શારીરિક રીતે વિકલાંગોને માર્ગદર્શન (Guiding Physically handicapped Children)
જે બાળકો શારીરિક ક્ષતિ ધરાવતાં હોય અથવા શારીરિક ખોડખાંપણ ધરાવતાં હોય તેમનો સમાવેશ શારીરિક વિકલાંગતાના વર્ગમાં કરવામાં આવે છે. આવાં બાળકોની કેટલીક શારીરિક વિકલાંગતા કાં તો જન્મજાત હોય છે અથવા કેટલાક જન્મ પછી પાછળથી શારીરિક ક્ષતિ કે વિકલાંગતાનો તેઓ ભોગ બન્યા હોય છે. કેટલીકવાર તેઓ કોઈ અકસ્માતનો ભોગ બન્યા હોય છે તો ક્યારેક કોઈ રોગને લીધે તેઓમાં શારીરિક વિકલાંગતા આવી જાય છે. શારીરિક વિકલાંગ બાળકોનું નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય.
- ઇન્દ્રિયોની વિકલાંગતા અંધત્વ, ઓછું અંધત્વ, બધિરતા, ઓછું સાંભળવું, પૂર્ણ મૂંગાપણું અથવા તોતડાપણું,
- સ્નાયવિક અને અસ્થિતંત્રની વિકલાંગતા : ખંધાપણું, બાળલકવો, હાડકાંનો ક્ષય, પંગુતા, અપોષણ કે કુપોષણને લીધે આવતી વિકલાંગતા વગેરે.
- વાણીની વિકલાંગતા : મૂંગાપણું, તોતડાપણું.
શારીરિક રીતે વિકલાંગ બાળકોએ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે બીજા લોકો પર નિર્ભર રહેવું પડે છે એટલે કે વિકલાંગ બાળકો પરાવલંબી બની જાય છે. પોતાની જરૂરિયાતો માટે તેમણે માતા-પિતા, સ્વજનો કે મિત્રો અને શિક્ષકોનો આશ્રય લેવો પડે છે. અંધ બાળકને ચાલવા માટે અન્યનો સહારો લેવો પડે છે. પોતાની અન્ય દૈનિક ક્રિયાઓ માટે તેને સ્વજનોનો આશ્રય લેવો પડે છે. આવાં બાળકો સમાજમાં ક્યારેક ધારેલી પ્રગતિ કરી શકતાં નથી. તેઓ પરાવલંબી હોવાને કારણે અન્ય લોકોની સહાનુભૂતિ અને પ્રેમની અપેક્ષા રાખે છે. વળી, અન્ય લોકો પર આધાર રાખવાને કારણે તેઓ લઘુતાગ્રંથિથી પીડાય છે અને ક્યારેક હતાશાનો ભોગ બને છે. આવા બાળકોની સામાજિકતાનો વિકાસ નહિવત્ પ્રમાણમાં થાય છે. તેઓ મનોવૈજ્ઞાનિક અને અનેક સમસ્યાનો ભોગ બને છે. જે તેમના સાંગિક વિકાસ પર વિપરીત અસર કરે છે. આવા બાળકોમાં આત્મદંત્યની, લધુતાગ્રંથિની માનસિકતા દૂર થાય અને આત્મસન્માનની ભાવના કેળવાય તે માટે યોગ્ય વ્યાવસાયિક શિક્ષણ વ્યવસ્થા કરી શકાય.
શારીરિક વિકલાંગ બાળકોને માર્ગદર્શન :
શારીરિક રીતે વિકલાંગ બાળકો લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે અને હતાશાનો ભોગ પણ બનતા હોય છે. તેઓ મોટે ભાગે પરાવલંબીપણું ધરાવે છે. તેમને સ્વજનોની સતત જરૂર પડે છે. તેથી તેઓ પ્રગતિ સાધી શકતા નથી. આ મુશ્કેલીઓ દૂર કરવા અને લઘુતાગ્રંથિમાંથી બહાર કાઢવા માતા-પિતા, વડીલો, સ્વજનો અને શિક્ષકોએ સહાનુભૂતિપૂર્વક તેને પ્રેમ અને હૂંફ આપવા જોઈએ. જેથી તેમનામાં આત્મગૌરવની ભાવના પેદા થશે. આવાં બાળકોનાં માર્ગદર્શન માટે નીચે મુજબનાં ઉપાયો હાથ ધરી શકાય.
- દાક્તરી તપાસ દ્વારા જો વિકલાંગતા દૂર થઈ શકે તેમ હોય તો તે માટે શિક્ષકોએ તબીબી સહાયની ગોઠવણ કરવી જોઈએ.
- વિકલાંગ બાળકોને બધા સમક્ષ ઉતારી પાડવાને બદલે કે હાંસી ઉડાડવાને બદલે તેમણે કરેલ કાર્યની પ્રશંસા કરવી જોઈએ.
- આ બાળકો પ્રત્યે માતા-પિતા, સ્વજનો, શિક્ષકો, આચાર્યો અને સમાજે સહાનુભૂતિપૂર્ણ વર્તાવ રાખવો જોઈએ.
- તેમને સહાનુભૂતિ, પ્રેમ અને ઉષ્મા પૂરાં પાડવા જોઈએ
- તેમને શક્ય હોય ત્યાં સુધી આત્મનિર્ભર બનાવવાની કોશિશ કરવી જોઈએ.
- તેમની વિકલાંગતા દૂર થાય અથવા વિકલાંગતામાં મદદરૂપ થઈ શકે તેવાં સાધનો કે ઉપકરણો પૂરાં પાડવાં જોઈએ. જેમ કે બધિરો માટેનાં શ્રવણયંત્રો, લૂલાં કે લંગડાં બાળકો માટે ઘોડી, લાકડાના પગ, સાયકલો વગેરે સાધનો પૂરાં પાડવા જોઈએ.
- એવાં કેટલાંક બાળકો હોય છે જેમની શારીરિક વિકલાંગતા તબીબી સહાયથી દૂર થઈ શકે તેમ હોય છે. આવી વિકલાંગતા દૂર કરવા માટે શિક્ષકોએ તબીબી સહાયની ગોઠવણ કરી આપવી જોઈએ.
- આવાં બાળકોના શિક્ષણ માટે વિશિષ્ટ જોગવાઈઓ કરવી જોઈએ.
- અંધ બાળકો માટે બ્રેઈલ લિપિનાં પુસ્તકોની ગોઠવણ કરવી જોઈએ.
- તેમને અનુકૂળ એવી રમતગમત કે અન્ય અભ્યાસ પ્રવૃત્તિઓની ગોઠવણ કરવી જોઈએ.
- આવાં બાળકોને અનુકૂળ એવી રમતગમત કે અન્ય સહઅભ્યાસ પ્રવૃત્તિઓની ગોઠવણ કરવી જોઈએ.
- તેમને તેમનામાં રહેલી વિશિષ્ટ શક્તિઓનો ખ્યાલ આપી તેમની વિશિષ્ટ શક્તિ ખીલે કે વિકસે તે માટે માર્ગદર્શન આપવું જોઈએ.
- જો કોઈ બાળકને સંગીત કે અન્ય કોઈ વિષયમાં રૂચિ હોય તો તે પ્રકારના શિક્ષણની જોગવાઈ કરવી જોઈએ.
- આવાં બાળકો તરફ વ્યક્તિગત રીતે ધ્યાન આપીને યોગ્ય માર્ગદર્શન આપી તેમના શિક્ષણમાં સહાયભૂત થઈ શકાય તેવી યોજના શાળામાં, શિક્ષકો, આચાર્યો અને વાલીઓએ સંયુક્ત રીતે બનાવવી જોઈએ.
- મૂક કે બધિર અથવા મૂક અંધ બાળકોના શિક્ષણ માટે ખાસ તાલીમ પામેલ સહાનુભૂતિ પૂર્ણ વલણો ધરાવતા શિક્ષકોની નિયુક્તિ કરવી જોઈએ.
- અપંગ બાળકો પ્રત્યે પ્રેમભર્યો સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ.
- આવાં બાળકોને વધુમાં વધુ જૂથ પ્રવૃત્તિઓ યોજી તેમાં સામેલ કરવાં જોઈએ.
- તેઓ અન્ય બાળકો સાથે હળીમળીને રહે તેવું મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું કરવું જોઈએ.
- મૂક-બધિર અથવા મૂક-અંધ બાળકોના શિક્ષણ માટે ખાસ તાલિમ પામેલ સહાનુભૂતિપૂર્ણ વલણો ધરાવતા શિક્ષકોની નિયુક્તિ કરવી જોઈએ.
- અસ્થિતંત્રની ખામી કે સ્નાયવિક વિકલાંગ બાળકો માટે વિશિષ્ટ અભ્યાસેત્તર પ્રવૃત્તિની જોગવાઈ કરવી જોઈએ.
- આવાં બાળકો માટે તેમને અનુકૂળ એવા વ્યાવસાયિક અભ્યાસક્રમો શરૂ કરવા જોઈએ. વાલીસંપર્ક દ્વારા અવારનવાર તેમની સભાઓ યોજી આવાં બાળકોને તેમને અનુરૂપ એવા અભ્યાસક્રમોમાં દાખલ કરવા માટેની સલાહ આપવી જોઈએ. સુથારીકામ, લુહારીકામ, સંગીત, ચર્મોદ્યોગ, શિલ્પ-સ્થાપત્ય, ચિત્રકામ, ભરતગૂંથણ જેવા અભ્યાસક્રમો શરૂ કરી બાળકોને તેમને યોગ્ય અનુકૂળ અભ્યાસક્રમમાં દાખલ કરવાનું પ્રોત્સાહન આપવું જોઈએ જેથી તે બાળકો આત્મનિર્ભર બની શકે.
- ખાસ આવશ્યકતા ઊભી થાય તો જ આવાં ખોડ-ખાંપણવાળાં બાળકોને તેમને માટેની વિશિષ્ટ શાળાઓમાં પ્રવેશ અપાવવો જોઈએ.
- શારીરિક ખોડખાંપણ ધરાવતાં બાળકોની વિશિષ્ટ સિદ્ધિઓનું સન્માન કરવું જોઈએ. તેમનામાં રહેલી સર્જનાત્મકતા બહાર આવે તે માટે તેમણે રચેલી વિશિષ્ટ કૃતિઓનું પ્રદર્શન યોજવું જોઈએ.
- કોઈક વિશિષ્ટ ખોડખાંપણ ધરાવતા કોઈ વિશિષ્ટ મહાનુભાવોનાં પ્રવચનો ગોઠવવાં જોઈએ. તેમની સિદ્ધિઓને બિરદાવવી જોઈએ.
- જે બાળકો વાચાહીન હોય તેમને માટે વિશિષ્ટ અભ્યાસક્રમની જોગવાઈ કરવી જોઈએ.
- જે બાળકો તોતડાપણાનો ભોગ બન્યાં હોય તેમને માટે વાણીની વિશિષ્ટ તાલિમની જોગવાઈ કરવી જોઈએ. તેમનામાં આત્મવિશ્વાસ પેદા થાય તે રીતે તેમને તાલીમ આપવી જોઈએ.
- વધારે પડતી ખોડખાંપણ જણાય કે આવશ્યકતા જણાય તો જ તેમના માટેની વિશિષ્ટ શાળાઓમાં પ્રવેશ અપાવવો જોઈએ. .
- આવા બાળકોની તકલીફોને ધ્યાનમાં રાખીને શાળામાં મેજ, ખુરશીઓ, બેઠક, પાટલીઓ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ.
- તેમનાં જેવી શારીરિક ક્ષમતા ધરાવતાં કોઈ વિશિષ્ટ વ્યક્તિ કે મહાપુરુષોનાં વક્તવ્ય ગોઠવવાં જોઈએ અને તેમણે મેળવેલ સિદ્ધિને બિરદાવવી જોઈએ.
- તેમને અનુકૂળ એવી રમત-ગમત અથવા તો સહઅભ્યાસ પ્રવૃત્તિઓની ગોઠવણ કરવી જોઈએ.
- જે બાળકો તોતડાપણાનો ભોગ બનેલ હોય તેમને માટે વાણીની વિશિષ્ટ તાલીમની જોગવાઈ કરવી જોઈએ. કેટલાક વાણીદોષ શલ્ય ચિકિત્સા (Surgical Operation) દ્વારા દૂર કરી શકાય. છે. તેથી શાળાએ માતા-પિતા કે અન્ય દાતાઓ દ્વારા આવાં બાળકોને દાક્તરી સારવાર પૂરી પાડવી જોઈએ.
- જે બાળકોને આંખો દ્વારા જોવામાં તકલીફ પડતી હોય તેવા બાળકો માટે ચશ્માની વ્યવસ્થા કરવી અને વર્ગમાં તેઓને પ્રથમ હરોળમાં બેસાડવા જોઈએ તેમજ તેમના માટે હવા-ઉજાસવાળા વર્ગખંડો રાખવા. તેઓના માટેના અક્ષરોના ટાઈપ મોટા હોવા જોઈએ. શિક્ષકે મોટા અને સ્વચ્છ અક્ષરે કાળાપાટિયા કાર્ય કરવું જોઈએ.
- વિકલાંગ બાળકોને કાર્યરત ભિન્ન-ભિન્ન સંસ્થાઓની મુલાકાતે લઈ જવા જોઈએ.
- શાળામાં વિકલાંગ બાળકો માટે માર્ગદર્શન કેન્દ્રો પણ શરૂ કરવા જોઈએ.