કિશોરાવસ્થા અને તરૂણાવસ્થા//Adolescence and adolescence
કિશોરાવસ્થા અને તરૂણાવસ્થા(Adolescence and adolescence) પ્રસ્તાવના (Introduction) : વિકાસ એ સતત ચાલતી સુગ્રથિત પ્રક્રિયા છે. દરેક વ્યક્તિ પોતાના બાલ વિકાસની તરાહો પરસ્પરાવલંબી અને અન્યોન્યાશ્રિત હોય છે આમ, છતાં અભ્યાસની સરળતા ખાતર વિકાસના વિવિધ તબક્કાઓ પાડવામાં આવ્યા છે. આમ જોઈએ તો શારીરિક વિકાસ, ચેષ્ટા વિકાસ, સાંવેગિક વિકાસ, સામાજિક વિકાસ, માનસિક વિકાસ દર્શાવવામાં આવ્યાં છે. પરંતુ બાળક જેમ જેમ મોટું થતું જાય છે, તેમ તેમ તેનો વિકાસ થતો જાય છે. માતાના ગર્ભધારણથી તે મૃત્યુપર્યત વ્યક્તિની વિકાસ યાત્રા સતત ચાલતી રહે છે. બાળકના વિકાસમાં ભરતી-ઓટ આવ્યા કરે છે. અમુક ચોક્કસ વર્ષોના સમયગાળા દરમિયાન જેમાં વિકાસની તરાહ એકધારી જળવાઈ રહે, તેને વિકાસના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. અર્નેસ્ટ જહોન્સ, હેવિંગ હર્ટ, એરિકસન વગેરે જેવા મનોવિજ્ઞાનીઓએ વિકાસના તબક્કાઓને જુદી જુદી રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે અને મનોવિજ્ઞાનના અભ્યાસના તારણોને અંતે સર્વ સામાન્ય રીતે વિકાસના તબક્કાઓ નીચે મુજબ નક્કી થયા છે. કિશોરાવસ્થા : કિશોરાવસ્થાન...