આ પદ્ધતિ વિશેષતઃ મનોચિકિત્સામાં વપરાય છે.
ક્રોન બેક ના જણાવ્યા અનુસાર,
"A Case study is an intimate detailed investigation of one person at a time.”
એટલે કે જયારે વ્યક્તિની કોઈ ચોક્કસ સમસ્યા જેવી કે અભ્યાસમાં પછાતપણું, વાંચનની અક્ષમતા કે
અનુકૂલનની સમસ્યાઓ અને તેમાં પેદા થતા ગંભીર કે અગંભીર વર્તનદોષો પાછળ રહેલી તેની વ્યક્તિગત ઐતિહાસિક ભૂમિકા સમજવી જરૂરી બને છે. આ માટે તેની વ્યક્તિગત, સામાજિક ભૂમિકા અંગે માહિતી મેળવવી જરૂરી બને છે તેમજ તેનો વિગતવાર અભ્યાસ પણ એટલો જ જરૂરી બને છે.
આ પ્રકારની પદ્ધતિ દ્વારા થયેલો અભ્યાસ બાળકના વ્યક્તિત્વની ભૂમિકા પર યોગ્ય પ્રકાશ પાડે છે. ઊંડાણભય” અભ્યાસને કારણે તેની મુશ્કેલીનું નિદાન કરી શકાય છે. તેમજ યોગ્ય રીતે ઉપચારાત્મક કાર્ય હાથ ધરી શકાય છે. તેથી આ પદ્ધતિને ચિકિત્સા પદ્ધતિ પણ કહે છે.
પ્રયોગપાત્રનો વ્યક્તિ-અભ્યાસ કરતી વખતે આ પ્રમાણેના સોપાનો અનુસરવામાં આવે છે.
અનુકૂલનનો અભાવ, ગુનાહિત માનસ, તોતડાપણું, અભ્યાસમાં પછાતપણું, વાંચનની અક્ષમતા જેવા બાબતોમાં તીવ્ર મુશ્કેલી ધરાવતી વ્યક્તિની પ્રયોગપાત્ર તરીકે પસંદગી કરવામાં આવે છે.
પ્રયોગપાત્રની જે તે સમસ્યાના સંદર્ભમાં મુશ્કેલીના કારણો જાણવા, સમસ્યાનું નિદાન કરવા તેને લગતી નીચેના જેવી બાબતોની માહિતી એકત્રિત કરવી, શૈક્ષણિક સિદ્ધિનો ઇતિહાસ, ઘરનું વાતાવરણ, કુટુંબની આર્થિક, સામાજિક પરિસ્થિતિ, જીવન ઇતિહાસ, સાંવેગિક અનુભવો, આરોગ્યનો ઇતિહાસ, રોગો વગેરે.
ઉપરોક્ત પ્રકારની માહિતીના એકત્રીકરણ માટે કેટલાક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
મુલાકાત મનોવૈજ્ઞાનિક કસોટીઓ, શારીરિક તપાસ, મનોચિકિત્સકનો હેવાલ, રસ સંશોધની, સામાજિકતામિતિ, અવલોકન, શોખની પ્રવૃત્તિઓ.
વિવિધ સાધનો દ્વારા પ્રાપ્ત કરેલી, વિદ્યાર્થી વિષયક માહિતીને આધારે વિદ્યાર્થીની સમસ્યાઓ વિશે ઉત્કલ્પનાઓ રચવામાં આવે છે. દા.ત. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓમાં પોતાના સંતાન પ્રત્યેના ચિંતા સ્તરમાં કોઈ સાર્થક તફાવત ન હોય.
વિદ્યાર્થીઓનો નિદાનને અનુરૂપ ઉપચાર કરવામાં આવે છે. દા.ત. ગ્રામ્ય વિસ્તારના વાલીઓનાં ચિંતાસ્તર નીચું જણાતા તેમને યોગ્ય માર્ગદર્શન માટે બોલાવવા.
પ્રયોગપાત્રની સૂચિત સારવાર કે ઉપચાર બાદ તેની મુશ્કેલીની પરિસ્થિતિમાં કેવો અને કેટલો સુધારો થયો તેની માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે.
.