માતા પિતા બનવું અને જવાબદાર મા-બાપ તરીકેની ભૂમિકા અદા કરવી બંને ભિન્ન બાબતો છે. બાળ ઉછેરની ઘણી મોટી જવાબદારી માતા-પિતાના શિરે રહે છે. પંરતુ માતા અથવા પિતા એકલા તેના બાળક સાથે રહે છે અને તેના ઉછેર કરવાનો થાય છે ત્યારે આ જવાબદારી પડકારનજક બની જાય છે. બાળકનો સાચા અર્થમાં અને સર્વદેશીય વિકાસ કરવા માટે એકલા રહેતા માતા અથવા પિતાની પોતાની સમસ્યાઓ અને તેના કારણે બાળકને પડતી મુશ્કેલીઓની ચર્ચા આપણે કરીશું.
સૌ પ્રથમ માતા અથવા પિતા એકલા શા માટે રહે છે તે જોઈએ.
માતા પાસે મમત્વ છે. તો પિતા પાસે શિસ્ત, અપેક્ષાઓ અને ક્યારેક સખ્તાઈ પણ હોય છે અને એમ પૂર્ણ વિકાસ શક્ય બને છે. પરંતુ એક માતા યા પિતા સાથે રહેતા બાળકને બંનેમાંથી એકની ઉણપ વર્તાય છે. તેને આ ઉણપની પ્રતિતિ ન થાય તે માટે શિક્ષક, શાળા અને માતા અથવા પિતાએ કેટલીક બાળકોની નોંધ લઈને તે બાળક સાથે વ્યવહાર કરવો ઘટે.
કાર્યભાર અને જીવનશૈલીનું સંતુલન જાળવવું.
માતા યા પિતા તરીકે એકલા રહેવું અને જીવનનિર્વાહ ચલાવવા માટે વ્યવસાય અથવા નોકરી કરવી અનિવાર્ય અને જરૂરી હોય છે. આવા સંજોગોમાં નોકરી માટે આવશ્યક સમય અને ચોકસાઈ જાળવવાં પડે છે. કેટલીક સંસ્થાઓ લવચિક હોય છે. સમય કરતાં કામની ગુણવત્તા અને કર્મચારીની પ્રતિબદ્ધતા જુએ છે. તો કેટલીક સંસ્થાઓ કર્મચારી ચોક્કસ માળખામાં રહીને સમય મર્યાદામાં જ કામ કરે એમ ઈચ્છે છે. બાળક સાથે એકલા રહેતા માતા અથવા પિતાએ નોકરીની અને બાળઉછેરની બેવડી ભૂમિકા ભજવવાની રહે છે. તે માટે મનોચિકિત્સક Leah Kluginess કહે છે કે, “માતા અથવા પિતાએ આ માટે ચોક્કસ Support System ઊભી કરવી ધટે.