"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

મંદબુદ્ધિવાળાં બાળકોનું શિક્ષણ//Education of mentally retarded children

મંદબુદ્ધિવાળાં બાળકોનું શિક્ષણ//Education of mentally retarded children

મંદબુદ્ધિવાળાં બાળકોનું શિક્ષણ(Education of mentally retarded children)

Mental Rotardation is a condition of incomplete development of the mind which takes place before the age of 18 years, whether arising from inherent causes or induced by disease or injury. (M. D. Act 1929)

વિકાસાત્મક સમયગાળા દરમ્યાન (18 વર્ષ સુધીમાં, અનુકૂલનાત્મક વર્તનની ખામીઓ સહિતનું સામાન્ય કરતાં નોંધપાત્ર નિમ્ન બૌદ્ધિક સ્તર (10 થી નીચો IQ.) એટલે મંદબુદ્ધિ. 

મંદબુદ્ધિવાળાં બાળકોનું શિક્ષણ :


મંદબુદ્ધિવાળાં બાળકો – પ્રકારો અને લક્ષણો :

(1) શિક્ષણપાત્ર મંદબુદ્ધિવાળાં બાળકો :

  • આવાં બાળકો એ છે જેનો બુદ્ધિઆંક 50 થી 70 વચ્ચે હોય છે. 
  • સાધારણ બાળકો કરતાં પોણાથી અડધા જેટલું બૌદ્ધિક સ્તર. 
  • દષ્ટિ, શ્રવણ અને અંગસંયોજનની ખામીઓ ધરાવે છે. 
  • 1લા ધોરણ દરમ્યાન વાંચન, ગણન શીખી શકતાં નથી. 
  • વર્ષે વર્ષે પ્રગતિ ઓછી થતી જાય છે. 
  • મોટા ભાગનાં બે ધોરણ સુધી અને ખૂબ ઓછા સાત ધોરણ સુધી પહોંચી શકે છે. 
  • વર્તન વિષયક સમસ્યાઓ અને અપરાધશીલતા તેમનામાં જોવા મળે છે.
  • મોટપણે કુશળ–અર્ધકુશળ શ્રમિક બની શકે છે. 


(2) તાલીમપાત્ર મંદબુદ્ધિવાળાં બાળકો :

  • આવાં બાળકો એ છે જેનો બુદ્ધિઆંક 30 થી 50 વચ્ચે હોય છે. 
  • સાધારણ બાળકો કરતાં અડધાથી ત્રીજા ભાગ જેટલું બૌદ્ધિક સ્તર. 
  • શરીર, ચહેરો વિચિત્ર દેખાય. 
  • સ્વસંભાળ અને વાણી વ્યવહારની તાલિમ આપવી પડે. 
  • સાધારણ બાળકોની શાળાઓમાં ભણી શકતાં નથી.
  • પુખ્ત વયે આર્થિક ઉપયોગિતા મર્યાદિત.
  • આશ્રમ હેઠળ અકુશળ શ્રમ કરી શકે. 


(3) અતિશય મંદબુદ્ધિવાળાં બાળકો : 

  • આવાં બાળકો એ છે જેનો બુદ્ધિઆંક 30 થી પણ નીચો હોય. 
  • તેઓ સંપૂર્ણ પરાવલંબી હોય છે. 
  • તેમને બચપણથી જ સંસ્થાકીય સંભાળની જરૂર પડે છે. 
  • ઔપચારિક શિક્ષણ આપી શકાતું નથી.
  • પુખ્તવયે પણ તેમને અન્યના સહારાની જરૂર પડે છે.


મંદબુદ્ધિવાળાં બાળકોનાં કારણો :

મનોવૈજ્ઞાનિક અભ્યાસોનાં તારણો મુજબ જોઈએ તો 200થી પણ વધુ રોગ જેવી પરિસ્થિતિઓ બાળક મંદબુદ્ધિ હોવા કે થવા માટે જવાબદાર છે. જેવી કે,


(1) કૌટુંબિક લક્ષણો :

કુટુંબનું સામાજિક આર્થિક સ્તર, માતાનું આરોગ્ય, બાળ ઉછેર-સંભાળ અને કુટુંબમાં બાળકને પ્રોત્સાહન આપવાની રીત.


(2) જ્ઞાનતંત્રીય કારણો :

ક્યારેક કેન્દ્રીય જ્ઞાનતંત્ર (મગજ)ને થયેલ ઇજા પણ મંદબુદ્ધિનું કારણ બને છે. 


(3) પોપણ વિષયક કારણો :

માતા અને બાળકને ખોરાકમાં અપૂરતું પોષણ બાળકના માનસિક વિકાસને અવરોધે છે. 


(4) પર્યાવરણીય કારણો :

શૈશવમાં અપૂરતા ઇન્દ્રિયગ્રાહ્ય અનુભવો, પ્રત્યક્ષીકરણના અનુભવો અને મોટેરાંની વાણીના નમૂના બાળકની બુદ્ધિનો વિકાસ થવામાં અવરોધક બને છે.


(5) જન્મ પહેલાંનાં કારણો (Prenatal Causes) :

આનુવંશિક રંગસૂત્રોની અવ્યવસ્થા Down's syndrome પ્રકારની ખામી પેદા કરે છે. જે મોંગોલિઝમ મંદબુદ્ધિનું કારણ બને છે. જનીન તત્ત્વોની ખામી (Phenylkatonuria) ચયાપચયની અવ્યવસ્થા ઊભી કરે છે, તે પણ મંદબુદ્ધિનું કારણ બને છે.

બાળકના જન્મ પહેલા માતાને થયેલ એશિયન ફલુ, ઓરી, માતા અને બાળકના લોહીનાં પ્રતિકૂળ ગ્રુપ (Rh – Rh +)ને લીધે પેદા થયેલ વિષ બાળ મગજને નુકસાન કરે છે, તે મંદબુદ્ધિનું કારણ બને છે. 


(6) જન્મ દરમ્યાનનાં કારણો (Perinatal Causes) :

કસુવાવડ, અપરિપક્વ જન્મ, પ્રસૂતિમાં વધુ પડતો સમય લાગતાં બાળમગજને મળતો અપૂરતો પ્રાણવાયુ (anokia), ચિપિયાથી મગજને થતી ઇજા, વગેરેને કારણે બાળક મંદબુદ્ધિ બને છે. 


(7) જન્મ પછીનાં કારણો (Postnatal Causes) :

એન્કલાઈટીસ, મેનેન્જાઈટીસ જેવા બાળરોગો મગજને નુકસાન કરે છે. આ ઉપરાંત, માથાને બાળપણમાં થયેલ ઇજા, ચેતાતંત્રના અકસ્માતો, સીસાનાં રમકડાં મોં વડે ચાટીને રમવાથી શરીરમાં ગયે ઝેર, ટ્યુમર વગેરે મંદબુદ્ધિનું કારણ બને છે.

આમ, અગાઉ જણાવ્યું છે તેમ 200થી પણ વધુ રોગ જેવી પરિસ્થિતિઓ બાળકને મંદબુદ્ધિ હોવા કે થવા માટે જવાબદાર છે. માતા-પિતા કે પૂર્વજો મંદબુદ્ધિ ધરાવતા હોય તો તેનું બાળક મંદબુદ્ધિ થવાની શક્યતા 80 ટકા જેટલી છે. ટી.બી., સીફીલીસ, ડાયાબિટીસ તથા વિટામીનોની ઉણપ પણ મંદબુદ્ધિનું કારણ બને છે. 


મંદબુદ્ધિવાળાં બાળકોની સમસ્યાઓ :

(I) ગરીબ અને વિકાસશીલ દેશોમાં નિરક્ષરતા અને અજ્ઞાતને કારણે મંદબુદ્ધિ બાળકોને ઓળખી કે સમજી શકાતાં નથી તો પછી તેમની સંભાળ કે શિક્ષણ આપવાની વાત જ ક્યાં રહી ?

(2) મંદબુદ્ધિ બાળકો શાળાકીય સિદ્ધિઓ મેળવવામાં નિષ્ફળ જાય છે.

(3) મંદબુદ્ધિ બાળકોનો શારીરિક વિકાસ રૂંધાયેલો રહે છે. તેઓ અનેક શારીરિક તકલીફોથી પીડાય છે. 

(4) વિચિત્ર દેખાવ, અતિનિમ્ન બૌદ્ધિક સ્તર, વર્તન વિષયક ખામીઓ, અપરાધશીલતા, વાણી વિષયક ખામીઓ વગેરેને કારણે મંદબુદ્ધિ બાળકો સમાજમાં ઉપહાસ, ઉપેક્ષા અને અસ્વીકૃતિનો ભોગ બને છે.


મંદબુદ્ધિવાળાં બાળકો માટે શિક્ષણ વિષયક આયોજન :

સેમ્યુઅલ કિકને મતે મંદબુદ્ધિ બાળકોને આત્મભાન Self Realization, સામાજિક અનુકૂલન, આર્થિક કાર્યક્ષમતા, નાગરિક જવાબદારી અને ફૂરસદનો સદુપયોગ શીખવવાનો છે. આ માટે (Sheltered Workshop) નિવાસી કાર્યશાળા ઉપયોગી ગણાય.

શિક્ષણપાત્ર મંદબુદ્ધિ બાળકો માટે એવા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ કે જેથી– 

(1) મંદબુદ્ધિ બાળકોમાં વાંચન, લેખન, ગણન, ભાષા અને કલા સંબંધી કૌશલ્યો વિકસે. 
(2) શારીરિક સ્વાથ્ય સંબંધી ટેવો વિકસે.
(3) સમવયસ્કો સાથે સંબંધો વિકસાવવાનાં સામાજિક કૌશલ્યો કેળવે.
(4) ઘર અને શાળામાં સાંવેગિક સલામતિ અને સ્વતંત્રતા વિકસે. 
(5) ફૂરસદના સમયનો ઉપયોગ કરતાં શીખે.
(6) વ્યવસાયિક ક્ષમતા વિકસે.

આ હેતુઓ સિદ્ધ કરવા નીચે જેવા કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ.

(1) સ્વાથ્ય સંબંધિત વ્યવહારુ કાર્યક્રમો.
(2) સામાજિક અનુભવો આપતા કાર્યક્રમો.
(3) કારકિર્દી અને વ્યાવસાયિક તાલીમ–માર્ગદર્શનના કાર્યક્રમો. 

સામાન્ય રીતે શિક્ષણપાત્ર મંદબુદ્ધિ બાળકો સંબંધે ત્રણ પ્રશ્નોનો વિચાર કરવો જોઈએ. ? 

(1) આવાં બાળકોનું શિક્ષણ કયાં આપવું ?
(2) શિક્ષણપાત્ર મંદબુદ્ધિ બાળકોને શું શીખવવું
(3) આવાં બાળકોને કેવી રીતે શીખવવું ?

પ્રથમ પ્રશ્નના ઉત્તર માટે ત્રણ રીતો પૈકી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકાય. .

(1) નિવાસી સંસ્થામાં શિક્ષણ આપવું.
(2) ખાસ વર્ગોમાં શિક્ષણની વ્યવસ્થા કરવી
(3) નિયમિત વર્ગોમાં અન્ય વિદ્યાર્થીઓની સાથે શિક્ષણ આપવું.


મંદબુદ્ધિવાળાં બાળકો માટે શિક્ષણકાર્યના સિદ્ધાંતો :

(1) મંદબુદ્ધિ બાળકોને એવી રીતે પ્રશ્ન પૂછો કે જેથી તેને સાચો જવાબ આપવા પૂરતી સૂચના મળે. નિષ્ફળતાનો અનુભવ ઓછામાં ઓછો થાય તેવી પદ્ધતિનો ઉપયોગ કરવો.
(2) પ્રતિચાર સાચો છે તેવી જાણ કરી પ્રતિપુષ્ટિ આપો. 
(3) બાળકની વાસ્તવિક અધ્યયન કક્ષા શોધી કાઢો. 
(4) નાનાં અને ક્રમિક સોપાનો દ્વારા આગળ વધો.
(5) મેળવેલ જ્ઞાનને ભિન્ન પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની તક આપો. 
(6) પુનરાવર્તન માટે પૂરતી તક આપો. 
(7) શરૂમાં એક ઉદ્દીપકને એક જ પ્રતિચાર સાથે જોડો. તે દઢ થયા પછી જ બીજા પ્રતિચારને જોડો.
(8) પ્રતિપુષ્ટિ અને સફળતાનો સંતોષ, રજૂઆતમાં ભિન્નતા, શિક્ષક પક્ષે ઉત્સાહ અને સપ્રમાણ સમયમર્યા વડે મંદબુદ્ધિ બાળકને મહત્તમ પ્રયત્નો માટે પ્રેરિત કરો.
(9) મર્યાદિત સમયમાં મર્યાદિત સંખ્યામાં ખ્યાલો રજૂ કરો.

    આમ, મંદબુદ્ધિ બાળકો અભ્યાસકાળમાં ઓછામાં ઓછી નિષ્ફળતા અનુભવે, યોગ્ય પદ્ધતિ–પ્રયુક્તિઓઉપયોગથી તેમની સ્વ–સંકલ્પના વિકસે તો અન્યની માફક આવાં બાળકો પણ અનુકૂલિત નાગરિક તરીકે સફળ જીવન જીવી રાષ્ટ્ર વિકાસમાં પોતાનો યતકિંચિત ફાળો આપી શકે.


મંદબુદ્ધિવાળાં બાળકોનાં માતા-પિતાને માર્ગદર્શન :

આવાં માતા-પિતા બાળક વિશે સદા ચિંતિત રહે છે. આવાં બાળકોના ઉછેર અંગે વૈજ્ઞાનિક જ્ઞાનના અભા મૂંઝવણ પણ અનુભવે છે. તેમને કેટલાંક સૂચનો આ મુજબ છે.

(1) ક્યારેક આવાં મા-બાપ પોતાને મંદબુદ્ધિ બાળક હોવાનું કારણ કોઈ ગુનાની સજા માની લે છે, જે કુટુંબમાં અપૂર્ણતાની લાગણી અનુભવે છે. તેમાં સહારો આપવા સામાજિક, સાંવેગિક આધાર મળવા જોઈએ.


(2) મંદબુદ્ધિ બાળકોના શિક્ષણના હેતુઓ અને પ્રવૃત્તિઓ શાં હોઈ શકે તે અંગે આવાં બાળકોનાં માતાપિતાને જાણકારી આપવી.


(3) આવાં માતા-પિતાને મંદબુદ્ધિ બાળકો સાથે આંતરક્રિયા કરવાની તાલીમ આપવી. જેથી માતા–પિતામ બાળઉછેર અસરકારક રીતે કરવાનાં કૌશલ્યો વિકસે.


(4) આવાં માતા-પિતાને એવા કાર્યક્રમો પૂરા પાડવા કે જેથી બાળઉછેર સામાજિક સાંવેગિક વિકાસને પ્રોત્સાહન, દૈનિક અનુભવોનો મહત્તમ ઉપયોગ, ભાષા વિકાસને પ્રોત્સાહન અને સમાજમાં પ્રાપ્ય સ્રોતોનો અસરકારક ઉપયોગનાં કૌશલ્યો વિકસાવવાની તક મળે.




About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.