અવલોકન પદ્ધતિને નિરીક્ષણ પદ્ધતિ પણ કહે છે વિદ્યાર્થીની સમસ્યાના મૂળમાં પહોંચવા તેના વાણી વિચાર અને વર્તનનો અભ્યાસ કરવો પડે છે. આવો અભ્યાસ કરવા તેના વર્તનનું નિરીક્ષણ કે અવલોક કરવાની જરૂર પડે છે. શાળા સમય દરમ્યાન અધ્યેતા વિવિધ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. આ જુદ - જુદી પરિસ્થિતિમાં અધ્યેતા ચોક્કસ પ્રકારનું વર્તન કરે છે. આ વર્તનનું નિરીક્ષણ તેના વ્યક્તિત્વને ઓળખવામાં મદદરૂપ બને છે. આ વર્તનના અર્થઘટનના આધારે તેના વિકાસમાં મદદરૂપ થઈ શકે છે.
વિદ્યાર્થીવર્તનના પ્રત્યક્ષ અવલોકનના આધારે નિષ્કર્ષ પર પહોંચવાની આ અભ્યાસપદ્ધતિ ને અવલોકનપદ્ધતિ કહે છે.
અવલોકનની પરિસ્થિતિને આધારે તેના નીચે પ્રમાણે પ્રકારો પાડી શકાય છે.
અવલોકનના પ્રકારો
બાહ્ય નિરીક્ષણ
અંત: નિરીક્ષણ
સહભાગી
અસહભાગી
અનિયંત્રિત
નિયંત્રિત
ક્રમમાપદંડ (Rating scale)
ઓળખયાદી (Checklist)
પરિસ્થિતિ કસોટી (Situational lest)
સામાજિક્તામિતિ (Sociometry)
અંતઃ નિરીક્ષણ (Introspection)
મનોવૈજ્ઞાનિક
કસોટીઓ
આ પદ્ધતિ અનુસાર વ્યક્તિ મનોભાવો જેવાકે આંતરિક સાંવેગિક વિચારો, ચિંતન, પ્રવૃત્તિઓનું સ્વરૂપ જાણવા માટે અંતર્મુખ બને છે. તે પોતાના મનોભાવો અને માનસિક સ્થિતિનું અવલોકન કરે છે સામાન્ય રીતે સ્વવિશ્લેષણમાં જ મોટેભાગે સ્વનિરીક્ષણ કરવામાં આવે છે. ટૂંકમાં આંતરનિરીક્ષણ/અંતઃનિરીક્ષણ એટલે વ્યક્તિએ તેના પોતાના મનની કામગીરી તરફ પદ્ધતિસર ધ્યાન આપવું તેમજ કામગીરીનું નિરીક્ષણ કરવું.
માનવવર્તનના નિરીક્ષણ માટે આધુનિક પદ્ધતિઓ, અસ્તિત્વમાં નહોતી ત્યારે અંતઃનિરીક્ષણ વધુ મૂલ્યવાન પદ્ધતિ ગણાતી. કારણ કે તેવા સંજોગોમાં પણ વ્યક્તિ પોતે જ પોતાના આંતરમનની સાચી વાત કહેવા શક્તિમાન છે અન્ય નહીં. તેમ છતાં અહીં સાંવેગિક પરિસ્થિતિ પસાર થયા પછી તેનું નિરીક્ષણ થતું હોવાથી વિશ્વસનીય હોતું નથી,
અહી અવલોકન નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવે છે. પ્રયોગકર્તા, પ્રયોગપાત્રથી અલગ રહીને નિરીક્ષણ કરતો હોવાથી તેને અસહભાગી અવલોકન કહે છે. વ્યક્તિના ભાષાપ્રયોગ અને અંગચેષ્ટાઓથી તેના વર્તનનો ખ્યાલ આવી શકે છે.
દા.ત.
કોઈ વ્યક્તિ જોરથી હથેળી પછાડે.
દાંત પીસીને બૂમ–બરાડા પાડે.
ચહેરો લાલઘૂમ થઈ ત્યારે તેના વર્તનમાં ક્રોધ નિરખી શકાય છે. બાહ્ય નિરીક્ષણ પ્રયોગમાં મનોકસોટીઓ અને માપનના અન્ય સાધનો દ્વારા અવલોકન કરવામાં આવે છે.
જો નિરીક્ષક કે અવલોકનકર્તા પ્રયોગપાત્રને પોતાનું અવલોકન થઈ રહ્યું છે. એવો ખ્યાલ સુદ્ધાં ન આવે એ રીતે વિદ્યાર્થી કે વિદ્યાર્થીસમૂહમાં ભળી જઈને અવલોકન કરે તો તેને સહભાગી અવલોકન કહે છે.
પ્રયોગપાત્રને નિરીક્ષણની પરિસ્થિતિમાં મૂકી જો નિરીક્ષક તેનાથી દૂર, અલગ અને તટસ્થ રહીને અવલોકન કરે તો તેને અસહભાગી અવલોકન કહે છે.
જો પ્રયોગપાત્રને પ્રયોગની કસોટીની કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં રાખીને તેનું અવલોકન કરાય તો તેને નિયંત્રિત અવલોકન કહે છે.
જો પ્રયોગકર્તા પોતાનું અવલોકન થઈ રહ્યું છે. તેવી સભાનતા વિના મુક્ત પરિસ્થિતિમાં વર્તી રહ્યો હોય ત્યારે તે અવલોકનને અનિયંત્રિત અવલોકન કહ છે.