વ્યક્તિ અભ્યાસ, વિકાસાત્મક અભ્યાસ, સર્વેક્ષણ કે અનુકૂલન સંબંધી માર્ગદર્શન અને વર્તનદોષોના અભ્યાસના સંદર્ભમાં ઘણીવાર વિદ્યાર્થી વિશે વિશદ્ માહિતીની જરૂર પડે છે. આવા સંજોગોમાં વિદ્યાર્થી, વિદ્યાર્થીસમૂહ કે વિદ્યાર્થીના માતા-પિતાની મુલાકાત લેવી જરૂરી બની જાય છે. જે માટે મુલાકાત પદ્ધતિનો ઉપયોગ થાય છે.
વિદ્યાર્થીની કોઈ સમસ્યા, વર્તનદોષ કે વર્તનની સમજ અને ઉકેલ માટે સંબંધિત વ્યક્તિ પાસે રૂબર જઈ પ્રશ્નો પૂછીને માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા એટલે મુલાકાત.
1. વ્યક્તિગત મુલાકાત :- સંવેદનશીલ બાબતની મુક્ત ચર્ચા માટે જરૂરી
2. સામૂહિક મુલાકાત :- માર્ગદર્શન, સર્વેક્ષણ બાબતો માટે જરૂરી
3. નિયંત્રિત મુલાકાત :- પૂછવા માટેના પ્રશ્નો વગેરે અગાઉથી તૈયાર હોય
4 અનિયંત્રિત મુલાકાત :- પ્રશ્નો વગેરે જરૂરિયાત અનુસાર મુક્ત રીતે પૂછાય.
નિયંત્રિત મુલાકાત | અનિયંત્રિત મુલાકાત |
- તે વધુ વૈજ્ઞાનિક છે. - તેમાં સમસ્યાની ઊંડાણપૂર્વક તપાસ શક્ય બનતી નથી. - તેમાં ચર્ચા સામાન્ય સ્તરની અને વધુ ઔપચારિક રહે છે. - તેમાં તારણો કાઢવાનું કામ સરળ બને છે. - તેમાં પાત્રને કરાતું સંબોધન, સૂચના, પ્રશ્નો વગેરે ચોક્કસ એકના એક હોય છે. - આવી મુલાકાત કૃત્રિમતા ધરાવે છે. | - તે પ્રમાણમાં ઓછી વૈજ્ઞાનિક છે. - તેમાં સમસ્યાની ઊંડાણપૂર્વક તપાસ દ્વારા પર્યાપ્ત માહિતી મેળવી શકાય છે. - તેમાં ચર્ચા વ્યાપક સ્તરની અને વધુ અનૌપચારિક રહે છે. - તેમાં તારણો મેળવવાનું કામ અઘરું છે. કારણ કે સંખ્યાત્મક પૃથક્કરણ તુલના અને સામાન્યીકરણ કરવામાં મુશ્કેલી પડે છે. - પ્રારંભ, સંબોધન, સૂચના, પ્રશ્નો વગેરે પરિસ્થિતિને અનુરૂપ બદલવાં પડે છે. મુલાકાત સાહજિક હોય છે. પાત્રને પોતાના વિચાર મુક્ત રીતે રજૂ કરવા પ્રેરી શકાય છે. |
મુલાકાતની પ્રક્રિયાની સોપાનો આ મુજબ છે
અહીં મુલાકાત લેનારે પાત્ર વિદ્યાર્થી) વિશે કઈ માહિતી મેળવવાની છે, કેવા પ્રશ્નો પૂછવા, વચ્ચે ક્યાં સૂચનો કરવા જરૂરી છે, વિદ્યાર્થીના રસ, માન્યતા, પૂર્વાનુભવો વગેરે જેવાં અને કેટલા છે વગેરે વિશે પૂર્વમાહિતી મેળવે છે.
અભ્યાસકર્તાએ જેની મુલાકાત લેવાની છે તેની મુલાકાત માટે પૂર્વસંમતિ મેળવી મુલાકાતનો બંનેને અનુકૂળ સમય નક્કી કરવો. અહીં પાત્રને મુલાકાતની તેમજ તે દ્વારા મેળવેલી માહિતીની ગોપનીયતા વિશે ખાતરી આપે છે
અભ્યાસકર્તાએ મુલાકાત દરમ્યાન પોતે મહાન અને ઉચ્ચ છે તેવો અહેસાસ મુલાકાતીઓને થવા દેવો નહીં. મુલાકાત દરમ્યાન ખુશમિજાજ, સરળ છતાં ગંભીર રહેવું, વધુ પડતી લાગણી કે સહાનુભૂતિ પણ દર્શાવવી નહીં. ટૂંકમાં સામેના પાત્રો મુલાકાત દરમ્યાન આત્મીયતાથી વાતચીત કરવા પ્રેરાય તેવું વાતાવરણ સર્જવું.