પ્રયોગપદ્ધતિ (Experimental Method)
ચોક્કસ પ્રકારનાં સંશોધનો માટે આ પદ્ધતિ જગ્યા છોડો સૌથી વધુ યોગ્ય છે. કેટલીક શૈક્ષણિક પરિસ્થિતિઓમાં સમસ્યાનો અભ્યાસ પ્રયોગશાળામાં કરવામાં આવે છે. માપનની બાબત પર અસર કરતા બધા ચલો (Variables)નું સૈદ્ધાંતિક દૃષ્ટિથી નિયંત્રણ શક્ય બને છે.
કેટલીક સમસ્યાઓ કે જેનો મનોવિજ્ઞાનની પ્રયોગશાળામાં અભ્યાસ કરવાને બદલે.
- પ્રયોગના બે સમકક્ષ જૂથ બનાવવામાં આવે છે.
- બંનેને સમાન પૂર્વકસોટી આપવામાં આવે છે.
- એક જૂથને પ્રાયોગિક અને બીજા જૂથને નિયંત્રિત જૂથ કહેવામાં આવે છે.
- પ્રાયોગિક જૂથને નિર્ધારિત ચોક્કસ અનુભવ કે તાલીમ આપવામાં આવે છે.
- નિયંત્રિત જૂથને તાલીમ કે મહાવરો આપવામાં આવતો નથી.
- બંને જૂથને એકસરખી અંતિમ કસોટી આપવામાં આવે છે.
- પ્રાપ્ય પરિણામોને આધારે બંને જૂથની તુલના કરી નિષ્કર્ષ તારવવામાં આવે છે.
પ્રયોગ પદ્ધતિનાં ફાયદા :
- પ્રાપ્ત પરિણામો વધુ ચોક્કસ હોય છે. .
- પદ્ધતિના પરિણામો પક્ષપાતરહિત હોય છે.
- નિષ્ણાત વ્યક્તિ જ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે.
- પદ્ધતિ દ્વારા મળેલા પરિણામોની પુનઃ ચકાસણી થઈ શકે છે
- તે અનાત્મલક્ષીપણું ધરાવે છે. પરિણામો પર અભ્યાસકર્તાના ગમા અણગમાની અસર પડતી નથી.
પ્રયોગ પદ્ધતિની મર્યાદા :
- બે સમકક્ષ જૂથો રચવાનું કાર્ય કઠિન છે.
- બે એકસરખી પૂર્વ અને ઉત્તરકસોટી રચવામાં નિપુણતા હોવી જોઈએ.
- અભ્યાસકર્તાના ગમા-અણગમાની લાગણીઓ કેટલીકવાર પરિણામોની વિશ્વસનીયતા ઘટાડે છે.
- પ્રયોગ વખતે માપન અને અવલોકનની ચોક્કસાઈના અભાવે પરિણામો ખોટાં આવે છે.
- પરિણામ પર અસર કરતાં ચલને નિયંત્રિત ન કરતા પરિણામો વિશ્વસનીય રહેતા નથી.
- બિન-અનુભવી વ્યક્તિઓ પ્રયોગપદ્ધતિનો ઉપયોગ કરે તો પરિણામોની સાર્થક્તા ઘટે છે.
