મનોવિજ્ઞાનીઓના મતે શૈક્ષણિક મનોવિજ્ઞાન તેના શૈશવમાંથી પસાર થઈ રહ્યું છે. જોકે તેમ છતાં તેનો વ્યાપ અતિ વિશાળ છે અને તે મર્યાદિત થઈ શકતો નથી.
19મી સદીમાં સ્વીટ્ઝરલેન્ડના માનસશાસ્ત્રી પેસ્ટેલોઝીએ સૌ પ્રથમ શિક્ષણને મનોવિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું. એ જમાનામાં પેસ્ટેલોઝીએ બાળકેન્દ્રી શિક્ષણની હિમાયત કરીને શિક્ષણનું મનોવિજ્ઞાનીકરણ કર્યું. તેમણે કહ્યું : “I will psychologize education” અર્થાત્ “હું શિક્ષણનું મનોવિજ્ઞાનીકરણ કરીશ” અને તેણે એ કરી બતાવ્યું. રૂસોએ “બાળકને બાળક જ રહેવા દો'ની હિમાયત કરી, તો ફ્રોબેલે બાળકને બગીચાનાં ફૂલ કહ્યાં. તેમના સમયથી અત્યાર સુધીના સમયમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં અનેક પ્રયોગો અને સંશોધનો થયાં છે. 20ની સદીના પ્રારંભકાળથી જ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું ચોક્કસ સ્વરૂપ બંધાવા અને ઘડાવા માંડ્યું હતું.
શિક્ષણના ક્ષેત્રમાં જેમ જેમ નવી સમસ્યાઓ ઉત્પન્ન થતી ગઈ તેમ તેમ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર વિસ્તરતું ગયું છે.
1. “શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણની પ્રક્રિયામાં સામેલ થનાર વ્યક્તિની પ્રકૃતિ, માનસિક, જીવન અને વર્તન સાથે સંકળાયેલું છે.”- ડગ્લાસ અને હોલેન્ડ“The subject matter of educational psychology is the nature, mental life and behaviour of the individualundergoing the process of education.
2. “શૈક્ષણિક મનોવિજ્ઞાનની વિષયસામગ્રીનો સંબંધ અધ્યયનને પ્રભાવિત કરનારી બધી પરિસ્થિતિઓ સાથે છે, આથી અધ્યયનને લગતાં બધાં પરિબળો એ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર બની જાય છે.”“The subject matter of educational psychology is concerned with the condition that effect learning.”- Crow and Crow
આમ, શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર વિદ્યાર્થી અને તેનું ઘડતર છે. વિદ્યાર્થીના પ્રસન્ન ઘડતર, જ્ઞાનવિકાસ અને નિદર્શનમાં જ બધી મનોવૈજ્ઞાનિક બાબતો સાથે તેનો શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં સમાવેશ કરવામાં આવે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
ક્રો અને કો ના મતે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો કાર્યપ્રદેશ વર્ણવતાં નીચેની બાબતોનો સમાવેશ કરે છે :
શૈક્ષણિક મનોવિજ્ઞાનના વ્યાપને અતિ સંક્ષિપ્તમાં જહૉન આદમ્સે બહુ સ્પષ્ટ કર્યું છે. તે કહે છે કે શીખવવું ક્રિયાપદને બે કર્મ છે. તેને શીખવો છો અને શું શીખવો છો? દા.ત. શિક્ષક ધ્યાનીને ગણિત શીખવવા માટે ગણિતના જ્ઞાન ઉપરાંત ધ્યાની વિશેનું જ્ઞાન હોવું આવશ્યક છે. આથી શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રના પાયામાં ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.
આમ, સ્કિનરનાં મતે- “શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સમગ્ર જ્ઞાન મેળવવાની બધી પ્રયુક્તિઓનો સમાવેશ થાય છે. જે અધ્યાપનની પ્રક્રિયાને સારી રીતે સમજવા અને માર્ગદર્શન આપવા માટે આવશ્યક છે.”
“Educational Psychology takes for its province all information and techniques pertinent to a better understanding and a more efficient direction of the learning process.”
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક તેમજ આચાર્યની પરીક્ષામાં ઉપયોગી સહાયક
TET /TAT /HTAT /NET /SLET
બાળવિકાસ બાળમનોવિજ્ઞાન
શિક્ષણના સિદ્ધાંતો, કેળવણીના દાર્શનિક આધારો (ભારતીય અને પાશ્ચાત્ય)
શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર