"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

બૌદ્ધિક રીતે ક્ષતિ યુક્ત બાળકો//Children with intellectual disabilities

બૌદ્ધિક રીતે ક્ષતિ યુક્ત બાળકો//Children with intellectual disabilities

બૌદ્ધિક રીતે ક્ષતિ યુક્ત બાળકો(Children with intellectual disabilities)

        જે બાળકો બૌદ્ધિક રીતે ક્ષતિયુક્ત જન્મેલાં હોય અથવા તેઓ મનોવૈજ્ઞાનિક કે પર્યાવરણના પરિબળોને લીધે બૌદ્ધિક રીતે ક્ષતિગ્રસ્ત થયાં હોય તેવાં બાળકોને સામાન્ય રીતે માનસિક રીતે વિકલાંગ બાળકો કહેવામાં આવે છે. સામાન્ય રીતે જે વ્યક્તિનો બુદ્ધિઅંક (IQ) 70 અથવા તેથી નીચો હોય તેવી વ્યક્તિઓ આ કક્ષામાં આવે છે. 70 અથવા તેથી નીચેનો બુદ્ધિઆંક ધરાવતાં બાળકો નિર્બળ માનસિકતાવાળાં (Feeble mided) કહેવામાં આવે છે. નિર્બળ માનસિકતા ધરાવતાં બાળકોનું વર્ગીકરણ પણ કેટલાક મનોવિજ્ઞાનીઓ નીચે પ્રમાણે કરે છે.


કક્ષા                  બુદ્ધિ અંક

નિમ્ન બુદ્ધિ (Morou) 50-70 

જડ, મૂઢ, મૂર્ખ (Imbecile) 25-50

મહામૂર્ખ (Idiot) ? 25 થી નીચે

બૌદ્ધિક રીતે ક્ષતિયુક્ત બાળકો :


માનસિક ક્ષતિગ્રસ્ત (Mental Deficiency)ની વ્યાખ્યા આપતાં એક મનોવૈજ્ઞાનિકે નીચે પ્રમાણે જણાવ્યું છે. 

“Mental deficiency is a condition of subnormal mental development, present at birth or early childhood and characterised mainly by limitited intelligence and soil in adequacy.” - Page

    “માનસિક ઉણપ યા ક્ષતિગ્રસ્તતા એ માનસિક વિકાસની નિમ્ન સામાન્ય અવસ્થાનો નિર્દેશ કરે છે. આવી ઉણપ બાળકોમાં ક્યારેક જન્મજાત હોય છે કે શિશુઅવસ્થાના કે બાલ્યાવસ્થાના પ્રારંભથી જોવા મળે છે. આવા બાળકોમાં બુદ્ધિમત્તા અને સમાજિક સભાનતા મર્યાદિત પ્રમાણમાં હોય છે.”

    માનસિક ઉણપ એ માનસિક નિર્બળતાનો નિર્દેશ કરે છે. નિર્બળ મનોસ્થિતિ ધરાવતાં બાળકો આ કક્ષામાં મૂકી શકાય. માનસિક ઉણપ એ એક એવી સ્થિતિ છે કે જેમાં મગજ સંપૂર્ણ અથવા સામાન્ય વિકાસ સાધવામાં નિષ્ફળ ગયું છે.


(a) મહામૂર્ખ (Idiot) :

    ટર્મનના વર્ગીકરણ પ્રમાણે જેમનો બુદ્ધિ અંક 25 થી ઓછો હોય તેવાં બાળકો આ કક્ષામાં આવે છે. પરંતુ પેજ જેવા મનોવિજ્ઞાનીઓ 20 થી ઓછો બુદ્ધિ અંક ધરાવતાં બાળકોનો આ કક્ષામાં સમાવેશ કરે છે.


લાક્ષણિકતાઓ :

  • આવાં બાળકોનો બુદ્ધિઆંક સામાન્ય રીતે 25થી નીચેનો હોય છે. 
  • તેમનો માનસિક અને સામાજિક વિકાસ ત્રણ વર્ષના સામાન્ય બાળકથી ઓછો હોય છે. 
  • તેના શારીરિક બંધારણની અસરો તેના શારીરિક હલનચલન પર પડે છે આથી એમ કહી શકાય કે તે શારીરિક ખામી પણ ધરાવતો થઈ જાય છે.
  • તેનો ભાષાકીય વિકાસ યોગ્ય રીતે થયેલો હોતો નથી તે યોગ્ય રીતે બોલી શકતો નથી તે ઉંહકારા કરે છે. એક જ જાતનાં ઉચ્ચારણો કરે છે.
  • કેટલીકવાર એવું જોવામાં આવે છે કે આવાં બાળકો બાળલકવા અથવા અન્ય ક્ષતિઓનો ભોગ બનેલાં હોય છે.
  • તેઓ જલદી ભૂખ્યાં થાય છે અને અકરાંતિયાની જેમ ખાય છે. 
  • આવાં બાળકો જલદી ગુસ્સે થઈ જાય છે. તેઓ સતત ભયગ્રસ્ત રહેતાં હોય છે.
  • આથી તેઓ ઘણીવાર તોફાન કરે છે, ભાંગફોડ કરે છે. 


શિક્ષણ અને માર્ગદર્શન :

  • આવા બાળકોને શીખવી શકાય ખરું. શિક્ષકે આવાં બાળકો તરફ ખૂબ સહાનુભૂતિ રાખીને, સ્નેહવર્ષણ કરીને તેમને વિશ્વાસમાં લઈને ખૂબ ધીરજથી શીખવવાનો પ્રયાસ કરવો જોઈએ. 
  • આવાં બાળકો બુદ્ધિમાં અતિ પછાત હોવાથી, ઓછો બુદ્ધિઆંક ધરાવતાં હોવાથી તેમની ગ્રહણશક્તિ ઓછી હોય છે. તેઓ ખૂબ મહેનતે શીખી શકે છે.
  • આવાં બાળકોને વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપીને શીખવવાનો પ્રયાસ કરવો જોઈએ. 
  • તેમને ખૂબ ધીરજથી કેટલાંક કાર્યો શીખવી શકાય. વસ્તુઓનો ઢગલો કરવો, ભોંયતળિયું સાફ કરવું વગેરે.
  • બાળકોને જો વાણીની તાલીમ આપવામાં આવે તો તેઓ ધીરે-ધીરે શબ્દો બોલતાં શીખે છે. આ માટે શિક્ષકે વ્યક્તિગત રીતે ધ્યાન કેન્દ્રિત કરી ટેપરેકોર્ડરનો ઉપયોગ કરવો જોઈએ.
  • જુદાં જુદાં કાર્યો કરવામાં તેમને ઘનિષ્ઠ તાલીમ આપી શકાય. દરરોજના તેમનાં કપડાં પહેરવાં, કપડાં કાઢવાં વગેરે શીખવી શકાય.
  • વ્યક્તિગત રીતે ધ્યાન કેન્દ્રિત કરીને તેમને વ્યક્તિગત વાણીની તાલીમ આપવી જોઈએ. બુદ્ધિકસોટીઓનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
  • માતા-પિતા કે વાલીઓ સાથે ઘનિષ્ઠ સંપર્ક રાખીને આવાં બાળકોની સમસ્યાઓ જાણીને માબાપોને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.
  • તેમની તરફ ઉપેક્ષાવૃત્તિ દાખવવી જોઈએ નહિ. સહાનુભૂતિ અને પ્રેમ બક્ષવા જોઈએ. 
  • કેટલાંક બાળકોમાં યાંત્રિક અભિયોગ્યતા હોય છે. આથી અભિયોગ્યતા કસોટી આપીને તેમની વિશિષ્ટ શક્તિઓ જાણીને તેમને શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન આપવું જોઈએ. કેટલાંકને ચિત્રકલા, કેટલાંકને સંગીત વગેરેમાં રસ હોય છે. આથી આવાં બાળકોને માટે અનુરૂપ અભ્યાસક્રમો માટે માર્ગદર્શન આપવું જોઈએ. .


(B) જડ  (Imbecile) :

જે બાળકોનો બુદ્ધિઅંક 25 થી 50 વચ્ચે હોય તેવાં બાળકોને આ કક્ષામાં મૂકવામાં આવે છે. બુદ્ધિકસોટીઓનો ઉપયોગ કરીને આવાં બાળકોનો બુદ્ધિઅંક જાણી લેવો જોઈએ. આવાં બાળકોની માનસિક વય 3 થી 7.5 વર્ષ સુધીની હોય છે. તેઓ ઉપલી કક્ષાનાં બાળકો કરતાં વધારે બુદ્ધિશાળી હોય છે. ખાસ કરીને પુખ્ત વયમાં આવા લોકોની માનસિક વય 7.5 થી વધુ વર્ષની હોતી નથી.

લાક્ષણિકતાઓ :

  • આવાં બાળકો મોટે ભાગે પરાવલંબી હોય છે. તેઓ મોટાં થઈને અર્થોપાર્જન કરી શકતાં નથી. 
  • તેમનાં કામમાં આયોજનનો અભાવ હોય છે. પોતાનું કાર્ય આડેધડ કરે છે. 
  • કેટલીકવાર આવી ખામી વારસાગત પણ જોવા મળે છે.
  • તેઓ બહુ સ્નાયવિક હલનચલન કરી શકતાં નથી. તેમની ઇન્દ્રિયોના હલનચલનમાં સંવાદિતા હોતી નથી.
  • આવાં બાળકોનો શારીરિક દેખાવ તેમની બુદ્ધિ કક્ષાનો નિર્દેશ કરી દે છે. શારીરિક દેખાવ પરથી જ માનસિક ક્ષતિગ્રસ્તતાનો અણસાર આવી જાય છે.
  • તેમનાં વર્તન કે વ્યવહાર ગૂંચવાડો સર્જે છે.
  • તેઓમાં આ પ્રકારની ઉણપ વારસાગત જોવા મળે છે.
  • આવાં બાળકો ક્યારેક પોતાની જાતે પોતાની કાળજી લે છે. 


શિક્ષણ અને માર્ગદર્શન

  • જડવૃત્તિના બાળકોની ઉપેક્ષા કરવી જોઈએ નહીં.
  • આવાં બાળકો માટે શિક્ષકે પ્રેમ અને સહાનુભૂતિનું વાતાવરણ સર્જવું જોઈએ. તેમના પર વ્યક્તિગત ધ્યાનકેન્દ્રિત કરવું જોઈએ.
  • અન્ય બાળકોની તુલનામાં આવાં બાળકો એકલા-અટૂલાં ન પડી જાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ.
  • તેમની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. તેમના અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ. 
  • આવાં બાળકોનું સમાજમાં પુનઃસ્થાપન થાય અને તેઓ સ્વમાનથી જીવી શકે તે માટે તેમની વિશિષ્ટ શક્તિઓ અનુસાર શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન આપવું જોઈએ.
  • આવાં બાળકો માટે તેમની અભિયોગ્યતાઓ જાણીને તેમને શિક્ષણ આપવું જોઈએ.
  • જરૂર પડે તો તેમનાં અલગ જૂથ રચીને વિશિષ્ટ કાર્યક્રમો દ્વારા શિક્ષણ આપવું જોઈએ. 
  • વિવિધ શૈક્ષણિક ઉપકરણોનો અને યોગ્ય પ્રયુક્તિઓનો યથાયોગ્ય ઉપયોગ કરીને તેમને શિક્ષણ આપવું જોઈએ.
  • આવાં બાળકો સામાન્ય શાળાઓમાંથી બહુ ઓછું પ્રાપ્ત કરી શકે છે. આમાંથી કેટલાક તેજસ્વી બાળકો પંદર વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં શાળાના પહેલા ધોરણના બાળક જેટલી શૈક્ષણિક ક્ષમતાએ પહોંચે છે.
  • આવાં બાળકોના માતા-પિતાની મુલાકાત અવારનવાર લઈને યોગ્ય માર્ગદર્શન અને સલાહ આપવી જોઈએ.


(c) મંદબુદ્ધિ (કમ અક્કલ) (Moron) :

    સામાન્ય રીતે મંદબુદ્ધિ ધરાવતાં બાળકોને સમાજમાં માનસિક રોગી તરીકે જોવામાં આવે છે. વાસ્તવમાં એ જન્મ સમયે કે બાલ્યાવસ્થાની શરૂઆતની માનસિક વિકાસની સ્થિતિ દર્શાવે છે. તે કોઈ રોગ નથી આવા બાળકોનો માનસિક વિકાસ તેની શારીરિક ઉંમરના પ્રમાણમાં થયો હોતો નથી. આવા બાળકનો બુદ્ધિઆંક 50 થી 70 વચ્ચેનો હોય છે. આવાં બાળકોને મંદબુદ્ધિનાં કે કમ અક્કલવાળાં બાળકો કહેવામાં આવે છે. તેમનામાં તર્કશક્તિ અને વિચારશક્તિનો અભાવ હોય છે. તેઓને જેવી ટેવો પાડીએ તે રીત તે જીવન પસાર કરે છે. આવાં બાળકોમાં કેટલી બુદ્ધિશક્તિ છે તેની ઝટ ખબર પડતી નથી. તેમની માનસિક આયુ 7 થી 12 વર્ષ જેટલી હોય છે. આ બાળકોને તેમની સ્વચ્છતાનાં પાઠો શીખવી શકાય છે. આવાં બાળકો અધ્યયન સામાજિક અનુકૂલન અને આર્થિક ઉત્પાદનમાં મુશ્કેલી અનુભવે છે. આ બાળકોની સંકલ્પના નીચે મુજબ છે.


સંકલ્પના :

    સાહિત્યમાં બે શબ્દો પર્યાય તરીકે વપરાય છે. “Mentally Retarded” અને “Mentally handicapped'. આ બંને શબ્દો માનસિક પછાતપણું, ઊણપ, પંગુતા કે ક્ષતિનો અર્થ સૂચવે છે. ગુજરાતમાં આવાં લક્ષણવાળાં બાળકોને “મંદબુદ્ધિ બાળક' કહેવામાં આવે છે. ટ્રેડ ગોલ્ડના શબ્દોમાં : “માનસિક ઉણપ એ એક એવી સ્થિતિ છે કે જેમાં મગજ સંપૂર્ણ અથવા સામાન્ય વિકાસ સાધવામાં નિષ્ફળ ગયું છે.” 


ઇગ્રામ (1953)ના મત મુજબ,

“મંદબુદ્ધિ” અથવા “માનસિક રીતે અપંગ' શબ્દપ્રયોગ તેઓ માટે કરવામાં આવે છે કે જેઓનો બુદ્ધિઆંક 50 થી 75 વચ્ચે છે.”

અમેરિકન મનોચિકિત્સક સંઘે (APA, 1962) આપેલ વ્યાખ્યા મુજબ, “મંદબુદ્ધિપણું એ સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરપ છે કે જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે. જે અધ્યયન અને સામાજિક અનુકૂલન અથવા પરિપક્વ અથવા બંનેમાં ઘટાડા સાથે સંબંધિત છે.”

આ વ્યાખ્યાઓ પરથી કહી શકાય કે :

  • મંદબુદ્ધિપણું અસાધ્ય છે.
  • આ લક્ષણ વિકાસાત્મક તબક્કામાં જ વ્યક્ત થઈ જાય છે.
  • મંદબુદ્ધિ બાળકનો માનસિક વિકાસ તેના સમવ્યસ્કોના માનસિક વિકાસ કરતાં ઘણો ઓછો થયો હોય છે.
  • મંદબુદ્ધિપણું પુખ્તવયે પણ ચાલુ રહે છે.


લક્ષણો :

આવાં બાળકો 50 થી 70 જેટલો બુદ્ધિઆંક ધરાવે છે અને તેમની માનસિક આયુ 7 થી 12 વર્ષ જેટલી હોય છે.

  • સામાજિક અનુકૂલન સાધવામાં મુશ્કેલી અનુભવે છે. 
  • તેમની સ્મૃતિશક્તિ ખૂબ ઓછી હોય છે. 
  • તે વસ્તુ કે વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.
  • તેઓ પ્રાથમિક કક્ષા સુધી પરાણે પહોંચે છે.
  • ટેવોને આધારે તે જીવન જીવે છે.
  • તેમનામાં તર્કશક્તિ અને સારાસાર વિવેકશક્તિનો અભાવ જોવા મળે છે. 
  • ખાસ કરીને આવાં બાળકો મંદ સ્મૃતિ ધરાવે છે.
  • તેમની અન્ય માનસિક શક્તિઓનો વિકાસ પ્રમાણમાં ઓછો થયેલો હોય છે. 
  • તેમનામાં મૌલિકતા, સર્જનાત્મકતા, વિશ્લેષણ શક્તિ વગેરેના અભાવ જોવા મળે છે. 
  • કલ્પનાશક્તિ કુંઠિત થયેલી હોય છે.
  • તેઓમાં સામાજિક સભાનતાનો અભાવ જોવા મળે છે. 
  • તેમનામાં અન્ય માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો કરતાં બુદ્ધિશક્તિ વધુ હોવાથી કેટલાંક અસામાજિક તત્ત્વો તેમનો દુરુપયોગ પણ કરે છે.
  • તેમનામાં વિવેચનશક્તિ અને વિવેકશક્તિનો અભાવ જોવા મળે છે.
  • શાબ્દિક રીતે રજૂ કરેલાં ફૂટ પ્રશ્નો ઉકેલવામાં, આંગળીઓ પર ગણતરી કરવાની ટેવ છોડવામાં, વાંચન ભૂલો ઘટાડવામાં અને અવકાશ, સમય, જથ્થો જેવાં અમૂર્ત ખ્યાલો સમજવામાં સામાન્ય બાળકો કરતાં નબળાં હોય છે.
  • સામાન્ય બાળકો કરતાં વધુ પ્રમાણમાં નિષ્ફળતા અનુભવે છે. 

શિક્ષણ અને માર્ગદર્શન :

  • આવાં બાળકોને I.Q. ટેસ્ટ આપીને બાળકોની કક્ષા નક્કી કરીને તેમનાં શિક્ષણ અને માર્ગદર્શનની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
  • શિક્ષક વ્યક્તિગત રીતે ધ્યાન આપીને શિક્ષણકાર્ય કરે તેમજ આવાં બાળક માટે અલગ શળાઓની વ્યવસ્થા કરવી જોઈએ.
  • વિદ્યાર્થીની વાસ્તવિક અધ્યયનકક્ષા શોધી કાઢવી જોઈએ.
  • આવાં બાળકોને શૈર્યપૂર્ણ રીતે શીખવવામાં આવે તો તેઓ લેખન-વાંચન કરી શકે છે, તે ઉપરાંત યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ પોતાનું કામ જાતે કરી શકે છે. ઘરકામ, વસ્ત્રોની સફાઈ, છાપાની વહેંચણી અને ઢોર-ઢાંખરની સંભાળ રાખી શકે છે. 
  • આવાં બાળકો શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત હોવાથી તેમને માટે યોગ્ય (ઉચિત) એવા શૈક્ષણિક અને વ્યાવસાયિક અભ્યાસક્રમોનું આયોજન કરવું જોઈએ.
  • શિક્ષકોએ માતા-પિતાના સંપર્કમાં રહીને આવાં બાળકો માટેના શિક્ષણકાર્યની યોગ્ય સલાહ આપવી જોઈએ.
  • આવાં બાળકો વર્ગમાં એકલાં અટૂલા ન પડી જાય તેની કાળજી લેવાવી જોઈએ. 
  • આ બાળકોને યોગ્ય હૂંફ અને સહાનુભૂતિની આવશ્યકતા હોય છે. 
  • વિદ્યાર્થીની વાસ્તવિક અધ્યયનકક્ષા શોધી કાઢવી જોઈએ.
  • તેણે આપેલ સારો પ્રતિચારની જાણ કરી તેમને પ્રતિપુષ્ટિ આપવી જોઈએ.
  • નાનાં અને ક્રમિક સોપાનો વડે તેઓનું અધ્યાપનકાર્ય કરવું જોઈએ.
  • મર્યાદિત સમયમાં મર્યાદિત સંખ્યામાં ખ્યાલો રજૂ કરવા.
  • આવાં બાળકો માટે વ્યાવસાયિક અને તકનિકી શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ તેમજ તેઓને હસ્તઉદ્યોગની તાલીમ આપવી જોઈએ.
  • શિક્ષણકાર્ય વખતે શિક્ષકે શૈક્ષણિક સાધન-સામગ્રીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. 
  • શિક્ષકે સામાજિક સમાયોજનનાં ગુણોનો વિકાસ કરી આ પ્રકારનાં બાળકો તરફ માન-સન્માનનાં ગુણો વલણો રાખવા જોઈએ.
  • મંદબુદ્ધિ ધરાવતાં બાળકો પર ગુસ્સો કરવો અયોગ્ય છે. તેમને સહાયતા, પરામર્શન અને નિર્દેશન આપવાં શિક્ષકે હંમેશાં તૈયાર રહેવું જોઈએ. આ બાબતનું માર્ગદર્શન માતા-પિતાને પણ આપવું જોઈએ.
  • પુનરાવર્તન માટે બાળકોને પૂરતી તક આપવી જોઈએ.

    જો કે મનોવિજ્ઞાનીઓનાં મંતવ્ય પ્રમાણે 100 માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોમાંથી 75 બાળકો મંદબુદ્ધિયુક્ત (Morons) 20 બાળકો મૂર્ખ કે જડ (Imbeciles) અને 5 બાળકો અતિમૂર્ખ (Idiot)ની કક્ષામાં આવી શકે તેવાં હોય છે.




About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.