"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

બાન્દુરાનો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત//Bandura's theory of social studies

બાન્દુરાનો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત//Bandura's theory of social studies

બાન્દુરાનો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત(Bandura's theory of social studies)

        સ્કિનરે માનવી કે પ્રાણીના સંકુલ વર્તનને ઘડતરની પ્રક્રિયા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘડતર એ ધીમી પ્રક્રિયા છે. આપણા એવા ઘણા અનુભવો છે કે જેમાં પ્રાણી કે મનુષ્ય ખૂબ ઝડપથી આવાં કૌશલ્યો પ્રાપ્ત કરે છે. આ શક્યતાનું સ્પષ્ટીકરણ સ્કિનર કરી શકેલ નથી કારણ કે તેના વડે રજૂ થયેલ ઘડતરની પ્રક્રિયામાં પ્રતિચાર અને પૃષ્ટિનાં અનેક પુનરાવર્તનો અને ક્રમિક સાંકળ વડે સંકુલ વર્તન પ્રાણી કે મનુષ્ય દ્વારા શક્ય બને છે. આ પ્રશ્નનો ઉકેલ આલ્બર્ટ બાંદુરાએ આપેલ અવલોકનાત્મક અધ્યયન-સિદ્ધાંત વડે મળી શક્યો છે. વ્યક્તિ અન્ય વ્યક્તિનાં વર્તનનું અવલોકન કરીને કઈ રીતે સામાજિક અને સ્નાયવિક કૌશલ્ય સંબંધિત વર્તન શીખે છે. તે અવલોકનાત્મક અધ્યયન-સિદ્ધાંતનું કેન્દ્રબિંદુ છે.

બાન્દુરાનો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત


 • અવલોકનાત્મક અધ્યયનનો અર્થ
 • અનુકરણ અને તેની અસરો
 • અવલોકનાત્મક અધ્યયન-પ્રક્રિયાનું પૃથ્થક્કરણ
 • અવલોકનાત્મક અધ્યયન દ્વારા સ્નાયવિક કૌશલ્ય વિકાસ માટેનું આયોજન અને અવલોકનાત્મક અધ્યયનન સિદ્ધાંતના મૂલ્યાંકનની ચર્ચા આલ્બર્ટ બાન્દરાએ કરેલ છે. 


અવલોકનાત્મક અધ્યનના સિદ્ધાંતનો સામાન્ય પરિચય

    અધ્યયન અંગે આલ્બર્ટ બાજુરાએ આપેલ સિદ્ધાંતને “સામાજિક અધ્યયન સિદ્ધાંત” “Social Learning Theory” તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંતને “અવલોકનાત્મક અધ્યયન સિદ્ધાંત” (Observational Learning Theory) તરીકે પણ ઓળખવામાં આવે છે.

 • આ સમગ્ર સિદ્ધાંત અનુકરણ પર આધારિત છે.
 • બાન્દુરાના મતે... “સંકુલ વર્તનોની અધ્યયન સંબંધિત તમામ બાબતો ચીલાચાલુ અધ્યયન સિદ્ધાંતો દ્વારા સમજાવી શકાય નહીં.”

બાન્દુરાનું અવલોકનાત્મક અધ્યયન :

 • એક વ્યક્તિના બીજી વ્યક્તિ અંગેના અનુભવની પ્રક્રિયા.
 • સંકેતીકરણની પ્રક્રિયા.
 • સ્વ-નિયંત્રણની પ્રક્રિયા પર આધારિત છે. પ્રત્યક્ષ અનુભવોને કારણે પરિણમતું અધ્યયન હકીકતમાં અન્ય વ્યક્તિના અવલોકનને કારણે ઉદ્ભવે છે.


અવલોકનાત્મક અધ્યયનના સિદ્ધાંત અનુસાર :

 • (1) અધ્યેતા મૉડેલ વર્તનનું અવલોકન કરીને સંકુલ-પ્રવિચારો પ્રાપ્ત કરી શકે છે.
 • (2) અન્યના સુખદ કે દુઃખદ અનુભવો અંગેની ભાવાત્મક પ્રતિક્રિયાઓના સાક્ષી બનાવીને અવલોકન દ્વારા / સાંવેગિક પ્રતિચારોનું અભિસંધાન કરી શકાય છે.
 • (3) વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની વિપરીત અસર વગર ભયભીતતા કે અવગણનાત્મક વર્તન નષ્ટ કરી શકાય છે. 
 • (4) અન્યના શિક્ષા થતી બતાવીને કોઈ ચોક્કસ વર્તનમાં અવરોધ લાવી શકાય છે. 
 • (5) સારી રીતેં શીખેલા પ્રતિચારોની અભિવ્યક્તિને નિયંત્રિત કરી શકાય છે.

“વર્તનમાં પરિવર્તનમાં - જ્ઞાનાત્મક પાસું કડીરૂપ કાર્ય કરે છે.”... બાન્દુરા 

    અધ્યયનના સિદ્ધાંતો “અધ્યયન અને પરિવર્તનોને ઉદ્દીપક પ્રતિચારના જોડાણના સંદર્ભમાં સમજાવે છે.” ત્યારે બાજુરાનાં સંશોધનો જણાવે છે કે.....

    શાસ્ત્રીય અભિસંધાન, કારક અભિસંધાન, વિચ્છેદન, શિક્ષા વગેરે દ્વારા વર્તનમાં થયેલા ફેરફારો મોટે ભાગે “જ્ઞાનાત્મક પાસું કડીરૂપ કાર્ય કરે છે. પ્રતિપુષ્ટિ માટે જરૂરી પ્રતિચાર અંગેની જાગૃતિ વિના કારક અભિસંધાન પ્રાપ્ત થવું મુશ્કેલ છે. બે ઉદીપકોના સાંનિધ્ય અંગેની જાગૃતિ વગર શાસ્ત્રીય અભિસંધાન મુશ્કેલ છે.


મોડલ, અનુકરણ અને અવલોકનાત્મક અધ્યયનની અસરો

    બાન્દુરાના અધ્યયન સિદ્ધાંત સાથે સંબંધિત ખ્યાલો મૉડલ, અનુકરણ અને અનુકરણથી થતાં અવલોકનાત્મક અધ્યયનની અક્ષરોની સમજ આપવામાં આવેલી છે.


મોડેલ :

મોડલ એટલે વર્તનોની તરેહ કે જેનું બીજા દ્વારા અનુકરણ થઈ શકે.” 

અથવા

“લોકો કે જે વર્તન વરાહો પૂરી પાડે છે.” 

 • મૉડલ શબ્દ માનવ મૉડલ પૂરતો મહત્વનો નથી.
 • સાંકેતિક મૉડલ્સમાં : 

 1. > ચલચિત્ર 
 2. > ટેલિવિઝન કાર્યક્રમો 
 3. > શાબ્દિક સૂચનો
 4. > લેખિત સૂચનો 
 5. > ધાર્મિક, સાહિત્યિક, સંગીત, લોકનેતા સમાવેશ થાય છે.


અનુકરણ :

    અનુકરણ એ એવી પ્રક્રિયા છે કે જેમાં પાત્ર મૉડલના અવલોકન દ્વારા નવા વર્તનો શીખે છે, વર્તનની દિશા બદલે અથવા ચોક્કસ વર્તનો બંધ કરે છે.


અવલોકનાત્મક અધ્યયનની નીપજ 

લિબર્ટના મતે (1972) :

કોઈ વ્યક્તિ મૉડલનાં વર્તનોનું અવલોકન કરે તેના પરિણામે અવલોકન કરનાર પર તેની બે પ્રકારની અસરો જોવા મળે છે. t


(1) અવલોકન કરનાર મૉડલના વર્તનનું અનુકરણ કરે

અથવા 

(2) અવલોકન કરનાર મૉડલના વર્તનના અનુકરણથી દૂર રહે એટલે મૉડલે કરેલ વર્તન કરવાનું ટાળે. 


લિબર્ટનું બને અસરોનું પુનઃ વર્ગીકરણ : અનુકરણના બે પ્રકારો

 1. પ્રત્યક્ષ અનુકરણ
 2. બિનપ્રતિબંધ અનુકરણ 


(1) પ્રત્યક્ષ અનુકરણ : 

જયારે અવલોકનકાર, મોડેલના વર્તનને યથાવત, સ્વીકારી તે પ્રમાણે પોતાનાં વર્તન કરે ત્યારે તેને “પ્રત્યક્ષ અનુકરણ” કહેવાય.

ઉદાહરણ :

 • પિતાને ચમચી વડે જમતાં જોઈને બાળક પણ ચમચી વડે જમતાં શીખે.
 • માતાને અધ્ધરથી પાણી પીતાં જોઈ, બાળક પણ અધ્ધરથી પાણી પીતાં શીખે. 


(2) બિનપ્રતિબંધ અનુકરણ :

જ્યારે અવલોકન કરનારમાં મોડેલનાં એક પ્રકારના વર્તનોનું અવલોકન કરીને તેના જેવા અન્ય વર્તન કરવાની માત્રા વધે ત્યારે તે “બિનપ્રતિબંધ અસર” છે.

ઉદાહરણ :

    પિતાએ એક ઘરમાં સૂચના આપેલી હોય છે કે સાંજ સુધી ટી.વી. જોવાનું નથી. છતાં મોટો અનીશ પિતા બહાર જતાં બપોરે તેમનાથી છૂપાઈને કાર્ટુન જુએ છે તે જોઈ તેનો નાનો ભાઈ કબીર પણ ના પાડી હોવા છતાં કાર્ટુન જોવા બેસી જાય છે. તો તે પ્રત્યક્ષ અનુકરણનું ઉદાહરણ છે.

    પરંતુ ત્યાર બાદ નાનો કબીર પિતાની અનેક આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે તો તે બિનપ્રતિબંધ અસર છે તેમ કહેવાય. અર્થાત્ બિનપ્રતિબંધ એ પ્રત્યક્ષ અનુકરણથી વધુ વ્યાપક અસર છે.

    પ્રત્યક્ષ અનુકરણમાં અવલોકન કરનાર મૉડેલનાં જે વર્તનો જુએ છે તેનું અનુકરણ કરે છે, જયારે બિનપ્રતિબંધમાં અવલોકન કરનાર સામાન્યીકરણ કરીને તેનું જેનું અવલોકન કરવામાં આવ્યું તે કક્ષામાં આવતા અન્ય વર્તનોની બાબતોમાં અનુકરણ કરે છે.

અનુકરણથી દૂર રહેવાની બાબતમાં પણ બે પ્રકારની અસરો જોવા મળે છે.

 1. વર્તનનું પ્રત્યક્ષ બિનઅનુકરણ
 2. પ્રતિબંધજન્ય બિનઅનુકરણ 


(1) વર્તનનું પ્રત્યક્ષ બિનઅનુકરણ :

જયારે અવલોકન કરનાર મૉડેલના વર્તનનું અનુકરણ ન કરે ત્યારે તે “પ્રત્યક્ષ બિનઅનુકરણ” કહેવાય. 


(2) પ્રતિબંધજન્ય અસર :

    જયારે અવલોકન કરનારે મૉડલનાં જે વર્તનોનું અવલોકન કર્યું તે સિવાયના જેવા અન્ય વર્તન કરવાનું ટાળે ત્યારે ત્યારે તે પ્રતિબંધજન્ય અસર છે.

    ઉપરોક્ત ઉદાહરણમાં મોટો દીકરો ટી.વી. કાર્ટુન જોતો પકડાય ત્યારે પિતા દ્વારા શિક્ષા કરવામાં આવે તે જોઈ નાનો દિકરો કબીર કાર્ટૂન ન જુએ ત્યારે તે બિનઅનુકરણનું ઉદાહરણ છે.

    પરંતુ, જ્યારે મોટા દિકરા અનીશને શિક્ષા થઈ તે જોઈને નાનો દિકરો કબીર પિતાની કોઈ પણ આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે ત્યારે તે પ્રતિબંધજન્ય અસરનું ઉદાહરણ છે.


અનુકરણ દ્વારા થતાં અધ્યયનો :

એક વાર વ્યક્તિ અનુકરણ દ્વારા શીખવાનું શરૂ કરે છે, પછી તે અનુકરણના કૌશલ્યથી.... અનેક શૈક્ષણિક વર્તનો

 • અનેક સામાજિક વર્તનો
 • વાતચીત કરવાની ઢબ
 • નૈતિક નિર્ણયો
 • અન્ય પ્રત્યે સંવેદનશીલતા

વગેરે જેવા સામાજિક કૌશલ્યો અને...

 • વાહન ચલાવવું, 
 • માપ લેવું,
 • ચિત્ર દોરવું,

વગેરે નાવિક કૌશલ્ય સંબંધિત વર્તન શીખી લે છે. ...

અવલોકનાત્મક અધ્યયનથી વ્યક્તિ જેમ ઇચ્છનીય સામાજિક અને સ્નાયવિક વર્તન શીખે છે તેવી રીતે

 • વિચિત્ર માન્યતાઓ
 • ખામી ભરેલી બોલવાની રીત
 • વધારે પડતું સ્પર્ધાત્મક વલણ
 • આક્રમક અને ગુનાહિત વર્તન જેવાં સામાજિક રીતે અનિચ્છનીય વર્તનો પણ શીખે છે.


અવલોકનાત્મક અધ્યયન પ્રક્રિયાનું પૃથક્કરણ :

    અવલોકન દ્વારા થતું અધ્યયન એ એક સંકુલ પ્રક્રિયા છે. આ સંકુલ પ્રક્રિયાને સમજાવવા માટે બાંદ્રા અને તેમના સહકાર્યકરોએ અવલોકનાત્મક અધ્યયનનું ખુબ વિશદ્ પૃથક્કરણ કર્યું છે. બાજુરાએ આપેલ અધ્યયન અંગેની સમજ સ્કિનરે આપેલ સ્પષ્ટીકરણથી જુદી છે.

    બાન્દુરાના મતે, કેટલાક સંજોગોમાં અવલોકનકાર મૉડલના વર્તનોને ખુલ્લી રીતે વ્યક્ત કરતો નથી. આ સંજોગોમાં અવલૉકનાત્મક અધ્યયનને આ યોજના લાગુ પડતી નથી. આ સંજોગોમાં ત્રણ ઘટકો પૈકી બે ઘટકો [R> si] ગેરહાજર છે અને ત્રીજો ઘટક (Sમાં મૉડલિંગ ઉદીપક) જ્યારે અવલોકન દ્વારા શીખેલ પ્રતિચાર પ્રથમ વાર રજૂ કરવામાં આવે છે. ત્યારે પરિસ્થિતિમાં હોતું જ નથી. અન્યના વર્તન દ્વારા અને પ્રતિપુષ્ટિ દ્વારા પૂર્વ શીખેલ વર્તનને કેવી રીતે ફરીથી પ્રેરિત કરી શકાય તે સ્કિનરના પૃથ્થક્કરણ દ્વારા સમજાવી શકાય છે. તેમ છતાં નવું વર્તન અવલોકનાત્મક અધ્યયનથી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવી શકાતું નથી. 


અવલોકનાત્મક અધ્યયનની પ્રક્રિયામાં સમાવિષ્ટ ઉપ-પ્રક્રિયાઓ : 

    બાન્દુરા અવલોકનાત્મક અધ્યયનની પ્રક્રિયામાં પરસ્પર સંબંધિત ચાર ઉપપ્રક્રિયાઓનો સમાવેશ કરે છે. આ ચાર ઉપ-પ્રક્રિયાઓ અને તેમને અસર કરતાં પરિબળો આકૃતિમાં દર્શાવેલ છે.


અવલોકનાત્મક અધ્યયનની ઘટક-પ્રક્રિયાઓ 

    સ્નાવિક પ્રેરણાત્મક પુનરુત્પાદન પ્રક્રિયાઓ પ્રક્રિયાઓ સંકેતીકરણ શારીરિક ક્ષમતા બાહ્ય પ્રવિપુષ્ટિ ધ્યાન સંબંધિત પ્રક્રિયાઓ ધારણાત્મક પ્રક્રિયાઓ . મોડલિંગ ઉદીપક છે અનોખાપણું અસરકારકતા • સંકુલતા પ્રાબલ્ય શારીરિક કાર્ય સંબંધિત મૂલ્યો મોડેલ દ્વારા જ્ઞાનાત્મક ગોઠવણી પટક પ્રતિચારોની . પ્રાપ્યતા મોડેલે કરેલા વર્તનને મળેલ બદલો કે શિક્ષા. સ્વ-પ્રતિપુષ્ટિ અવલોકન કિર્તાનું ક|સાંકેતિક પુનરાવર્તન રજૂ થયેલ વર્તન અનુરૂપ વર્તન અવલોકનકર્તા પોતે કરેલ • સાંવેદનિક વર્તનનું ક્ષમતાઓ અવલોકન • ઉત્તેજનાસભર નાવિક • પ્રત્યક્ષીકરણ પુનરાવર્તન સજજતા પૂર્વ મળેલ ચોક્કસાઈ પ્રતિપણિ માટે બદલો 


ધ્યાન સંબંધિત પ્રક્રિયા :

 • અવલોકનાત્મક અધ્યયનમાં મુખ્ય ઘટક પ્રક્રિયાઓ પૈકી એક ધ્યાન સંબધિત પ્રક્રિયા છે. 
 • જયાં સુધી અધ્યેતા મોડેલ અને તેના વર્તનમાં યોગ્ય પાસાં પર ધ્યાન કેન્દ્રિત ન કરે ત્યાં સુધી અનુકરણ ઉદ્ભવતું નથી.
 • અધ્યેતાનું મૉડલ પર ધ્યાન કેટલું અને કયા પાસા પર કેન્દ્રિત થશે તેની આધાર મૉડલિંગ ઉદ્દીપક અને અવલોકનકર્તાનાં લક્ષણો પર રહે છે.
 • માત્ર અધ્યતાની સામે મોડલિંગ ઉદ્દીપકની શ્રેણી રજૂ કરવાથી તે ચોક્કસ વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરશે, ઉદીપન સંકુલમાંથી ખરેખર સુસંવત ઉદીપક પસંદ કરશે, જેના પ્રત્યે તેનું ધ્યાન દોરવામાં આવ્યું છે, તેનું ચોક્કસ રીતે પ્રત્યક્ષીકરણ કરશે તે ખાતરીપૂર્વક કહી શકાય નહીં.

    અવલોકનકર્તાનું ધ્યાન કેટલું કેન્દ્રિત થશે તેનો આધાર મૉડલિંગ ઉદ્દીપકનાં લક્ષણોના સંદર્ભમાં નીચેની બાબતો પર રહેશે.


(1) અનોખાપણું :

    જે મૉડલ કે મૉડલનું જે વર્તન અનોખું હોય, અન્યથી અલગ તરી આવવાનું હોય, વિશિષ્ટ હોય, તેના પર અવલોકનકર્તાનું ધ્યાન વધુ કેન્દ્રિત થાય. અમિતાભ બચ્ચનનો અભિનય, સ્વામી વિવેકાનંદના વિચારો, લાલબહાદુર શાસ્ત્રીની દઢતા, ઇન્દિરા ગાંધીની ખુમારી વગેરે અનોખાં લક્ષણો ગણાય. 


(2) અસરકારકતા :

    મૉડલનું નિષ્ણાતપણું અવલોકનકર્તા માટે અસરકારક કે પ્રભાવક લક્ષણ ગણાય. આથી જે વ્યક્તિ જે લક્ષણની બાબતમાં ઊંચું સ્થાન ધરાવતી હોય તે વ્યક્તિના તે લક્ષણ પર ધ્યાન કેન્દ્રિત થાય. લત્તા મંગેશકરનો કંઠર. 


(૩) સંકુલતા :

    વર્તન જેમ વધુ સંકુલ તેમ તેનું અનુકરણ નબળું થાય છે.


(4) શારીરિક કાર્ય સંબંધિત મૂલ્ય :

    શારીરિક કામગીરીને શીખવનારાં વર્તન પર ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે. અમૂર્ત લક્ષણો સંબંધિત વર્તનોની સરખામણીના મૂર્તિ લક્ષણો સંબંધિત વર્તનો પર ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે.

    અવલોકનકર્તાનું ધ્યાન મૉડલ પર કેટલું કેન્દ્રિત થશે તેનો આધાર અવલોકનકર્તાનાં લક્ષણોના સંદર્ભમાં નીચેની બાબતો પર રહે છે.

 • (1) સાંવેદિક ક્ષમતા :

    સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે આંખ, કાન, નાક, ચામડી, જીભ એ પાંચેય સંવેદન અંગો એ બરાબર કામ કરતા હોવા જોઈએ. અધ્યેતા કોઈ પણ બાબત શીખવા માટે જેટલે અંશે તત્પર હોય એટલે અંશે તે વધુ ધ્યાન કેન્દ્રિત કરે.


 • (2) ઉત્તેજના-સ્તર :

    યેતા કોઈ પણ બાબત શીખવા માટે જેટલે અંશે તત્પર હોય તેટલે અંશે વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. 

> નવું જાણવા માટે જો કુતુહલ ન હોય.

> શી નારની દષ્ટિએ તેનું કોઈ મહત્ત્વ ન હોય

> હેતુ અંગે કોઈ જાણ કરવામાં ન આવી હોય

તો શીખનાર મોડલ પર ધ્યાન આપતો નથી.


 • (3) પ્રત્યક્ષીકરણ સજ્જતા :

    જેનું અવલોકન કરવાનું છે તે વર્તનો કે મૉડલ અંગેનું પૂર્વજ્ઞાન અને રજૂ થતી બાબતોને ગોઠવવાની શક્તિ જેમ વધુ તેમ વધારે ચોક્કસ બાબતો ધ્યાન કેન્દ્રિત થાય છે.


 • (4) પૂર્વે મળેલ પ્રતિપુષ્ટિ :

    અધ્યેતાના મોડેલના વર્તન સંબંધિત જે વર્તનોને અગાઉ પ્રતિપુષ્ટિ મળેલી હોય તે વર્તન પર અધ્યેતા ધ્યાન વધુ કેન્દ્રિત કરે છે.

    આ ઉપરાંત અવલોકનકાર મૉડલના પ્રતિચારોના ભિન્ન પાસાંઓને જુદા ન પાડી શકે, તેને ઓળખી ન શકે, તો સાંવેગિક સંગ્રહમાં સંબંધિત વર્તન પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે. આથી અધ્યયન માટે અધ્યતામાં ભેદબોધન અવલોકન વિકસાવવું જરૂરી છે.


ધારણાત્મક પ્રક્રિયાઓ :

 • અવલોકનકર્તાએ મૉડલના જે વર્તન પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રીત કર્યું હોય તેનું પ્રત્યક્ષીકરણ થાય છે. 
 • આ પ્રત્યક્ષીકૃત વર્તનનું અવલોકનકર્તાની સ્મૃતિમાં ધારણ થવું જરૂરી છે.
 • પ્રત્યક્ષીકૃત “વર્તન તરેહો” પ્રતિમા અથવા શબ્દ પૈકી એક સ્વરૂપમાં સ્મૃતિમાં ધારણ થાય છે. 
 • ઉંમર વધવા સાથે સ્મૃતિમાં શાબ્દિક સ્વરૂપનું મહત્ત્વ વધે છે.
 • શાબ્દિક સ્વરૂપમાં ધારણ થયેલી માહિતી સહેલાઈથી યાદ કરી શકાય છે.
 • વ્યક્તિ પોતાના સંકુલ વર્તનો માટે તેનો ઉપયોગ કરવા તેને પુનઃ યાદ કરી શકે છે. 


અવલોકનાત્મક અધ્યયનમાં ધારણા-પ્રક્રિયાનું મહત્ત્વ :

    વ્યક્તિ પોતાના સામાજિક વર્તનો મૉડેલની ગેરહાજરીમાં સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે તે માટે મૂળભૂત રીતે મોડેલનાં જે વર્તનો અનુકરણ દ્વારા ગ્રહણ કર્યા છે તેને કોઈ સાંકેતિક સ્વરૂપમાં જાળવી રાખવા પડે છે. ઘણી વખત આવાં વર્તનો લાંબા સમય સુધી જાળવવાં પડે છે. જ્યારે ચોક્કસ ઉંમર અથવા સામાજિક મોભો પ્રાપ્ત થાય અને જયારે તે વર્તન કરવું ઉચિત અને માન્ય ગણાય ત્યારે વ્યક્ત કરે છે. આથી અવલોકનાત્મક અધ્યયનનમાં ધારણાત્મક પ્રક્રિયાનું મહત્ત્વ ખૂબ જ છે.

    ધારણ-પ્રક્રિયા પર અસર કરતાં ઘણાં પરિબળો પૈકી “મહાવરો” (Rehearsal) પ્રાપ્ત પ્રતિચારોને અસરકારક રીતે સ્થિર અને મજબૂત બનાવે છે. આથી મૉડેલની પ્રતિચાર તરેહનો મહાવરો અથવા ખુલ્લું પુનરાવર્તન (Overt Rehearsal) અવલોકનાત્મક અધ્યયનનો સ્તર ઊંચો લાવવામાં મદદરૂપ બને છે.

    પ્રતિમા–રચના સાંવેદનિક અભિસંધાન દ્વારા થાય છે, એટલે કે મૉડેલના વર્તનોની રજૂઆત અધ્યતામાં પ્રત્યક્ષીકૃત પ્રતિચારો ઉત્પન્ન કરે છે, જે સાનિધ્ય અનુસાર ક્રમિક રીતે જોડાય છે અને કેન્દ્રવર્તી રીતે સુગ્રથિત થાય છે. જ્યારે ઉદ્દીપક ઘટનાઓ ખૂબ જ સંબંધિત હોય, ત્યારે આવી પ્રતિમા રચના વધુ દઢ બને છે.

ઉદાહરણ : 

બાન્દુરાનો પ્રયોગ : 

    મૉડલની રજૂઆતની ભિન્નતાની ધારણ પર અસર અંગે બાજુરાએ 1966માં એક પ્રયોગ કર્યો હતો. તેમણે પ્રયોગ માટે ત્રણ જૂથો પસંદ કર્યા હતા.

જૂથ - 1 : મૉડલનાં “વર્તનની ફિલ્મ' વર્તનના વર્ણન સાથે રજૂ કરી. 

જૂથ - 2 : મૉડલના “વર્તનની ફિલ્મ' બરાબર નિહાળવાની સૂચના આપી. 

જૂથ - 3 : મૉડલનાં ‘વર્તનની ફિલ્મ' જોતી વખતે અધ્યેતાને ઝડપથી ગણતરી કરવાનું કહેવામાં આવ્યું.


પ્રયોગનું પરિણામ :

    જેમણે શાબ્દિક રજૂઆત સાથે વર્તનો દર્શાવ્યાં તે જૂથનું પરિણામ સૌથી ઊંચું હતું. ત્રીજા જ જૂથનું પરિણામ સૌથી નબળું હતું. અર્થાત ત્રીજા જૂથનું ધારણ સૌથી ઓછું હતું. 


સ્નાયવિક પુનરુત્પાદન પ્રક્રિયાઓ :

    આ એક વાર મોડેલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને સ્મૃતિ ધારણ કરવામાં આવે એટલે અવલોકનાત્મક અધ્યયન પ્રસ્થાપિત થઈ શકે છે. પરંતુ અધ્યયન વર્તનને રજૂ કરવા માટે સ્નાયવિક પ્રક્રિયા થવી જરૂરી છે. તબક્કે અધ્યેતાની.........

 • શક્તિ 
 • ચોક્કસાઈ
 • પ્રતિપુષ્ટિ

    જેવા ઘટકો મહત્ત્વનો ફાળો આપે છે. કયારેક એવું બને કે અવલોકન દ્વારા વ્યક્તિ શીખે. પરંતુ, સ્નાયવિક ખામીના કારણે શીખેલ વર્તન વ્યક્ત ન કરી શકે.

    સ્નાયવિક પુનરુત્પાદન પ્રક્રિયાના તબક્કે અવલોકન અધ્યયન જરૂરી ઘટક પ્રતિચારોની પ્રાપ્યતા દ્વારા નિયંત્રિત છે. 


કૌશલ્યયુક્ત કાર્યો :

 • ડ્રાઈવિંગ 
 • ડાન્સ
 • રોટલી વણવી
 • રમત રમવી

વગેરે વર્તનો શીખવા અને વ્યક્ત કરવા માટે અનેક નાનાં સ્નાયવિક ઘટક-વર્તનો જરૂરી છે. અધ્યેતા જરૂરી ઘટક વર્તનોની ઊણપ અનુભવે છે, ત્યાં પ્રતિપુષ્ટ મોડલિંગ દ્વારા ક્રમિક રીતે ઉમેરો કરીને સંકુલ કાર્યો કુશળ કરાવી શકાય છે.


સંકુલ કાર્યોનું અનુકરણ :

જેનું અવલોકન કે પ્રત્યાયન સરળ નથી એવા પ્રતિચારોનું ચોક્કસ અનુકરણ ઘણું મુશ્કેલ છે. 

ઉદાહરણ :

    વાંસળી વગાડતી જોઈને, વાંસળી વગાડતા શીખી શકાય નહીં. કારણ કે તેના શ્વસનતંત્રના સ્નાયુઓ કેવી રીતે કામ કરે છે તે સહેલાઈથી જોઈ શકાતું નથી કે વર્ણવી શકાતું નથી. આથી જ્યાં સંકુલ કાર્યોનું અનુકરણ કરવાનું હોય ત્યાં મૉડલ સાથે કુશળ મૉડેલના માર્ગદર્શનની અને ઓછા-વત્તા પ્રમાણમાં ખુલ્લા મહાવરાની જરૂર પડે છે.

    અધ્યેતાએ અવલોકન દ્વારા શીખેલું વર્તનનું પુનરુત્પાદન પોતે કરે ત્યારે તેની ગુણવત્તા અને પોતે જ તેનું અવલોકન કરવું જોઈએ. પોતાના પુનરુત્પાદન અંગે પોતે જો જાગૃત હોય તો વર્તનની ગુણવત્તા વધુ ઊંચી લાવી શકાય.

    અવલોકનાત્મક અધ્યયનમાં અધ્યતા અનુકરણથી માત્ર મૉડેલના જેવું વર્તન કરે તેટલું અપેક્ષિત નથી. તે વર્તનમાં મૉડેલના વર્તન જેટલી જ “ચોક્કસાઈ” જરૂરી છે. આ ચોક્કસાઈ વધારવા માટે પ્રત્યેક વર્તન ઘટકની સિદ્ધિ અંગેની જાણ” કરવામાં આવે તો તે વધુ ને વધુ ચોક્કસાઈ લાવવા પ્રયત્ન કરશે.


પ્રેરણાત્મક ક્રિયાઓ :

    ઘણી વાર અધ્યતા, મૉડલ દ્વારા રજૂ થયેલ વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે, ધારણ કરે અને કૌશલ્યપૂર્ણ રજૂઆત માટેની શક્તિ પણ ધરાવતો હોય. પરંતુ ! જો “નકારાત્મક પરિસ્થિતિમાં ઉભી થઈ હોય તો અધ્યેતા શીખેલ વર્તનની રજૂઆત ભાગ્યે જ કરે છે. આવી પરિસ્થિતિમાં જયારે હકારાત્મક પ્રેરણ આપવામાં આવે ત્યારે અવલોકનાત્મક અધ્યયન ક્રિયાત્મક સ્વરૂપમાં તાત્કાલિક ફેરવાય છે. શીખેલ બાબતોને ક્રિયાત્મક સ્વરૂપમાં વ્યક્ત કરવા માટે ત્રણ પ્રકારના પ્રેરણા કાર્ય કરે છે.

 • (1) બાહ્ય પ્રેરણ
 • (2) મોડેલે તેના વર્તનને અનુરૂપ મળેલ બદલાને કારણે અનુભવેલ સંવેગ 
 • (3) સ્વપ્રતિપુષ્ટિ


(1) બાહ્ય પ્રેરણ :

    જો અધ્યતાને કહેવામાં આવે કે તે મૉડલ દ્વારા થતું વર્તન જેટલા પ્રમાણમાં કરી બતાવશે તેટલા પ્રમાણમાં તેને બદલો આપવામાં આવશે, તો તે બાબત ઊંચું પ્રેરણ પૂરું પાડી શકે છે. આ બાહ્ય પ્રેરણ છે. 

(2) બદલાના કારણે અનુભવેલ સંવેગ :

    મોડેલે આપેલ વર્તનને બદલો આપવામાં આવે, શિક્ષા કરવામાં આવે અથવા અવગણના કરવામાં આવે તેના કારણે મૉડેલે અનુભવેલ લાગણી અવલોકનર્તા માટે તે વર્તન કરવા તે વર્તન બંધ કરવા પ્રેરણ પૂરું પાડે છે.

(3) સ્વપ્રતિપુષ્ટિ :

કેટલીક વાર અધ્યેતા પોતે અનુકરણને કારણે કરેલ વર્તનનું પુનરાવલોકન કરે છે. તેણે કરેલ આ વર્તનથી સંતોષ પામીને પ્રતિપુષ્ટ થાય છે અને અનુકરણ કરીને વધુ સારું વર્તન કરવા પ્રયત્નશીલ બને છે, તે સ્વપ્રતિપુષ્ટિ છે.


સ્નાયવિક અને સામાજિક કૌશલ્ય વિકાસ માટે અધ્યાયન યોજના :

    બાન્દુરાના અવલોકનાત્મક અધ્યયન સિદ્ધાંતનો ઉપયોગ વ્યક્તિમાં સામાજિક લક્ષણો અને સ્નાયવિક કૌશલ્યો વિકસાવવામાં થયો છે. બાજુરાએ આ સિદ્ધાંતનો ઉપયોગ કરી ચોક્કસ સામાજિક લક્ષણ કે ક્રિયા શીખવવા માટે નિશ્ચિત અધ્યયન યોજના રજૂ કરી છે. આ યોજના પ્રમાણે કોઈ લક્ષણ કે ક્રિયાના સંદર્ભમાં બે બાબતો અંગે શિક્ષકે વિચારી સમગ્ર આયોજન તૈયાર કરવાનું રહે છે.

(1) લક્ષણ કે ક્રિયા સંબંધિત વર્તનનું ઘટક વર્તનોમાં વિભાજિત કરવું

(2) ઘટક વર્તનની રજૂઆત દરમિયાન કઈ બાબત પર અધ્યેતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. 

    શિક્ષક જે સ્નાયવિક વર્તન શીખવવા માગે છે તે વર્તનના શિક્ષણ અંગે આ રીતે સ્પષ્ટ આયોજન કર્યા બાદ, વિદ્યાર્થીઓના નાના નાના જૂથ સમક્ષ શિક્ષક ક્રમિક રીતે પેટા-વર્તનોનું નિદર્શન કરે, નિદર્શન દરમિયાનની સ્થિતિ પર બરાબર ધ્યાન કેન્દ્રિત કરે અને તેઓ શું જુએ છે અને તેઓએ તે સોપાનમાં શું કરવાનું છે તેની શાબ્દિક રજૂઆત કરે. આ ક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ પણ શિક્ષકોને અનુસરે છે. સમગ્ર ક્રિયાનાં તમામ પેટા-વર્તનોનું નિદર્શન થયા બાદ વિદ્યાર્થીઓને તમામ સોપાનો જાતે કરવાનું કહેવામાં આવે છે. જયાં સુધી બધા જ વિદ્યાર્થીઓ એક પણ સોપાનમાં ભૂલ કર્યા વગર આખી ક્રિયા સળંગ પૂરી ન કરે ત્યાં સુધી નિદર્શન અને મહાવરો ચાલુ રાખવામાં આવે છે.


મહેતાના 1994 અભ્યાસ અનુસાર :

    70 થી ઓછો બુદ્ધિઆંક ધરાવતાં વિશિષ્ટ શાળામાં અભ્યાસ કરતાં મંદબુદ્ધિ બાળકોનાં સ્નાયવિક કૌશલ્યોના વિકાસ માટે તેઓએ કરવાની રોજિંદી પ્રવૃત્તિ પૈકી દસ પ્રવૃત્તિઓ પસંદ કરી તેનું મૉડલ અનુસાર પાઠ આયોજન કરી પંદર દિવસ વધુથી શિક્ષણ કાર્ય કર્યું હતું. તેના પરિણામે જોવા મળ્યું કે 30 થી 50 બુદ્ધિઆંક ધરાવનાર મંદબુદ્ધિ બાળકોના સ્નાયવિક કૌશલ્યમાં સાર્થક રીતે સુધારો થયો હતો.

    સામાજિક લક્ષણોના વિકાસ પર મૉડલિંગની અસર તપાસતા અભ્યાસો પણ ઘણા થયા છે. 

આલ્વોર્ડ અને ઓલીરી (1985) :

    બાલમંદિરના બાળકોમાં પરસ્પર વહેંચીને નાસ્તો કરવા પર મોડલની અસર તપાસતાં બાળકોને ટેપ-સ્લાઈડ વડે પરસ્પર વહેંચીને ઉપયોગ કરવાના વિષયવસ્તુવાળી વાર્તાઓ અને મૉડલો દર્શાવવામાં આવ્યાં માત્ર ત્રણ જ દિવસના આ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓમાં આ પ્રકારનું વર્તન ઊંચી માત્રામાં જોવા મળ્યું છે. વાંચન સુધારણા અંગેના પ્રયોગોમાં પણ હકારાત્મક પરિણામો જોવા મળ્યાં છે.


સામાજિક વર્તનનું વર્ગીકરણ :

બાન્દુરાએ લોકો દ્વારા થતાં વર્તનોનો અભ્યાસ કરીને તેનું વર્ગીકરણ કર્યું છે અને દરેક પ્રકારના વર્તનના લક્ષણો તારવ્યાં છે. આ વર્ગીકરણ નીચે દર્શાવેલ.


સામાજિક વર્તનનું વર્ગીકરણ :

વર્તનનો પ્રકાર - વર્તનની લાક્ષણિકતાઓ :

પ્રેમાળ (Affiliative) :

હસે છે, બીજા તરફ ધ્યાન આપે છે, અન્યની સાથે રહેવામાં આનંદ વ્યક્ત કરે છે. અન્ય સાથે રહેવાની તક શોધે છે, બોલે છે અને અભિનંદન આપે છે.


સ્વમતાગ્રાહી (Assertive) :

પોતાના કે અન્યના સમાન હક્કો અંગે બોલે છે, સરળતાથી લાગણીઓ વ્યક્ત કરે છે, બિનજરૂરી રીતે બીજા દ્વારા શોષણ થવાનો ઇન્કાર છે. હક્કના ઉલ્લંઘન સામે બોલે છે.


 આક્રમક (Agressive) :

અવારનવાર ફટકારે છે, વારંવાર દલીલો કરે છે, અપમાન કરે છે, અન્યોને જબરજસ્તીથી કાબુમાં રાખે છે. 


પરતંત્ર (Dependent) : 

મદદ માગે છે, પોતાની જરૂરિયાતો સંતોષવાની અક્ષમતાથી વારંવાર ફરિયાદ કરે છે, ભૂલો થવાનો ભય વ્યક્ત કરે છે. બીજા દ્વારા શરૂઆત થવાની રાહ જુએ છે.


સહભાગી (Sharing) :

મદદ માટે વારંવાર તૈયારી બતાવે છે, પ્રોત્સાહન આપે છે. વસ્તુ વહેંચીને ઉપયોગ કરે છે. 


દગાબાજ (Deceifful) :

પ્રતિપુષ્ટિ મેળવવા કે શિક્ષાથી બચવા જૂઠું બોલે છે અથવા ગેરમાર્ગે દોરનારું વર્તન કરે છે. 


સ્પર્ધાત્મક (Competitive) :

બીજાની સરખામણીમાં શ્રેષ્ઠ કાર્ય કરે છે. ધંધામાં કે અન્ય કાર્યમાં સ્પર્ધાને પસંદ કરે છે. ગુમાવ્યાની ઊંડી વ્યથા સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે.


સહિષ્ણુ (Nonassertive) :

સામાજિક સંઘર્ષો ટાળે છે. મૂલ્યાંકન પરિસ્થિતિથી દૂર રહે છે. હક્કોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે તેનો સામનો કરતો નથી. ભૂલો કરનારને માફ કરે છે. અજાણ્યા લોકો કે પરિસ્થિતિને ટાળે છે. 


અવલોકનાત્મક અધ્યયન સિદ્ધાંતનું મૂલ્યાંકન :

અવલોકનાત્મક અધ્યયનના સિદ્ધાંતનું મૂલ્યાંકન નીચેના મુદ્દાના સંદર્ભમાં કરીશું. 

(1) અવલોકનાત્મક સિદ્ધાંતની વ્યાપકતા ઉચિતતા મર્યાદા

(2) અવલોકનાત્મક સિદ્ધાંતની

(3) અવલોકનાત્મક સિદ્ધાંતની ઉપયોગિતા : શૈક્ષણિક - સામાજિક સંદર્ભમાં 


(1) અવલોકનાત્મક સિદ્ધાંતની વ્યાપકતા-ઉચિતતા :

    સ્કિનરે વર્તન ઘડતર માટે કારક-અભિસંધાનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ! આ ઘડતર માટે કારક-અભિસંધાનનો ઉપયોગ કર્યો હતો. આ ઘડતર પ્રક્રિયા દ્વારા “સંકુલ વર્તન” સમજાવવા એક વર્તનમાં પેટા વર્તનો અને પ્રતિપુષ્ટિની લાંબી સાંકળ બનાવવી પડતી હતી. પરિણામે સંકુલ વર્તન શીખવા માટે ઘણો સમય જતો હતો. 

    બાન્દુરાએ મૉડેલના ઉપયોગથી વર્તન-ઘડતરની પ્રક્રિયા ઝડપી બનાવી. તેણે મૉડલના ઉપયોગથી અધ્યતા સ્નાયવિક કૌશલ્યો કેવી રીતે શીખે છે તે સ્પષ્ટ કર્યું.

    બાન્દુરાનો અધ્યયન સિદ્ધાંત વર્તનવાદ અને આધુનિક જ્ઞાનાત્મકવાદને જોડતી કડી છે.” બારા વર્તન ઘડતરમાં પ્રતિપુષ્ટિનો સ્વીકાર કરે છે. તે દૃષ્ટિએ તેના સિદ્ધાંતોનો પાયો વર્તનવાદમાં પડેલો છે. સાથોસાથ તે ધ્યાન-કેન્દ્રીકરણ, ધારણ વગેરે સંકલ્પનાઓનો સ્વીકાર કરે છે તે દષ્ટિએ જ્ઞાનાત્મકવાદી વિચારસરણીને સ્વીકારે છે. “આમ બાજુરાનો સિદ્ધાંત વર્તનવાદ અને આધુનિક જ્ઞાનાત્મકવાદને જોડતી કડી છે.”

    બાજુરાએ સ્કિનરના કારક અભિસંધાનની મર્યાદા મોડેલનો ઉમેરો કરી દૂર કરેલ છે. જ્ઞાનાત્મવાદની સંકલ્પનાનો ઉપયોગ કરે છે તે દૃષ્ટિએ આ સિદ્ધાંત ઘણો ઉચિત છે.

 •  આ સિદ્ધાંતનો ઉપયોગ :
 •  સામાજિક વર્તનો
 • સ્નાયવિક કૌશલ્ય
 • વર્ગશિક્ષણ
 • વ્યક્તિત્વ વિકાસ
 • ઉપચારાત્મક શિક્ષણ

એમ અનેક ક્ષેત્રોમાં થાય છે, તેની વ્યાપકતા દર્શાવે છે. 


બાજુરાના સિદ્ધાંતની મર્યાદા :

બાન્દુરાએ અવલૉકનાત્મક અધ્યયન, સામાજિક વર્તનો અને સ્નાયવિક ક્રિયા સંબંધિત વર્તનોના સંદર્ભમાં કઈ રીતે થાય છે તેનું પૃથ્થક્કરણ સારી રીતે રજૂ કર્યું છે, પરંતુ ! 

 • સર્જનાત્મક વિચાર
 • સમસ્યા ઉકેલ
 • નિર્ણય ઘડતર 

વગેરેનું અધ્યયન તેના સિદ્ધાંત અનુસાર કેવી રીતે થાય છે તેના પૃથ્થક્કરણ પર ધ્યાન આપ્યું નથી.


બાન્દુરાના સિદ્ધાંતના શૈક્ષણિક ફલિતાર્થો :

શિક્ષક અવલોકનાત્મક અધ્યયન સિદ્ધાંતના જ્ઞાનનો ઉપયોગ વર્ગમાં કઈ રીતે થઈ શકે તેની ચર્ચા કરીશું. 

(1) અવલોકનાત્મક અધ્યયનનમાં વિવિધ સ્વરૂપોનો ઉપયોગ કરી શકાય.

ઉદાહરણ તરીકે.....

શબ્દોના ઉચ્ચાર શીખવવા માટે.

સ્નાયુઓના ઉપયોગવાળાં સાધનોનો ઉપયોગ થતો હોય ત્યારે. 

સલામતીના નિયમો શીખવવાના હોય ત્યારે... 

વિદ્યાર્થીને માપ લેતાં શીખવવું હોય ત્યારે...

પ્રયોગશાળામાં વિદ્યાર્થીને અવલોકન લેતાં શીખવવું હોય ત્યારે... .

ત્યારે મોડલ નિદર્શનનો ઉપયોગ કરી શકાય.


 (2) હકારાત્મક મોડેલ સાથે નકારાત્મક મોડલનો ઉપયોગ કરો.

ઉદાહરણ તરીકે...

 જે વિદ્યાર્થીઓના વ્યાકરણના નિયમો નથી આવડતા તેને વ્યાકરણના સાચા અને ખોટા ઉપયોગોવાળી વિડિયો કેસેટ મૂકીને બાળકને વ્યાકરણ શીખવી શકાય છે.


(3) શારીરિક ક્રિયાઓ શબ્દોના ઉપયોગ વગર નિર્દેશિત કરો.

પ્રથમ આખી ક્રિયા શબ્દોના ઉપયોગ કર્યા વગર દર્શાવો. પછી દરેક ઘટક ક્રિયાને શાબ્દિક સમજૂતીથી ફરી રજૂ કરો.


(4) સમગ્ર મૉડેલિંગ પ્રક્રિયાનું આયોજન-રિહર્સલ કરી.

(5) અનુકરણથી અધ્યેતા દ્વારા થયેલા વર્તનને પ્રતિપુષ્ટિ આપો અને મહાવરા માટે પ્રતિપુષ્ટિ સાથે અનેક તકો આપો.

(6) અધ્યેતા સમક્ષ નવા કૌશલ્યોને અનુરૂપ મૉડલ વર્તનો રજૂ કરો. અર્થાત્ ક્ષેત્ર મુલાકાત અને પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડો.


સામાજિક ફલિતાર્થો : 

શિક્ષક અવલોકનાત્મક અધ્યયન-સિદ્ધાંતના જ્ઞાનનો ઉપયોગ વિદ્યાર્થીઓમાં સામાજિક વર્તનો વિકસાવવા નીચેના સંદર્ભે કરી શકાય...

(I) જે સામાજિક વર્તન વિકસાવવાનું હોય તેને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરો. 

(2) જ્યારે બાળક ઇચ્છનીય સામાજિક વર્તન કરે ત્યારે એકાંતમાં તેના વખાણ કરો.

ઉદાહરણ :

જયારે બાળકે ઇચ્છનીય સામાજિક વર્તન કર્યું હોય (ભૂખ્યા મિત્રને પોતાનો નાસ્તો કરાવે) ત્યારે તે બાળક લોબીમાં કે દાદરામાં કે બગીચામાં સામું મળે ત્યારે શિક્ષકે તેને શાબાશી આપી બિરદાવવો જોઈએ. 

(3) રોલ પ્લેની તાલીમ આપો :

અપેક્ષિત સામાજિક વર્તન તેનાં શક્ય પરિણામો એમ બન્ને બતાવવાનો પ્રયત્ન કરીએ. પ્રત્યેક વર્તનના સંભવિત પરિણામો પ્રદર્શિત કરવાની તક આપો.

(4) યોગ્ય પ્રતિચારોને યોગ્ય સ્વીકૃતિ આપો.

રોલ-પ્લેનો અનુભવ આપ્યા બાદ પરિસ્થિતિની ચર્ચા કરો. મુખ્યત્વે સામાજિક વર્તનના નકારાત* શક્ય પરિણામોની ચર્ચા કરો.

ઉદાહરણ :

જયારે “પુસ્તક મેળાની મુલાકાત વખતે માર્ગદર્શક જે સૂચના આપે તેને અનુસરવામાં ન આવે તો શું પરિણામ આવે તેના કંઈક જવાબો મળી શકે.

 • બીજા વર્ગોને પુસ્તક મેળાની મુલાકાતે લઈ જવામાં નહીં આવે.
 • પુસ્તક પુસ્તક મેળાની મુલાકાત લઈ રહેલા અન્ય લોકોને મુશ્કેલી પડે, યોગ્ય પ્રતિચારોને સ્વીકૃતિ યોગ્ય રીતે આપવી જોઈએ.


ઉપસંહાર

 • આબ્લબર્ટ બારાએ વર્તનવાદ અને આધુનિક જ્ઞાનાત્મકવાદના સેતુરૂપ અવલોકનાત્મક અધ્યયન સિદ્ધાંત રજૂ કર્યો છે. વ્યક્તિ દ્વારા થતી અનેક સંકુલ ક્રિયાઓનું અધ્યયન “મૉડલીંગ” દ્વારા ખૂબ ઝડપથી થાય છે તે વાત બાજુરાએ અધ્યયનનું જ્ઞાનાત્મવાદી દષ્ટિબિંદુથી કરેલ પૃથ્થક્કરણનું પરિણામ છે.
 • વ્યક્તિ દ્વારા થતું અન્ય વ્યક્તિના વર્તનનું અવલોકન એ તેના સિદ્ધાંતનું “આધારબિંદુ” છે. 
 • વ્યક્તિમાં અનુકરણથી નવા વર્તનો જન્મે છે. દિશા બદલાય છે અથવા વર્તનો બંધ થાય છે.
 • વ્યક્તિ મૉડલ તરીકે વ્યક્તિ, ચલચિત્રો, ટેલિવિઝન કાર્યક્રમો, શાબ્દિક - લિખિત સૂચનાઓ, ધાર્મિક સાહિત્યિક સંગીતજ્ઞ, લોકનેતા મોડેલ તરીકે સ્વીકારી અનુકરણ કરે છે.
 • અવલોકનાત્મક અધ્યયનથી “વ્યક્તિ મૉડેલના” વર્તનનું સીધું અનુકરણ કરે છે.
 • તેના જેવા બીજા વર્તન કરવાની માત્રા વધે છે.
 • સીધું બિનઅનુકરણ કરે છે.
 • તેના જેવા અન્ય વર્તનો પણ અટકે છે.
 • વ્યક્તિ અવલોકનાત્મક અધ્યયનથી વ્યક્તિ સામાજિક અને શૈક્ષણિક વર્તનો અને સ્નાયવિક કૌશલ્યો સંબંધિત વર્તનો ઝડપથી શીખે છે.
 • બાન્દુરાએ અવલૉકનાત્મક અધ્યયનના પૃથ્થક્કરણ અનુસાર તેમાં પરસ્પર સંકળાયેલ ચાર પેટા પ્રક્રિયાઓનો સમાવેશ દર્શાવેલ છે.
 • ધ્યાન સંબંધિત પ્રક્રિયાઓ મૉડેલિંગ ઉદ્દીપકનું અનોખાપણું, અસરકારકતા, વર્તનની સંકુલતા, પ્રાબલ્ય અને શારીરિક કાર્ય સંબંધિત મૂલ્ય પર તેમજ અવલોકનકર્તાની સાંવેદનિક ક્ષમતાઓ, ઉત્તેજના સ્તર પર પ્રત્યક્ષીકરણ, સજ્જતા અને પ્રતિપુષ્ટિ પર આધાર રાખે છે.
 • ધારણાત્મક પ્રક્રિયા પર અસર કરતાં પરિબળોની અસર પણ સુંદર રીતે સમજાવેલ છે. 
 • સ્નાયવિક પુનરુત્પાદનમાં આધાર શારીરિક ક્ષમતા, ઘટક પ્રતિચારોની પ્રાપ્યતા, પોતે કરેલ વર્તનનું અવલોકન વર્તનમાં રાખેલી ચોકસાઈને મળેલ બદલા પર છે.
 • અધ્યેતા મૉડેલના વર્તનનું કેટલે અંશે અનુકરણ કરશે તેનો આધાર બાહ્ય પ્રતિપુષ્ટિ, મૉડલના વર્તનને મળેલ બદલો કે શિક્ષા અને સ્વ-પ્રતિપુષ્ટિ પર રહે છે.
 • બાન્દુરાના અવલોકનાત્મક “અધ્યયન મૉડેલનો અધ્યેતાના અનેક સામાજિક વર્તનો, સ્નાયવિક કૌશલ્યો અને વર્ગશિક્ષણ સંબંધિત વર્તનો શીખવવા માટે ઉપયોગ થયો છે.
 • આ સિદ્ધાંત જ્ઞાનાત્મવાદી આધુનિક વિચારસરણીનો ઉપયોગ કરે છે તે દષ્ટિએ ઘણો ચર્ચાય છે. છતાં તેનું આ ક્ષેત્ર સામાજિક અને સ્નાયવિક વર્તનો પૂરતું મર્યાદિત છે, તેમ છતાં શિક્ષક વર્ગશિક્ષણમાં ખાસ કરીને

 1. વિજ્ઞાનના પ્રયોગો
 2. ભૌમિતિક સાધનોનો ઉપયોગ
 3. ચિત્ર સંગીત શિલ્પ
 4. ૨મતગમત
વગેરેના વિષય શિક્ષણમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકે છે.

About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.