીખવવાની વિવિધ પદ્ધતિઓની શોધખોળ કરે છે. તેમાંથી વિવિધ નિયમો અને નિષ્કર્ષો પ્રતિપાદિત કરે છે અને તેને નિયમોનાં પોતાના અધ્યાપન કાર્યમાં વિનિયોગ કરે છે.પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક  તેમજ આચાર્યની પરીક્ષામાં ઉપયોગી સહાયક 

TET /TAT /HTAT /NET /SLET

બાળવિકાસ બાળમનોવિજ્ઞાન

શિક્ષણના સિદ્ધાંતો, કેળવણીના દાર્શનિક આધારો (ભારતીય અને પાશ્ચાત્ય)

શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર


About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.