"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર //Field of Educational Psychology

શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર//Field of Educational Psychology

શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર

        મનોવિજ્ઞાનીઓના મતે શૈક્ષણિક મનોવિજ્ઞાન તેના શૈશવમાંથી પસાર થઈ રહ્યું છે. જોકે તેમ છતાં તેનો વ્યાપ અતિ વિશાળ છે અને તે મર્યાદિત થઈ શકતો નથી.

        19મી સદીમાં સ્વીટ્ઝરલેન્ડના માનસશાસ્ત્રી પેસ્ટેલોઝીએ સૌ પ્રથમ શિક્ષણને મનોવિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું. એ જમાનામાં પેસ્ટેલોઝીએ બાળકેન્દ્રી શિક્ષણની હિમાયત કરીને શિક્ષણનું મનોવિજ્ઞાનીકરણ કર્યું. તેમણે કહ્યું : “I will psychologize education” અર્થાત્ “હું શિક્ષણનું મનોવિજ્ઞાનીકરણ કરીશ” અને તેણે એ કરી બતાવ્યું. રૂસોએ “બાળકને બાળક જ રહેવા દો'ની હિમાયત કરી, તો ફ્રોબેલે બાળકને બગીચાનાં ફૂલ કહ્યાં. તેમના સમયથી અત્યાર સુધીના સમયમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં અનેક પ્રયોગો અને સંશોધનો થયાં છે. 20ની સદીના પ્રારંભકાળથી જ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું ચોક્કસ સ્વરૂપ બંધાવા અને ઘડાવા માંડ્યું હતું. 

શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર


       શિક્ષણના ક્ષેત્રમાં જેમ જેમ નવી સમસ્યાઓ ઉત્પન્ન થતી ગઈ તેમ તેમ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર વિસ્તરતું ગયું છે.

1. “શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણની પ્રક્રિયામાં સામેલ થનાર વ્યક્તિની પ્રકૃતિ, માનસિક, જીવન અને વર્તન સાથે સંકળાયેલું છે.”
- ડગ્લાસ અને હોલેન્ડ
“The subject matter of educational psychology is the nature, mental life and behaviour of the individualundergoing the process of education.


2. “શૈક્ષણિક મનોવિજ્ઞાનની વિષયસામગ્રીનો સંબંધ અધ્યયનને પ્રભાવિત કરનારી બધી પરિસ્થિતિઓ સાથે છે, આથી અધ્યયનને લગતાં બધાં પરિબળો એ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર બની જાય છે.” 
 “The subject matter of educational psychology is concerned with the condition that effect learning.” 
- Crow and Crow


        આમ, શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર વિદ્યાર્થી અને તેનું ઘડતર છે. વિદ્યાર્થીના પ્રસન્ન ઘડતર, જ્ઞાનવિકાસ અને નિદર્શનમાં જ બધી મનોવૈજ્ઞાનિક બાબતો સાથે તેનો શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં સમાવેશ કરવામાં આવે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે. 

  • (1) માનવવૃદ્ધિ અને વિકાસ
  • (2) અધ્યયનની પ્રક્રિયા
  • (3) શૈક્ષણિક માપન અને મૂલ્યાંકન
  • (4) વર્તનના અને આવેગના જન્મજાત પાયાઓ
  • (5) વૈયક્તિક તફાવતો અને નિદર્શન
  • (6) માનસિક આરોગ્ય
  • (7) અનુકૂલનના સંદર્ભમાં વ્યક્તિત્વ વિકાસ. 

ક્રો અને કો ના મતે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો કાર્યપ્રદેશ વર્ણવતાં નીચેની બાબતોનો સમાવેશ કરે છે : 

  • (1) અધ્યયન દરમિયાન થતાં આંતરિક પરિવર્તનો :
  • (2) શિક્ષણના વિકાસનું મૂલ્યાંકન કરવાની અસરકારક પદ્ધતિઓ 
  • (3) અધ્યયન પ્રક્રિયાનું સ્વરૂપ
  • (4) અધ્યયનની કક્ષા અને મર્યાદા ઉપર વ્યક્તિગત ભિન્નતાનું શૈક્ષણિક  
  • (5) ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણની વ્યક્તિ પર થતી તુલનાત્મક અસરો. 
  • (6) અધ્યયનના પરિણામો સાથે અધ્યયનની પદ્ધતિઓનો સંબંધ. 
  • (7) આનુવંશિક અને વાતાવરણનાં પરિબળોની શિક્ષણ પર અસર. 
  • (8) પરિપક્વતાની કક્ષા અને અધ્યયનની તત્પરતા વચ્ચે સંબંધ.
  • (9) શિક્ષણ પ્રત્યેના વૈજ્ઞાનિક દષ્ટિબિંદુની શાળા સાથે સંકળાયેલા માણસો માટેની અગત્ય. 

શૈક્ષણિક મનોવિજ્ઞાનના વ્યાપને અતિ સંક્ષિપ્તમાં જહૉન આદમ્સે બહુ સ્પષ્ટ કર્યું છે. તે કહે છે કે શીખવવું ક્રિયાપદને બે કર્મ છે. તેને શીખવો છો અને શું શીખવો છો? દા.ત. શિક્ષક ધ્યાનીને ગણિત શીખવવા માટે ગણિતના જ્ઞાન ઉપરાંત ધ્યાની વિશેનું જ્ઞાન હોવું આવશ્યક છે. આથી શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રના પાયામાં ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.

  • (1) વિદ્યાર્થી (Pupil)
  • (2) શૈક્ષણિક પ્રક્રિયા (Educational Process)
  • (3) અધ્યયનને અસર કરતાં પરિબળો (Factors affecting learning) 

આમ, સ્કિનરનાં મતે- “શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સમગ્ર જ્ઞાન મેળવવાની બધી પ્રયુક્તિઓનો સમાવેશ થાય છે. જે અધ્યાપનની પ્રક્રિયાને સારી રીતે સમજવા અને માર્ગદર્શન આપવા માટે આવશ્યક છે.” 

“Educational Psychology takes for its province all information and techniques pertinent to a better understanding and a more efficient direction of the learning process.”







પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક  તેમજ આચાર્યની પરીક્ષામાં ઉપયોગી સહાયક 

TET /TAT /HTAT /NET /SLET

બાળવિકાસ બાળમનોવિજ્ઞાન

શિક્ષણના સિદ્ધાંતો, કેળવણીના દાર્શનિક આધારો (ભારતીય અને પાશ્ચાત્ય)

શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર



About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

إرسال تعليق

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.