"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

પ્રતિભા સંપન બાળકો//Talented children

પ્રતિભા સંપન બાળકો//Talented children

પ્રતિભા સંપન બાળકો(Talented children)

    ક્રો અને ક્રો કહે છે, “અપવાદ એટલે એવી વ્યક્તિ કે જેની ખાસિયતો અને લક્ષણો સામાન્ય કરતાં વિશિષ્ટ હોય, અલગ હોય અને તેથી તેના વર્ણન, પ્રતિચાર અને પ્રવૃત્તિઓની વિશેષ કાળજી લેવાની હોય. આમ, અપવાદરૂપ કે અસામાન્ય બાળકો એટલે એવાં બાળકો કે જેમની ખાસિયતો અને લક્ષણો સામાન્ય કરતાં જુદી, વધારે અથવા ઓછી હોય.” 

અપવાદરૂપ બાળકોને બે વિભાગમાં વહેંચી શકાય.

  • 1)  મેઘાવી અથવા પ્રતિભા સંપન્ન
  • 2) અવિકસિત અથવા અલ્પવિકસિત બાળકો.

પ્રતિભા સંપન બાળકો :


સૌ પ્રથમ આપણે પ્રતિભા સંપન્ન બાળકો વિશે જોઈશું. 

વ્યાખ્યા :

  • પ્રતિભા સંપન્ન બાળકો માટે અંગ્રેજીમાં talented, gifted, creative, educationally, disadvantaged, unachievers વગેરે શબ્દો વપરાય છે. ગુજરાતીમાં આપણે આવાં બાળકોને મેઘાવી, પ્રતિભાશાળી, સર્જનશીલ વગેરે રીતે મેધ  બાળકોની વ્યાખ્યા આપતાં kolestic કહે છે,


  • “The term gifted has been applied to every ehild who is in his age group is superior in some ability which make him an outstanding contributor to the welfare and quality of living in our society.” 


  • krause વગેરે (2003) ના મતે, સામાન્યતઃ મેઘાવી બાળકો બૌદ્ધિક અને સાંવેગિક રીતે સામાન્ય કરતાં ઊંચી સિદ્ધિ ધરાવતાં બાળકો છે. તેમને વિશિષ્ટ પ્રકારનાં શિક્ષણની આવશ્યકતા છે તેમ નહીં થાય ત્યારે તેઓ હતાશા, નિરાશા, કંટાળો, આળસુપણું અને નીચી સિદ્ધિ તરફ સરી પડે છે.


Crocker (2004) પ્રતિભાશાળી બાળકોને બે ભાગમાં વિભાજિત કરે છે.

  • 1. સર્જનશીલ (creative) મગજ ધરાવતાં બાળકો
  • 2. વિવેચનાત્મક (critical) મગજ ધરાવતાં બાળકો 

    આ બંને પ્રકારનાં મેઘાવી બાળકોના રસ, રૂચિ, વલણો, વર્તન, વગેરે ભિન્ન હોવા છતાં તેમને સરખી રીતે શિક્ષણ આપી શકાય છે.

અહીં પ્રતિભાશાળી બાળકો અને ઊંચી સિદ્ધિ ધરાવતાં બાળકોનો તફાવત પણ સમજી લઈએ. 

Dr Bertie Kingore 

 “High achieving learners ‘absorb’ while gifted learners ‘manipulate’ information.”

     ઊંચી સિદ્ધિ ઘરાવતાં બાળકો કોઈપણ કામમાં એકરસ બનીને એકચિત થઈને તલ્લીન બનીને કાર્ય કરે છે. પરિણામ પર લક્ષ રાખે છે. જયારે પ્રતિભાશાળી બાળકો કાર્યક્ષમ વ્યવહાર, જ્ઞાન કુશળ ઉપયોગ અને ચાલાકીના ઉપયોગથી કંઈક ભિન્ન કરવાની વૃત્તિ ધરાવતા હોય છે.


પ્રતિભાશાળી, તેજસ્વી કે મેઘાવી બાળકો (Gifted Children) :

    વિશિષ્ટ બાળકોનાં વર્ગમાં તેજસ્વી કે મેઘાવી બાળકોનો પણ સમાવેશ થાય છે. મનોવિજ્ઞાની ટર્મને આવાં બાળકોના શિક્ષણ પર  ખાસ ભાર મૂક્યો છે. સામાન્ય રીતે અતિ તેજસ્વી કે મેઘાવી બાળકનો બુદ્ધિઆંક લગભગ 180 કે તેથી ઉપરનો હોય છે અને તેમની જ્ઞાનેન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય છે. અતિ તેજસ્વી બાળકો માટે સર્જનશીલ બાળકો, પ્રભાવશાળી બાળકો એવો શબ્દ પણ પ્રચલિત છે. અંગ્રેજી ભાષામાં આવાં બાળકો માટે figted, genius, talented, superior gal ale વપરાય છે. આવા બાળકો દરેક કાર્ય અલગ રીતે કરવાનું કૌશલ્ય ધરાવતાં હોય છે. જેનાથી મા-બાપ, વડીલો, આશ્ચર્ય અનુભવે છે.


“Gifted child is an individual with social abilities, talents and traits.” Terman 

    જેનામાં વિશિષ્ટ શક્તિઓ, વિશિષ્ટ બુદ્ધિ પ્રતિભા અને વિશિષ્ટ ગુણોનો સમુચ્ચય હોય તેને પ્રતિભાશાળી બાળક કહી શકાય.

    “પ્રતિભાશાળી બાળક એને ગણવામાં આવે છે કે જે યોગ્ય રીતે કરવામાં આવતાં પ્રયત્નોમાં સતત નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે. ફક્ત બુદ્ધિમાં શ્રેષ્ઠ નહિ પરંતુ એવાં બાળકો કે જેઓ સંગીત, કલા, સર્જનાત્મક લખાણ, નાટ્યપ્રવૃત્તિ, યાંત્રિક કૌશલ્યો અને સામાજિક નેતાગીરીમાં નોંધપાત્ર દેખાવ કરે, તેનો પણ સમાવેશ પ્રતિભાશાળી બાળકમાં કરવો જોઈએ. N.S.S.E.

    તેજસ્વી બાળકો બુદ્ધિ, વિવેચનાત્મક શક્તિ, રચનાત્મક શક્તિ, ઉકેલ શક્તિ ઉપરાંત સાહિત્ય, નેતૃત્વ વગેરે બાબતોમાં પણ શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તેમનો બુદ્ધિઆંક લગભગ 180 કે તેથી ઉપરનો હોય છે.

લક્ષણો :

  • આવાં બાળકોમાં ઉચ્ચગુણો હોય છે અને શિક્ષણમાં અદ્વિતીય સફળતા મેળવે છે. 
  • તેમની ગ્રહણશીલતા સામાન્ય બાળકો કરતાં ખૂબ ઊંચા પ્રકારની હોય છે.
  • તેઓ સતત પ્રયત્ન કરતા રહી પોતાના ધ્યેયોને સિદ્ધ કરવા પ્રયાસ કરે છે તેમજ વિવિધ વિષયોમાં રસ ધરાવતાં હોય છે.
  • તે સામાન્ય બાળકો કરતાં અતિ શીઘ્રતાથી વસ્તુ કે પરિસ્થિતિનો તાગ મેળવી લે છે અને સામાન્ય કે જ્ઞાનમાં શ્રેષ્ઠ હોય છે.
  • તેમની નિર્ણયશક્તિ, વિવેચન શક્તિ અને સારાસાર વિવેક શક્તિ ઉચ્ચ કક્ષાની હોય છે અને દૈનિક કાર્યમાં ભિન્નતા અને નિયમિતતા હોય છે.
  • તેમનામાં સારી એવી રમૂજ વૃત્તિ હોય છે. તેઓ મુક્ત અને પ્રસન્ન હોય છે. તેમનું વ્યક્તિત્વ સદાય પલ્લવિત રહેતું હોય છે.
  • તેમની બુદ્ધિશક્તિ અન્ય પ્રકારનાં બાળકો કરતાં ઉચ્ચ કક્ષાની હોય છે. તેઓમાં જિજ્ઞાસુ અને મૌલિક વિચારસરણી જોવા મળે છે.
  • તેમનામાં તર્કશક્તિ, સામાન્યીકરણની શક્તિ અને સંયોજનશક્તિ ઉચ્ચ પ્રકારની હોય છે અને શબ્દભંડોળનું જ્ઞાન વિશાળ હોય છે.
  • તેઓ અન્ય બાળકો કરતાં વધુ સંવેદનશીલ હોય છે.
  • તેઓ બુદ્ધિપૂર્વકનો સંયમ દાખવી શકે છે અને અમૂર્ત વિષયોમાં રૂચિ હોય છે. 
  • તેમનામાં શીધ્ર સમજશક્તિ, તીવ્ર જિજ્ઞાસા, તીક્ષ્ણ સ્મૃતિ, વિશાળ શબ્દભંડોળ, સાંખ્યિક ગણતરીમાં રસ, નવું નવું જાણવાની અને ખોજ કરવાની વૃત્તિ ભારોભાર હોય છે.


આ બધાં લક્ષણોને લીધે તેજસ્વી બાળકો સામાન્ય બાળકો કરતાં જુદાં પડે છે અને અનેક વિશિષ્ટતાઓ ધરાવે આ ઉપરાંત

  • આવાં બાળક ગણિતશાસ્ત્રમાં વધુ રસ ધરાવે છે.
  • તેઓ ઝડપથી વાંચન શીખે છે અને શીઘ્ર વાંચન કરે છે
  • તેમની જોડણીની ભૂલો અન્ય બાળકો કરતાં ઓછા પ્રમાણમાં થાય છે. તેઓ ચોકસાઈપૂર્વક અને ચીવટથી જોડણીને વળગી રહે છે અને થોડા સમયમાં પાઠ્યક્રમ સમજી શકે છે.
  • તેઓ શારીરિક રીતે તંદુરસ્ત, આકર્ષક તેમજ ઉચ્ચ ગુણોવાળાં હોય છે. 
  • તેમની તર્કશક્તિ, સામાન્યીકરણની શક્તિ અને સંશ્લેષણ-વિશ્લેષણ શક્તિ ઉચ્ચ પ્રકારની હોય છે. 
  • શૈક્ષણિક વિકાસમાં અન્ય કરતાં ચડિયાતાં હોય છે.
  • વર્ગમાં હાજરીની નિયમિતતા પણ વધુ જોવા મળે છે.
  • આમ છતાં, તેઓ ઘણા વિષયોમાં એકસાથે રસ ધરાવે છે.
  • આવાં બાળકો સમાજમાં અન્ય લોકો સાથે વધુ સમાયોજન સાધે છે. 
  • તેઓ પોતાની સમસ્યાઓ જાતે ઉકેલી શકે તેવી ક્ષમતા ધરાવે છે.
  • સામાન્ય કે સરાસરી બાળક કરતાં તે વધુ સુખી, આનંદી અને પ્રફુલ્લિત રહે છે. 
  • તેઓ સર્જનશીલ અને મૌલિક તેમજ વિવેચક હોય છે. પોતાના કાર્યનું તાર્કિક મૂલ્યાંકન કરી શકે છે.
  • તેઓ કઠિન મુદ્દાઓ પણ ઝડપથી ગ્રહણ કરે છે. તેને સમજાવવા માટે મૂર્ત ઉદાહરણ કે વિવિધ સ્પષ્ટીકરણોની જરૂર પડતી નથી
  • તેજસ્વી બાળકોમાં રચનાત્મક શક્તિ અને તર્કશક્તિનું પ્રમાણ શ્રેષ્ઠતમ હોય છે. તેઓ ઉચ્ચ પ્રકારનાં કાર્યનું ઉત્પાદન કરે છે.


પ્રતિભાશાળી બાળકોની સમસ્યાઓ :

    પ્રતિભાશાળી બાળકોના પ્રશ્નો વિશિષ્ટ હોય છે. ઘણા જુદા હોય છે. તેમના પ્રશ્નો માનસિક અને સંવેગાત્મક હોય છે. શિક્ષકે અને વાલીએ આવાં બાળકો હતાશાનો ભોગ ન બને, એકાકી ન બને, ઉત્તેજના ન અનુભવે, બે ધ્યાન ન બની જાય વગેરે બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે.

  • શાળામાં સરેરાશ બાળકોની સાથે પ્રતિભાશાળી બાળકોને તેમની જિજ્ઞાસા સંતોષવા, પડકાર ઝીલવા અને ઉત્સાહ બતાવવા પૂરતી તકો મળતી નથી. તેમને સામાન્ય બાળકોની સાથે ચાલવું પડે છે. તેથી કશુંક નવું અને જુદું કરી સંતોષ પ્રાપ્ત થતો નથી.
  • આવાં બાળકોને તેઓ બધાથી અલગ હોવાનો તણાવ રહે છે. 
  • સમોવડિયા મિત્રોનો અભાવ વર્તાય છે સરખી રસરૂચિ, સ્વભાવ, પ્રેરણાદાયી મિત્રવર્તુળના અભાવે તેમની લાગણીઓનું ઉદ્ઘકરણ શક્ય બનતું નથી.
  • તેઓ હંમેશા વિચારે છે કે તેમની સાથે કંઈક અન્યાય થઈ રહ્યો છે, ખોટું થઈ રહ્યું છે.
  • તેઓ હરવા-ફરવા કે મોલમાં સમય વિતાવવા કરતાં સારાં પુસ્તકો અને પ્રકૃતિના સાંનિધ્ય માટે પ્રેરાય છે. 
  • તેમની ઉંમરના બાળકો કરતાં તેઓ વધુ પરિપક્વ હોય છે. તેથી, તેઓ સ્વતંત્રતા ઝંખે છે, વિજાતિય મૈત્રી માટે પ્રેરાય છે. મોટી ઉંમરની વ્યક્તિ સાથે પ્રત્યાયન પસંદ કરે છે.
  • પ્રતિભાશાળી બાળકોમાં અનેક સંભાવનાઓ એકસાથે આકાર લેતી હોય છે તેથી તેમનો રસ અને શક્તિઓ બધી દિશામાં વહેતી થાય છે. પરિણામે, નિર્ણય પ્રક્રિયામાં તેઓ ગૂંચવડો અનુભવે છે. 
  • શિક્ષક અને વાલી તરફથી ઊંચા પરિણામની અપેક્ષાના કારણે તેઓ તાણ અનુભવે છે.
  • ઉત્કૃષ્ટતા (excellence) અને સંપૂર્ણતા (perfection) નો બોજ અને અપેક્ષા તેમને પજવે છે.


પ્રતિભાશાળી બાળકોનાં લક્ષણો :


  • પ્રતિભાશાળી બાળકોની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે : 
  • પ્રતિભાશાળી બાળકોનો બુદ્ધિઆંક ઊંચો હોય છે. તેમનો સાંવેગિક આંક (EQ) પણ અસાધારણ હોય છે. 
  • તેઓ સામાન્ય જ્ઞાનમાં અસામાન્ય ક્ષમતા ધરાવતા હોય છે. :
  • તેઓ અધ્યયનમાં નોંધપાત્ર રીતે ચઢિયાતા હોય છે. 
  • તેમના પ્રત્યેક કાર્યમાં નાવિન્ય હોય છે. 
  • તેઓનું કાર્ય કુશળતાપૂર્ણ અને મૌલિક હોય છે. 
  • તેઓ સામાજિક નક્કરતાના હિમાયતી હોય છે.
  • પ્રશ્નોત્તરી દ્વારા જિજ્ઞાસા સંતોષે છે. 
  • તેઓ સાંવેગિક અભિવ્યક્તિમાં પરિપક્વ હોય છે. 
  • તેઓમાં સંશોધનવૃત્તિ અતિવિકસિત હોય છે. 
  • કોઈપણ કાર્યમાં એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રીકરણ ઊંચુ હોય છે.
  • તેમનો દેખાવ અને વર્તન આત્મવિશ્વાસપૂર્ણ હોય છે. 


પ્રતિભાશાળી બાળકોની સમસ્યાઓ અંગે માર્ગદર્શન :

શિક્ષક અને માતા-પિતાએ મેઘાવી બાળકોની ખાસિયતો અને મર્યાદ:ઓ બંનેથી સારી રીતે અને સારી રીતે અવગત રહેવું જોઈએ. કારણ કે, ખાસિયતો અને મર્યાદાઓ જાણ્યા પછી જ આવાં બાળકોનો શારીરિક, -બૌદ્ધિક, સાંવેગિક અને રામાજિક વિકાસ અસાધારણ રીતે થતો હોય છે. તેને વિકસાવા માટે યોગ્ય વાતાવરણ ન મળે તો નવા અનેક પ્રશ્નો ઊભા થાય છે. આવું ન થાય તે માટે કાળજી રાખવી.

  • આવાં બાળકોને ક્યારેક પોતાના અસાધારણપરા અંગે શંકા હોય છે. તેઓ સ્વ” નો સ્વીકાર કરી શકતાં નથી, આવી સ્થિતિમાં તેમને તેમનાં અસાધારણપણાની વાકેફ કરવાં જોઈએ. 
  • આવાં બાળકો માટે માત્ર મિત્રવર્તુળ જ સામાજિક રીતે પડકારરૂપ હોતું નથી. ક્યારેક માતા-પિતા, કે શિક્ષકનું વર્તન પણ પડકારરૂપ હોય છે. માધ્યમિક શાળામાં શિક્ષકો ક્યારેક આવાં બળકોને પ્રેરણા અને પ્રોત્સાહનથી આપવાના સ્થાને તેના અસાધારપણાને ખોટું સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. અથવા પડકાર ઊભા કરે છે તેમ ન થવું જોઈએ,
  • થોડાક મોટા થતા આવા પ્રતિભાશાળી બાળકો કેટલાક જોખમો ખેડવા પ્રેરાય છે. તેઓની સાંવેગિક સમજ આશ્ચર્યકારક અને ઊંચી હોય છે. તેથી તેઓ સામાન્ય વાતમાં પણ દુભાવાની (hur), માઠું લગાડવાની સંભાવના વધુ રહે છે. તેઓ કદી તેમના ટીકાકારોને સહન કરતા નથી કે સ્વીકારતા નથી. તેમના પ્રતિ સહિષ્ણુતા દાખવતા નથી.
  • તેઓ સત્ય અને વાસ્તવિકતા ઉપરાંત સંભાવના પ્રત્યે સભાન હોય છે તેથી શિક્ષકે તેમની સાથે વિચાર, વાણી અને વર્તનમાં સામંજસ્ય અને સંતુલન જાળવવું જોઈએ.
  • પ્રતિભાશાળી બાળકો વ્યક્તિત્વનું સંતુલન જાળવતા હોય છે. છતાં, ક્યારેક અંતર્મુખ બને છે. તે તેમની મર્યાદા નથી. તેઓ પોતાને, અન્યને અને પરિસ્થિતિને આશ્ચર્યજનક સજગતાથી, સભાનતાથી સંગાત્મક સ્તરે પ્રમાણે છે અને સમજે છે.
  • પ્રતિભાશાળી બાળકોને કોઈ એક જ પદ્ધતિથી શીખવાનું નીરસ લાગે છે. તેમાં અધ્યયન માટે જરૂરિયાત મુજબ બધી જ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. દા.ત. વ્યક્તિગત અધ્યયન પદ્ધતિઓ અને સમૂહ અધ્યયન પદ્ધતિઓ.
  • પ્રતિભાશાળી બાળકોને સમજવા અને તેમની સાથે વ્યવહાર કરવા તેમની જેટલી કે તેથી વધારે પ્રતિભા ધરાવતા શિક્ષકો કે વાલીઓ જ ન્યાય આપી શકે છે.
  • તેજસ્વી બાળકોનો અલગ વર્ગ બનાવીને શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી. 
  • તેમના માટે વિશિષ્ટ વાંચનસામગ્રી પસંદ કરીને તેમને અભ્યાસમાં મદદરૂપ થવું જોઈએ. 
  • તેમને વધુ પ્રમાણમાં અને સારી રીતે શૈક્ષણિક અનુભવો પૂરા પાડવા જોઈએ
  • પ્રતિભાશાળી બાળકોને સામાન્ય વિદ્યાર્થીઓ માટેનાં બઢતીનાં નિયમો લાગુ પાડવાની સમકાલીન પદ્ધતિના કારણે આવાં બાળકોનાં પચાસ ટકા સમયનો વ્યય થાય છે. આ વ્યય અટકાવવા માટે જે વિદ્યાર્થી નિયત થયેલો અભ્યાસક્રમ જેટલાં સમયગાળામાં પૂરો કરે તેટલા સમયનાં અંતે ઉપલાં ધોરણમાં જવા દેવો, જેથી વિદ્યાર્થીઓ કંટાળો દૂર કરી શકાય અને તેને પ્રેરણા પણ મળે.
  • જુદા જુદા પ્રકારની બુદ્ધિકસોટીઓ કે અન્ય કસોટીઓનો ઉપયોગ કરીને આવાં બાળકોનો અલગ વર્ગ બનાવીને શિક્ષણ આપવાનો પ્રબંધ કરવો જોઈએ.
  • પ્રાથમિક કક્ષાથી જ આવાં તેજસ્વી બાળકો માટેની વિશિષ્ટ શિક્ષણ વ્યવસ્થા ગોઠવાય તે ઇચ્છનીય છે. 
  • આવાં તેજસ્વી બાળકોને તેમના મનપસંદ અથવા તેમનાં રસ-રૂચિ કે અભિયોગ્યતાઓને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમના વિષયો પસંદ કરવાની છૂટ આપવી જોઈએ.
  • આ માટે પ્રતિભાશાળી બાળકોના વાલીઓનો સંપર્ક કરીને, બાળકની વિશિષ્ટતાઓ જણાવીને તેમના અભ્યાસ અંગે માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.
  • આવાં બાળકોના અભ્યાસ માટે શાળામાં પૂરતી સુવિધાઓ હોવી જોઈએ. સારાં પુસ્તકોવાળું ગ્રંથાલય, યોગ્ય દેશ્ય-શ્રાવ્ય ઉપકરણો, કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીઓ, એનસાઈક્લોપીડિયા હોવાં જોઈએ. 
  • તેઓને વધુમાં વધુ સારી રીતે શૈક્ષણિક અનુભવો પૂરાં પાડવાં જોઈએ.
  • તેઓને અનુરૂપ એવી સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું આયોજન થવું જોઈએ. એટલું જ નહિ, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન અને અમલીકરણનું તેમને નેતૃત્વ સોંપવું જોઈએ.
  • શક્ય હોય તો આવા વિદ્યાર્થીઓની ઝડપી ગતિ જોતાં તેમનો અભ્યાસક્રમ ઝાઝો ઝડપી ગતિએ પૂરો કરી શકે તો તેમને આગળની કક્ષા કે શ્રેણીમાં લઈ જવા જોઈએ. આથી તેમનો ઉત્સાહ પણ જળવાઈ રહેવાનો સંભવ છે.
  • આવાં વિદ્યાર્થીઓ ઝડપી પ્રગતિ કરીને જો આગળની કક્ષાનો અભ્યાસ સંપૂર્ણપણે પૂરો કરે તો તેમનાં સમય અને શક્તિનો બચાવ થાય છે.
  • પ્રતિભાશાળી વિદ્યાર્થીની ઝડપી ગ્રહણશીલતાને ધ્યાનમાં રાખીને તેમને જે તે વિષય કે વિષયોમાં તેના સમૃદ્ધ અને ઊંડા અભ્યાસક્રમો આપવા જોઈએ કે જેથી તેમની માનસિક કક્ષાને અનુરૂપ તેઓ અભ્યાસ કરીને જે તે વિષય કે વિષયોમાં ઝડપી અને તલસ્પર્શી નિપુણતા (પ્રાવીણ્ય) પ્રાપ્ત કરી શકે.
  • પ્રવાસ-પર્યટનો, સારી ફિલ્મો, દૂરદર્શનના સમૃદ્ધ કાર્યક્રમો, આકાશવાણીના અસરકારક કાર્યક્રમો, સમૃદ્ધ પુસ્તકાલય વગેરેનો તેઓ ભરપૂર ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. 

  • તેમની પ્રગતિનો સંપૂર્ણ આલેખ દર્શાવતું સંગ્રહિત પ્રગતિપત્રક તૈયાર કરીને તેમને અને વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.
  • સામાન્ય બાળક કરતાં સમજશક્તિ, ગ્રહણશક્તિ વધુ હોય તેથી પાઠ્યક્રમ ખૂબ જ સમૃદ્ધ હોવા જોઈએ. 
  • પ્રતિભાશાળી (તેજસ્વી) બાળકો માટે વિવિધ તજજ્ઞોના પ્રવચન અને જ્ઞાનવર્ધક પ્રવાસ યોજવા જોઈએ. 
  • જે ક્ષેત્રનો અભ્યાસ સામાન્ય બાળક કરી શકે નહીં તેવા ક્ષેત્રનો અભ્યાસ કરવા આવા બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ. 
  •  પ્રતિભાશાળી બાળકોને પ્રયોગાત્મક, રચનાત્મક કાર્ય અને શોધકાર્યમાં રસ હોય છે. 
  • આવા બાળક માટે વિવિધ શૈક્ષણિક તકનીકીનો ઉપયોગ કરવો જોઈએ. જેવી કે શોધવિધિ, પ્રોજેક્ટ વિધિ, અભિનય પદ્ધતિ, પર્યટન પદ્ધતિ, સિમ્પોઝીયમ, સમસ્યા ઉકેલ પદ્ધતિ, પેનલચર્ચ વગેરે તેજસ્વી બાળકો માટે શિક્ષકોએ પણ બુદ્ધિનિષ્ઠ પ્રતિભાશાળી વ્યક્તિત્વ, પ્રેરણાદાયી, કર્તવ્યનિષ્ઠ, ઉદાત્ત ભાવના, સંવેદનશીલતા, વિચારશૈલી જેવા વિષય-નિષ્ણાંત અને લોકશાહી વિચારશૈલી જેવા વિવિધ ગુણો કેળવી માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.
  • આવાં બાળકોએ મેળવેલ શ્રેષ્ઠતમ સિદ્ધિઓ માટે જાહેરમાં તેમનું બહુમાન કરવું જોઈએ. 
  • શાળામાં શિક્ષકોએ તેઓનાં પ્રશ્નોનાં સંતોષકારક જવાબ આપવાં. તેમનાં તરફ આદર અને સ્નેહ દાખવવા ઉપરાંત તેમનાં ઉત્સાહને ટકાવી રાખવાના પ્રયત્નો કરવાં જોઈએ. 

શિક્ષક અને માતા-પિતા પોતાનાં પ્રતિભાશાળી બાળકોને તેમની શક્તિઓને સમજીને યોગ્ય માર્ગદર્શન આપે એ જરૂરી છે. કારણ કે તેઓ વિકાસચક્રની ધરી છે.







About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

ટિપ્પણી પોસ્ટ કરો

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.