સિદ્ધિ પ્રેરણા એ મૂળભૂત રીતે વ્યક્તિના સ્વભાવમાં હોય છે. તે પ્રેરણાનો એક પ્રકાર છે. સિદ્ધિપ્રેરણાનો પાયો એ સિદ્ધિ માટેનો પ્રેરક છે. જે વ્યક્તિઓ પોતાની જાતને સિદ્ધિપ્રેરક તરીકે કામે લગાડે છે તેઓ સિદ્ધિપ્રેરણાની શક્તિ હેઠળ કામ કરી રહ્યા છે તેમ કહી શકાય. દા. ત. અમિતાભ બચ્ચન, એ.પી.જે. અબ્દુલ કલામ.
એક વિદ્યાર્થી પોતાની શાળામાં ઉત્કૃષ્ટ દેખાવ કરે છે અને સારા પરિણામની ઈચ્છા રાખે છે. આ બધું સિદ્ધિપ્રેરણા તરીકે ઓળખી શકાય. નેતૃત્વના સંબંધમાં એક વિદ્યાર્થીને સૌથી વધુ પસંદગી મળે છે. ત્યારે તે વર્ગના નેતા બને છે ત્યારે તે સત્તાનો પ્રેરક ધરાવે છે. સિદ્ધિ પ્રેરણાને નીચે મુજબ વિગતે સમજીએ.
Achievement motivation may be associated with a variety of goals, but in general, the behaviour adopted will involve the activity to which it is directed towards the attainment of some standards of excellence.' Competition with others in which they are beaten may be included in it.
સિદ્ધિપ્રેરણા એ વિવિધ લક્ષ્યો સાથે સંકળાયેલ છે, પરંતુ સામાન્ય રીતે વ્યક્તિ જે વર્તન કરે છે તેમાં એવી પ્રવૃત્તિઓ સમાયેલી હોય છે કે શ્રેષ્ઠતાનાં ધોરણોની પ્રાપ્તિ તરફ દોરી જતી હોય. અન્યો સાથેની હરીફાઈ કે જેમાં તેઓ ઉચ્ચ પૂરવાર થાય તેનો તેમાં સમાવેશ કરવામાં આવે છે.
“The achievement motivation is conceived as a latent disposition which is manifested in overstriding only when individual perceives performance as an instrument to a sense of personal accomplishment.”
સિદ્ધિપ્રેરણાને વ્યક્તિની પ્રચ્છન્ન પ્રકૃતિ તરીકે કલ્પવામાં આવે છે. જે વ્યક્તિ જ્યારે પોતાની વ્યક્તિગત સિદ્ધિ માટે અપ્રતીમ મથામણ કરે છે, ત્યારે તે પ્રગટ થાય છે. 1
“સામાજિક પ્રતિષ્ઠા માટે નહિ, પણ પોતે કંઈક સિદ્ધ કર્યાનો આંતરિક સંતોષ પામવા માટે, કોઈ પણ કામ સારી રીતે પાર પાડવાની અભિલાષા એટલે સિદ્ધિપ્રેરણા.” • મેકલેલેન્ડ
ડૉ, મેકલેલેન્ડ સિદ્ધિપ્રેરણાના જનક (પિતા) કહેવાય છે.
“Achievement motivation is defined in terms of the way an individual orients himself towards the object of conditions that he does not possess. If he values those objects and conditions and he feels that he ought to possess them, he may be regarded as having an achievement motive.
વ્યક્તિ જે બાબતો પોતાનામાં નથી તે તરફ પોતાની જાતને અભિમુખ કરે છે. એ અર્થમાં સિદ્ધિપ્રેરણાને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો તે આ બાબતોની કિંમત સમજતી હોય અને તે પ્રાપ્ત કરવાની વ્યક્તિ અપેક્ષા રાખતી હોય તો તેનામાં સિદ્ધિપ્રેરણા છે એમ કહેવાય.
A system of goal direction in human activity that is closely related to competence, aggressiveness and dominance is described by psychologists as achievement motivation.
મનુષ્યની પ્રવૃત્તિઓમાં લક્ષ્યદિશા પ્રાપ્તિની પ્રણાલી કે જે ગાઢ રીતે ક્ષમતા, આક્રમણ અને પ્રભાવીપણા સાથે સંકળાયેલી છે તેને મનોવિજ્ઞાનીઓ સિદ્ધિપ્રેરણા તરીકે વર્ણવે છે.
(1) તેનું આકાંક્ષાનું સ્તર ઊંચું હોય છે. તે પોતાનું સ્તર ધીમે-ધીમે ઊંચું લઈ જાય છે. દા. ત.કોઈ વૈજ્ઞાનિક કેન્સરનો ઇલાજ શોધવા મથે છે.
(2) સિદ્ધિ સાથે સંબંધ ધરાવતા કાર્ય સાથે તેને રસ હોય છે.
(3) દઢ આગ્રહી હોય.
(4) પ્રમાણસર માત્રામાં જોખમ ખેડીને પ્રાપ્ત કરેલી સફળતાનો આનંદ મેળવે તે અન્યની સરખામણીએ શ્રેષ્ઠતા મેળવવા માટે તત્પર હોય છે
(5) અન્ય વ્યક્તિની સરખામણીમાં વધુ કાર્યક્ષમતા ધરાવતા હોય અને સિદ્ધિનું સ્તર ઊંચું હોય.
(6) આવી વ્યક્તિ દઢ ઇચ્છાશક્તિ, ઉત્તમ દેખાવ કરે અને કાર્ય કરવાની બાબતમાં આગળ રહે.
(7) પોતાના કાર્ય અને સફળતા અંગે સતત ચિંતિત હોય.
(8) પોતે પોતાનો નિર્ણય લે અને જો નિષ્ફળ થાય તો પરિણામ પોતે ભોગવે. બીજા પર દોષારોપણ ન કરે.
(9) તેને નક્કર પરિણામમાં રસ હોય. પ્રમાણસર માત્રામાં જોખમ ખેડવું પડે એવા કાર્યો તેઓ વધુ પસંદ કરે છે. તેઓ પરિસ્થિતિમાંથી પડકાર શોધે છે અને તેને પહોંચી વળીને સિદ્ધિનો આનંદ-સંતોષ મેળવે છે.
(10) આવી વ્યક્તિ પોતાના કાર્યને ચીલાચાલુ ઢબે નહીં પણ નવીન અને સ્વતંત્ર રીતે હાથ ધરે છે. કાર્યમાં નવીનતા લાવવા તેઓ પોતાની આગવી શૈલી સર્જવા કોશિશ કરતી રહે છે.
(11) સિદ્ધિપ્રેરિત વ્યક્તિ વિચારોમાં, નિર્ણય લેવામાં અને કાર્ય કરવામાં સ્વતંત્રતાનો આગ્રહી હોય છે.
(12) સિદ્ધિ પ્રેરિત વ્યક્તિ પોતાની શક્તિમર્યાદાઓને ધ્યાનમાં રાખી લક્ષ્ય નક્કી કરે છે. અત્યંત સહેલાં કે દુષ્કર કાર્યો તે ધ્યેય તરીકે રાખતી નથી. કારણ કે તેમાં સફળ થાય તો પણ સફળતા દ્વારા આનંદની જે અનુભૂતિ થવી જોઈએ તે થતી નથી. લક્ષ્ય અંગે ચોક્કસ થઈ તે જવાબદારી અને સભાનતા સાથે કામ કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
(13) આવી વ્યક્તિઓ સામાન્ય જીવનમાં સફળ, સમતોલ, ઉદ્યોગ-સાહસિક તરીકે વર્તે છે.
(14) કોઈ પણ સંસ્થામાં જ્યારે ઘણી સિદ્ધિ પ્રેરિત વ્યક્તિઓ એકઠી થાય તો સંસ્થા પ્રગતિથી ધમધમી ઉઠે છે.
(15) તેમને તેમના કાર્યની સફળતા માટે પ્રતિપોષણની અપેક્ષા હોય છે. તેઓ પોતે કેવું કાર્ય કરે છે તે જાણવાની અપેક્ષા રાખે છે.
(16) તેમને સ્વતંત્ર જવાબદારી સ્વીકારવાની ઇચ્છા હોય છે. ત્યારબાદ તેઓ પોતાના કાર્યમાં શ્રેષ્ઠતા દાખવવા પ્રયત્નશીલ હોય છે.
(17) તેઓ નિષ્ફળતાને દૂર રાખવા નહીં પણ સફળતા મેળવવા વધુ ધ્યાનકેન્દ્રિત કરે છે.
(18) તેઓ ગણતરીબાજ હોય છે. સફળતાની નક્કર અને વાસ્તવિક શક્યતાઓની ગણતરી કરે છે. તેમની ગણતરી પ્રમાણે યોગ્ય લાગે તો બે કાર્યમાં રહેલાં બે ધ્યેયો મેળવવા હાથ પર લીધેલ એક કાર્ય જતું કરે છે - છોડી દે છે.
(19) પોતાના નિયંત્રણ હેઠળની પરિસ્થિતિનો શ્રેષ્ઠ ઉપયોગ કરી સફળતા મેળવવા સતત પ્રયત્નશીલ હોય છે.
(20) આવી વ્યક્તિઓ નસીબને દોષ દઈ નિશ્ચિત (માથે હાથ મૂકી) થઈ બેસી રહેતી નથી. પરિશ્રમ દ્વારા કાર્યને સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. સફળતા, શ્રેષ્ઠતા, પુરુષાર્થ જેવા શબ્દો તેમને ગમે છે. નિષ્ફળતા, અવરોધ, નડતર જેવા શબ્દો તેઓ પસંદ કરતા નથી. તેઓ શ્રેષ્ઠતા માટેની સંવેદનશીલતા, અદ્વિતીય સિદ્ધિ, લાંબા ગાળાનાં ધ્યેયો અને અન્યો સાથે અથવા પોતે નિશ્ચિત કરેલાં ધોરણે સાથે હરિફાઈ કરે છે.
અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં પ્રેરણાને કેન્દ્રમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તેથી જ અધ્યાપકે વર્ગશિક્ષણ દરમ્યાન પ્રેરણા પૂરી પાડવાની રીત વિશે વિચારવું અનિવાર્ય બની રહેશે. જે નીચે મુજબ છે.
અધ્યયન સામગ્રી કે અધ્યયન અનુભવો હંમેશાં અધ્યેતાની જરૂરિયાત, રસ અને શક્તિઓ પ્રમાણેનાં હોવાં જોઈએ. જેથી અધ્યતામાં હતાશા ન જન્મે. અધ્યેતા શું શીખી શકશે? અધ્યેતાનાં રસનાં ક્ષેત્રો એ અધ્યાપકના પૂર્વાનુભવને આધારે નક્કી કરવું જોઈએ. અધ્યેતા તેને સોંપાયેલ કાર્ય કરવા માટેની પુર્ણતા ધરાવે છે? તે માનસિક રીતે નવું જ્ઞાન મેળવવા વધુ તૈયાર છે વગેરે બાબતોની વિચારણા જરૂરી છે.
કહેવાયું છે કે એક સફળ અધ્યાપક કથનચર્ચા પદ્ધતિ દ્વારા પણ અધ્યેતાને અધ્યયન કરવા માટે તત્પર કરી શકે. ચીલાચાલુ શિક્ષણ પદ્ધતિ અધ્યેતાના શિક્ષણમાંના રસને ખતમ કરી દે છે. પણ યોગ્ય પોતાની કોઠાસૂઝ અને કળા વડે અધ્યેતાનાં શિક્ષણમાંના રસને ઉત્તેજીત કરી શકે છે. દેશ્ય-શ્રાવ્યસાધનોનો ઉપયોગ, પુસ્તકાલયની સેવાઓ, વિવિધ સ્થળોની મુલાકાતો અધ્યાપકને સીધી રીતે તેના અર્થતાને પ્રોત્સાહન પૂરું પાડવામાં મદદરૂપ બને છે. તેથી જ એક અધ્યાપક પોતાના શિક્ષણકાર્યમાં યોગ્ય પદ્ધતિઓ, પ્રયુક્તિઓ અને અન્ય સહાયક સામગ્રીનો ઉપયોગ કરે છે.
પ્રત્યેક વિદ્યાર્થીને પોતાના પરિણામની જાણ અને પ્રગતિનાં વિશે જાણવાની જિજ્ઞાસા હોય છે. જો તેને તેના વિશે જાણ કરવામાં આવે તો તે પોતે કઈ દિશામાં છે અને અભ્યાસ તેમજ પ્રગતિ સંતોષકારક છે કે કેમ તેની જાણ થાય છે, તેમજ વ્યક્તિને લક્ષ્ય સુધી પહોંચવા માટેની ખૂટતી કડી તેમજ બાકીના પ્રયાસોનું આયોજન કરવા પણ સક્ષમ બનાવે છે. આ પરિણામ દ્વારા તો હેતુ સિદ્ધ થાય તે માટે યોગ્ય નોંધણીપત્રકો, આલેખો, ચાર્ટ્સ વગેરે શાળામાં તૈયાર કરવાં જોઈએ.
વખાણ અને ઠપકો બંને અધ્યેતા માટે જરૂરી છે. વર્ગની પરિસ્થિતિ પ્રમાણે અપેક્ષિત પ્રેરણા પૂરી પાડવા તેમનો ઉપયોગ કરી શકાય. જો કે આ બંનેની અસરકારકતાનો આધાર તે કોના માટે ઉપયોગમાં લેવાય છે, તેના પર રહેલો છે. કેટલીક વખત વિદ્યાર્થી કોઈ કાર્ય સુંદર રીતે કરી લાવે તો શિક્ષકે વર્ગમાં તેને જાહેરમાં બિરદાવવો જોઈએ. કેટલીક વ્યક્તિઓ માટે વખાણ અને ઠપકો બંને સારું કામ આપી શકે. તેથી જ અધ્યાપકે અધ્યેતાને ઓળખીને તેને અનુકૂળ વખાણ કે ઠપકાનો ઉપયોગ તેમને ઉત્તેજવામાં કરવો જોઈએ.
અધ્યેતાને યોગ્ય અધ્યયન પરિસ્થિતિ અને અનુકૂળ પર્યાવરણ મળી રહે તો તેને વાંચન, લેખન વગેરે ગમે છે. શાળાનું મકાન, યોગ્ય બેઠકવ્યવસ્થા અને અન્ય પ્રાપ્ત ભૌતિક સગવડો, પરસ્પરનો સહકાર, સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક આ બધું જ બાળકના અધ્યયનને અસર કરે છે અને તેને પ્રેરણા પૂરી પાડે છે. તેથી અધ્યાપક અસરકારક શિક્ષણ માટેનું પર્યાવરણ અને યોગ્ય અધ્યયન પરિસ્થિતિ પૂરી પાડવાના પ્રયત્નો કરવા જોઈએ.
અધ્યાપકે અધ્યેતામાં અધ્યયન પરત્વે યોગ્ય વલણો વિકસાવવા જોઈએ. ચોક્કસ પરિસ્થિતિમાં વ્યક્તિના પ્રતિચારોને વલણ કહે છે. વલણ વ્યક્તિના રસ અને ધ્યાન સાથે સીધી રીતે સંકળાયેલા છે. જે અધ્યેતા હાથ પર લીધેલ કાર્ય તરફ હકારાત્મક વલણ ધરાવે છે. તે પોતાના કાર્યો રસપૂર્વક કરે છે.
અનુભવ એ અધ્યયનની જનની છે. ભૂતકાળમાં જેનું અધ્યયન કરેલું છે તે વર્તમાન સમય માટે પાયો બની રહે છે. વિદ્યાર્થીને સોંપેલ કાર્ય રસપ્રદ, સરળ અને જેની કાર્યક્ષમતા મુજબનું હોવું જરૂરી છે. જો ભૂતકાળના અનુભવો યોગ્ય રીતે અનુબંધ ધરાવતા ન હોય તો અધ્યેતા નવું જ્ઞાન શીખવા માટે સરળતાથી પ્રેરાતો નથી. તેથી અધ્યયનનો સરળતા ખાતર વર્તમાન શિક્ષણને પૂર્વજ્ઞાન સાથે જોડવું જોઈએ.
વ્યક્તિ જે કાર્ય કરતી હોય તે કાર્યના અંતે પ્રાપ્ત થનાર ધ્યેયની માહિતી જો તેની પાસે ન હોય તો તેને તેમાં રસ પડતો નથી. ધ્યેય અને હેતુઓની ચોકસાઈ અધ્યેતાને તેમાં રસ લેતો કરે છે. અધ્યેતા વિષયાંગના હેતુઓથી જ્ઞાત હોવો જોઈએ. જેથી અપેક્ષિત વર્તન માટે બનતા પ્રયાસો કરી શકે.
શિક્ષા એ નકારાત્મક પ્રેરક છે. જે નિષ્ફળતાનો ડર શારીરિક સજાનો ડર ઊભો કરે છે. તેને કારણે વ્યક્તિ કાર્ય કરવા પ્રેરાય છે. શિક્ષકે બને ત્યાં સુધી શિક્ષાનો ઉપયોગ ટાળવો જોઈએ. કારણ કે, તે આત્મવિશ્વાસ, મુક્ત વિચારણા તથા સાહસને ઘટાડે છે. જ્યારે તેના માન, સન્માન, પુરસ્કાર, જ્ઞાન-વખાણ વગેરે જેવા ઉત્તેજનો અધ્યેતાઓમાં સર્જનાત્મક શક્તિઓ, આત્મવિશ્વાસ અને સ્વમાનની ભાવના વિકસાવે છે. કેટલાક સંજોગોમાં શિક્ષા એ બદલો કરતાં વધુ સારો સુધારો લાવી શકે છે. જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો સફળતા બક્ષે છે. તેથી શિક્ષકે વર્ગમાં પ્રેરક તરીકે બદલો કે શિક્ષાનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ.
દરેક વ્યક્તિને પોતાનું આત્મસન્માન હોય છે અને તેને જાળવવાના પ્રયત્નો કરે છે. માનવીને તે જ માણસ, પદાર્થ કે પરિસ્થિતિ પસંદ પડે છે. જ્યાં તેનું આત્મસમ્માન કે તેનું મહત્ત્વ પૂરું પડાય છે અને જેને કારણે તેને આત્મસમ્માનને ઠેસ પહોંચે છે તે બાબતોને માનવી ધિક્કારે છે. જે શિક્ષક વિદ્યાર્થીની હાંસી-મજાક વર્ગમાં કરવાની ટેવ ધરાવતા હોય છે તેને વિદ્યાર્થી ધિક્કારે છે, તેને સ્થાને શિક્ષકે અધ્યતાનો અહમ્ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી તેના અન્ય સહાધ્યાયીની સમક્ષ તેમનો મોભો જળવાઈ રહે.
અધ્યાપનને વધુ સક્રિય અને અસરકારક બનાવવું હોય તો અધ્યેતાઓને જુદી જુદી રીતે અભિપ્રેરિત કરવા તાઈએ. અધ્યેતાઓને અધ્યયન માટે પ્રેરણા આપવા માટેની રીતો અને ઉપાયો નીચે મુજબ છે.
વક્તવ્ય, પરિસંવાદો, પેનલ ચર્ચા, સીમ્પોઝીયમ્ જેવી જૂથ અધ્યયન પદ્ધતિઓનું આયોજન કરીને પણ પ્રેરણા પૂરી પડાય છે.
શાળામાં વિવિધ વિષયોના મંડળો કે સમિતિઓના પ્રમુખ તંદુરસ્ત જૂથ સ્પર્ધાઓનું આયોજન કરી અધ્યેતાને અભિપ્રેરિત કરી શકાય છે અને વધુ અસરકારક અધ્યયન થઈ શકે છે.
જો અધ્યેતાન તેના અભ્યાસ પ્રતિ તેમજ પ્રવૃત્તિના સંદર્ભમાં પરિણામની જાણ કરવામાં આવે તો તેની ખૂટતી કડી સ્વરૂપે અગાઉના પ્રયાસો આરંભી દે છે.
લક્ષ્ય ચોક્કસ હોય અને તે નક્કી કરવામાં અધ્યેતાઓનો ફાળો હોય તો તે લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે જ. અધ્યાપક અધ્યેતાઓને અધ્યયનના હેતુઓથી માહિતગાર કરવા જોઈએ.
અધ્યેતાને જે એકમનું અધ્યયન અર્થપૂર્ણ લાગે છે તે એકમનું અધ્યયન કરવા માટે તેને પ્રેરણા મળે અને વ્યવહારુ જીવન સાથે તેનો સંબંધ સ્પષ્ટ થાય એ રીતે રજૂ કરવામાં આવે તેવી અધ્યયન સામગ્રી તેને અર્થપૂર્ણ લાગે છે.
શિક્ષક દ્વારા વિદ્યાર્થી જ્ઞાનપૂર્ણ પ્રશંસા તેના વિચારોની સ્વીકૃતિ, તેના અહમને પોષણ મળે તેવી શિક્ષકપક્ષની વાણી એ સૂચનો વિદ્યાર્થીઓને અભિપ્રેરણા પૂરી પાડે છે.
પ્રશંસનીય કાર્ય કે પ્રવૃત્તિ કે પરિણામ માટે જે અધ્યેતાને ઇનામ આપવામાં આવે તો તેથી તેને અભિપ્રેરણા મળે છે અને વિદ્યાર્થીએ પણ પુરસ્કારની લાલચે પ્રવૃત્તિશીલ બને છે.
શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ધમકાવીને, મારીને, ઝઘડો કરીને કે અન્ય કોઈ પ્રકારની સજા કરીને તેનું અપમાન કરે છે તેવા સંજોગોમાં તે વિદ્યાર્થી કામચોર અને ગુનાહિત માનસિકતા ધરાવતો થઈ જાય છે. તેના સ્થાને શિક્ષકે તેના મિત્ર, માર્ગદર્શક અને ફિલસૂફની વૃત્તિથી કામ ભજવીને અભિપ્રેરણા પૂરી પાડવી જોઈએ.
શિક્ષક દ્વારા વિદ્યાર્થી સમક્ષ જે તે વિષયમાં રુચિ ઉત્પન્ન કરીને, વિદ્યાર્થીનું ધ્યાનકેનદ્રિત કરીને તેમને અધ્યયન પ્રતિ અભિપ્રેરણા પૂરી પાડવી જોઈએ.
રમત દ્વારા અધ્યયન વધુ ફળદાયી બને છે. કારણકે તેમાં વધુ રસ પડે છે અને તે સારી રીતે કાર્યમગ્ન બને છે.
વર્ગનું વાતાવરણ શિક્ષણમય બનાવવાનો પ્રયત્ન શિક્ષક દ્વારા થવો જોઈએ. જુદા જુદા વિષયના વિશિષ્ટ ખંડો જે તે વિષયનું શિક્ષણપ્રદ વાતાવરણ ઊભું કરીને તેને અધ્યયન માટે પ્રેરણા પૂરી પાડવી જોઈએ.
આમ, સારા અધ્યયનનો પ્રાણ (હૃદય) એ અભિપ્રેરણા છે. તેથી અધ્યેતાને અભિપ્રેરણા મળે તેવા માર્ગો અપનાવીને અધ્યાપક અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને વધુ ફળદાયી બનાવવી જોઈએ.
અધ્યયનમાં સ્થાન અપ્રતીક છે. અધ્યયનનો નાતો વર્તન સાથે છે અને વર્તનની ક્રિયા પ્રેરણા જોડે ચાલતી રહે છે. કોઈ વિદ્યાર્થીને પ્રથમ નંબર મેળવવાની ધગશ હોય, સંગીત કાર્યમાં રિયાઝ કરવાનું તેમજ અભિનેતા કે અભિનેત્રીને રિહર્સલ કરવા કોઈ પ્રવચન આપતું નથી. છતાં તેઓ પોતાના ક્ષેત્રમાં આગળ વધેલ છે. તેનો ચાલકબળ છે પ્રેરણા. ખરેખર પ્રેરણા એ અધ્યયન પ્રક્રિયાની ગુરુચાવી છે. શિક્ષકે અધ્યયન, અધ્યાપન પ્રક્રિયા દરમ્યાન તેનો ઉપયોગ કરવો જોઈએ.
અભિપ્રેરણા
15.0 પ્રસ્તાવના 15. અભિપ્રેરણાની સંકલ્પના 15.2 અભિપ્રેરણાનું સ્વરૂપ 1.3 અભિપ્રેરણાચક 1.4 અભિપ્રેરણાના પ્રકારો 15.5 અભિપ્રેરણાને અસર કરતાં તત્ત્વો 15.6 અભિપ્રેરણાના સિદ્ધાંતો 15.7 મેસ્લોનો માનવપ્રેરણાનો સિદ્ધાંત 15.8 મેસ્તોનાં વિચારોનો શૈક્ષણિક ફલિતાર્થ 15.9 સિઢિપ્રેરણા 13.10 સિદ્ધિપ્રેરણના શૈક્ષણિક ફલિતાર્થો 15.11 અધ્યેતાઓને અભિપ્રેરિત કરવાના ઉપાયો અને રીતો 15.12 સમાપન