સામાજિક અને સાંસ્કૃતિક રીતે પછાત બાળકો (Socially and Culturally deprived Children)
સમાજમાં એવાં ઘણાં બાળકો સામાજિક અને સાંસ્કૃતિક રીતે પછાત હોય છે. આનું મહત્ત્વનું કારણ સમાજમાં પ્રવર્તતી ગરીબી છે. સમાજમાં એવાં ઘણાં કુટુંબો છે કે જે ગરીબીની રેખા નીચે જીવતાં હોય. આવા પરિવારનાં બાળકોને પૂરતા પ્રમાણમાં શિક્ષણનો અને ઉચ્ચ સંસ્કારોનો લાભ મળતો નથી. તેથી તેઓ સમાજમાં સાંસ્કૃતિક માહાથી વંચિત રહી જાય છે. તેમનો શૈક્ષણિક વિકાસ ગરીબીને લીધે થઈ શકતો નથી. આવાં બાળકો શ્રમિકો કે બાળમજૂરો તરીકે જીવનનાં પ્રારંભના વર્ષો ગુમાવી દે છે. જે બાળકોને શિક્ષણને અભાવે સામાજિક કે સાંસ્કૃતિક વિરાસતથી વંચિત રહી જાય છે. તેવાં બાળકોને સામાજિક અને સાંસ્કૃતિક રીતે પછાત બાળકો કહેવામાં આવે છે. આ બાળકો સમાજની પરંપરાઓ, મૂલ્યો, માન્યતાઓ કે આદર્શોથી પરિચિત થતાં નથી, તેઓને સાંસ્કૃતિક કે સામાજિક પ્રવાહોની માહિતી હોતી નથી.
કારણ કે આવાં બાળકોમાં શિક્ષણ દ્વારા જે સંસ્કારોથી સિંચન થવું - જોઈએ તેવા સંસ્કારોથી તે વંચિત રા ય છે. ખાસ કરીને આવાં બાળકોનો સમૂહ તદ્દન નિમ્ન પ્રકારના સામાજિક આર્થિક જૂથોમાં જોવા મળે છે. આવા જૂથમાં રહેલાં માતા-પિતા બાળકોને ઉચિત શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા અસમર્થ હોય છે. આવાં બાળકો સમયાંતરે સમાજમાં સમસ્યાત્મક બાળકો બની જાય છે અને સમાજ સામે એક સાંસ્કૃતિક અને સામાજિક પડકાર ઉભો થાય છે. આનાં મહત્ત્વનાં કારણો નીચેના જેવાં હોય છે તેમ ઘણા મનોવિજ્ઞાનીઓ માને છે.
સામાજિક અને સાંસ્કૃતિક રીતે પછાત બાળકોનાં કારણો :
- આવાં ગરીબ માતા-પિતા પોતાના પરિવારમાં પુસ્તકો, અખબારો, સામયિકોની વ્યવસ્થા કરી શકતાં નથી. આથી આવાં બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે.
- આવાં બાળકોના ઘરમાં શૈક્ષણિક વાતાવરણનો અભાવ જોવા મળે છે.
- તેઓ બાળકોને નાની ઉંમરથી જ નિશાળને બદલે અન્ય સ્થળે શ્રમ કરવા (બાળમજૂરી) મોકલે છે. બાળકો માતા-પિતાને આજીવિકા મેળવવા માટે આર્થિક સહાય કરે છે.
- માતા-પિતા કે સમાજમાં અન્ય લોકો તરફથી પૂરતા પ્રમાણમાં બાળકોને પ્રોત્સાહન મળતું નથી.
- બાળકોને પૂરતું પોષણ મળતું નથી. તેઓ અપૂરતા પોષણનો ભોગ બને છે.
- આથી અપૂરતા પોષણવાળા બાળકોનું શારીરિક સ્વાથ્ય નબળું જોવામાં આવે છે. તેથી તેઓનું સ્વાથ્ય પણ નબળું જોવામાં આવે છે.
- આ ઉપરાંત કેટલીકવાર બાળકો સાંસ્કૃતિક, કોમી સંઘર્ષોનો ભોગ બને છે.
- કેટલાંક બાળકો તરફ સામાજિક ભેદભાવ અને પૂર્વગ્રહો રાખવામાં આવે છે.
- આ વર્ગનાં બાળકો તરફ સમાજ સૂગાળવી નજરે ઉપેક્ષા ભાવથી ક્યારેક નિહાળે છે.
- અમુક બાળકો તરફ તોછડાઈ દાખવવામાં આવે છે.
- આવાં સમાજ જૂથોમાં માતા-પિતા અને બાળકો વચ્ચેના સ્નેહસેતુ કે સંપર્ક-સેતુનો અભાવ હોય છે. આ સમાજ જૂથનાં બાળકો લઘુતાગ્રંથિનો ક્યારેક ભોગ બને છે.
- તેથી આવાં બાળકો વિપથગામી બને છે અને ક્યારેક ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળી જાય છે.
શિક્ષણ અને માર્ગદર્શન :
- આવાં બાળકોના શિક્ષણ માટે સમાજ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ જાગૃત પ્રયાસો કરવા જોઈએ.
- સામાજિક અને આર્થિક પછાત વર્ગનાં બાળકો માટે પ્રવેશ અને શિક્ષણ માટેની ખાસ જોગવાઈ હોવી જોઈએ.
- વાલીઓને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.
- બાળમજૂરી પ્રતિબંધક ધારો લાગુ કરવો જોઈએ.
- આવાં બાળકોના શિક્ષણ માટે ફી, પુસ્તકો, નોટબુકો, ગણવેશ વગેરે સામગ્રી પૂરી પાડવી જોઈએ.
- આવાં જૂથોનાં બાળકોના શિક્ષણ માટે શિક્ષણનું પ્રચાર અભિયાન ચલાવવું જોઈએ. વાલીઓની મુલાકાત લેવી, તેમની સામાજિક આર્થિક સમસ્યાઓ જાણી, તેમાં મદદરૂપ થવું, શિક્ષણનું મહત્ત્વ સમજાવવું વગેરે બાબતોનો સમાવેશ થવો જોઈએ.
- બુદ્ધિકસોટીઓ દ્વારા આવા બાળકોને શિક્ષકે વર્ગીકરણ કરીને તેમનાં શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ.
- બાળકોને શિક્ષણ આપવા માટે વિશિષ્ટ શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ.
- નિમ્ન વર્ગોના વાલીઓને પ્રોત્સાહન પૂરું પાડી બાળકોના શિક્ષણ માટે ફી, પુસ્તકો, નોટબુકો, ગણવેશ, વગેરે સાધન-સામગ્રી પૂરી પાડવી જોઈએ.
- શિક્ષકે અલગ જૂથો બનાવી, તેની ખાસ કાળજી લઈ તેમને વાંચન-લેખન અને અન્ય પ્રકારનું શિક્ષણ ખૂબ ધીરજપૂર્વક આપવું જોઈએ. તેમની ઉચ્ચારણ અને વાંચનની ભાષાકીય ક્ષતિઓ હોય છે, તેને દૂર કરવાના ઉપાયો પણ શિક્ષકે ધીરજપૂર્વક વિચારવા જોઈએ.
- આવાં સામાજિક-સાંસ્કૃતિક જૂથોનું આર્થિક અને સામાજિક સર્વેક્ષણ કરવું.
- શાળામાં મોકલવા યોગ્ય અને શાળામાં નહિ આવતાં બાળકોનું સર્વેક્ષણ કરીને વાલીઓમાં આ અંગેની જાગૃતિ લાવવી.
શાળામાં શિક્ષણ :
- શાળામાં આચાર્યો અને શિક્ષકોએ વિવિધ પ્રકારની બુદ્ધિ કસોટીઓ બાળકોનું વર્ગીકરણ કરીને તેમના શિક્ષણનો પ્રબંધ કરવો જોઈએ.
- આવાં બાળકોમાં રહેલાં તેજસ્વી બાળકો માટે શિક્ષણની વિશિષ્ટ વ્યવસ્થા કરવી જોઈએ.
- બાળકોનું વર્ગીકરણ કરીને તેમના શિક્ષણનો પ્રબંધ કરવો જોઈએ.
- આવાં બાળકોને પ્રેમ, વિશ્વાસ અને સહાનુભૂતિથી જીતી લેવાં જોઈએ.
- તેમને અન્ય બાળકો સાથે સામાન્ય પ્રવાહમાં લાવવા માટે તેમનાં અલગ જૂથો બનાવી, તેમની ખાસ કાળજી લઈ તેમને વાંચન-લેખન અને અન્ય પ્રકારનું ખૂબ ધીરજપૂર્વક શિક્ષણ આપવું જોઈએ.
- શિક્ષકોએ બાળકોના વાલીઓની ખાસ મુલાકાત લઈને બાળકોના શિક્ષણ માટે ખાસ માર્ગદર્શન આપવું જોઈએ.
- આવાં બાળકોમાં ઉચ્ચારણની અને વાંચનની ભાષાકીય ક્ષતિઓ હોય છે તે ક્ષતિઓ ધીરજપૂર્વક શિક્ષકે દૂર કરવાના ઉપાયો વિચારવા જોઈએ.
- આવાં બાળકોની ઉપેક્ષા કરવી જોઈએ નહિ.
- આવાં બાળકોના શિક્ષણ માટે ખાસ તાલીમ પામેલાં દૃષ્ટિવંત શિક્ષકોને મૂકવાં જોઈએ.
- આવાં બાળકોના શિક્ષણ માટે વિવિધ શૈક્ષણિક ઉપકરણો જેવાં કે દશ્ય-શ્રાવ્ય સાધનો, નકશાઓ, ચાર્ટ્સ, પ્રતિકૃતિઓ વગેરેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.
- નિમ્ન વર્ગનાં બાળકોના શિક્ષણ માટે સમાજ, સરકાર અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓએ પ્રયાસો કરવા જોઈએ.
- નિમ્ન વર્ગનાં વાલીઓની મુલાકાત લેવી, તેમની સામાજિક-આર્થિક સમસ્યાઓ જાણવી, તેમાં મદદરૂપ થવું, શિક્ષણનું મહત્ત્વ સમજાવવું તેમજ શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ.
- આમ, આવાં બાળકોની સામાજિક-આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખી તેમનાં શિક્ષણ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકાર સ્વૈચ્છિક સંસ્થાઓ, વિદ્વાનો, શિક્ષકો અને વાલીઓએ ગરીબ વર્ગનાં બાળકોમાં શિક્ષણ માટે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવા જરૂરી છે.