સર્જનાત્મકતા એ એક વિચાર કૌશલ્ય છે. સર્જનાત્મકતાનો પાયો વ્યક્તિની મૌલિક કલ્પનાશક્તિ હોય છે. સર્જનાત્મકતા એટલે કંઈક નૂતન સર્જન યા નૂતન રચના. પ્રવર્તમાન પરિસ્થિતિમાં બાળકોમાં શિક્ષણ દ્વારા સર્જનાત્મકતાનો ખાસ વિકાસ થતો નથી. પ્રવર્તમાન પરિસ્થિતિમાં સર્જનાત્મક વિચારશક્તિ, તર્કશક્તિ અને ચિંતનશક્તિનો બાળકમાં કેળવણી દ્વારા વિકાસ થાય તે અત્યંત જરૂરી છે. બાળકો જાતે કંઈક કરતાં શીખે, મૌલિક ચિંતન કરીને નવું સર્જન કરતાં શીખે એ અત્યંત મહત્ત્વનું છે. આ માટે શિક્ષણ એવું હોવું જોઈએ કે જે બાળકોની સર્જનાત્મક પ્રતિભાનો વિકાસ કરે. સામાન્ય રીતે જોવા મળ્યું છે કે બાળકો કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં સર્જનાત્મક હોય છે.
દા. ત.
કોઈક વ્યક્તિ નવલકથાકાર તરીકે સર્જનાત્મક હોય તો કોઈક જીવશાસ્ત્રી તરીકે સર્જનાત્મક ન પણ હોય. ઘણાં અભ્યાસોનાં તારણો દર્શાવે છે કે વિવિધ ક્ષેત્રોમાં સર્જનાત્મકતા ધરાવતા લોકોમાં ઘણા સામાન્ય લક્ષણો હોય છે. આવાં બાળકો મૌલિક કલ્પનાશક્તિ, આત્મવિશ્વાસ અને શ્રેષ્ઠ જીજ્ઞાસાવૃત્તિ ધરાવે છે. શિક્ષણ દ્વારા બાળકોમાં રચનાત્મકતા, ચિંતનશક્તિ, પહેલવૃત્તિ અને તર્કશક્તિનો વિકાસ થાય છે. બાળકો જાતે શીખે, નવું સર્જન કરતાં શીખે તે માટે બાળકોને શિક્ષણ દ્વારા પૂરતી તક પૂરી પાડવી જોઈએ.
સર્જનાત્મક એ એક વિચાર કૌશલ્ય છે. સર્જનાત્મકતાનો પાયો વ્યક્તિની મૌલિક કલ્પનાશક્તિ હોય છે. આવાં બાળકો મૌલિક કલ્પનાશક્તિ, આત્મવિશ્વાસ અને શ્રેષ્ઠ જિજ્ઞાસાવૃત્તિ ધરાવે છે. શિક્ષણ દ્વારા બાળકોમાં રચનાત્મકતા, ચિંતનશક્તિ, પહેલવૃત્તિ અને તર્કશક્તિનો વિકાસ થાય છે. બાળકો જાતે શીખો, નવું સર્જન કરતાં શીખે તે માટે બાળકોને શિક્ષણ દ્વારા પૂરતી તક પૂરી પાડવી જોઈએ.
સર્જનાત્મક એટલે રચનાત્મક કે ઉત્પાદન પણ કહી શકાય છે. ફાધર કામિલ બુલ્ક એ સર્જનાત્મક શબ્દના સમાનાર્થી રચનાત્મક, સર્જક શબ્દ આપ્યા જ્યારે ડૉ. રઘુવીરે સર્જન, ઉત્પન્ન કરવું અને સર્જન કરવું એવા આપ્યા છે. સમાજમાં દરેક કાર્ય કરનારાના કાર્યમાં સર્જનાત્મકતા દેખાય છે. ચિત્રકારો સરસ રંગ પૂરી શકે છે. ગીતકાર ગીતની રચના કરે છે. માનવજીવન સતત પરિવર્તનશીલ થઈ રહ્યું છે. એ પરિવર્તન સર્જનાત્મકતાને આભારી છે. .
(1) સર્જનાત્મકતા મૌલિક વિચારોને વ્યક્ત કરવાની માનસિક પ્રક્રિયા છે. • ક્રો અને ક્રો
(2) “જયારે કોઈ કાર્યનું પરિણામ નવીન મળે, જે કોઈ સમયે કોઈ સમૂહ દ્વારા ઉપયોગી છે તેવું માન્ય થાય તો તે કાર્ય સર્જનાત્મક કહેવાય.” સ્ટેન
(3) “સર્જનાત્કમતા મુખ્ય રીતે નવીન રચના કે ઉત્પાદનમાં હોય છે.”• જેમ્સ ડ્રેવર
(4) “સર્જનાત્મકતા એક મૌલિક નીપજના સ્વરૂપમાં માનવ મનની ગ્રહણ કરવાની શક્તિ, અભિવ્યક્તિ અને ગુણાંકન કરવાની ક્ષમતા અને ક્રિયા છે.” - • કોલ અને બ્રુસ
(5) “સર્જનાત્મક મૌલિકતા ખરી રીતે કોઈ પણ પ્રકારની ક્રિયામાં પ્રદર્શિત થાય છે.” - પ્રા. રુશ.
કાગ્લે (1985) સર્જનાત્મક વિચાર પ્રક્રિયાનાં સોપાનોને મૂર્ત અને અમૂર્ત એમ બે ક્ષેત્રોમાં દર્શાવે છે. તેણે અમૂર્ત ક્ષેત્રમાં સર્જનાત્મક વિચાર પ્રક્રિયાના તબક્કાઓ આ પ્રમાણે દર્શાવ્યા છે.
(1) ઓળખ : સમસ્યા અલગ પાડવામાં આવે છે અને તેને ઓળખવામાં આવે છે.
(2) ખુલ્લું કરવું ? : સમસ્યામાં વૈચારિક પ્રયોગો દ્વારા ઘણી નવી અંતઃસૂઝ ખુલ્લી થાય છે.
(3) સંયોગીકરણ : ખુલ્લી થયેલી અંતઃસૂઝમાં વૈચારિક પ્રયોગો અને અંતઃસૂઝના સંયોગીકરણ દ્વારા આનંદદાયક અમૂર્ત સ્વરૂપમાં બહાર આવે છે.
(4) મૂલ્યાંકન : અમૂર્ત ક્ષેત્રમાં સર્જનને આખરી સમય માટે મૂલવવામાં આવે છે.
(5) ખાતરી કરવી : અમૂર્ત ક્ષેત્રમાં સર્જનને તેની યથાર્થતા માટે મગજમાં આખરી સમય માટે મૂલવવામાં આવે છે. સર્જન યથાર્થ જણાય તો તે મૂર્ત ક્ષેત્રમાં સંક્રમિત કરવામાં આવે છે.
સર્જન અમૂર્ત ક્ષેત્રમાંથી મૂર્ત ક્ષેત્રમાં સંક્રમિત થયા બાદ વિચારનાં પ્રત્યેક તબક્કામાં સર્જનાત્મક માનસિક પ્રક્રિયા અરૈખિકમાંથી રૈખિક બને છે. મૂર્ત ક્ષેત્રમાં વિચાર પ્રક્રિયાના તબક્કાઓ આ પ્રમાણે છે.
(1) ઓળખ : સર્જનનું તાર્કિક રીતે પૃથક્કરણ કરવામાં આવે છે.
(2) ખુલ્લું કરવું ? : સર્જનના અમૂર્ત સ્વરૂપને મૂર્ત સ્વરૂપ સુધી સીમિત કરવામાં આવે છે. છતાં મૂર્ત સ્વરૂપ તદન સ્પષ્ટ થતું નથી.
(3) સંયોગીકરણ : મગજમાં સર્જનનું તાર્કિક રીતે સંપૂર્ણ મૂર્ત સ્વરૂપમાં સંયોગીકરણ કરવામાં આવે છે.
(4) મૂલ્યાંકન : સર્જનને મનમાં મૂલવવામાં આવે છે. :
(5) ખાતરી કરવી: સર્જનને તેની યથાર્થતા માટે મૂલવવામાં આવે છે. જો તે યથાર્થ જણાય તો મૂર્ત ભૌતિક સ્વરૂપમાં મોકલવામાં આવે છે કે જયાં તેને મૂલવવામાં આવે છે. વિસ્તૃત કરવામાં આવે છે અને ભૌતિક રીતે ચકાસવામાં આવે છે. .
આ સર્જન અમૂર્ત સ્વરૂપે અમૂર્ત ક્ષેત્રમાંથી બહાર આવે છે. એ તબક્કે સર્જક સિવાય કોઈ તેને સમજી શકતું નથી. તે જયારે મૂર્ત સ્વરૂપે મૂર્ત ક્ષેત્રમાં વ્યવસ્થિત રીતે રૂપાંતર પામે છે ત્યારે જ બીજા તેને જાણી શકે છે.
1) સર્જનાત્મક બાળકોના વિચારોમાં પ્રવાહિતા, મૌલિકતા, લચીલાપણું (લવચીકતા), કલ્પનાત્મકતા, સમસ્યાઓ પ્રત્યેની સંવેદનશીલતા અને હદનું વિસ્તૃતીકરણ જોવા મળે છે.
(2) તેઓ નવીનતા પ્રત્યે જાગૃત હોય છે.
(3) પ્રવર્તમાન વિચારોને જેમના તેમ સ્વીકારી લેવાને બદલે નવા વિચારો ઘડે છે.
(4) પોતાના પ્રવર્તમાન જ્ઞાનનો નવા વિચારોના આધાર તરીકે ઉપયોગ કરે છે.
(5) સ્થાપિત ધોરણો અને ધારણાઓ પ્રત્યે પ્રશ્નો ઉઠાવે છે.
(6) પ્રવર્તમાન વિચારોને જેમના તેમ સ્વીકારી લેવાને બદલે નવા વિચારો ઘડે છે.
(7) તેઓ પ્રકૃતિ સાથે વધુ તાદામ્ય ધરાવતા હોય છે. પ્રાસંગિક સત્યો અને વિચાર સાથે અનુકૂલન સાધી શકે છે.
(8) તેઓનાં વિચારોમાં સ્વતંત્રતા, આત્મવિશ્વાસ, કુતૂહલ, નવા અનુભવો માટે ખુલ્લું મન, સ્વયંસ્કુરિતતા, કાર્ય માટેની પ્રતિબદ્ધતા, સતત કાર્ય પરાયણતા, જોખમ લેવાનું વલણ, સાહસિકતા, ચિંતનશીલતા, સંકુલ વિચારો પ્રત્યેનું આકર્ષણ જેવા ગુણો.
(9) તે રમતિયાળ, મજાકીયા અને વર્તનમાં બિનપરંપરાગત હોય છે.
(10) તેઓમાં અતૂટ સ્નેહ, તીવ્ર બુદ્ધિક્ષમતા, વિશેષ કાર્યક્ષમતા, અહંકારનો અભાવ, નેતૃત્વ શક્તિ, મેઘાવીપણું, નિખાલસતા, ઉચ્ચકલા યોગ્યતા, એકાંતપ્રિયતા, ઉચ્ચ શાબ્દિક અભિયોગ્યતા, આંતરસૂઝ વિચારશીલતા, સતત આગળ વધવાની ઝંખના, પહેલવૃત્તિ, સમસ્યા નિરાકરણ શક્તિ, અમૂર્ત વિષયોમાં રૂચિ, સહકારની ભાવના, સામાન્ય જ્ઞાનમાં શ્રેષ્ઠતા જોવા મળે છે.
(11) સ્થાપિત ધોરણો અને ધારણાઓ પ્રત્યે પ્રશ્નો ઉઠાવે છે.
ઉપરોક્ત લક્ષણોની યાદીનો ઉપયોગ કરીને શિક્ષક તેના વર્ગને ઊંચી સર્જનાત્મક ક્ષમતા ધરાવતાં બાળકોને ઓળખી શકે છે.
આમ, અધ્યાપનનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જેનાથી બાળકોને કોઈ પણ સમસ્યાનો એક જ ઉકેલ શોધવાને બદલે સમસ્યાના ઉકેલ માટે નવી શક્યતાઓ અને વૈકલ્પિક ઉકેલો શોધવા માટે પ્રેરણા મળે, તેમજ આવાં બાળકોને શિક્ષણ આપનાર શિક્ષકમાં ભરપૂર આત્મવિશ્વાસ, પહેલવૃત્તિ અને જિજ્ઞાસાવૃત્તિ હોવા જોઈએ. તેમણે વિદ્યાર્થી પ્રત્યે વૈર્યપૂર્ણ અને સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. તો જ આવાં બાળકોને ઉચિત ન્યાય અને યોગ્ય માર્ગદર્શન મળી રહે.