અધ્યયનમાં અવિકસિત બાળકો(Undeveloped children in the study)
આપણે જોયું કે અપવાદરૂપ બાળકોને તેમના લક્ષણોના આધારે બે ભાગમાં વહેંચી શકાય.
(1) પ્રતિભાશાળી બાળકો અને (2) અધ્યયનમાં અવિકસિત બાળકો.
પ્રતિભાશાળી બાળકો કરતાં અધ્યયનમાં અવિકસિત બાળકો અને તેની સમસ્યાઓ તદ્દન જુદી હોવા સંભવ છે. અપવાદરૂપ બાળકોના આ પ્રકારમાં બાળકો સામાન્યથી કોઈક બાબતમાં ઓછા હોય છે. Barton Hall ની વ્યાખ્યા પ્રમાણે “Backwardness in general is applied to case where their educational achievemenl falls below the level of their natural abilities,” અહીં, પછાતપણું એટલે અધ્યયન સિદ્ધિમાં અવિકસિતપણું.
અધ્યયનમાં અવિકસિત બાળકોનાં લક્ષણો :
- આવાં બાળકોની અધ્યયન ઝડપ સરેરાશ કરતાં ઓછી છે.
- તેઓનો ધ્યાનકેન્દ્રીકરણ ગાળો ઓછો હોય છે.
- આ પ્રકારનાં બાળકો અનુકૂલનક્ષમતા ઓછી ધરાવે છે. તેઓ અન્ય બાળકો, શિક્ષકો કે માતા-પિતા સાથે સાહજિક બનતાં અને પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં ખચકાય છે.
- જીવનમાં કોઈપણ નાની-મોટી સમસ્યાઓની સામનો કરવામાં કે ઉકેલ શોધવામાં પ્રયત્નશીલ હોતા નથી.
- તેમનો જીવન પ્રત્યેનો અભિગમ હતાશાત્મક હોય છે.
- શાળા અભ્યાસની ફળશ્રુતિ રૂપે પરિણામ નબળું હોય છે.
અધ્યયનમાં અવિકસિત હોવાનાં કારણો :
- આ પ્રકારનાં બાળકો અધ્યયનાં અવિકસિત અથવા પાછળ રહેવાનાં અનેક કારણો હોઈ શકે. કેટલાંક અગત્યનાં કારણો નીચે મુજબ છે :
- આવાં બાળકોનું સ્વાચ્ય સરેરાશ કરતાં નબળું રહે છે.
- શારીરિક નબળાઈના કારણે અધ્યયનમાં ધ્યાન આપી શકતાં નથી આ પ્રકારની નબળાઈનું કારણ ક્યારેક અપૂરતું પોષણ પણ હોઈ શકે.
- આ પ્રકારનાં બાળકોની યોગ્ય કાળજીના અભાવે તેઓ અવિકસિત રહી જવાની સંભાવના વધુ રહે છે.
અધ્યયનમાં અવિકસિત બાળકો માટે માર્ગદર્શન :
અધ્યયનમાં અવિકસિત અને સામાન્ય શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે શિક્ષક અને વાલી સહિયારો પ્રયત્ન કરે તો તેના સફળ મળી શકે છે. તે માટે,
- શિક્ષકને જો વિદ્યાર્થીનું વર્તન અસહજ લાગે તો તેના કારણોની તપાસ કરવી.
- વાલી માતા પિતા સાથે વિદ્યાર્થી અંગે પ્રત્યાયન કરવું વિદ્યાર્થી સાથે વાત્સલ્યસભર બની વાર્તાલાપ કરવો.
- વિદ્યાર્થીની લાંબી ગેરહાજરી કે માંદગી હોય તો તેના માટે ઘટતું કરવું.
- જો બાળક કોઈ વિષયનું વિષયવસ્તુ સમજવામાં કે ગ્રહણ કરવા માં મુશ્કેલી અનુભવે (દા. ત. ભાષામાં અભિવ્યક્તિ, ગણિત વિજ્ઞાનમાં સંકલ્પના વગેરે) તો તેની નોધ લે તે પ્રમાણે શિક્ષણ અને માર્ગદર્શન આપવું.
- બાળક સતત શાંત રહેતું હોય, તોફાન કરતું હોય, બેધ્યાન રહેતું હોય, નિર્દેશ કરતાં બીજી પ્રવૃત્તિ કરતું હોય તો તેના કારણોની તપાસ કરી ઉપચાર કરવો.
- બાળક સૂચનનો અનાદર કરતું હોય, ભૂલનો અસ્વીકાર કરતું હોય, અકારણ અતડું રહેતું હોય, ઉત્તેજિત રહેતું હોય શિક્ષક અને વાલીએ તેની વિશેષ કાળજી લેવાની જરૂર છે.
આમ, ટૂંકમાં અવિકસિત બાળકો માટે શિક્ષક અને વાલી ધીરજપૂર્વક અને યોગ્ય દિશામાં પ્રયત્ન કરે તો ચોક્કસ પરિણામ મેળવી શકાય છે.