શૈક્ષણિક મનોવિજ્ઞાનનો વિકાસ શિક્ષણના ક્ષેત્રમાં શિક્ષણ સમસ્યાઓ ઉકેલવા મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી હાથ ધરાયેલાં સંશોધનોના પરિણામે થયેલ છે. આથી શૈક્ષણિક મનોવિજ્ઞાન એ એક શાસ્ત્ર છે. કોઈપણ શાસ્ત્રના સિદ્ધાંતો અને સામાન્યીકરણો યથાર્થતા, સત્યતા કે વ્યાપકતા તેમાં ઉપયોગમાં લેવાયેલી સંશોધન પદ્ધતિઓ પર આધારિત છે. જ્ઞાનનું કોઈપણ ક્ષેત્રમાં જયારે સમસ્યા ઉદ્ભવે છે ત્યારે તે સમસ્યાના ઉકેલ અંગે ઉત્કલ્પના રચવામાં આવે છે. આ ઉત્કલ્પનાની ચકાસણી માટે ચોક્કસ સંશોધન યોજના વિચારવામાં આવે છે. તે યોજના અનુસાર માહિતી એકત્ર કરવામાં આવે છે. આ માહિતીનું પૃથક્કરણ કરીને શરૂઆતમાં રચેલી ઉત્કલ્પનાનો સ્વીકાર કે અસ્વીકાર કરવામાં આવે છે. તેના આધારે સામાન્યીકરણ અને સિદ્ધાંત રચના થાય છે. આ એક સળંગ પ્રક્રિયા છે. આ સોપાનોને અનુસરીને શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં અધ્યયન પ્રક્રિયાને સમજાવતા સિદ્ધાંતો પાવલોવ, સ્કીનર, પિયો, આસુબેલ વગેરે આપ્યા છે; જે અધ્યેતાને અધ્યયનમાં કેમ મદદ કરવી તે અંગે શિક્ષકને સમજ આપે છે.
(Methods of Educational Psychology)
વર્ગશિક્ષણ દરમિયાન શિક્ષક સમક્ષ કેટલીક સમસ્યાઓ ઉદ્દભવે છે. આવા શિક્ષણ સંબંધી પ્રશ્નોના ખાતરીપૂર્વકના ઉત્તરો પ્રાપ્ત કરવા શિક્ષકે જે અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જરૂરી છે. તેને શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ કહે છે.