શિક્ષણના કેન્દ્રસ્થાને અધ્યેતાને મહત્ત્વ આપવામાં આવે છે. નૂતન શિક્ષણની સંકલ્પનામાં શિક્ષણને સહિયારું સાહસ ગણવામાં આવે છે. અધ્યેતાએ અધ્યયન પ્રક્રિયામાં માત્ર નિષ્ક્રિય ન રહેતાં શિક્ષણની પ્રક્રિયામાં સક્રિય ફાળો આપે એ અનિવાર્ય છે.
બાળકના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવનાર વારસો તેને તેના જન્મ સાથે મળે છે. વળી, કેટલીક શક્તિઓ પણ સાથે લઈને જન્મે છે. આ વારસો બાળકને માતા-પિતા પાસેથી જ નહિ પરંતુ બંને પક્ષના પૂર્વજો પાસેથી મળે છે. બાળકને સમજવામાં અને શિક્ષણકાર્ય કરાવવામાં આ વારસાનું જ્ઞાન ઉપયોગી નીવડે છે.
અધ્યાપક અધ્યેતાની તેમજ પોતાની સફળતા-નિષ્ફળતાનું જ્ઞાન શૈક્ષણિક મનોવિજ્ઞાનના અભ્યાસથી મેળવી શકે છે. અધ્યાપક અધ્યેતાઓના વ્યક્તિ-વર્તનનું માપ પણ શૈક્ષણિક મનોવિજ્ઞાનના અભ્યાસથી કાઢી શકે છે.
અધ્યાપક પાસે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન હશે તો જ તે અધ્યેતા સાથે આત્મીયતાભર્યા સુરૂચિભર્યા સહાનુભૂતિભર્યા સંબંધો વિકસાવી શકે છે. અધ્યેતા સાથેના માનવસંબંધો વિકસાવવામાં તેમજ અધ્યેતાના ચારિત્ર્ય ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે. અધ્યેતાને અધ્યાપક જવાબદારીભર્યા કાર્યો આપીને તેમના જૂથ-સંબંધો વિકસાવે છે. અધ્યેતા સાથે સ્નેહભર્યો વ્યવહાર દાખવે છે. આમ, માતા-પિતા મમતા પૂરી પાડે છે.
શૈક્ષણિક મનોવિજ્ઞાન દ્વારા અધ્યેતાનો જુદા જુદા તબક્કાઓમાં વિશિષ્ટ મનોવિકાસ થાય છે. આ મનોવિકાસના તબક્કાઓ જાણી બાળકના રસ અને વલણોમાં જે પરિવર્તન આવે છે અને આ તબક્કાઓની વિશિષ્ટ જરૂરિયાતોનું જ્ઞાન અધ્યાપકને તેના શિક્ષણના આયોજનમાં સહાયભૂત નીવડે છે.
પ્રત્યેક બાળકને પોતાનું નિરાળું વ્યક્તિત્વ હોય છે અને તેને પોતાની વિશિષ્ટતાઓ (મહત્તાઓ) અને મર્યાદાઓ હોય છે તેમજ પોતાના આગવા રસ, રુચિ, વલણ અને અભિયોગ્યતાઓ હોય છે. રૂસો જણાવે છે,
“CHILD IS A BOOK THAT THE TEACHER HAS TO READ FROM PAGE TO PAGE."
આમ, બાળકની સ્વભાવગત વિશિષ્ટતાઓ, ખાસિયતો વગેરેનું જ્ઞાન અધ્યાપકપણે હોવું આવશ્યક છે.
એટલે જ,
“ tema “The Verb of teaching governs two accusatives in the teacher taught John Latin. The teacher must know John as well as Latin."
-Adams
એડમ્સના મતાનુસાર અધ્યાપક માટે અધ્યેતાના સ્વભાવનું ચિત્ર સ્પષ્ટ હોવું આવશ્યક છે, તો જ પોતાનાં ધ્યેયોની અનુકૂળતા હાંસલ કરી શકે.
વર્ગમાં અધ્યાપક પાસે ભિન્ન-ભિન્ન પ્રકારના બાળકો અભ્યાસ કરવા આવે છે. આ બાળકોની ભિન્ન-ભિન્ન પ્રકારની વારસાગત વાતાવરણજન્ય ભૂમિકાઓ હોય છે. આથી આવા બાળકો વર્ગમાં હંમેશા અનુકૂલન સાધી શકતા નથી. કોઠાસૂઝ ધરાવનાર અધ્યાપક પોતાની કુશળતાને આધારે આવા બાળકોને પારખીને, સમજીને અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિઓનું આયોજન કરે છે. વળી, દરેક બાળકો દરેક સમયે દરેક વાતાવરણમાં અનુકૂલન સાધી શકતા નથી, અને જે બાળકો અનુકૂલન નહિ સાધી શકતા હોય તેઓ ગેરશિસ્તના પ્રશ્નો ઉભા કરવા પ્રેરાય છે. અધ્યાપક પાસે જો શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન હશે તો તેની મદદથી આ પ્રશ્નો ઉકેલવા પ્રયાસ કરશે.
અધ્યાપક પોતાની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ શક્તિઓથી પરિચિત હોય છે. વળી મનોવિજ્ઞાનનો જાણકાર અધ્યાપક આત્મ-સાક્ષાત્કાર કરી શકે છે. તે અધ્યેતાની પ્રેરણાની આદ્યગંગોત્રી હોવાથી તે આચાર-વિચારનાં રહસ્યોનું જ્ઞાન મેળવી આદર્શ અધ્યાપક અને આદર્શ વ્યક્તિ બનવા પ્રયત્ન કરે છે. મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરી અધ્યાપક યોગની શક્તિઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરી યોગની ખામીઓને દૂર કરી ઉત્તમ અનુકૂલન સાધવા પ્રયત્ન કરે છે. આથી વર્ગખંડની અનેક સમસ્યાઓ તે હલ કરી શકે છે. .
શાળામાં અભ્યાસ કરવા આવનાર અધ્યેતાઓ એક સમાન બુદ્ધિઆંક ધરાવતા હોતા નથી તેથી બધા જ અધ્યેતાઓમાં વૈયકિતક તફાવતો જોવા મળે છે. જેને કારણે બધા જ અધ્યેતાને એક જ પ્રકારનું શિક્ષણ એક જ પદ્ધતિએ આપી શકાય નહિ, તેમજ શિક્ષણમાં દરેક અધ્યેતા પાસે સમાન પ્રગતિની આશા રાખી શકાય નહિ. અધ્યેતાઓમાં કેટલાક શરમાળ તો કેટલાક અંતર્મુખી અને કેટલાક બહિર્મુખી હોય છે, તો કેટલાક તોફાની હોય છે. આવા સૌ અધ્યેતાઓને સમજવામાં શૈક્ષણિક મનોવિજ્ઞાન અધ્યાપકને સહાય કરે છે.
શિક્ષણની અસરકારકતા અને સફળતાનો આધાર વિષયના નૈપુણ્ય પર માત્ર નથી પરંતુ વિકાસના તબક્કાઓનું જ્ઞાન તે વિકાસ અનુસાર અધ્યેતાઓનાં રસ, રૂચિ, વલણોમાં આવતાં પરિવર્તનોનું જ્ઞાન અને અધ્યેતાના વ્યક્તિત્વ પર પડતી વારસા અને વાતાવરણની અસરોનું જ્ઞાન શિક્ષણ માટે આવશ્યક છે. આવા જ્ઞાનથી અધ્યેતાના વ્યક્તિગત તફાવતો અનુસાર શિક્ષણ પદ્ધતિઓનું આયોજન કરવા માટે અધ્યાપક પ્રેરાય છે. બાળકોના ઘડતરમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનનો જાણકાર અધ્યાપક જ અજોડ ફાળો આપી શકે.
સ્કિનરના મતાનુસાર
“The teacher needs Psychology to bridge the lives of the young and the aims of education in our democratic Society”
Skinner
સ્કિનર કહે છે કે, શૈક્ષણિક મનોવિજ્ઞાન એ અધ્યાપકને તૈયાર કરવાની આધારશિલા છે.
“Educational psychology is the foundation Stone in the preparation of teacher.”
Skinner
આમ, બાળકોની અને વર્ગખંડની સમસ્યાઓ સમજવામાં અને તેમનો ઉકેલ મેળવવામાં માર્ગદર્શન પૂરું પાડે છે. વળી અધ્યાપકને પોતાની ફરજો અને જવાબદારીઓથી સભાન કરવામાં શૈક્ષણિક મનોવિજ્ઞાન મહત્વનો ભાગ ભજવે છે. આમ, અધ્યાપકની સફળતાનો આધાર શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન છે, જે અધ્યાપકની પ્રગતિને પંથે પ્રયાણ કરવા પ્રેરે છે.
“Psychology contributes to the derelopment of the teacher Providing him with a set of Concepts and principles”
Kuppu Swami.
આમ અધ્યાપકે જો પોતાના વ્યવસાયમાં સફળતા મેળવી ઉત્તરોત્તર પ્રગતિ કરવી હશે, પોતાના અધ્યાપન કાર્યને સફળ અને વધુ અસરકારક બનાવવું હશે તો તેણે શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન આત્મસાત કરવું જ રહ્યું. આ જ્ઞાન તેને અધ્યતાને સમજવામાં, તેને વિકસાવવામાં અને તને માર્ગદર્શન આપવામાં એમ અનેક રીતે ઉપયોગી થઈ શકશે.
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષક તેમજ આચાર્યની પરીક્ષામાં ઉપયોગી સહાયક
TET /TAT /HTAT /NET /SLET
બાળવિકાસ બાળમનોવિજ્ઞાન
શિક્ષણના સિદ્ધાંતો, કેળવણીના દાર્શનિક આધારો (ભારતીય અને પાશ્ચાત્ય)
શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર