"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

અભિપ્રેરણા//Motivation

અભિપ્રેરણા//Motivation

અભિપ્રેરણા (Motivation)

પ્રસ્તાવના :

    અધ્યયનનો સંબંધ વર્તન-પરિવર્તન સાથે છે અને વર્તનને પ્રેરનાર બળ જ પ્રેરણા છે. એ દષ્ટિએ અધ્યયન અને અભિપ્રેરણાનો ઘનિષ્ઠ સંબંધ છે. શાળા-મહાશાળા કે કૉલેજ કક્ષાએ એક અધ્યાપક માટે અધ્યેતાઓના અધ્યયનને અસરકારક બનાવવા પ્રેરણાની જાણકારી અને સમજ અગત્યની છે. અધ્યાપકનું કામ જ અધ્યેતાઓને પ્રેરણા-પ્રોત્સાહન આપવાનું છે. કોઈ પણ કાર્ય કરવામાં કાર્યરત એવા વૈજ્ઞાનિકોમાં અને પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ મેળવવા માટે સખત પરિશ્રમ કરતા અધ્યેતાઓમાં-એવું કયું તત્ત્વ હશે જે અનેક વિનો સાથે પણ તેમનું કાર્ય ચાલુ રખાવી શકે છે અને ધ્યેયની પ્રાપ્તિ કરાવી શકે છે. આ સર્વ પ્રક્રિયાની પાછળ એવું કહ્યું ચાલકબળ છે? ચાલક એ મૂળ શક્તિઓનો સમૂહ છે કે જે વ્યક્તિને પ્રવૃત્તિશીલ-ક્રિયાશીલ બનાવે છે. આમ પ્રાણીમાત્રને ચાલકતા પૂરી પાડનારું ચાલકબળ છે. કે તત્ત્વ તે “પ્રેરણા” છે. પ્રેરણાને પ્રવર્તન, અભિપ્રેરણા જેવાં વિવિધ નામે ઓળખવામાં આવે છે.


    શાળા-મહાશાળા કે વર્ગખંડમાં આવાં અનેક વર્તન-પરિવર્તનો વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. જીવનવ્યવહારમાં પણ માનવી આવા અનેક પ્રકારનાં વર્તન કરે છે. આ સમગ્ર વર્તનો વ્યક્તિ શા માટે કરે છે? તેની પાછળનું ચાલકબળ પ્રેરણા છે. જે વ્યક્તિ પ્રાણીમાત્રને ચાલકબળ પૂરું પાડે છે. તેથી ‘અભિપ્રેરણા’ મનોવિજ્ઞાનના અભ્યાસનું આવશ્યક અંગ બન્યું છે. અધ્યાપકનું કાર્ય પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવાનું છે. તેણે પ્રેરણાદાયી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે. અભિપ્રેરણા એ શીખવાની ક્રિયાનું થઈ છે. જ્યારે અધ્યયનની પ્રક્રિયામાં બાળક ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી ત્યારે તેની રસ-રૂચિ ઉત્પન્ન કરવાનું કાર્ય અભિપ્રેરણાનું છે.


અભિપ્રેરણાની સંકલ્પના :

     અભિપ્રેરણાને અંગ્રેજીમાં motivation કહે છે. જે લેટિન ભાષાના motum શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે, to move એટલે કે ખસવું. તેના પરથી motor અને motion એ શબ્દો ઊતરી આવ્યા છે. જેનો અર્થ અનુક્રમે હલનચલન અને ગતિ એવા થાય છે. આથી પ્રેરણાનો શાબ્દિક અર્થ થાય છે જેનાથી વ્યક્તિ કે પ્રાણી અમુક વર્તન કરવા ગતિમાન થાય. અભિપ્રેરણાની મનોવૈજ્ઞાનિકોએ નીચેના જેવી કેટલીક વ્યાખ્યાઓ આપી છે.

(1) A motive is the reintegration of a change in an effective situation by a cue
. “ભાવાનુભૂતિવાળી પરિસ્થિતિમાં થતા ફેરફારોમાં ગૌણ ઉદ્દીપક દ્વારા ઉત્પન્ન થતી પૂર્વશિક્ષણની સ્થિતિ એટલે અભિપ્રેરણા.” Mcclelland અભિપ્રેરણા એ પૂર્વે અનુભવેલી કે શીખેલી બદલો કે શિક્ષાની અપેક્ષાઓ છે. વ્યક્તિને પહેલાં જે કારણસર શિક્ષા થઈ હોય, એ કારણ કે સ્થિતિ ફરીથી ઊભી કરવામાં આવે તો તેનામાં ભયનું પ્રેરણ (fear motive) પેદા થાય છે. • Meclelland Atkinson

(2) “Motivation is an energy change within the person characterised by effective arousal and anticipatory goal reactions.”

ભાવાત્મક ઉત્તેજનાઓ અને અપેક્ષિત ધ્યેય પ્રતિચારો દ્વારા આવિર્ણાબ પામેલું વ્યક્તિની ભીતરમાં રહેલું શક્તિ પરિવર્તન તે અભિપ્રેરણા.

(3) If a man spends his time thinking about doing things better, psychologist says he has a concern for achievement. • Mcdonald

જો માનવી કાર્યો વધારે સારી રીતે કરી શકાય તે અંગે વિચારણા પાછળ પોતાનો સમય ગાળે તો મનોવૈજ્ઞાનિકો કહે છે કે તેને સિદ્ધિ ચોક્કસ મળે.' • Meclelland

(4) અભિપ્રેરણા એ વ્યક્તિની એવી માનસિક સ્થિતિ છે, જે તેને કોઈ નિશ્ચિત ધ્યેયની પૂર્તિ માટે અમુક નિશ્ચિત વર્તન તરફ દોરે છે. • વૂડવર્થ

(5) અભિપ્રેરણા એક એવી આંતરિક સ્થિતિ કે મનોદશા છે, જે વ્યક્તિમાં પ્રવૃત્તિ ઉત્પન્ન કરે છે અને લક્ષ્મપૂર્તિ થાય ત્યાં સુધી એ પ્રવૃત્તિને ટકાવી રાખે છે.

A motive is any particular internal factor or condition that initiates and sustains activity.

• Guilford

(6) અભિપ્રેરણા પ્રવૃત્તિને જાગૃત કરવાની, ટકાવી રાખવાની અને નિયમિત બનાવવાની પ્રક્રિયા છે. Motivation is the process of arousing, sustaining and regulating activity. • Good

 (7) “અભિપ્રેરણા કાર્યના આરંભ કરવાની, જાળવી રાખવાની અને નિયમિત કરવાની પ્રક્રિયા છે.” ૦ શેડ

(8) “શારીરિક જરૂરિયાતો, વલણો અને અભિરૂચિઓ આ તમામ અભિપ્રેરણાઓ વ્યક્તિને પ્રવૃત્તિની પસંદગી કરવાની દોરવણી મળે છે.” ગેરેટ

(9) The authors use the word motive to design learned anticipations of reward or punishment. An individual has a fear motive, if and when he is exposed to causes that have previously been followed by a punishment.

(10) પ્રેરકો એ પ્રાણીઓની એવી માનસિક અને શારીરિક સ્થિતિ છે, જે એને કોઈ ચોક્કસ કાર્ય કરવા તરફ પ્રેરે છે. • મેકફૂગલ

(11) અભિપ્રેરણા એક પ્રક્રિયા છે, જેમાં અધ્યયન કરવાની આંતરિક શક્તિઓ અથવા આવશ્યકતાઓ એના વાતાવરણમાં વિવિધ લક્ષ્યો તરફ નિર્દેશ કરે છે. • બ્લેયર, જોન્સ, સિમ્પસન

(12) Motivation is the central factor in the effective management of the process of learning. Some type of motivation must be presented in all learning. “પ્રેરણા એ અધ્યયનની પ્રક્રિયાના સંચાલનનું કેન્દ્રીય પરિબળ છે. દરેક પ્રકારના અધ્યયનમાં કોઈ પ્રકારની પ્રેરણા અનિવાર્ય છે.” • Kelley

(13) A motive is such a physical and mental state of a man that the inspires him to do any task in a particular way.”

પ્રેરક એ મનુષ્યની એવી શારીરિક અને માનસિક સ્થિતિ છે, જે એને કોઈ એક કાર્ય ચોક્કસ રીતે કરવા પ્રેરે છે. • Mc. Dougall

(14) Motivation is considered the arousal of interest in learning and to that extent, it is basic to learning.

પ્રેરણા વ્યક્તિમાં અધ્યયન માટે રસ પેદા કરે છે, એમ ગણવામાં આવે છે. તેથી અધ્યયન માટેનું એ કેન્દ્રીય તત્ત્વ છે. Crow and Crow

(15) અભિપ્રેરણા એટલે સજીવ પ્રયાસ. તે કલ્પનાને ક્રિયાશીલ બનાવે છે, તે માનસિક શક્તિના ગુપ્ત અને અજ્ઞાત સ્ત્રોતને જાગૃત કરીને પ્રયુક્ત કરે છે, વહેતો કરે છે, તે હૃદયને સ્પંદિત કરે છે તે નિશ્ચિત અભિલાષા અને અભિપ્રાયને મુક્ત કરે છે. તે બાળકમાં કાર્ય કરવાની, સફળ થવાની અને વિજય પ્રાપ્ત કરવાની ઇચ્છાને પ્રોત્સાહિત કરે છે. • એવરિન

        આમ, અભિપ્રેરણાનો અર્થ “કોઈ કાર્યને કરવું એવો થાય છે. આ શાબ્દિક અર્થમાં આપણે કોઈ પણ ઉદ્દીપકને અભિપ્રેરણા કહી શકીએ છીએ, કેમ કે ઉદ્દીપકના અભાવમાં કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા યા વર્તનનું કારણ કોઈને કોઈ ઉદ્દીપક હોય છે. આ ઉદ્દીપક આંતરિક યા બાહ્ય હોઈ શકે. મનોવૈજ્ઞાનિક રીતે અભિપ્રેરણાનો અર્થ આંતરિક ઉદ્દીપક સાથે છે, જેના પર આપણું વર્તન આધારિત છે. જે વ્યક્તિને કાર્ય કરવા માટે આંતરિક રીતે પ્રેરિત કરે છે. આ એક અદશ્ય શક્તિ છે, જે દેખી શકાતી નથી. . 

    સામાન્ય અર્થ તરીકે “વ્યક્તિને ધ્યેય તરફ દોરી જતી આંતરિક સ્થિતિ એટલે અભિપ્રેરણા.” અભિપ્રેરણાને કારણે નક્કી કરેલા ધ્યેયને વ્યક્તિ અનેક અવરોધો આવે છતાં ખંતપૂર્વક વળગી રહે છે. આવશ્યકતાની અતૃપ્તિ માનસિક તાણ પેદા કરે છે. આ તાણ વ્યક્તિને પ્રવૃત્તિ તરફ લઈ જાય છે. તેની આ પ્રવૃત્તિઓથી જો જરૂરિયાત સંતોષાય તો માનસિક તાણ ઘટે. તેથી જ તો અભિપ્રેરણાને જરૂરિયાતમાંથી ઉદ્ભવેલું અને જરૂરિયાત પૂર્ણ કરવા કોઈક પ્રવૃત્તિ કરવાની ફરજ પાડતું આંતરિક તત્ત્વ કહેવામાં આવે છે.

    પ્રેરણાની સાથે સંકળાયેલ પ્રેરક શબ્દનો તેની સાથેનો સંબંધ વ્યાકરણની દૃષ્ટિએ સમજીએ તો પ્રેરણા એ ભાવાત્મક સંજ્ઞા છે. જેનો અર્થ પ્રેરનાર એવો થાય. 


અભિપ્રેરણાનું સ્વરૂપ :

ઉપરોક્ત વ્યાખ્યાઓ બાદ તેમાંથી નીચેનાં તારણો કાઢી શકાય. જેનાથી પ્રેરણાની સંકલ્પના અને સ્વરૂપ સ્પષ્ટ થઈ જશે.

 • (1) પ્રેરણા વર્તનનું ચાલકબળ છે.
 • (2) તે વ્યક્તિના વર્તનને પોષે છે.
 • (3) પ્રેરણાના મહત્ત્વના સ્ત્રોત છે : (1) જરૂરિયાત, (2) ઇચ્છા, (3) ઉદ્દીપન, (4) પ્રેરક
 • (4) પ્રેરણાને કોઈ એક નિશ્ચિત લક્ષ્ય હોય છે. લક્ષ્ય પ્રાપ્તિ સુધી વ્યક્તિ સતત પરિશ્રમ કરતો રહે છે 
 • (5) પ્રેરણા વર્તનનો પ્રારંભ કરે છે, તે પ્રવૃત્તિને ટકાવી રાખે છે.
 • (6) બાહ્ય ઉદ્દીપનથી વ્યક્તિ અમુક કાર્ય કરવા પ્રેરાતી નથી. 
 • (7) પ્રેરણા એ વ્યક્તિમાં કે સીમાં રહેલું આંતરિક તત્ત્વ છે. 
 • (8) પ્રેરણાનો સીધેસીધો અનુભવ થઈ શકતો નથી. તે વ્યક્તિના વર્તન પરથી જાણી શકાય છે. 
 • (9) પ્રેરણા આંતરિક અદેશ્ય શક્તિ છે.
 • (10) પ્રેરણાઓ વિવિધ પ્રકારની હોય છે.
 • (11) પ્રેરણા એ વ્યક્તિમાં રહેલાં આંતરિક ભાવ કે લાગણી છે. જે ઉત્તેજિત થતાં વ્યક્તિને વર્તન તરફ દોરે છે.
 • (12) પ્રેરણા વ્યક્તિને ધ્યેયપ્રાપ્તિ તરફ દોરી જાય છે.
 • (13) પ્રેરણા સંતોષાયા બાદ સમાપ્ત થાય છે.
 • (14) કોઈ પણ વર્તન માટે પ્રેરણા જવાબદાર છે.
 • (15) માનવી કે પ્રાણી જાગ્રત કે અજાગ્રત રીતે લક્ષ્ય પ્રાપ્તિ પ્રતિ દોરવાય છે. 


અભિપ્રેરણારક :

 • પ્રેરક
 • સંતોષ
 • જે જરૂરિયાત કે ઇચ્છામાંથી ઉદ્ભવેછે.
 • ધ્યેય –
 • પ્રેરિત વર્તન
 • જરૂરિયાતમાં ઘટાડો અને તાણમુક્તિ

    વ્યક્તિની આવશ્યકતા, માનસિક તાણ, ધ્યેય વગેરે વિગતો અભિપ્રેરિત વર્તનના વિવિધ પાસાં છે. પ્રેરણા સજીવની એવી જરૂરિયાતને સમાવે છે કે જે જરૂરિયાત પ્રાણીને આંતરિક રીતે ગતિમાન કરે છે, કાર્ય કરવા માટે પ્રેરે છે અને પ્રાણીની પ્રવૃત્તિઓને ધ્યેય પ્રાપ્તિની દિશામાં કેન્દ્રિત કરે છે. એવા ધ્યેયની પ્રાપ્તિ કે જેના પરિણામો પ્રાણીની જરૂરિયાત સંતોષી શકાય. આમ, પ્રેરણા એ જુદાં જુદાં સોપાનો દ્વારા પૂર્ણ થતું વર્તુળ રચે છે. 

    સૌ પ્રથમ આવશ્યકતા કે ઇચ્છા ઉદ્દભવે છે, જેને કારણે પ્રેરકો જન્મે છે. આ અપૂર્તિની સ્થિતિમાં પ્રાણી તાણની પરિસ્થિતિમાં મૂકાય છે, જે પ્રાણીને પ્રવૃત્તિ કરવા પ્રેરણા પૂરી પાડે છે. આમ, પ્રાણીનું વર્તન ઉદ્દેશકેન્દ્રી બને છે. પ્રેરણાચક્રમાં પ્રાણી અંતિમ સમયે ઇચ્છિત ધ્યેય સુધી પહોંચે છે અને તેની આવશ્યકતા સંતોષાઈ જતાં તે તૃપ્તિ અનુભવે છે. જયારે પ્રાણી અપેક્ષિત ધ્યેય સુધી પહોંચે છે ત્યારે તેને ઉત્તેજન મળે છે. પરિણામે, આ ક્રિયાનું પુનરાવર્તન થાય છે. આ પ્રમાણે ઉત્તેજના પૂરી પાડનાર ઉત્તેજકો પ્રેરણાને દઢ કરે છે. 


 અભિપ્રેરણાનાં પ્રકારો :

પ્રેરણાને બે પ્રકારમાં વહેંચી શકાય.

 • (1) કુદરતી પ્રેરણ કે સહજવૃત્તિજન્ય પ્રેરણા
 • (2) કૃત્રિમ પ્રેરણા કે બાહ્ય પ્રેરણા.

ઘણા મનોવૈજ્ઞાનિકો પ્રેરણાના નીચે પ્રમાણે પણ બે પકરિો દર્શાવે છે.


(1) કુદરતી પ્રેરણા અથવા સહજવૃત્તિજન્ય પ્રેરણા અથવા આંતરિક પ્રેરણાઃ

    સજીવની કુદરતી સહજવૃત્તિઓ, સંવેગો અને આવેશો સાથે જોડાયેલ છે. વ્યક્તિ કે જે આંતરિક રીતે પ્રેરાય છે તે ક્રિયા કરે છે. કારણ કે પ્રવૃત્તિમાં રસ હોય છે. વ્યક્તિ જે તે, રસના વિષયની બાબતમાં જોડાઈને આનંદ પ્રાપ્ત કરે છે. જ્યારે વિદ્યાર્થી સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ઉકેલવાના પ્રયત્નોમાંથી આનંદ મેળવે છે. કારણ કે વ્યક્તિ આંતરિક રીતે પ્રેરાયેલો હોય છે. આ પ્રસંગે આનંદનો સ્ત્રોત સમસ્યા ઉકેલવાની ક્રિયામાં છે. અધ્યયન પ્રક્રિયામાં કુદરતી પ્રેરણાનું મૂલ્ય ખૂબ જ ઊંચું છે. કારણ આ પ્રેરણા લાંબા સમય માટે સ્વયંસ્ફરિત ધ્યાન અને રસ ઊભાં કરે છે. આ પ્રેરણામાં વ્યક્તિને ક્રિયા કરવા માટે બાહ્ય પ્રલોભનોની જરૂર જણાતી નથી.


(2) બાહ્ય પ્રેરણા કે કૃત્રિમ પ્રેરણા :

    અહીં વ્યક્તિ પોતાને માટે કશું જ શીખતી નથી પરંતુ અપેક્ષિત ધ્યેય પામવા કે કોઈક બાહ્ય બદલે મેળવવા માટે તે શીખે છે. આ પ્રેરણામાં આનંદ વ્યક્તિને પ્રયત્ન કરવાથી મળતો નથી. દા. ત. કંઈક સારું ફળ મેળવવાની આશાથી પરિશ્રમ કરવું, વર્ગમાં પ્રશંસા પ્રાપ્ત કરવાની ઝંખનાથી અધ્યયન કરવું વગેરે. બદલો, શિક્ષા, પ્રશંસા વગેરેને બાહ્ય પ્રેરકો કહે છે. કૃત્રિમ પ્રેરકોની સરખામણીમાં આંતરિક પ્રેરકો વધુ સારું કાર્યનું પરિણામ આપી શકે છે. તેથી અધ્યયન પ્રક્રિયામાં જ્યાં શક્ય હોય ત્યાં આંતરિક પ્રેરકોનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જ્યારે જરૂર ન જણાય ત્યારે શિક્ષકે બાહ્ય પ્રેરકોનો ઉપયોગ કરવો જોઈએ. શિક્ષક દ્વારા અધ્યયન પરિસ્થિતિ અને પ્રયત્નો ધ્યાનમાં રાખીને યોગ્ય પ્રેરકોની / પસંદગી થવી જોઈએ. જેથી વિદ્યાર્થી પ્રક્રિયામાં ઊંડો રસ લઈ શકે. 

    અભિપ્રેરણાની સંકલ્પના વ્યાપક હોવાથી મોટા ભાગના મનોવૈજ્ઞાનિકો પ્રેરણાના નીચે મુજબના બે પ્રકારો પણ ગણાવે છે.

 • (1) વિધાયક યા હકારાત્મક પ્રેરણા 
 • (2) નિષેધાત્મક યા નકારાત્મક પ્રેરણા 


(1) હકારાત્મક પ્રેરણા (વિધાયક પ્રેરણા) :

    આ પ્રેરણામાં બાળક કોઈ પણ કાર્ય પોતાની ઇચ્છાથી કરે છે. આ કાર્ય કરવાથી તેને સુખ અને સંતોષ પ્રાપ્ત થાય. શિક્ષક વિભિન્ન પ્રકારના કાર્યક્રમનું આયોજન કરી હકારાત્મક પ્રેરણા પ્રદાન કરી શકે છે. બાળકની જરૂરિયાત, વિશિષ્ટ અભિરૂચિ, શોખ કે પોતાનું વલણ, સ્વયંસ્ફરસ તેનાં ઉદ્ભવસ્થાન છે.

    જેનાથી વ્યક્તિ સમાજમાં અનુકૂલન સાધી શકે કે તેનો તંદુરસ્ત વિકાસ કરી શકે. વ્યક્તિના વર્તનને વ્યક્તિગત અને સામાજિક રીતે ઉપયોગી બનાવતી અભિપ્રેરણા છે. ન્યાયી પ્રશંસા 5 તંદુરસ્ત સ્પર્ધા વિદ્યાર્થીના વિકાસને યોગ્ય દિશામાં દોરી જાય છે. :


(2) નકારાત્મક પ્રેરણા

    આ પ્રેરણામાં બાળક કોઈ પણ કાર્ય પોતાની ઇચ્છાથી કરવાને બદલે કોઈની ઇચ્છાથી અથવા બાહ્ય પ્રભાવથી કરે છે. તેને બાહ્ય પ્રેરણા કહે છે. વખાણ, ઠપકો, ઇનામ, શિક્ષા, પરિણામ કે પ્રગતિની જાણ, મહત્ત્વાકાંક્ષા તેનાં ઉદ્ભવસ્થાન છે. શિક્ષા, પ્રશંસા, નિંદા, પુરસ્કાર હરિફાઈ દ્વારા બાળકોમાં નકારાત્મક પ્રેરણા ઊભી થઈ શકે.

    નકારાત્મક કે બાહ્ય પ્રેરણા બાળકના કાર્યમાં અરૂચિ ઊભી કરે છે. પરિણામે તે કાર્ય તે પૂર્ણ કરવા ગમે તેવા અનુચિત માર્ગ પણ પસંદ કરે છે. પરંતુ આંતરિક પ્રેરણા પ્રદાન કરતાં સફળતા ન મળે તો બાહ્ય પ્રેરણાનો પ્રયોગ જ વિકલ્પ તરીકે સ્વીકારવો પડે છે. 


અભિપ્રેરણાને અસર કરતાં તત્ત્વો :

અભિપ્રેરણાને બે પ્રકારના તત્ત્વો અસર કરે છે. (1) આંતરિક (2) બાહ્ય 


(1) આંતરિક તત્ત્વો :

    જે તત્ત્વો વ્યક્તિની આંતરિક બાબતો સાથે સંકળાયેલા છે. જે સ્વયંસ્કૂરણાથી માનવ પ્રારંભ બને છે. જેમાં રસ, કદર, અહમને પડકાર, અનુકરણ, શોધ, નાવીન્ય, જરૂરિયાતો, અનુભવો જેવા આંતરિક તત્ત્વો મહત્ત્વના છે.


(2) બાહ્ય તત્ત્વો :

    વખાણ, ઠપકો, ઇનામ, શિક્ષા, સ્પર્ધા, આરોપ, સજા, શાબ્દિક પ્રોત્સાહન, ઉન્નતિનો ખ્યાલ, દશ્ય શ્રાવ્ય સાધનો, રસપ્રદ શિક્ષણ પદ્ધતિ, જિજ્ઞાસા જેવાં બાહ્ય તત્ત્વો પ્રેરણાના સ્ત્રોત કે આ બાહ્ય તત્ત્વો વ્યક્તિ પર લદાય છે. શિક્ષણને ધ્યેયલક્ષી બનાવવા, બાળકને પ્રગતિનું જ્ઞાન કરાવવા માટે તે જરૂરી છે.


અભિપ્રેરણાનાં સિદ્ધાંતો : 

(1) સાંસ્કૃતિક સિદ્ધાંતો  :

    પ્રત્યેક બાળક તેના સમાજમાંથી પ્રેરણા મેળવે છે. શિક્ષિત કે અભણ, ગરીબ કે તવંગર, નોકર કે માલિક, સ્ત્રી કે પુરૂષ જે સમાજમાં રહે છે. જે સમૂહમાં રહે છે તેમાંથી પ્રેરણા મેળવે છે. બાળકોમાં જે વ્યક્તિગત તફાવતો જોવા મળે છે, તેનું કારણ જુદા જુદા કુટુંબોની રહેણીકરણી, વિચારધારાઓ, આદર્શો અને માન્યતાઓમાંનો તફાવત છે.


(2) વ્યવહાર અને શીખવવાનો સિદ્ધાંત :

    અમેરિકન વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત મૂક્યો છે. દરેક વ્યક્તિના વ્યવહારનો આધાર તેની જરૂરિયાતો ઉપર અવલંબે છે. શીખવાનો આધાર વ્યક્તિના વ્યવહાર દ્વારા સંતોષાતી જરૂરિયાતો છે. કેટલાક મનોવૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે વ્યક્તિને સંતોષ ન થાય તો પણ તે શીખે છે. 


(3) મેકડૂગલનો સહજવૃત્તિનો સિદ્ધાંત :

    આધુનિક મનોવૈજ્ઞાનિકોએ મેકગલનો સિદ્ધાંત ફગાવી દીધો છે. મોટા ભાગના હવે સમતુલાવાદને સ્વીકાર્ય ગણે છે. તેણે 18 સહજવૃત્તિઓ બતાવી છે. મેકડૂગલના મતે “સહજવૃત્તિ એ પ્રાણીના જન્મદત્ત  સંસ્કાર છે કે જે તેને અમુક વર્ગની વસ્તુ કે વ્યક્તિને જોવા કે તેના તરફ ધ્યાન આપવા પ્રેરે છે, તેની ઉપસ્થિતિમાં અમુક પ્રકારનો ઉશ્કેરાટ અનુભવે છે અને તેના પરત્વે અમુક ક્રિયા કરે છે કે તે ક્રિયાનો આવેગ અનુભવે છે કે જેને પરિણામે તેના તરફ તે અમુક પ્રકારનું વર્તન દાખવે છે. મેકડૂગલની આ વિચારસરણી સામે ઘણાએ વિરોધ કર્યો છે. તેણે 14 સહજવૃત્તિઓને ઉત્તેજના, સંવેગ અને ક્રિયામાં વિભાજીત કરીને ઓળખાવી છે. (1) ક્ષુધા વૃત્તિ (seeking) (2) તિરસ્કાર (3) ભયવૃત્તિ (4) લિંગવૃત્તિ (5) કુતૂહલ વૃત્તિ (6) વાત્સલ્ય વૃત્તિ (7) આત્મપ્રસ્થાપન (8) સંઘ વૃત્તિ (9) યાચના વૃત્તિ (10) રચના વૃત્તિ (II) આધિન વૃત્તિ (12) ક્રોધ વૃત્તિ (13) સ્થળાંતર વૃત્તિ (14) નિંદ્રાવૃત્તિ (15) હાસ્ય વૃત્તિ (16) સંગ્રહ વૃત્તિ (17) સગવડ વૃત્તિ (18) પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ.


(4) ફોઈડની વિચારસરણી :

    અજાગ્રત મન અને અતૃપ્ત (સામાજિક રીતે અસ્વી કાર્ય) ઇચ્છાઓની આજુબાજુ જ ફ્રોઈડની વિચારસરણી રચાયેલ હોય છે. માનવવર્તનના કેન્દ્રમાં આ પ્રકારની ઇચ્છાઓ જ રહેલી છે. અજાગ્રત મનની અસર જાગ્રત વર્તન પર થાય છે. ફ્રોઈડ ઈડ, અહમ્ અને અધિઅહમ્ ને વર્તન પર અસર કરતાં પરિબળો જણાવે છે. ઇડ હંમેશાં સુખ અને સંતોષનો માર્ગ શોધે છે. ઇડ ઉપર અંકુશ રાખવાનું કાર્ય અહમ્ કરે છે તથા અધિઅહમ્ મૂલ્યની જાળવણીના સંદર્ભમાં વર્તનને પ્રેરે છે. ફ્રોઈડને મતે અધ્યતાને સમજવા માટે તેના અજાગ્રત મનને સમજવું પડે.


મેસ્લોનો માનવપ્રેરણાનો સિદ્ધાંત :

    અબ્રાહ્મ એમ. મેસ્લો આ સિદ્ધાંતનો પ્રણેતા છે. તેઓ માનવ જરૂરિયાતો અને તેમનો પ્રબળતા ક્રમ દર્શાવે છે. તેણે આમાં ઘણી બધી વિચારસરણીને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. તે માને છે પ્રેરણાનું સંદર્ભસ્થાન માનવ જરૂરિયાત છે. તેવું પ્રતિપાદિત કર્યું છે. તે પ્રેરણાનાં જરૂરિયાતી ક્રમ પર ભાર મૂકે છે અને ઘણી બધી જરૂરિયાતના ક્રમમાં મૂક્યું છે. પ્રબળતા ક્રમ અનુસાર તેણે પોતાના પાંચ સિદ્ધાંતો જરૂરિયાતના ક્રમમાં મૂક્યા છે. 

 • (1) શારીરિક જરૂરિયાત
 • (2) સલામતીની જરૂરિયાતો – મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો
 • (3) પ્રેમની જરૂરિયાત
 • (4) પ્રતિષ્ઠાની જરૂરિયાત
 • (5) આત્મસાર્થકતાની જરૂરિયાત


(1) શારીરિક જરૂરિયાત :

    તે પ્રેરણાના સિદ્ધાંતોનું આરંભબિંદુ છે. તે શારીરિક સમતુલાની સંકલ્પનાનો ઉપયોગ કરે છે. શારીરિક સમતુલા એટલે લોહીની સામાન્ય સ્થિતિને જાળવી રાખવા માટેના શરીરના સ્વયં સંચાલિત પ્રયત્નો.

    જાળવવા માટેની જરૂરિયાતોમાં (I) ખૂભ અને તરસ, (2) આરામ અને ઊંધ. જે માણસ અતિશય ભૂખ્યો હોય તેને ખોરાક સિવાય કોઈ બાબતમાં સમજ પડતી નથી. તેવી જ રીતે આરામ અને ઉંઘ ઓછી મળે તો પણ કંઈ સમજ પડતી નથી. આ ઉપરાંત જાતીયતા અગત્યનું છે. તેમાં જાતીય ગ્રંથિ નિયંત્રિત કરવી પડે. જો ન થાય તો તેનાથી વ્યક્તિ માનસિક તાણ અનુભવે અને વિસંવાદિત બને. તેને યોગ્ય સમજ આપવી પડે.


(2) સલામતીની જરૂરિયાત :

     શારીરિક જરૂરિયાત સંતોષાતાં તેમાંથી જ સલામતીની જરૂરિયાત ઉદ્દભવે છે. આવે વખતે પ્રાણીનું વર્તન સલામતી જ શોધે છે. ક્યારેક તો સલામતી ગાંડપણની કક્ષાએ પહોંચે છે. ઓચિંતા પડી જવાથી, વધુ પડતા પ્રકાશથી અંજાઈ જવાથી, મોટા ધડાકાથી ગભરાઈ જવાથી, બાળક ભય પામે છે.

    બાળકો જ નહિ પણ મોટેરાંઓ પણ સલામતી ઝંખે છે. મનુષ્યને જંગલી પશુઓથી, અતિશય ગરમી કે ઠંડીથી, શેતાનોથી બચવાનું ગમે છે. તે આર્થિક સલામતી ઝંખે છે. તે પરિચિત વસ્તુ તરફ ઢળે છે, ધર્મ તરફ વળે છે. વિજ્ઞાન અને ફિલસૂફી તરફ પણ આકર્ષાય. કેમ કે એમાં તેને વ્યવસ્થિતતા અને લય દેખાય. રોગ, હુલ્લડ, યુદ્ધ, ધરતીકંપ વખતે સલામતી જ સૂત્ર બને છે.


(3) પ્રેમની જરૂરિયાત :

    શારીરિક અને સલામતીની જરૂરિયાતો એકંદરે સંતોષાઈ જાય ત્યારે પ્રેમની જરૂરિયાત ઊભી થાય છે. આ જરૂરિયાત ઊભી થતાં વ્યક્તિને પહેલાં કરતાં માતા-પિતા, મિત્રો વગેરેની ખોટ સાલે છે. તે પ્રેમભર્યા સંબંધો ઇચ્છે છે. પોતાનાં વર્તુળમાં અમુક સ્થાન મેળવવા ઇચ્છે છે.

    મોટા શહેરોમાં માણસ પડોશીને ઓળખતો નથી. સમાજમાં માનવસંબંધો ક્ષીણ થતાં અપાનુકૂલનના પ્રશ્નો વધે છે. પ્રેમ આપવાનું અને લેવાનું એ બંને બાબતો પ્રેમમાં સમાય છે. તેથી જ કહેવાયું છે કે The child who steal, steals love. જે બાળક ચોરી કરતાં શીખે છે, તે સ્નેહની ચોરી કરે છે. અર્થાત્ સ્નેહના અભાવમાં બાળક હિજરાય છે. તે સતત માતા-પિતા, પરિવારજનો, મિત્રો, સમવયસ્કોની સોબત અને મિત્રતા ઝંખે છે. શિક્ષણ વ્યવસ્થામાં પણ અધ્યેતાને સ્નેહપૂર્ણ નજરે જોનાર, પુત્રવત્ વ્યવહાર કરનાર અધ્યાપકોની કમી વરતાઈ રહી છે. પ્રેમ એ જીવનની સંજીવની છે.


(4) પ્રતિષ્ઠાની જરૂરિયાત :

    ઉપરની ત્રણ જરૂરિયાતો સંતોષાય ત્યારે પ્રતિષ્ઠાની જરૂરિયાત ઉદ્ભવે. વ્યક્તિ સન્માન ઝંખે. પોતાની કદર થાય એમ ઇચ્છ. મેસ્કોએ તેના બે વિભાગ પાડ્યા છે.

 • વ્યક્તિ પોતાનું મૂલ્યાંકન સ્થિર ઊંચું હોય એમ ઇચ્છે.
 • અન્ય વ્યક્તિઓ પોતાને માનપૂર્વક જુએ કે પ્રતિષ્ઠા આપે એવી કામના રાખે. (મોભો અથવા દરજજો)

    આ જરૂરિયાત સંતોષાતાં તેને આત્મવિશ્વાસ, શક્તિ અને સામર્થ્ય જન્મ, ન સંતોષાય તો વ્યક્તિ લાચારી, લઘુતા, નબળાઈ અનુભવે. પરિણામે તેના મંજ્જાકાર્યમાં વિકૃતિ ઉદ્ભવે છે. 


(5) આત્મસાર્થકતાની જરૂરિયાત :

    ઉપરની બધી જરૂરિયાતો સંતોષાય તોયે માણસને ઘણીવાર અસંતોષ રહે છે. આ જરૂરિયાત ન સંતોષાય તો માણસ હતાશ થાય છે. જેને જેમાં રસ છે તેવું જ કાર્ય કરવું જોઈએ. જેમ કે, કવિએ કવિતા રચવી, ચિત્રકારે ચિત્ર દોરવા. જો તે કામ સિવાયનું કામ મળે તો લઘુતાગ્રંથિ અનુભવે છે. 

    આવી જરૂરિયાતોનું સ્વરૂપ વ્યક્તિ-વ્યક્તિએ બદલાય છે. પોતે જેને માટે બધી રીતે યોગ્ય છે એવું કશુંક ન કરે તો તેને અસુખ રહે છે.


મેસ્કોનાં વિચારોનો શૈક્ષણિક ફલિતાર્થ : 

શારીરિક જરૂરિયાત સંતોષવી :

    જો જરૂરિયાત યોગ્ય રીતે સંતોષાય તો માનવી યોગ્ય દિશામાં જઈ શકે. ઘણી શાળામાં પીવાના પાણીની સગવડ હોતી નથી. ઘણા બાળકો ભીંત ચાટે છે, માટી ખાય છે, સ્લેટમાં લખવાની પેન ખાય છે, ખાંડ ફાંકે છે. તેમાં પ્રોટીનનો અભાવ હોય છે.

    બાળકની શારીરિક જરૂરિયાત શક્ય એટલે અંશે સંતોષવાનું કામ મા-બાપનું છે. 

    જાતીય વૃત્તિ સંતોષાય તેવી રીતે જાતીય શિક્ષણની હિમાયત થાય છે. તેનો વૈજ્ઞાનિક ખ્યાલે સમજણ અપાય તો ઘણા અનિષ્ટો દૂર થાય. બાળકને ઉંઘ સપ્રમાણ આવવી જોઈએ. 


સલામતી બક્ષવી :

    બિન સલામતીની ભાવના બાળકમાં પેદા થાય તેવી સ્થિતિ ટાળવાનો પ્રયાસ કરવો. શાળાનું ધાકધમકીવાળું વાતાવરણ બાળકને સલામતી બક્ષતું નથી. તેમને વિચિત્ર ધમકીઓ ન આપવી જોઈએ.

    શિક્ષકનું બાળકો પ્રત્યેનું વલણ અને શાળાનું વાતાવરણ પણ સલામતીની આવશ્યકતા પોષવામાં મદદરૂપ બને છે. આચાર્યો અને શિક્ષકો ધાકધમકીથી સૂચના આપતાં હોય છે. શિક્ષકનું કામ અભય કેળવવાનું છે.


 પ્રેમભર્યું વાતાવરણ :

    ઘરનું અને શાળાનું પર્યાવરણ હૂંફાળું હોય તે જરૂરી છે. મોટી શાળાઓમાં શિક્ષકો-વિદ્યાર્થીઓ વચ્ચે | વ્યક્તિગત સંપર્કનો અભાવ જોવા મળે છે. શિક્ષક નામને બદલે નંબરથી બોલાવે છે તે યોગ્ય નથી. બાળકને નામથી બોલાવવાથી આત્મીયતા વધે છે. માનવીય સંબંધો જેમ મીઠા તેમ પ્રેમની જરૂરિયાત સંતોષવાની જરૂરિયાત વધુ. આચાર્ય-શિક્ષકો, શિક્ષકો-શિક્ષકો, શિક્ષકો-વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ, આચાર્ય-વાલીઓ વચ્ચેના સંબંધો જેટલા સૂમેળભર્યા, નેહભર્યા, આત્મીયભર્યા હોય તેટલું શાળાનું વાતાવરણ પ્રેમભર્યું બને. 


પ્રતિષ્ઠા બક્ષવી :

    ઘરમાં કે શાળામાં બાળકનું સ્વમાન જળવાવું જોઈએ. વ્યક્તિ પોતાના ઘરમાં પોતાનો સ્વીકાર ઝંખે છે. બીજા સભ્યો સાથે સ્નેહ સંબંધ ઝંખે છે. બાળકમાં આત્મવિશ્વાસ જન્મ, એમાં મદદ કરવાની એકેય તક શિક્ષકે . કોઈ ખોટું કામ કરે તો તેને મીઠી ટકોર કરીને ઉત્તેજન આપવું જોઈએ. યોગ્ય સમયે પ્રશંસા કરવાથી તેનો ઉત્સાહ બમણો થાય છે. અનેક પ્રસંગો ઊભા કરીને બાળકને શક્તિઓ વ્યક્ત કરવાની તક પૂરી પાડવી. પ્રતિષ્ઠાની જરૂરિયાત ન સંતોષાઈ હોય તેવા બાળકોમાં લઘુતાગ્રંથિ ન જન્મે એ માટે ખાસ પ્રયત્નો કરવા. 


આત્મસાર્થકતાની જરૂર :

    બાળકમાં કઈ ક્ષમતા રહી છે, એ જાણવું જરૂરી છે. વ્યક્તિગત, શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન સેવાઓ શાળામાં અસરકારક બનાવવી. બાળક પોતાની જાતને ઓળખે તે માટે એમની રૂચિ, વલણ અને શક્તિઓની પિછાન આવશ્યક છે. એમનું વતાવરણ ઘર અને શાળા પૂરું પાડી શકે. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો ઉભા કરી તેમને બિરદાવવાં જોઈએ. 


સર્વાગી વિકાસ :

    આને માટે શાળાઓમાં અનુકૂળ પરિસ્થિતિ સર્જવી જોઈએ. બાળકની મૂળભૂત આવશ્યકતાઓ સંતોષાય તો જ તેનો સર્વાગી વિકાસ થાય.


સહાધ્યાયીઓ સાથે સુમેળભર્યું વાતાવરણ :

    બાળક માટે મોટેરાનું પ્રોત્સાહન જેટલું આવશ્યક છે તેટલું જ ઉપયોગી છે. સહાધ્યાયીઓનું સંમતિદર્શક વલણ સહાધ્યાયીઓમાં પરસ્પર સુમેળભર્યું વાતાવરણ સર્જાય તે માટે શાળાએ – શિક્ષકે પ્રયાસો કરવા. આથી મેસ્લોએ પ્રતિપાદિત કરેલી જરૂરિયાતો સંતોષાય તેવા પ્રયત્નો શાળાઓ, અધ્યાપકો અને શિક્ષણકારોએ કરવા જોઈએ, જેથી અધ્યેતાનો સર્વાગી વિકાસ સાધી શકાય. 

અભિપ્રેરણા


15.0 પ્રસ્તાવના 15. અભિપ્રેરણાની સંકલ્પના 15.2 અભિપ્રેરણાનું સ્વરૂપ 1.3 અભિપ્રેરણાચક 1.4 અભિપ્રેરણાના પ્રકારો 15.5 અભિપ્રેરણાને અસર કરતાં તત્ત્વો 15.6 અભિપ્રેરણાના સિદ્ધાંતો 15.7 મેસ્લોનો માનવપ્રેરણાનો સિદ્ધાંત 15.8 મેસ્તોનાં વિચારોનો શૈક્ષણિક ફલિતાર્થ 15.9 સિઢિપ્રેરણા 13.10 સિદ્ધિપ્રેરણના શૈક્ષણિક ફલિતાર્થો 15.11 અધ્યેતાઓને અભિપ્રેરિત કરવાના ઉપાયો અને રીતો 15.12 સમાપન


About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.