"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

વૃદ્ધિ અને વિકાસ (Growth and Development)

વૃદ્ધિ અને વિકાસ (Growth and Development)

વૃદ્ધિ અને વિકાસ (Growth and Development)

પ્રસ્તાવના (Introduction) :

        કેળવણી એ સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે. આ સર્વાગી વિકાસ એટલે શારીરિક, માનસિક, સામાજિક, સાંવેગિક, આધ્યાત્મિક વિકાસ. વિકાસ એ સાહજિક પ્રક્રિયા છે. બાળકની જેમ જેમ વૃદ્ધિ થતી જાય, તેમ તેમ તે વિકાસ સાધતું રહે છે. મનોવિજ્ઞાનના જ્ઞાન દ્વારા શિક્ષકે બાળકના વિકાસમાં સહાયભૂત થવાનું છે. વિકાસયાત્રા ગર્ભધાનથી પ્રારંભાય છે. વિકાસની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે.

        બાળકમાં જન્મથી મૃત્યુ સુધી અનેક ફેરફારો થતા રહે છે. બાળકમાં થતાં ફેરફારો માટે બે શબ્દો વપરાય છે. વૃદ્ધિ અને વિકાસ. સામાન્ય વ્યવહારમાં બન્ને એકબીજાના પર્યાયરૂપે વપરાય છે, પરંતુ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ બન્નેમાં સૂક્ષ્મ ભેદ છે.

વૃદ્ધિ અને વિકાસ (Growth and Development)


વૃદ્ધિનો અર્થ (Growth) :

વૃદ્ધિ એટલે કદ, ઊંચાઈ, વજન કે લંબાઈમાં થતો માપી શકાય, તેવો વધારો કે ઉમેરો. Growth means increase or addition is size, hight, weight on length that can be measured. 

વૃદ્ધિની વ્યાખ્યા (Definition of Growth.) : 


ક્રો એન્ડ ક્રો : 
વૃદ્ધિ એટલે શરીરનાં કદ, આકાર અને બંધારણમાં થતાં ફેરફારો. 

ફ્રેન્ડ 
વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. 

Arnol Gessel.
Growth is a function of the organism rather than of the environment. 

આર્નોલ્ડ ગેસલ.
વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે.

S. S. Chauhan. 
Growth can be defined as an indicative of increase in bodily dimensions; height, size and weight and it is generally confined to quantitative change. 

એસ. એસ. ચૌહાણ. 
વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે અને સામાન્ય રીતે તેનું ક્ષેત્ર માપન યોગ્ય પરિવર્તનો પૂરતું મર્યાદિત છે.

S. Danddapani.
The term Growth is exclusively used to refer to changes of guantitative. 


એસ. ડંડપાની
વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તન માટે થાય છે. 

વૃદ્ધિના લક્ષણો (Characteristics of Growth)


વૃદ્ધિનાં લક્ષણો નીચે પ્રમાણે છે.

  •  વૃદ્ધિ એટલે વધવું. શરીરના અંગ કે અવયવમાં કુદરતી વધારો થાય છે. (ફેરફાર સૂચવે) .
  • વૃદ્ધિમાં માત્ર શારીરિક પરિવર્તન થાય છે : શરીરના કદ, આકાર, ઊંચાઈ વજનમાં ફેરફાર. 
  • વૃદ્ધિ સાંખ્યિક (Quantitative) ફેરફાર છે.
  • વૃદ્ધિ સહજ પ્રક્રિયા છે. ચોક્કસ મર્યાદા આવી ગયા પછી વૃદ્ધિ અટકી જાય છે, એટલે કે માનવી પુખ્ત થાય ત્યાં સુધી જ વૃદ્ધિની પ્રક્રિયા ચાલે છે.
  • વૃદ્ધિનું માપન કરવા માટે ભૌતિક માપપદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. જોઈ શકાય તેવો શરીરમાં થતો ફેરફાર એટલે વૃદ્ધિ.
  • વૃદ્ધિ એ વિકાસનો જ એક ભાગ છે. 

વિકાસ (Development) :

        જીવનની એક સાબિતી છે વિકાસ. જે કાંઈ જીવંત છે તે વિકસે છે. તેનું પ્રત્યક્ષ કે પરોક્ષ ધ્યેય વિકાસ જ હોય છે. શિક્ષકને બાળકના સર્વાગી વિકાસ સાથે સીધો સંબંધ છે. બાળકના વિકાસની સામાન્ય તરાઈ જાણ્યા પછી જ તે શિક્ષણનાં ધ્યેયો અને કાર્યક્રમો અસરકારક રીતે ઘડી શકે છે. વિદ્યાર્થીને શિક્ષણ આપવાની મનોવૈજ્ઞાનિક પળનો ખ્યાલ આવે છે.

વિકાસનો અર્થ : (Meaning of Development)

        આપણે જાણીએ છીએ કે બાળકનો જન્મ થાય તે પહેલાં માતાના ગર્ભમાં વિકાસની પ્રક્રિયા થાય છે. વિકાસ એટલે વધવું એમ પણ આપણે જાણીએ છીએ. વિકાસ એટલે પરિવર્તન. આ પરિવર્તન આજીવન ચાલતું રહે છે.

        ઉદાહરણ તરીકે બાળકના પગનું કદ વધવું, તે વૃદ્ધિ છે પરંતુ તે પગ દ્વારા ઊભા રહી સમતોલન જાળવવું અને પછી ઝડપથી ચાલતાં શીખવું એ વિકાસ છે.

એટલે કે વિકાસમાં પરિપક્વતા તરફ જવાનો ચોક્કસ એક ક્રમ હોય છે.

        ઉદાહરણ તરીકે મગજનું કદ વધે તે વૃદ્ધિ કહેવાય પરંતુ તેનો વ્યવહારમાં ઉપયોગ કરવો, યાદ રાખવું, અન્ય વ્યક્તિ સાથે સમાયોજન સાધવું વગેરે વર્તન વ્યક્તિ કરે છે તે પરિપક્વતા છે અને આ પરિપક્વતા વિકાસનાં લીધે જ શક્ય બને છે. તો વિકાસ કોને કહેવાય, વૃદ્ધિ અને વિકાસ એ બન્ને એકબીજાના પૂરક છે, આવાં અનેક પ્રશ્નો આપણાં મગજમાં જન્મે છે. જેને સમજવા માટે વિકાસની વ્યાખ્યા જોઈએ.

વિકાસની વ્યાખ્યા (Defination of Development)


Skinner :
Development is a continuous and gradual process.
સ્કિનર :
        વિકાસ એ ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે.

Hyrlock 
“Development is not limited to growing larger, instead, it consists of a progressive series of changes towards the goal of maturity. Development results in new characteristics and new abilities on the part of the individual.”
હરલોક :
        વિકાસ વૃદ્ધિ પૂરતો મર્યાદિત નથી. તેને બદલે તે પરિપક્વતાનાં લક્ષ્યની દિશા તરફ દોરી જતી પ્રગતિશીલ પરિવર્તનોની શૃંખલા છે. વિકાસના પરિણામ સ્વરૂપ વ્યક્તિમાં નૂતન વિશિષ્ટતાઓ અને નૂતન શક્તિઓનો આવિર્ભાવ થાય છે.

ગેસલ :
        વિકાસ એ સામાન્ય પ્રયત્નથી વિશેષ છે જેનું અવલોકન કરી શકાય છે તેમજ ચોક્કસ મર્યાદામાં મૂલ્યાંકન અને માપન પણ કરી શકાય છે.

કેન્ટ્રીલ અને ઈરા ગાર્ડન :
        વિકાસ દ્વારા વ્યક્તિ પરિપૂર્ણતાની પ્રાપ્તિ તરફ આગળ વધે છે. ખ્યાલાત્મક જ્ઞાનની પ્રાપ્તિ એ વિકાસનો ઉદેશ છે.

        વિકાસ જીવિત શરીરમાં અમુક અંતિમ પરિસ્થિતિ પ્રતિ સતત થયા કરતું પરિવર્તન છે. 

        વિકાસ એટલે શારીરિક અને માનસિક ફેરફારોનું એકીકરણ કે જે દ્વારા વ્યક્તિ વાતાવરણજન્ય ફેરફારો પર પ્રભુત્વ મેળવી શકે છે.

        શરીરના વિવિધ અવયવોના સુગ્રથન (Integration) દ્વારા ઉંમરના વધવા સાથે થતા વર્તનના પ્રગતિશીલ ફેરફારોને વિકાસ કહેવામાં આવે છે.

        શરીરમાં રાસાયણિક બંધારણના ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર એ વિકાસ છે. જેમ કે મગજની વૃદ્ધિ થવાની સાથે તેની યાદશક્તિ, તર્કશક્તિ અને કલ્પનાશક્તિનો વિકાસ થાય છે. તેને વિકાસ કહેવામાં આવે છે.    

        આમ, વિકાસ વ્યક્તિની શારીરિક વૃદ્ધિ થતાં મગજની સહાયથી વ્યક્તિ વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે અને પરિસ્થિતિ સાથે કાંતો સમાયોજન સાધે છે અથવા પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવે છે. આથી વ્યક્તિ વૃદ્ધિને લીધે જે સામર્થ્ય પ્રાપ્ત કરે છે તે વિકાસ.

        ટૂંકમાં, વિકાસ એ માત્ર શારીરિક ઘટના નથી, પરંતુ માનસિક વ્યાપાર દ્વારા ક્રિયાશીલ ઈચ્છિત વ્યવહાર, વર્તન કરવાની શક્તિ છે. આ રીતે વિકાસ એ વ્યક્તિમાં થતું પરિવર્તન છે.

વિકાસનાં લક્ષણો (Characteristics of Development) :


  • વિકાસ જીવનપર્યત ચાલતી પ્રક્રિયા છે. 
  • વિકાસ પર વારસો અને વાતાવરણ અસર કરે છે. વ્યક્તિના વર્તનનાં આધારે વિકાસ વિશે જાણી શકાય છે. વિકાસમાં સમગ્રતા છે, તે સમગ્ર પરિવર્તન સૂચવે છે. વિકાસનું માપન કરવા માટે મનોવૈજ્ઞાનિક ઉપકરણનો ઉપયોગ કરવો પડે છે. 
  • વિકાસની સીધી અસર બાળકની ક્રિયા કે પ્રવૃત્તિ પર થાય છે. 
  • વારસો અને વાતાવરણની બાળકના વિકાસ પર અસર પડે છે.
  • વિકાસ પૂર્ણતા તરફ ગતિ કરે છે.
  • વિકાસ ગુણાત્મક (Qualitative) ફેરફાર છે.

વિકાસના સિદ્ધાંતો (Principles of Development) :

        વિકાસની તરેહને સમજવા માટે પાયાની હકીકતો / બાબતો જાણવી જરૂરી છે. આ પાયાની હકીકતોમાં વિકાસના ચોક્કસ સિદ્ધાંતો નિષ્પન્ન થાય છે.

ગૌરીસન અને અન્યનાં મતે...

        જ્યારે બાળક વિકાસની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે આપણે તેમાં કંઈક પરિવર્તન જોઈએ છીએ. શિક્ષણે આ વાતને સાબિત કરી છે કે પરિવર્તન ચોક્કસ સિદ્ધાંત પ્રમાણે જ થાય છે જેને વિકાસનો સિદ્ધાંત કહેવાય.

આવા વિકાસના સ્વીકારાયેલ સિદ્ધાંતોની ચર્ચા અહીં પ્રસ્તુત છે.

વિકાસની ગતિનો સિદ્ધાંતો :


ડગ્લાસ અને હોલેન્ડના મતે જુદી જુદી વ્યક્તિઓના વિકાસની ગતિ જુદી જુદી હોય છે. 

વિકાસની દિશાનો સિદ્ધાંત :

બી.કુપ્પુસ્વામીના મતે જોઈએ તો, “વિકાસ ચોક્કસ દિશામાં જ થતો હોય છે. બાળકનો વિકાસ મસ્તકર્થ પગની દિશામાં થાય છે. જીવનનાં પ્રથમ અઠવાડિયામાં બાળક ફકત માથાનું હલનચલન કરી શકે છે ત્યારપs 3 મહિનામાં આંખ પર નિયંત્રણ, 6 મહિને હાથનું નિયંત્રણ, 9 મહિને બેસવાની પ્રક્રિયા પર નિયંત્રણ 1 વર્ષે જાતે બેસવું કે પકડીને ચાલવું. એટલે કે વિશ્વના તમામ બાળકોના વિકાસની દિશા એક સરખો જ હોય છે.

વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત :

સ્કીનરના મતે
 “વિકાસના સ્વરૂપોમાં વ્યાપક વ્યક્તિગત ભિન્નતા હોય છે.”

વ્યક્તિના વિકાસ પર ઘણાં બધાં પરિબળો અસર કરે છે જેમ કે માનસિક, સામાજિક, સાંવેગિક, શારીરિક કક્ષાએ દરેક વ્યક્તિ ભિન્ન હોય છે. દરેક બાળકના વિકાસનું સ્વરૂપ ચોક્કસ હોય છે પણ એ સ્વરૂપમાં  ભિન્નતા જોવા મળે છે.



ઉદાહરણ તરીકે એક જ ઉંમરના બે બાળકો પૈકી એક બાળક સમાજમાં વધુ સામાજિક બને છે અને સામાજનાં લોકો સાથે સારું સમાયોજન સાધી શકે છે જયારે બીજો બાળક સમાજમાં ભળી શકતો નથી અ સમાજનાં લોકો સાથે સમાયોજન સાધી શકતો નથી તથા પોતાના આવેગો ઉપર કાબૂ મેળવી શકતો ન અને અન્ય પર ગુસ્સો કરતો જોવા મળે છે.


એકીકરણનો સિદ્ધાંત : :

આ સિદ્ધાંત પ્રમાણે પહેલાં બાળક પોતાનાં એક અંગને કાર્યરત કરે છે અને પછી એ અંગોનાં ભાગરૂપે કાર્ય કરે છે. આ રીત જુદા જુદા અંગોનાં સંકલનથી તમામ પ્રકારની ક્રિયાઓ સરળ બને છે.

ઉદાહરણ તરીકે, બાળક ખાભાનો ઉપયોગ કે તેનું હલનચલન કરતાં પહેલાં શીખે છે, પછી તે કોણીનુ
 હલનચલન ત્યારબાદ કાંડાંનું અને છેલ્લે આંગળાંઓનું હલનચલન કરતાં શીખે છે. 

સમાન તરાહનો સિદ્ધાંત :

હરલોકનાં મતે, 
“દરેક જાતિ પોતાની જાતિ પ્રમાણે વિકાસની તરાહને અનુસરે છે.”
 દરેક બાળકનો વિકાસ એકસરખો, એક સરખી રીતે જ થતો જોવા મળે છે. બાળક અઢી વર્ષનું થાય ત્યાં સુધી એકબીજા સાથે સંકળાયેલા અંગોનો એક સાથે ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે નવજાત શીશુ બન્ને પગ કે બન્ને હાથ એક સાથે એક જ દિશામાં લઈ જશે. અમુક સમયગાળા બાદ તે જરૂરિયાત મુજબ એક હાથ કે એક પગનું હલનચલન કરે છે. તેવી જ રીતે પશુ-પંખીઓમાં પણ એ સમાન તરાહ જોવા મળે છે.

નિરંતર વિકાસનો સિધ્ધાંત :

વિકાસની પ્રક્રિયા બંધ પડતી નથી વિકાસની પ્રક્રિયા અવિરતપણે ચાલતી રહે છે. જેનું પરિણામ કોઈ ચોક્કસ સમયે જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે બાળક પહેલી વાર ચાલતાં શીખે, તે પહેલાં તેની ચાલવાની શક્તિનો વિકાસ ધીમે ધીમે થતો રહે છે.

એટલે કે પ્રથમ ત્રણ વર્ષમાં બાળકનો વિકાસ ઝડપી હોય છે પછી તે વિકાસ ધીમો પડે છે. 

પરસ્પર સંબંધનો સિધ્ધાંત :

શારીરિક, માનસિક, સાંવેગિક, સામાજિક વિકાસ એકબીજા સાથે સંબંધિત હોય છે. વ્યકિત સતત તેનાં સામાજિક પર્યાવરણમાં રહી અન્ય વ્યકિતઓ સાથે આંતરક્રિયાઓ કરતી રહે છે. આવી આંતરક્રિયા તેને સતત નવા અનુભવો પૂરા પાડે છે.

આ ઉપરાંત વિકાસનાં દરેક પાસાં એકબીજા સાથે સંકળાયેલા હોય છે અથવા પરસ્પરાવલંબી હોય છે. ઉદાહરણ તરીકે શારીરિક ખામી ધરાવતી વ્યકિતનો આત્મવિશ્વાસ અન્ય તંદુરસ્ત વ્યકિત કરતાં ઓછો હોઈ શકે છે, એટલે કે શરીરનો યોગ્ય રીતે વિકાસ થયો ન હોય તો તે વ્યકિત લઘુતાગ્રંથિ પીડાઈ શકે છે, જેની અસર તેનાં સામાજિક વિકાસ પર પણ થાય છે. આમ દરેક વિકાસ થોડાં અંશે એકબીજા સાથે સંકળાયેલા છે.

વારસો અને વાતાવરણની આંતરક્રિયાનો સિધ્ધાંત : :

બાળકના વિકાસ પર વારસો અને વાતાવરણની સંયુક્ત અસર થાય છે. વારસો કદાચ સારા ન મળે પણ વાતાવરણ સારું મળે તો યોગ્ય દિશામાં વિકાસ થઈ શકે છે અને વ્યકિતનું વ્યકિતત્વ ઘડતર સારી રીતે ઘડાય છે.

વિકાસક્રમનો સિધ્ધાંત :

બાળકનો નાવિક અને ભાષાકીય વિકાસ એક ચોક્કસ અને નિશ્ચિત ક્રમે જ થાય છે. ભાષાકીય વિકાસમાં જન્મ સમયે બાળક રડે, પછી વિશિષ્ટ અવાજ કરે, 6 માસે હર્ષ પ્રદર્શિત કરે, 7 માસની આજુબાજુમાં તે મા...મા પાપા....મમ્ જેવા શબ્દો શીખે છે અને ત્યારબાદ તે જોડાક્ષર જેવા શબ્દો શીખે છે. 

સામાન્યથી વિશિષ્ટ પ્રતિક્રિયાઓનો સિધ્ધાંત : :

વિકાસની દરેક અવસ્થામાં બાળકની પ્રતિક્રિયાઓ શરૂઆતમાં સામાન્ય પ્રકારની હોય છે એટલે કે જન્મ પછી બાળક તરત જ રડે છે. આ રડવા પાછળ કોઈ ચોક્કસ કારણ હોતું નથી. તેને ગર્ભ બહારની દુનિયા ગુંચડાવાળી અને અલગ જ પ્રકારની ભાસે છે. થોડા સમય બાદ તેને કોઈ તકલીફ થાય તે રડે છે. તેને ભૂખ લાગે ત્યારે તે રડે છે. તે રડીને ચોક્કસ રીતે કયા કારણસર રડે છે અને તેનાં પાન ધ્યાન પોતાના તરફ દોરવાનો પ્રયત્ન કરે છે. આ રીતે રહીને તે પોતાની દરેક જરૂરિયાતો પ્રત્યે લે ધ્યાન દોરવવાનો પ્રયાસ કરે છે. અહીં બાળકનું સામાન્ય વર્તન દેખાય છે. પછી બાળક ધીમે ધીમે થાય તેમ તેમ તેણે સાંભળેલા શબ્દોને સમજવાનો પ્રયાસ કરે છે. તે શબ્દો બોલવાનો પ્રયાસ કરે છે. ધીમે તેનું શબ્દભંડોળ વધતું જાય છે અને પછી તે બે શબ્દો વચ્ચેનો ભેદ પારખતો થાય છે. તે સામાજિકતાના ગુણો વિકસે છે. અન્ય સાથે તાદાત્મય સાધે છે. અને પછી હવે બાળકોને કોઈ મુ ઊભી થાય તો તે બૂમાબૂમ કરતું નથી કે રડતું પણ નથી, પણ જે કાંઈ મુશ્કેલી છે, તે અંગે તે શા રીતે પોતાની સમસ્યાનું વર્ણન કરી શકે છે. આ તેનું વિશિષ્ટ વર્તન થયું કહેવાય.

વૃદ્ધિ અને વિકાસની તુલના


 વૃદ્ધિ.            વિકાસ 
1. શારીરિક ઘટના છે
. 1. મનોશારીરિક ઘટના છે. 
2. આ પ્રક્રિયા સીમિત છે. જે અમુક ઉંમર સુધી થાય છે.
2. આજીવન ચાલતી પ્રક્રિયા છે. 
3. વર્તન સાથે પરોક્ષ રીતે સંકળાયેલ છે. |
3. વર્તન સાથે પ્રત્યક્ષ સંકળાયેલ છે. 
4. પરિણામ જોઈ શકાય છે. 
4. પરિણામ વર્તન દ્વારા અનુભવી શકાય છે. 
5. માપન સરળ છે. 
5. માપનની પ્રક્રિયા જટિલ હોવાથી ચોક્કસ પ્રવિધિઓ દ્વારા જ શક્ય બને છે. 
6. વૃદ્ધિ માટે વિકાસ થવો અનિવાર્ય નથી.
6. વિકાસ માટે વૃદ્ધિ થવી અનિવાર્ય છે. 
7. તે ચોક્કસ મર્યાદામાં થાય છે. 
7. તેની સંભાવનાનું ફલક વિસ્તૃત છે. 
8. તે સહજ ઘટના છે. 
8. તે સંકુલ ઘટના છે. 
9. મોટે ભાગે વારસા પર આધારિત છે. 
9. વારસો અને વાતાવરણ બંને પર આધારિત છે. 
10. શરીરના અંગોની પરિપક્વતા પૂરી થતા અટકી જાય છે.
10. તે ક્રમિક અને નિરંતર ચાલ્યા કરે છે. 
11. કદનું માપ તે વૃદ્ધિ 
11. ક્રિયાનું માપ તે વિકાસ 
12. ગર્ભાધાનકાળથી શરૂ થાય છે. 
12. જન્મ પછી ક્રમશઃ શરૂ થાય છે.

વૃધ્ધિ-વિકાસને અસર કરતાં પરિબળો (Factors Influencing Growth-Devlopment) :


વૃધ્ધિ અને વિકાસ એ કુદરતી પ્રક્રિયા છે.તે વિવિધ પરિબળોથી અસરગ્રસ્ત બને છે. આ પરિબળો પરિણામે વૃદ્ધિ અને વિકાસની ગતિ, દિશા, પ્રમાણમાં ફેરફાર થાય છે. વુડવર્થના મતે વૃદ્ધિ-વિકાસ બે પરિબળો અસર કરે છે.

વારસો

વાતાવરણ

વુડવર્થ કહે છે, 
 “The individual is the product of heredity and environment.”
 દરેક વ્યકિત વંશ-વારસો અને વાતાવરણની નીપજ છે.

વંશ-વારસો અને વાતાવરણ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર શી અસર કરે છે તે આપણે હવે પછી જોઈશું.

વારસો (Heredity)


વૃદ્ધિ અને વિકાસ પર વંશ-વારસાની અસર થાય છે. સામાન્યતઃ લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે બાપ એવા બેટા અને વડ એવા ટેટા એટલે કે માતા-પિતા ઠીંગણા હોય તો સંતાનો ઠીંગણા થાય, બીજા શબ્દોમાં કહીએ તો માતાપિતાના શારીરિક, માનસિક લક્ષણો વારસો સ્વરૂપે બાળકોને મળે છે.આ ઉપરાંત બાળકોને માત્ર માતા-પિતા તરફથી નહીં, પરંતુ પૂર્વજો તરફથી પણ વારસાગત લક્ષણો-વિચારો પ્રાપ્ત થાય છે.

વારસો એટલે ગર્ભધાન સમયે વ્યકિતમાં હાજર તમામ બાબતો, સ્ત્રીના અંડકોષમાં પુરુષના શુક્રકોષોનો સંયોગ થવાથી વારસાનું પ્રદાન થાય છે. આ કોષમાં રહેલા રંગસૂત્રોમાં જનીનતત્ત્વો હોય છે. તે વારસાના વાહક છે. જનીનના ત્તત્વોના સંયોજનના પરિણામને વારસો (આનુવંશિકતા) કહેવાય છે. 

B. N. Jha ના મતે
“Heredity is the sum of inborn individual traits." 
વંશાનુક્રમ કે વારસો એ વ્યકિતની જન્મગત સમ્રગ વિશિષ્ટતાઓનો સરવાળો છે. 
Woodworth.
Heredity covers all the factors that were present in the individual when began life, not at birth, but at the time of conception, about nine months before birth. 

વુડવર્થ.

        વારસામાં એ બધી બાબતોનો સમાવેશ થઈ જાય છે કે જે તેના જીવનને આરંભ કરતી વખતે વ્યકિતમાં હાજર હતી. તેના જન્મ સમયે નહીં, જન્મપૂર્વે ગર્ભધાન સમયે નવ માસ પહેલાં જ હાજર હતી તે બધી બાબતોને વારસો કહેવામાં આવે છે.

        વારસો એટલે ગર્ભધાન સમયે વ્યકિતમાં હાજર તમામ બાબતો સ્ત્રીના અંડકોષમાં પુરુષના શુક્રકોષનો સંયોગ થવાથી વારસાનું પ્રદાન થાય છે. આ કોષમાં રહેલા રંગસૂત્રોના જનીનતત્વો હોય છે. તે વારસાના વાહક છે. જનીન તત્વોનાં સંયોજનના પરિણામને વારસો (આનુંવંશિકતા) કહેવામાં આવે છે. 

વારસાની અસરો નીચે મુજબ જોઈ શકાય.


1. શારીરિક વૃધ્ધિ - 
શારીરિક વૃધ્ધિ વારસા પર આધારિત હોય છે.માતાપિતાના કદ આકાર પ્રમાણે બાળકના શરીરનો વિકાસ થાય છે તથા વારસાની અસર શરીરના બંધારણ પર, સ્વભાવ પર તથા રોગો પર થતી હોય છે.
2. બૃધ્ધિની શ્રેષ્ઠતા - 
જે વ્યકિતના પૂર્વજોની બુદ્ધિમત્તા શ્રેષ્ઠ હોય તે જાતિના બાળકો બુધ્ધિશાળી હોય છે. 
3. સામાજિક સ્થિતિ - 
કેટલાંક કેળવણીકારો એમ માને છે કે ગુણ સંપન્ન અને પ્રતિષ્ઠિત માતા-પિતાના સંતાનો પ્રતિષ્ઠા પામે છે.આ પ્રતિષ્ઠા તેમને માતા-પિતા તરફથી વારસામાં મળે છે. 
4. મહાનતા - 
ગેસ્ટાલ્ટના મંતવ્ય પ્રમાણે વ્યકિતની મહાનતાનું કારણ તેનો વંશાનુક્રમ કે વારસો છે.વંશાનુક્રમને લીધે વ્યકિતઓના શારીરિક અને માનસિક લક્ષણોમાં ભિન્નતા જણાઈ આવે છે. વ્યકિતનું કદ, વર્ણ, વજ. સ્વાસ્થય, માનસિક શક્તિઓ વારસા પર આધારિત છે.

ગાલ્ટનના મંતવ્યાનુસાર મહાન ન્યાયાધીશો, રાજનીતિઓ, સેનાપતિઓ, સાહિત્યકારો, વૈજ્ઞાનિક અને ખેલાડીઓ કે રમતવીરોના જીવનચરિત્રોનું અધ્યયન કરતાં જણાય છે કે તેમનાં પરિવારમાં આ ક્ષેત્ર વિશિષ્ટ સ્થાન ધરાવનાર વ્યકિતઓએ જન્મ લીધો છે.

5.ચારિત્ર્ય - 
ગડેલ નામના મનોવિજ્ઞાની માને છે કે ચારિત્ર્યહીન માતાપિતાને ચારિત્ર્યહીન સંતાનો વારસામ મળે છે.

6. વ્યાવસાયિકયોગ્યતા - 
મનોવિજ્ઞાની કેટલનાં મંતવ્યાનુસાર વ્યક્તિની વ્યાવસાયિક યોગ્યતા પર કે વ્યાવસાયિક લક્ષણો પર વાસરાની અસરો જોવા મળે છે.

વાતાવરણ : 

        વાતાવરણનો પર્યાય શબ્દ પર્યાવરણ છે. પર્યાવરણ એટલે વ્યકિતની ચારેબાજુ આસપાસ જે કાંઈ છે તે તેનું વાતાવરણ.

વાતાવરણને બે વિભાગમાં વહેંચી શકાય.

જન્મપૂર્વનું વાતાવરણ 
જન્મપછીનું વાતાવરણ

 (1) જન્મપૂર્વેનું વાતાવરણ :

        સ્ત્રીના અંડકોષમાં પુરૂષના શુક્રકોષના સંયોજનથી ગર્ભમાં બીજધારણ થાય તે સમયથી બાળકનો જન્મ થાય ત્યાં સુધી એટલે કે નવ માસ સુધી માતાના ગર્ભમાં રહે છે. ધીમે ધીમે બીજનો ગર્ભમાં વિકાસ થાય છે. ધીમે ધીમે બાળકના શરીરમાં વૃદ્ધિ થવા લાગે છે. આ પ્રક્રિયા દરમ્યાન માતાને પ્રસન્ન વાતાવરણ પૌષ્ટિક આહાર, પ્રેમ, હૂંફ મળતા રહે. કોઈ બિમારી રહે નહીં, તો આવનાર બાળકનો શારીરિક રીતે તંદુરસ્ત તથા માનસિક રીતે સ્વસ્થ વિકાસ થાય છે. જન્મપૂર્વેનું વાતાવરણ બાળકના વિકાસ માટે 어 જ મહત્ત્વનું ગણી શકાય.અહીં બાળકને વારસામાં રહેલાં જન્મજાત લક્ષણો મળે છે. જે લક્ષણો જીવનપર્યત તેનાં (બાળકનાં) વિકાસ પર અસર કરતાં જોવા મળે છે.

        કહેવાય છે કે ગર્ભસ્થ સ્ત્રીના વિચારોની અસર આવનારા બાળકો પર સીધી પડે છે કારણ મહાભારતમાં દર્શાવ્યું છે કે અભિમન્યુ જ્યારે તેની માતા સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે અર્જુને સુભદ્રાજીને ચક્રવ્યુહના છ દરવાજા તોડવાની રીત સમજાવી હતી.માતાના ગર્ભમાં રહેલ અભિમન્યુએ સાંભળેલી વાતને આધારે ચકચૂહનાં છ દરવાજા તોડવાની સફળતા તેણે મેળવી હતી. આ બાબત કોઈ વૈજ્ઞાનિક ઐતિહાસિક આધાર નથી તેમ છતાં માતાના ગર્ભમાં જ બાળકને અમુક માનસિક લક્ષણો મળે છે. ઉદાહર આ વાતને પુષ્ટિ આપે છે.

(2) જન્મ પછીનું વાતાવરણ :

        બાળકના જન્મ પછી તેનું જીવન શરૂ થાય છે અને તેની સાથે સાથે વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા શરૂ થાય છે. જુદાં જુદાં વાતાવરણમાં ઉછેરનાર બાળકોના વૃદ્ધિ અને વિકાસની ભાતમાં ભિન્નતા જોવા મળે છે. જન્મ પછીનું વાતાવરણ ચાર વિભાગમાં વહેંચી શકાય.

આંતરિક વાતાવરણ :


બાળકની બોલવાની રીત, આવેગો પ્રકાશિત કરવામાં તેના હોર્મોન્સ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત માનસિક વિચારો, શારીરિક તંદુરસ્તી જેવી બાબતો તેનાં વૃદ્ધિ અને વિકાસ પર અસર કરતાં પરિબળો છે.

બાહ્ય વાતાવરણ :


વ્યકિત જે પ્રકારની આબોહવામાં રહે છે, તે પ્રકારનો ખોરાક ખાય છે. ખોરાક વ્યકિતનાં વિકાસ પર અસર કરનારું પરિબળ આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિ શરીરનાં બંધારણ અને સ્વાસ્થય પર અસર કરે છે એટલે જ આફ્રિકાના લોકો કાળાં હોય છે અને અફઘાનો ઊંચા અને મજબૂત શારીરિક બાંધાના હોય છે. ખુશનુમા વાતાવરણ અને આરામદાયક ભૌતિક સુવિધાને લીધે વ્યકિતને થાક લાગતો નથી અને તે કાર્ય કરવામાં હંમેશાં સક્રિય રહેતી હોય છે. 

કૌટુંબિક વાતાવરણ :


કહેવાય છે કે, “એક માતા બરાબર સો શિક્ષક બાળકની પ્રથમ શાળા તેનું ઘર છે. બાળક ઘરમાં રહીને જીવનના પાઠ શીખે છે. ઘરમાંથી બાળક સંસ્કાર શીખે છે. કુટુંબના વાતાવરણની બાળકમાં રહેલાં સાંવેગિક, સામાજિક અને માનસિક વિકાસ પર અસર પડતી જોવા મળે છે. કુટુંબના સભ્યો જો બાળકને સુયોગ્ય વાતાવરણ પુરું પાડતા હશે તો બાળકને સર્વાગી વિકાસ યોગ્ય રીતે થશે. વધુ પડતાં ઝઘડા જે ઘરમાં થતાં હશે તો તેની અસર બાળકના વિકાસને રૂંધશે અને બાળક ગુસ્સાવાળું બની જતું હોય છે. બાળક આવા વાતાવરણથી દૂર રહેવાનો પ્રયાસ કરશે. માટે જ કહે છે કે Live and Let Live 

સામાજિક વાતાવરણ :


કહેવાય છે કે જેવો દેશ એવો પહેરવેશ. વ્યકિતના પહેરવેશ, વ્યવહાર, શિક્ષણ, વગેરે પર તેનાં સમાજની અસર જોવા મળે છે. શિક્ષિત સમાજમાં રહી વ્યક્તિનો માનસિક વિકાસ ખીલે છે. જેના દ્વારા વ્યકિત સમાજના સભ્યો સાથે આંતરક્રિયા કરી પોતાના વ્યક્તિત્વને ખીલવે છે અને સામાજિક પરિસ્થિતિમાં ટકી રહેવા માટે કટિબદ્ધ છે.











About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.