ગુજરાત ની ભૌગોલિક સ્થિતિ // gujarat ni bhaugolik stiti
ચાલો મિત્રો ગુજરાત વિશે જાણીએ ..
→1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. માટે ,1 મે ગુજરાત સ્થાપના દિવસ / ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઊજવવામાં આવે છે
અક્ષાંશ : 20°.6‘ થી 24°.07' ઉ. અક્ષાંશ
રેખાંશ : 68°.10' થી 74°.28' પૂ. રેખાંશ
નોંધ : -
ધોરણ - 6 સામાજીક વિજ્ઞાન (આવૃત્તિ-2020) પેજ નં. 71 પ્રમાણે ગુજરાત રાજ્ય 20°.1' ઉત્તર અક્ષાંશવૃત્તથી 24°.4' ઉત્તર અક્ષાંશવૃત્ત અને 68°.4' પૂર્વ રેખાંશવૃત્તથી 74°.4' પૂર્વ રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલું છે
વર્તમાનમાં ક્ષેત્રફ્ળની દૃષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન ૫ માં નુંબરે છે
રાજસ્થાન (3,42,239 sq km)
મધ્ય પ્રદેશ (3,08,252 sq km)
મહારાષ્ટ્ર (3,07,713 sq km)
ઉત્તર પ્રદેશ (2,40,928 sq km)
ગુજરાત નું ક્ષેત્રફળ :
1,96,024 ચો.કિમી. (75.686 ચો.માઈલ, ભારતના કુલ વિસ્તારના 5.96%)
ઉત્તર-દક્ષિણ લંબાઈ : 590 કિમી
પૂર્વ-પશ્ચિમ પહોળાઇ: 500 કિમી.
ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના દરિયાકિનારે આવેલું છે.
કર્કવૃત્ત : (23.5 ઉ. અક્ષાંશ)
કર્કવૃત્ત ગુજરાતના ઉત્તર ભાગમાંથી 6 જિલ્લામાંથી પસાર થાય છે.
→ જે પશ્ચિમથી પૂર્વ ઉતરતા ક્રમ મુજબ :-
(1) કચ્છ
(2) પાટણ
(2) પાટણ
(4) ગાંધીનગર
(5) સાબરકાંઠા
(6) અરવલ્લી
→ કર્કવૃતને બે વાર ઓળંગતી મહીનદી ભારતની એકમાત્ર નદી છે
કર્કવૃત પર આવેલાં મુખ્ય સ્થળો :
- સૂર્યમંદિર (મોઢેરા)
- ધીણોધર ડુંગર (કચ્છ)
- પ્રાંતિજ (સાબરકાંઠા)
ગુજરાત ની સીમા :-
ઉત્તર દિશા : પાકિસ્તાન, રાજસ્થાન રાજ્ય
પૂર્વ દિશા : મધ્ય પ્રદેશ
દક્ષિણ-પૂર્વ દિશા : મહારાષ્ટ્ર
પશ્ચિમ-દક્ષિણ દિશા : અરબ સાગર
ગુજરાત નો સરહદી વિસ્તાર :-
- રાજસ્થાન સાથે સરહદ ધરાવતા જિલ્લા : કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ
- મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા જિલ્લા : છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
- મધ્ય પ્રદેશ સાથે સરહદ ધરાવતા જિલ્લા : દાહોદ, છોટાઉદેપુર
- બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન રાજ્ય સાથે લાંબી તથા કચ્છ જિલ્લા સાથે ટૂંકી સરહદ ધરાવે છે.
- છોટાઉદેપુર મધ્ય પ્રદેશ રાજ્ય સાથે લાંબી તથા દાહોદ જિલ્લા સાથે ટૂંકી સરહદ ધરાવે છે
- તાપી જિલ્લો મહારાષ્ટ્ર સાથે લાંબી તથા નવસારી જિલ્લા સાથે ટૂંકી સરહદ ધરાવે છે.
- આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો : કચ્છ (512 કિમી.)
- રાજસ્થાન અને મધ્ય પ્રદેશ - બે રાજ્યો સાથે સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો : દાહોદ
- મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર - બે રાજ્યો સાથે સરહદ ધરાવતો એક માત્ર જિલ્લો : છોટાઉદેપુર
- સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા : અમદાવાદ, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગર જે 7 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે.
- એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો : વલસાડ (વલસાડ નવસારી જિલ્લા સાથે સરહદ ધરાવે છે)
ગુજરાત નો દરિયાઈ વિસ્તાર :_
ગુજરાત ભારતનો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે.
- દરિયાકાંઠો : 1600 કિમી. (990 માઇલ) (28%)
- ગુજરાત માં દરિયાઈ કિનારો ધરાવતા જિલ્લા : 15
- 1. કરછ-1 જિલ્લા (406 કિમી.) : જે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે.
- 2. સૌરાષ્ટ્રના 8 જિલ્લા (843 કિમી.) : મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર
- 3. તળગુજરાતના 6 જિલ્લા (351 કિમી.) : અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ
⇒ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો દરિયાકિનારો દેવભૂમિ દ્વારકા તથા ટૂંકો દરિયાકિનારો મોરબી ધરાવે છે.
⇒ તળ ગુજરાતનો સૌથી લાંબો દરિયાકિનારો ભરૂચ તથા ટૂંકો દરિયાકિનારો નવસારી ધરાવે છે.
ગુજરાતના અખાત :
- બે (કચ્છનો અખાત અને ખંભાતનો અખાત)
જેમાં કચ્છના અખાતનો વિસ્તાર કચ્છના કોટેશ્વર થી દ્વારકાની ભૂશિર સુધી છે
ખંભાતનો અખાત ભાવનગરના ગોપનાથથી તાપી નદીના મુખ (ડુમ્મસ) સુધી વિસ્તરેલો છે.
- કુલ બંદરો : 49
- મેજર બંદર : 1 (કંડલા)
- કંડલા બંદર ભારતનું મુક્ત વેપાર ક્ષેત્ર છે.
કંડલા બંદર સંબંધિત મહત્વની સાલાવરી વર્ષ વિશેષતા :
- 1955 મહાબંદર જાહેર કરવામાં આવ્યું.
- 1965 SEZ - સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરવામાં આવ્યું
- 1968 EP7 - એક્ષપોર્ટ પ્રોસેસિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું.
- 2017-‘પંડિત દીનદયાળ પોર્ટ' નામે ઓળખાયું.
- ગુજરાત મેરીટાઈમ બોર્ડ
- સ્થાપના : વર્ષ 1982
- કંડલા બંદર સિવાયના બાકીનાં 48 બંદરોનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.