અધ્યયન (Learning) એ માણસનો સ્વભાવ છે. અધ્યયનનું મનોવિજ્ઞાનમાં ઘણું મહત્ત્વનું સ્થાન છે. પ્રાણીઓ કે મનુષ્યનું મોટા ભાગનું વર્તન શીખેલું, અર્જિત કે સંપાદિત છે. આપણા જીવનની વ્યવહાર ક્રિયાઓ જેવી ખાવું, પીવું, બેસતા શીખવું, ચાલતા શીખવું, હસવું આ બધી ક્રિયાઓ બાળક શીખે છે. આ ક્રિયાઓ કેટલીકવાર જાગ્રતપણે કે અજાગ્રતપણે ચાલ્યા કરે છે. પરંતુ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે કે આ બધી જ ક્રિયાઓ વ્યક્તિ કઈ રીતે કરતી થાય છે? અધ્યયન એ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. તે હેતુપૂર્વક કે બુદ્ધિથી શીખતો હોય છે. મનુષ્ય જન્મથી મૃત્યુપર્યત કંઈ ને કંઈક શીખતો હોય છે. આમ, અધ્યયન એ આજીવન ચાલતી પ્રક્રિયા છે.
કોઈ પણ અનુભવ કે વાતાવરણ સાથેના સંપર્કથી તે અમુક ક્રિયા વારંવાર કરવાથી વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવે છે. તેને શીખવું કહે છે. અંગ્રેજીમાં અધ્યયન માટે Learning શબ્દ વપરાય છે.
કુદરતી રીતે જે પરિવર્તન થાય છે તેને આપણે અધ્યયન કહેતા નથી. દા. ત. બાળક જન્મતાની સાથે જ રડે છે, સુગરીનો માળો બનાવવું, વ્યક્તિના શારીરિક કે માનસિક વિકાસથી વજન વધવું, ઊંચાઈ વધવી, બાળક ભૂખ લાગે ત્યારે રડે વગેરે સહજવૃત્તિજન્ય અને જન્મદત્ત વર્તન છે. પરંતુ બાળક ચમચી વડે ખાતાં શીખે, સુથાર ફર્નિચર બનાવે, કડિયો ઘર બાંધે વગેરે વર્તન જન્મદત્ત નથી પરંતુ પર્યાવરણ સાથે અનુકૂળ થવા માટે વ્યક્તિ વડે શીખવામાં આવેલા વર્તનનો ફેરફાર છે. જેને અધ્યયન કહે છે.
છેલ્લા લાંબા સમયથી અધ્યયન અને તેની સંકલ્પનાને અર્થપૂર્ણ અને મનોવૈજ્ઞાનિક ઢબે સમજવાના પ્રયાસો થયા છે. પરિણામે કેટલીક નૂતન વિચારધારાઓ અસ્તિત્વમાં આવી છે. ખાસ કરીને જીન પિયાજે, પાવલોવ, થૉર્નડાઈક, સ્કિનર, ટોલમેન, વોટ્સન જેવા મનોવૈજ્ઞાનિકોએ પોતાનાં સંશોધનો અને પ્રયોગો કરીને અધ્યયનની પ્રક્રિયાને સમજવામાં અને સમજાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે.
અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવનારી પ્રક્રિયા એ અધ્યયન છે.
“Leaming is the modification of behaviour through experience.”• Gates and others
“Learning is the acquisition of habits, knowledge and attitudes. It involves new ways of doing things and it operates in an individual attempts to overcome obstacles or to adjust to new situation. It represents progressive change in behaviour.... It enables him to satisfy interests to attain goals."
Crow and Crow
“Any activity can be called earning so far as it develops the individual (in any respect good or bad) and makes him alter behaviour and experiences different from what they would otherwise have been.”
• Wood Worth
અધ્યયન એક એવી પ્રક્રિયા છે જે વ્યક્તિનો (સારી કે ખરાબ રીતે) વિકાસ કરે છે અને તેની વર્તન અને અનુભવોમાં એવું પરિવર્તન લાવે છે કે જે પહેલાં કરતાં કંઈક જુદું જ હોય.
“અનુભવને પરિણામે વર્તનમાં જે ફેરફારો થાય છે તે દ્વારા અધ્યયનને દેખાડી શકાય છે.”
• બી. જે. કોનબેક
“શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિ પોતાના વિવિધ પ્રતિવ્યાપારોનું સંગઠન અને સંકલન કરી, નવીન ભાતો નીપજાવે છે.”
• ગેરેટ
“અધ્યયન એવો અનુભવ કે વ્યક્તિની ક્રિયાઓ પર અસર કરીને તેના વર્તનમાં ફેરફાર લાવે.” 0
• કેલેરોન
“શીખવું એટલે આસપાસની સૃષ્ટિમાં બનતી ઘટનાઓ તેમજ આપણા વર્તનના પરિણામોમાં ઓછે વત્તે અંશે કાયમી રીતે સ્વયં પરિવર્તન લાવવાની ક્રિયા.”
• મન
“મારે મન અધ્યયન એટલે મહાવરાની વધુ સ્થાયી અસરો અને તેનાથી વર્તનમાં થતા ફેરફારો.”
• ઈ. આર. ગ્રથી
ટૂંકમાં અધ્યયન એટલે...
માનવ ⇿ મૂલ્યો ⇿ સંસ્કાર વારસો ⇿ જ્ઞાન ⇿ રીતરિવાજો ⇿ સમાજ ⇿ સંસ્કૃતિ ⇿ પ્રકૃતિ ⇿ નીતિ નિયમો .
ઉપર્યુક્ત આકૃતિમાં જોતાં નીચેનું તારણ કાઢી શકાય.
આમ, આવી અગત્યની જવાબદારી અદા કરવા માટે દરેક પેઢીની દરેક વ્યક્તિએ અધ્યયન કરવું પડે છે, તો જ અષ્ટવલયો વચ્ચે પોતે જીવી શકે છે.
અધ્યયનને અસર કરતાં પરિબળોનું વર્ગીકરણ વિવિધ મનોવિજ્ઞાનીઓએ પોતાની આગવી રીતે કર્યું છે. જે નીચે મુજબ છે.
(1) અધ્યેતા સંબંધી પરિબળો
(2) અધ્યાપક સંબંધી પરિબળો
(3) વિષયવસ્તુ સંબંધી પરિબળો
(4) શાળા સંબંધી પરિબળો
(5) ઘર સંબંધી પરિબળો
(6) અધ્યયન પ્રક્રિયા સંબંધી પરિબળો
શીખવાની પ્રક્રિયામાં બાળકની પરિપક્વતા મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકની જેમ જેમ ઉંમર વધે છે તેમ તે પરિપક્વતા પ્રાપ્ત કરે છે. બાળકો શીખવેલું કેટલું ગ્રહણ કરી શકે તેનો આધાર ખાસ કરીને માનસિક પરિપક્વતા પર રહેલો છે.
બાલ્યાવસ્થામાં કે યુવાવસ્થામાં અધ્યયનની ક્ષમતા વધારે હોય છે. વૃદ્ધાવસ્થામાં શીખતાં વાર લાગે છે. કેટલાક કૌશલ્યો તેમજ વિષયો નાની ઉંમરમાં પ્રાપ્ત થાય છે, જ્યારે જટિલ સમસ્યાઓ પુખ્ત ઉંમરની વ્યક્તિઓ સારી રીતે ઉકેલી શકે છે.
(3) સ્મૃતિ :
અધ્યેતાની સ્મૃતિ જેટલી કાર્યક્ષમ હોય તેટલા પ્રમાણમાં અધ્યયન સારી રીતે થાય છે. જો કોઈની સ્મૃતિ નબળી હોય તો અધ્યયન પર તેની વિપરીત અસર થાય છે.
અધ્યયનની અસરકારકતાનો આધાર અધ્યેતાની તંદુરસ્તી પર પણ રહેલો છે. અધ્યેતાનું સ્વાથ્ય નબળું હોય કે શારીરિક ખામીઓ અધ્યયન પર અસર કરે છે. બાળકની તંદુરસ્તી ખરાબ હોય કે સ્વાથ્ય નબળું હોય તો તેનું અધ્યયનમાંથી ધ્યાન વિકેન્દ્રિત થાય છે. અધ્યયનમાં તે બાધારૂપ નીવડે છે.
બાળક કેટલું ઝડપથી અને સારી રીતે શીખી શકશે તેનો આધાર તેની બુદ્ધિ પર રહેલો છે. વધુ બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિ વધુ ઝડપથી શીખી શકે છે. બુદ્ધિ અને શીખવાની ઝડપ વચ્ચે વધુ નિકટનો સંબંધ છે.
શારીરિક અને માનસિક થાક અધ્યેતાના અધ્યયનને અસર કરે છે. વ્યક્તિની સતત પ્રવૃત્તિને કારણે વ્યક્તિ શારીરિક થાક અનુભવે છે તેથી તે નવું શીખી શકતો નથી.
કેટલાક સંશોધનના અનુસાર ગણિત વિષયની સિદ્ધિ છોકરીઓ કરતાં છોકરાઓમાં ઊંચી જોવા મળે છે. જ્યારે અંગ્રેજી વિષયમાં છોકરીઓની સિદ્ધિ છોકરાઓની સિદ્ધિની સરખામણીમાં ઊંચી હોય છે. સામાન્ય રીતે પાંચ ધોરણો સુધી શાળાકીય પરિણામોમાં છોકરાઓ કરતાં છોકરીઓ આગળ હોય છે. છોકરાઓ ગણિત અને વિજ્ઞાનમાં આગળ હોય છે.
અધ્યેતાની અભિરૂચિ અને અધ્યયન વચ્ચે નિકટનો સંબંધ જોવા મળે છે. અર્થાત વિદ્યાર્થી જે વિષયમાં વધુ રસ ધરાવે છે તે વિષયનું અધ્યયન સારી રીતે કરી શકે છે.
વિષય પ્રત્યેનું બાળકનું વલણ તેની વિષય સિદ્ધિ પર અસર કરે છે. વિષય પ્રત્યે કે શિક્ષણ પ્રત્યેના વલણને શૈક્ષણિક સિદ્ધિ સાથે સંબંધ છે. વિદ્યાર્થી જે વિષય પ્રત્યે ધન વલણ ધરાવે છે તેમાં તે વધુ સારી રીતે અધ્યયન કરે છે.
બાળક પોતે જે શીખવાનો પ્રયત્ન કરે છે તે બાબત તે સારી રીતે શીખે છે. જાતે પ્રયત્ન કરવાનો એક આનંદ હોય છે. અધ્યેતા સ્વ-અધ્યયન અને આત્મફુરણાથી આપમેળે જેનું અધ્યયન કરે છે તે તેને માટે વધુ ચિરંજીવ બને છે. પોતે પ્રયત્ન કરવાથી તેને આત્મસંતોષ પ્રાપ્ત થાય છે.
અધ્યયન ચિતા પર વધુ અસર કરે છે. મનોવિજ્ઞાનીઓનાં સંશોધનો મુજબ વધુ ચિંતા કરનારા અને ખૂબ ઓછી ચિંતા કરનારા કરતાં મધ્યમ ચિંતા કરનાર વ્યક્તિ વધુ સારું અધ્યયન કરી શકે છે.
વધારે પૂર્વજ્ઞાન ધરાવતી વ્યક્તિ તેની સાથે સંબંધિત નવું જ્ઞાન અનુબંધ અને સંક્રમણને કારણે ઝડપથી શીખી શકે છે. જયારે અધ્યેતા માટે સંપૂર્ણ અજાણ બાબતનું જ્ઞાન મેળવવા તેણે વધુ પ્રયત્નો કરવા પડે છે.
શાળાનાં કેટલાંક બાળકો ઉત્સાહી અને આશાવાદી હોય છે. તેઓ પોતાની જાતનું સારી રીતે આત્મનિયમન અને આત્મનિયંત્રણ કરી શકે છે અને વધુ આત્મવિશ્વાસ ધરાવે છે, જેને કારણે તેમનું સાંવેગિક સમતુલન સારું રહે છે અને અધ્યયન વધુ સારી રીતે કરી શકે છે. સાંવેગિક સમતુલા ધરાવતાં બાળકોનું વ્યક્તિત્વ સુગ્રથિત હોય છે. સાંવેગિક સંતુલન ન ધરાવતાં બાળકોનું વ્યક્તિત્વ કુંઠિત થઈ જાય છે અને અધ્યયન કરી શકતાં નથી.
અધ્યેતા અધ્યયન કાર્યમાં સફળતા યા સિદ્ધિ ત્યારે જ મેળવી શકે જ્યારે તે કાર્ય કરવા માટે તત્પર હોય. મનોવિજ્ઞાનીઓએ બાળકની અધ્યયન ક્ષમતા પર અસર કરતાં પાંચ ઘટકો દર્શાવ્યા છે. (1) પ્રેરણા (2) આકાંક્ષાનું સ્તર (3) સુદઢીકરણ (4) સજ્જતા (5) આંતરિક કે બાહ્ય પ્રેરણા. અધ્યતામાં શીખવા માટેની પૂરતી સજ્જતા હોય તો તે વધુ સારી રીતે અધ્યયન કરી શકે છે.
બાળક જે શીખવા માંગે છે તેમાં તેનો ઇરાદો સ્પષ્ટ હોવો જોઈએ. તે શા માટે શીખવા માંગે છે અને તે દ્વારા તે શું સિદ્ધ કરવા માંગે છે તે અંગેનો હેતુ સ્પષ્ટ થાય તો બાળકને શિક્ષણ સહેતુક લાગે છે, સાર્થક લાગે છે. તેની સમક્ષ શીખવાની ક્રિયાનું ધ્યેય જેટલું સ્પષ્ટ થાય તો તેની પ્રાપ્તિ માટે વિદ્યાર્થી તેટલો જ ઉત્સુક અને ક્રિયાશીલ બને છે.
અભિપ્રેરણા એટલે પ્રવૃત્તિને વેગ આપવાનું, તેને ટકાવી રાખવાનું અને યોગ્ય વળાંક આપવાનું કાર્ય કરે છે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં ત્યારે જ પ્રવૃત્ત થાય છે કે જ્યારે તેને અધ્યયનમાં રસ અને ઇચ્છા હોય. બાળકોને અધ્યયન તરફ પ્રેરવા માટે બાહ્ય પ્રેરણો જેવાં કે પ્રશંસા, હરિફાઈ, બદલો, પ્રગતિનું જ્ઞાન તેમજ સામાજિક સ્વીકૃતિ વગેરેનો આશ્રય લેવો જોઈએ. શિક્ષક પાસે જેટલાં ઉપકરણો છે, તેમાં પ્રેરણા સર્વોત્તમ અને મહત્ત્વપૂર્ણ સાધન છે.
અધ્યયનને જો બાળકના પૂર્વે થયેલા અનુભવો સાથે સાંકળવામાં આવે તો બાળકો વધુ સારી રીતે શીખી શકે છે. અનુભવ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન સુદઢ અને ચિરંજીવ બને છે. આથી અધ્યયનની પ્રક્રિયાને બાળકને ભૂતકાળમાં થયેલા અનુભવો સાથે સાંકળી લેવામાં આવે તો અધ્યયનની ક્રિયા ઝડપી બને છે. વિષયને રજૂ કરવાની પદ્ધતિ (શૈલી, આકર્ષક, પ્રવાહસભર અને મર્મસ્પર્શી હોવી જોઈએ. પાઠ્યવસ્તુના મુદ્દાઓ તાર્કિક અને મનોવૈજ્ઞાનિક ક્રમમાં રજૂ કરવામાં આવે, વિષયવસ્તુને રજૂ કરવાની આગવી શૈલી હોય અને વિષયવસ્તુને વિવિધ દષ્ટાંતો, સ્પષ્ટીકરણનો આધાર લઈ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવે તો તે વિદ્યાર્થીઓ માટે અસરકારક બને છે. શિક્ષકની વિષયને રજૂ કરવાની અભિવ્યક્તિ, તેના ભાષાકીય શબ્દભંડોળ પર આધાર રાખે છે. વિચારો કે મુદ્દાઓની સચોટ અને વેધક રજૂઆતથી વિદ્યાર્થીઓનું અર્થગ્રહણ ઝડપી બને છે.
શિક્ષકની અધ્યાપન ક્ષમતા તેનાં વલણો, તેની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, તેની બુદ્ધિમતા, વ્યાવસાયિક ક્ષમતાઓ વગેરેની વિદ્યાર્થીઓના અધ્યયન પર વ્યાપક અસર જન્મે છે. આથી વિદ્યાર્થીઓના અધ્યયન પર અસર કરતાં કેટલાંક શિક્ષક સંબંધી પરિબળોનો અભ્યાસ કરીશું.
સફળ શિક્ષકો ઊંચો બુદ્ધિ આંક ધરાવતા હોય છે. તેઓ અધ્યાપનમાં અને વિદ્યાર્થીઓને અધ્યયન કરવા પ્રેરવામાં સફળ બને છે. જે શિક્ષકો સામાન્ય રીતે બુદ્ધિશાળી હોય અને વિવિધ જોધાત્મક લક્ષણોમાં ઊંચી સિદ્ધિ ધરાવતા હોય તેવા શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓને શીખવે છે ત્યારે વિદ્યાર્થી ઊંચી સિદ્ધિ મેળવે છે.
શિક્ષકો જે કૌશલ્યો અધ્યેતાને શીખવવા માંગતા હોય તેની પૂરતી સમજ અને જાણકારી શિક્ષક પાસે હોવી જોઈએ. તેનું નિદર્શન કરવાની અથવા પ્રયોગાત્મક રીતે દર્શાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. દા. ત. વિજ્ઞાન શીખવવા માંગતા શિક્ષક પાસે તેનાં પ્રયોગનું નિદર્શન કરવાની ક્ષમતા, ગણિત શિક્ષક પાસે ગાણિતીક કૌશલ્ય હોવું જોઈએ.
વળી, ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય, પ્રશ્નકળા કૌશલ્ય, ઉદાહરણ કૌશલ્ય, સુદઢીકરણ કૌશલ્ય વગેરે હસ્તગત કરીને જો શિક્ષણ આપવામાં આવે તો અધ્યાપન અસરકારક બને છે અને અધ્યયન અર્થપૂર્ણ બને છે અને વિદ્યાર્થીઓને અધ્યયનમાં રસ પેદા થાય છે. આથી શિક્ષકે વિવિધ કૌશલ્યો હસ્તગત કરવાં જોઈએ.
શિક્ષક જો સંયમી હોય, તેની લાગણીઓનું નિયંત્રણ કરી શકતો હોય અને જો તેનામાં સાંવેગિક પરિપક્વતા હોય તો તે અધ્યેતા અને તેના પ્રશ્નો અને પડકારોને સારી રીતે સમજી શકે છે.
જે શિક્ષક પોતાના વ્યવસાય પ્રત્યે સાનુકૂળ અથવા હકારાત્મક વલણો ધરાવતો હોય અને વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ સાથેના માનવસંબંધો મધુર રાખતો હોય તે શિક્ષકની અધ્યાપન ક્ષમતા ઊંચી કક્ષાની હોય છે. મનોવૈજ્ઞાનિકોના અભ્યાસ દ્વારા ફલિત થયું છે કે જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવનાર શિક્ષકની અધ્યાપન ક્ષમતા ઊંચી હોય છે. તે પોતાની જવાબદારીઓ અને ફરજોનું ચુસ્ત રીતે પાલન કરે છે. આથી વિદ્યાર્થીઓનું અધ્યયન પણ અસરકારક બને છે.
શિક્ષક જો તાલીમ પામેલ હોય, તેની પાસે વિષયવસ્તુનું ઊંડું તલસ્પર્શી વિષયજ્ઞાન, તેની અસરકારક અભિવ્યક્તિ, વિવિધ શૈક્ષણિક પ્રયુક્તિઓ અને પદ્ધતિઓનું તલસ્પર્શી જ્ઞાન વિદ્યાર્થીઓના અસરકારક અધ્યયનને પ્રેરે છે. શિક્ષકની લાયકાત અને તેનો શૈક્ષણિક અનુભવ પણ વિદ્યાર્થીની અધ્યયનની અસરકારકતા વધારે છે.
શિક્ષકનું વ્યક્તિત્વ પ્રભાવશાળી, રોચક, સમગ્ર વર્ગ ઉપર છવાઈ જનાર હોય, તેનું વ્યક્તિત્વ સુગ્રથિત હોય, સદ્ગણોનો સમુચ્ચય અને આદર્શોનાં શિખર હોય, અન્ય સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર હોય. આવા શિક્ષકો અધ્યાપન દ્વારા વિદ્યાર્થીઓ પર ઘેરી અસરો જન્માવે છે.
કેટલાંક સંશોધનો એવાં નિર્દેશ કરે છે. મોટી ઉંમરના શિક્ષકોમાં નબળા વર્ગવ્યવહારો જોવા મળે છે. ઉંમર વધે છે તેમ કેટલાક શિક્ષકોની નિર્ણયશક્તિમાં ઘટાડો થાય છે અને ખાસ કરીને પચાસ વર્ષ પછી શિક્ષકની શીખવવાની ક્ષમતામાં ઘટાડો થાય છે.
શિક્ષકના માનસિક સ્વાથ્યની વિદ્યાર્થીઓના અધ્યયન પર હકારાત્મક અને નકારાત્મક અસરો પડે છે. શિક્ષકનું માનસિક સ્વાસ્થ સંતુલિત હોય, તે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય તો તે અધ્યાપન કાર્ય સારી રીતે કરી શકે છે. તેનું માનસિક સ્વાસ્થ જો કથળેલું હોય તો તે વર્ગખંડમાં અસરકારક રીતે શિક્ષણકાર્ય કરી શકતો નથી.
શિક્ષણ એ ધ્રુિવી પ્રક્રિયા છે. તેના બે ધ્રુવો શિક્ષક અને વિદ્યાર્થી, બંને ધ્રુવો વચ્ચે થતી આદાન-પ્રદાનની પ્રક્રિયાથી વર્ગવ્યવહાર જન્મે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આદાન-પ્રદાન જેટલું સરળ અને સહાનુભૂતિભર્યું હોય તેટલા પ્રમાણમાં અધ્યાપન-અધ્યયન પ્રક્રિયા સફળ બને છે. બંને સજીવ ધ્રુવો હોવાથી ગમા-અણગમા, સુખ-દુઃખ, માન-અપમાન, સારું-ખોટું વગેરે જેવી લાગણીઓની પારસ્પરિક અસરો થતી હોય છે. શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે શાબ્દિક-અશાબ્દિક આદાન-પ્રદાન કરતી વખતે વિદ્યાર્થીઓની લાગણીઓનો પણ ખ્યાલ રાખવો જોઈએ.
શિક્ષણની સફળતાનો આધાર શિક્ષકની વિષયવસ્તુને રજૂ કરવાની પદ્ધતિ પર આધાર રાખે છે. શિક્ષકે વ્યક્ત કરેલ વિષયવસ્તુ તેમજ વિચારોને વિદ્યાર્થીઓ સહેલાઈથી અભિવ્યક્ત કરી શકે ત્યારે વિદ્યાર્થીઓનું અધ્યયન સફળ બને છે. શિક્ષક પાસે હંમેશાં ઉપલબ્ધ એવા ભાષાભંડોળને શિક્ષક પ્રવાહી અને અખ્ખલિત રીતે, કર્ણપ્રિય અવાજમાં પોતાના વિષયવસ્તુના મુદ્દાઓની તાર્કિક અને મનોવૈજ્ઞાનિક ક્રમમાં રજૂઆત કરવાથી તે વિદ્યાર્થીઓને અધ્યયન માટે પ્રેરી શકે છે. શિક્ષકની રજૂઆતની શૈલીમાં વિષયવસ્તુની વેધકતા અને તલસ્પર્શી હોવા જોઈએ.
શિક્ષક વર્ગખંડમાં જે શબ્દો કે વિધાનોનો ઉપયોગ કરે તે શબ્દો કે વિધાનો અર્થસભર હોવાં જોઈએ. અર્થમયતા એટલે વર્ગખંડમાં વિષયવસ્તુને વફાદાર રહીને વિદ્યાર્થીઓને અધ્યયનમાં મદદ થાય તેવી વાણી કે પ્રવચન. શિક્ષક ઘણી વખત વર્ગખંડમાં નિર્લજ્જ શબ્દો બોલે છે. નિરર્થક વિધાનો ઉચ્ચારે છે અને સમયનો દુરુપયોગ કરે છે. આથી વિદ્યાર્થીઓનું ધ્યાન વિકેન્દ્રીત થાય છે. ઘણા શિક્ષકો વારંવાર વિષયાંતર કરે છે. આથી શિક્ષણ અસરકારક અને અર્થસભર બનતું નથી.
અર્થમયતાનાં ચાર પાસાં છે. (1) ઉપયોગિતા (2) સાહચર્ય (3) વ્યવસ્થિતા અને (4) ભણનારનો પૂર્વાનુભવ.
શિક્ષકે વિષયવસ્તુની રજૂઆતમાં તેનાં ઉપરોક્ત ચાર પાસાંનો ઉપયોગ કરવો જોઈએ તો શિક્ષણ અર્થસભર બને છે. જો શિક્ષક અર્થપૂર્ણ વાણી અને વિધાનોનો ઉપયોગ કરે તો તે વિદ્યાર્થીઓને અધ્યયન માટે પ્રેરી શકે છે. શિક્ષકે અર્થહીન શબ્દસમૂહો કે વિધાનોનો ઉપયોગ ટાળવો જોઈએ. તેણે વિવિધ પ્રકારનાં ઉદાહરણો દ્વારા સાહચર્ય કે સંબંધ ધરાવતાં વિધાનો દ્વારા શિક્ષણકાર્ય કરાવવું જોઈએ. ગણિતના દાખલા રોજ-બ-રોજના અનુભવો કે વ્યવહારો સાથે સાંકળીને શીખવવાથી અધ્યયન અર્થપૂર્ણ બને છે.
અનુબંધ એટલે જુદા જુદા વિષયો સાથેનો સહસંબંધ. શિક્ષક જ્યારે કોઈ પણ વસ્તુનું અધ્યાપન કરાવે ત્યારે તે વિષય શીખવતાં શીખવતાં અન્ય વિષયોની માહિતી તે વિષય સાથે વણી લે ત્યારે શિક્ષણ અર્થસભર બને છે. વિજ્ઞાન શીખવતી વખતે આકૃતિ દોરવાનું કૌશલ્ય ચિત્રકામ વિષય સાથે અનુબંધ સ્થાપીને શીખવી શકાય છે. ઇતિહાસના શિક્ષણ વખતે જુદા જુદાં સ્થળો કે વ્યક્તિઓના ઉલ્લેખ સાથે ઇતિહાસનો અનુબંધ સાધી શકાય. આમ, અનુબંધ સાધવાથી અધ્યયન ઝડપી બને છે. વિદ્યાર્થીઓને રસ પડે છે અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિ (કુતૂહલવૃત્તિ) ઉત્તેજિત થાય છે.
બાળકનો અભ્યાસક્રમ બાલકેન્દ્રી અને અધ્યેતાકેન્દ્રી હોવો જોઈએ. અભ્યાસનું વિષયવસ પ્રવૃત્તિકેન્દ્રી તેમજ તર્કબદ્ધ રીતે રજૂઆત પામેલું, ક્રમિક રીતે ગોઠવાયેલું, વિદ્યાર્થીઓની વય અનુસર હોય તો વિદ્યાર્થીને વિષયવસ્તુમાં રસ પડે છે. અભ્યાસક્રમનું વિષયવસ્તુ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત અનુસાર “સરળથી કઠિન' તરફના સૂત્ર અનુસાર ક્રમિક રીતે ગોઠવાયેલું હોય તો વિદ્યાર્થીઓનું અધ્યયન સરળ બને છે.
વિદ્યાર્થીઓ માટેનું વિષયવસ્તુ અતિલંબાણપૂર્વકનું હોય તો વિદ્યાર્થીઓ ધીરજ ગુમાવી કંટાળો અનુભવે છે અને અધ્યયન નીરસ નીવડે છે. આથી વિષયવસ્તુ સંક્ષિપ્ત મુદ્દાસરનું અને ક્રમબદ્ધ હોવું જોઈએ. વિસ્તૃત વિષયવસ્તુ અને તેમાં અતિલંબાણ હોય તો વિષયવસ્તુ નાના મુદ્દાઓમાં વિભાજન કરવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ મુદ્દાસર રીતે અધ્યયન કરી શકે. સંક્ષિપ્તતા અને મુદ્દાસર ગોઠવાયેલા ક્રમિક વિષયવસ્તુને યાદ રાખવામાં વિદ્યાર્થીઓ સરળતાનો અનુભવ કરે છે.
વિદ્યાર્થીઓના ભાવિ જીવનમાં ઉપયોગી થાય તેવું અભ્યાસક્રમનું વિષયવસ્તુ હોવું જોઈએ. કારણ કે તેવા વિષયવસ્તુમાં વિદ્યાર્થીઓ રસ કેળવે છે. તેમજ તેઓનું ધ્યાન કેન્દ્રિત કરે છે. ગણિત, આંકડાશાસ્ત્ર, નામું, વાણિજય ગણિત જેવા વિષયોની ઉપયોગિતા વ્યવહારમાં સમજે છે. સંસ્કૃત જેવા વિષયની સાંસ્કૃતિક ઉપયોગિતા સમજાવી શકાય છે. અંગ્રેજી જેવા વિષયની ઉપયોગિતા આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે સમજે, સ્વાથ્ય માટે શારીરિક શિક્ષણ જેવા વિષયો ઉપયોગી બની શકે. આમ, વિદ્યાર્થીઓને જે વિષયોની ઉપયોગિતા જણાય છે તેવા વિષયોના અધ્યયનમાં તે રસ લે છે અને તે વિષયોનું અધ્યયન સારી રીતે કરી શકે છે.
શાળાનું મકાન માનવવસ્તીથી દૂર અને ઘોઘાટથી દૂર શાંત વાતાવરણમાં ખુલ્લા મેદાનવાળી જગ્યાએ કલાત્મક રીતે બંધાવેલું હોવું જોઈએ. બધી જ દિશાઓ વૃક્ષોથી ઘેરાયેલી (આવરાયેલી) હોય, પવનની લહેરખી સ્પર્શતી હોય, પૂરતા વર્ગખંડો, રમતનું મેદાન, વ્યાયામખંડ, પ્રયોગશાળા, ભાષા પ્રયોગશાળા, પુસ્તકાલય, યોગ્ય પ્રમાણમાં ફર્નિચરની વ્યવસ્થાની સુવિધાઓની વિદ્યાર્થીઓના અધ્યયન પર અસરો થાય છે. વર્ગખંડમાં હવા-ઉજાસ માટે બારી-બારણાં, વયાનુસાર ફર્નિચર, બ્લેકબોર્ડ, બુલેટિન બોર્ડ, પ્રાર્થનાખંડ, પુસ્તકાલય વગેરે વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતા પર અસર પાડે છે.
શાળામાં વિવિધ પ્રકારનાં દશ્ય-શ્રાવ્ય ઉપકરણો હોવા જોઈએ અને તેમાં યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ થવો જોઈએ. કહેવાય છે કે દશ્ય-શ્રાવ્ય માધ્યમો વિદ્યાર્થીઓને તાસની શરૂઆતથી અંત સુધી જકડી રાખવામાં અસરકારક પૂરવાર થયાં છે. શાળામાં વિવિધ પ્રકારનાં ચાર્ટ્સ, મોડેલ, નકશા, ઓવરહેડ પ્રોજેક્ટર, સ્લાઈડ પ્રોજેક્ટર, બુલેટિન બોર્ડ વગેરે જેવાં શૈક્ષણિક ઉપકરણો હોવાં જોઈએ. આ ઉપરાંત સમૂહ માધ્યમોનો પણ યોગ્ય સમયે ઉચિત ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ રસપ્રદ અને અર્થગ્રાહી બને છે અને તેની અસર વિદ્યાર્થીઓમાં સ્થાયી અને ચિરંજીવ થાય છે.
શાળાનું મુક્ત અને પ્રસન્ન ભાવાવરણ (વાતાવરણ) પણ વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતા વધારે છે. જયાં ઘોંઘાટના સ્થાને સંગીતમય વાતાવરણ, સહાનુભૂતિભર્યું માર્ગદર્શન, મૈત્રીપૂર્ણ વ્યવહાર, ભયને સ્થાને પ્રેમનાં શબ્દો પાંગરતાં હોય, આચાર્ય, શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેનાં માનવસંબંધો ગાઢ રીતે વિસ્તરેલાં હોય ત્યાં પ્રસન્નતાનો માહોલ મહેંકી રહે છે. આવી શાળા વિદ્યાર્થીઓ માટે જ્ઞાનની જનની સાચા અર્થમાં બની રહે છે.
બાળકના ઘડતરમાં પરિવાર અથવા ઘરનો ફાળો મહત્ત્વનો છે. ઘરમાં માતા-પિતા, અન્ય સ્વજનો બાળકના ચારિત્ર્યનું ઘડતર, મૂલ્ય શિક્ષણ જેવી બાબતોનું શિક્ષણ આપવામાં મહત્ત્વનાં પરિબળો છે અને મહત્ત્વની અસરો જન્માવે છે.
માતા એ સો શિક્ષકની ગરજ સારે છે. માતા જો શિક્ષિત હોય અને શિક્ષણનું મહત્ત્વ સમજતી હોય તો તે બાળકને અધ્યયનમાં મદદ કરે છે. તેનાં શિક્ષણની સંસ્કારોની વિદ્યાર્થીઓની અધ્યયનશીલતા પર અસર પાડે છે. તે જ રીતે પિતા પણ શિક્ષિત હોય તો તે બાળકોની શૈક્ષણિક આર્થિક જરૂરિયાતો પૂરી પાડે છે અને તે બાળકને અધ્યયન માટે પ્રેરણાસ્ત્રોત બની જાય છે અને બાળકના શિક્ષણ માટે પૂરતી કાળજી રાખે છે.
ઘર યા પરિવારનું વાતાવરણ જેટલું સંસ્કારમય હોય, જે પરિવારમાં ઉચ્ચ સામાજિક મૂલ્યો અને પરંપરાઓનો આદર થતો હોય, જયાં શિસ્ત, મૂલ્યો, વડીલોને સન્માન જેવી પ્રણાલિકાઓ હોય તેવી સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિમાં અધ્યેતાની અધ્યયન ક્ષમતા વધે છે.
માતા-પિતાના સામાજિક-આર્થિક દરજ્જાની બાળકના અધ્યયન પર અસર થાય છે. જે બાળકનાં માતા-પિતાનો સામાજિક-આર્થિક દરજ્જો ઉચ્ચ હોય, જેઓ સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતાં હોય આર્થિક રીતે સદ્ધર હોય તેવાં માતા-પિતાની રહેણીકરણી વગેરે પણ શિષ્ટ કક્ષાનું હોય છે અને તેઓ પોતાનાં બાળકોને સારી શાળામાં શિક્ષણ અપાવી શકે છે. બાળકોની શૈક્ષણિક અને આર્થિક જરૂરિયાતો પણ સહેલાઈથી પૂરી થાય છે અને બાળકની અધ્યયન ક્ષમતા વધે છે. એથી ઊલટું નિમ્ન સામાજિક-આર્થિક દરજ્જો ધરાવતાં માતા-પિતા પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત હોતાં નથી અને તેઓ બાળકોની શૈક્ષણિક કે આર્થિક જરૂરિયાતો પૂરી કરી શકત નથી અને તેઓ સારી રીતે અધ્યયન કરી શકતાં નથી.
બાળકના અધ્યયન ઉપર સાંસ્કૃતિક વાતાવરણની વિધાયક અને નિષેધક અસરો જન્મ છે. બાળક જે સમાજમાં રહેતું હોય તે સમાજનું વાતાવરણ અને સાંસ્કૃતિક પરંપરાઓ તેન અધ્યયન પર અસરો જન્માવે છે. ઘરનું પ્રસન્ન અને મુક્ત વાતાવરણ બાળકના અધ્યયનપ્રેરક નીવડે છે.
બાળકને તેના ઘરે અભ્યાસ માટે અલગ ખંડ, પ્રકાશ અને હવા ઉજાસની સગવડવાળ ખંડ, પુસ્તકો, નોટબુક અને અન્ય શૈક્ષણિક ઉપકરણો તેમજ સામગ્રી જો યોગ્ય પ્રમાણમાં ઉપલબ હોય તો તે સારી રીતે અધ્યયન કરી શકે છે. તે જ રીતે ઘરમાં પરિવારના સભ્યોની ગીચતા વાંચન કે અભ્યાસ સુવિધાનો અભાવ, ઘરમાં સંકડાશ, પુસ્તકો અને નોટબુકો કે અન્ય શૈક્ષણિક સામગ્રીનો અભાવ તેની અધ્યયન ક્ષમતા ઉપર અસર કરે છે.
ટૂંકમાં, ઉપરોક્ત અનેક પરિબળો અધ્યયન પ્રક્રિયાને સીધી કે આડકતરી રીતે અસર પહોંચાડે છે. તેથી જ બાળક મહત્તમ શિક્ષણ મેળવી શકે તે પ્રકારની પરિસ્થિતિનું આરોપણ થાય તે જરૂરી છે. જેથી બાળકની શક્તિઓનો પૂરતો વિકાસ થઈ શકે અને સમાજને તે ઉપયોગી બની શકે.
અધ્યયન પ્રક્રિયા એટલે અધ્યયન કેવી રીતે કરવું, ક્યાં કરવું, ક્યારે કરવું અને કેવા પ્રકારના સંજોગોમાં કરવું તેનો વિચાર કરવો. આ માટે જુદી જુદી બૂહરચનાઓ છે. જેની જાણકારી અધ્યયનને અસરકારક બનાવે છે, જે રીતો નીચે મુજબ છે.
પોતાના અભ્યાસક્રમને નિયમિત અને વ્યવસ્થિત બનાવવા માટે દરેક વિદ્યાર્થીએ વિગતવાર કાર્ય વિભાજન કરવું જોઈએ. પોતાના અભ્યાસ સમયનું સમયપત્રક, દરેક વિષયની કઠિનતા અને તે માટેની જરૂરિયાતને સમગ્ર રીતે લક્ષમાં લઈને દરેક વિષયને પૂરતો સમય આપવો જોઈએ. આ સમયપત્રકમાં સહઅભ્યાસ પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિને માટે પણ સમય ફાળવવો જોઈએ.
થોર્નડાઈકે જણાવ્યા મુજબ જે વિષયવસ્તુ વધારે ઉપયોગી હોય તેનું પુનરાવર્તન વારંવાર કરવાથી યાદ રહે છે તે મુજબ હેતુપૂર્વક-ઇરાદાપૂર્વક મહાવરો કરવામાં આવે તો શીખેલી વસ્તુઓ સ્થાયી અને ચિરંજીવ બને છે. શીખેલી વસ્તુનું એક સાથે લાંબા સમય સુધી પુનરાવર્તન કરવાને સ્થાને વચ્ચે સમયાંતરે વિરામ રાખીને પુનરાવર્તન કરવાથી અધ્યેતાને ફાયદો કરે છે. કારણ કે શીખેલી વસ્તુને મગજમાં સ્થિર થઈ દઢ થવા માટે થોડો સમય લાગે છે.
જેમ વધારે ઇન્દ્રિયોના સહયોગથી અધ્યયન કરવામાં આવેતો અનુભવોનું સંગઠન દેઢ અને ચિરસ્થાયી બને છે. આથી વર્ષની શરૂઆતમાં જુદા જુદા વિષયોના અભ્યાસક્રમ જોઈને પાઠ્યપુસ્તકનું સમગ્ર અવલોકન કરી જવું જોઈએ. વિદ્યાર્થીઓએ અનુક્રમણિકામાંથી પ્રકરણોનાં નામ અને તેમાં સમાવિષ્ટ ફકરાઓનાં મથાળાં જોઈ જવા જોઈએ. આનાથી તેમને અધ્યયનમાં મદદ મળે છે અને સમગ્ર વર્ષ દરમ્યાન તેણે શું શીખવાનું છે તેનો ખ્યાલ આવી જાય છે. વળી, વર્ષ દરમ્યાન જયારે નવો એકમ શરૂ થવાનો હોય ત્યારે છે. પ્રથમ એકવાર વાંચી જવું જોઈએ જેથી અધ્યયનમાં સરળતા રહે છે અને વિદ્યાર્થીઓનું અર્થગ્રહણ ઝડપી બને છે.
પુનરાવર્તનની સામાન્ય રીતે બે પદ્ધતિઓ છે. (1) એક સાથે લાંબા ગાળા સુધી પુનરાવર્તન (2) થોડાથોડા સમયાંતરે વિરામ રાખીને પુનરાવર્તન.
જો સમયાંતરે વિરામ રાખીને પુનરાવર્તન કરવામાં આવે તો તે અધ્યયન પર સારી અસર ઊભી કરે છે. શિક્ષણના આલેખમાં પણ વિરામથી શિક્ષણનો દર વધતો જોઈએ છીએ. અમુક બાબત શીખ્યા પછી ઊંઘ લઈને વિરામ કરીને શીખેલી વસ્તુ યાદ કરીએ તો તે સારી રીતે યાદ આવે છે અને ચિરંજીવ બને છે. આને અંતરીકૃત અધ્યયન કહે છે. અધ્યયનની સફળતા માટે આ અધ્યયન મહત્ત્વનો ફાળો આપે છે.
કેટલીક વાર શીખવાની બાબત ટુકડે-ટુકડે ખંડોમાં વિભાજિત કરીને શીખીએ અને આખી બાબત સમગ્ર રીતે શીખીએ તેમાં ઘણો ફરક છે. પ્રશ્ન એ છે કે સમગ્ર એટલે શું? અને ખંડ એટલે શું ?
બાળકોને આપણે બારાક્ષરી શીખવીએ છીએ ત્યારે પહેલાં બારાક્ષરી પછી શબ્દ પછી વાક્યએ રીતે બાળકો લદી શીખી શકતા નહોતા. આ ખંડ પદ્ધતિ છે.
તેવી જ રીતે બાળકને પ્રથમ વાક્ય શીખવવામાં આવે ત્યાર બાદ તેના પરથી શબ્દ અને પછી વર્ણ એમ શીખવવામાં આવે તો બાળક સમગ્ર દ્વારા અધ્યયન કરી શકે છે. સાયમન્ડસ નામના મનોવિજ્ઞાનીએ પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે કે સમગ્ર પદ્ધતિ (Whole Method) એ ખંડ પદ્ધતિ (Part Method) કરતાં અધ્યયન કરવામાં વધુ અનુકૂળ નિવડી છે. સમગ્ર એકમની બાળકો સમક્ષ રજૂઆત કરી, તેના ખંડો પાડી, સમજી તેમનો સંબંધ જોડવામાં આવે તો બાળકો સપ્લાઈથી શીખી શકે છે.
આ રીતે સમગ્ર અને ખંડ પદ્ધતિના સંયોજનથી અધ્યયન વધુ અસરકારક બને છે.
અધ્યયનની પ્રક્રિયા સક્રિય અને રસપૂર્વકની હોવી જોઈએ. અધ્યેતા જો નિષ્ક્રિય રહે તો અધ્યયન અસરકારક બનતું નથી. બાળકેન્દ્રી શિક્ષણમાં બાળક શિક્ષણમાં કેન્દ્રસ્થાને હોય છે. જે અધ્યેતા પુસ્તકના પાના ઉથલાવી જાય છે તે કશું સિદ્ધ કરી શકતો નથી. વક્તવ્ય સાંભળવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનાં કરતાં પ્રશ્નોત્તરી કે મુક્તચર્ચા વડે અધ્યેતા સક્રિય બની વધારે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. બાળકને અધ્યયનની સહેતુકતા, ઇચ્છા કે શીખવાનો તેનો ઇરાદો તેને સક્રિય બનાવે છે. શિક્ષકે બાળકને અધ્યયનમાં સક્રિય રાખવા પ્રેરણા પૂરી પાડવી જોઈએ. જેને માટે ઇનામ, પ્રશંસાપાત્ર શબ્દો તેમજ પ્રેમ અને હૂંફ પૂરાં પાડવા જોઈએ. કેટલીક સ્વાથ્યપ્રદ સ્પર્ધાઓનું આયોજન તેમજ વિવિધ પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા અને રસપ્રદ પદ્ધતિઓ દ્વારા બાળકોને સક્રિય બનાવવાં જોઈએ.
અતિ શિક્ષણ એટલે અધ્યયન કર્યા પછી વારંવાર પુનરાવર્તન કર્યા કરવાની ક્રિયા. અતિઅધ્યયનથી ધારણ વધે છે અને લાંબા સમય સુધી યાદ રહી જાય છે. આ જ કારણે પ્રાથમિક શાળામાં આંકના ઘડિયા, બારાક્ષરી, શીખી જાય પછી દરરોજ સમૂહમાં તેનું પુનરાવર્તન મૌખિક રીતે કરાવવામાં આવે છે. પ્રારંભમાં બાળકો ઝડપથી શીખી શકે છે પરંતુ જો તે કોઈ પણ બાબતનું અતિ અધ્યયન કરે તો તેનાં અધ્યયન પર ક્યારેક અસરો જન્મથી જોવા મળે છે અને બાળકો થાક અને કંટાળો અનુભવે છે અને અધ્યયનમાંથી રસ ગુમાવી દે છે. શિક્ષણ પ્રત્યે અણગમો અને અરૂચિ પણ જાગે છે. આથી પ્રમાણસરનું સમયાંતરે થતું અધ્યયન વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક નીવડે છે.
(અ) જો અધ્યયનનું કાર્ય સરળ હોય તો બહિર્ગોળ આકારનાં “અ” વક્ર મળે છે. જેમાં પ્રગતિ શરૂઆતમાં ઝડપી હોય છે.
(બ) જો અધ્યયનનું કાર્ય કઠિન હોય તો બહિર્ગોળ આકારનો “બ” વક્ર મળે છે. જેમાં શરૂઆતમાં ધીમી અને પછી ઝડપી પ્રગતિ હોય છે.
(ક) જ્યારે અધ્યયનની બાબતમાં આરંભથી માંડીને પ્રભુત્વ મેળવવા સુધી પ્રયત્ન કરવામાં આવે તો “S' આકારનો વક્ર “ક' મળે છે.
આ પ્રગતિના વક્રમાં અધ્યેતાની પ્રગતિ ધીમી કે ઝડપી થતી હોય છે. પરંતુ ક્યારેક અમુક પ્રગતિ થયા પછી એવો સમય આવે છે કે પ્રયત્નો વધવાં છતાં લેશમાત્ર પ્રગતિ જોવા મળતી નથી અને આલેખમાં પઠાર (સપાટ રેખા) જોવા મળે છે. અધ્યયનમાં આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થવાના કારણો ઘણા હોઈ શકે.
ધીમે વાંચન કરતાં ઝડપી વાંચન વધુ ફળદાયી છે. ઝડપથી વાંચવાની ટેવ ન હોય તો મહાવરાથી તે પાડી શકાય છે. શરૂઆતમાં સહેલી વસ્તુઓનું ઝડપથી વાંચન કરવાથી ધીમે ધીમે ઝડપી વાંચનની ટેવ પડે છે.
જે વિષયવસ્તુ બિનજરૂરી હોય તેને યાદ રાખવાથી બોજો વધે છે. તેથી ઉપયોગી અભ્યાસકીય મુદ્દાઓ જ યાદ રાખવા.
અધ્યયન
11.) પ્રસ્તાવના 11.2 અધ્યયન શા માટે ? 11.3 અધ્યયન પર અસર કરતાં પરિબળો
11,1 અધ્યયનની સંકલ્પના
li.3.1 અધ્યેતા સંબંધી પરિબળો
11.3.2 અધ્યાપક 11.3.3 વિષયવસ્તુ 11.3.4 શાળા સંબંધી i1.3.5 ઘર સંબંધી 11.3.6 અધ્યયન પ્રક્રિયા સંબંધી પરિબળો