પ્રસ્તાવના :
શિક્ષણએ માનવ વિકાસ અને વિચારક્રાંસામાજિકરણતિનું અમોઘ શસ્ત્ર છે. શિક્ષણ વ્યક્તિ - સમાજ - સંસ્કૃતિનો વિક કરે છે. તેનું સર્વદેશીય ઘડતર કરે છે. વિચારોમાં ક્રાંતિ લાવે છે. તે સમાજને જીવંત રાખે છે અને સંસ્કૃતિનું જ કરે છે.
સામાજિકરણથી વ્યક્તિ (બાળક) સામાજિક્તાના પાઠ શીખે છે. અને સમાજને અનુકૂળ થવાનું વર્તન શી. છે. આ સામાજિકરણની વિશાળ ફલકની પ્રક્રિયા છે. ઘર, શાળા, સમાજ, રાજય ચલચિત્રોની સમાચારપત્રો રેડિયો - ટેલિવિઝન બાળકના સામાજિકરણમાં મહત્ત્વનું યોગદાન કરે છે અને ઘડતર કરે છે. સામાજિકતા અભિમુખ બનાવે છે. જેથી સમયાંતરે સામાજિક પરિવર્તન થવું જરૂરી છે. તથા બદલતા સમય સાથે અને વિ. સાથે, સામાજિક પરિવર્તન થવું જરૂરી છે. આ સામાજિક પરિવર્તનમાં કેળવણીની અને તેમાં શાળા અને શિક્ષક મહત્ત્વની ભૂમિકા છે. કેળવણી એક એજન્ટ (Agent) તરીકે કાર્ય કરે છે. કેળવણી પરિવર્તન લાવી સમય સા તાલમેલ સાધી જગત સાથે માનવીને જીવંત રાખે છે. પરિવર્તનથી કેળવણી પળ પળ પ્રતિપળ નૂતનજીવન અર્પે છે..
શિક્ષણ અને સંસ્કૃતિ અભિન્ન રીતે જોડાયેલાં છે. આ સંસ્કૃતિ માનવના વિશિષ્ટ સંસ્કારોનો સમૂહ છે. તે રીતરિવાજ, સંસ્કારિતા, સામાજિક સંકેતો, પરંપરાઓ મૂલ્યો તથા જીવન સમૃદ્ધિનો ગહન સંપુટ છે. સંસ્કૃતિ અંતર્ગત અનેક પ્રકારનો ઇતિહાસ જોડાયેલો હોય છે.
દરેક દેશની સંસ્કૃતિ - તેના સામાજિક નીતિમય, આર્થિક અને વિશાળ પાયાના માળખાગત ખ્યાલોનો સમ છે, દરેક સંસ્કૃતિના અંગભૂત તત્ત્વો, લક્ષણોનો સમૂહ છે. શિક્ષણનું કાર્ય સંસ્કૃતિનું સંરક્ષણ, સંક્રમણ અને વિકા કરવાનું તથા સંસ્કૃતિના વારસાના પ્રેરણમાં તે અગત્યની ભૂમિકા ભજવે છે.
માનવને માનવ બનાવનાર સંસ્કારો વ્યક્તિગત ભૂમિકાએ સંસ્કાર જ છે. એ સમૂહ અથવા સમાજગત ભૂમિ એ જ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ જીવંત અને મૃત અવશેષોનું સંગ્રહસ્થાન છે.
માનવી એ સામાજીક પ્રાણી છે. એટલેકે, માનવી અને સમાજ વચ્ચે ગાઢ સંબંધ છે. માનવીને સામાજી માનવી બનાવવામાં સામાજીકીકરણનો ફાળો મહત્વનો છે. સામાજીકીકરણને પરિણામે જ વ્યક્તિ સમાજમનોજના એક સભ્ય તરીકે તેમ સામાજીક અપેક્ષા મુજબ જીવન જીવતા શીખે છે. સામાજીકીકરણ એ જીવનને આરંભથી માંડીને અંત સુધી ચાલતી પ્રક્રિયા છે. સામાજીકીકરણ બાળકને સમાજના મૂલ્યો, ધોરણો, વત S તરાહ અને વિધિ ભુમિકા, શીખવતી પદ્ધતિ છે. સામાજીકીકરણ એ સામાજીક સાંસ્કૃતિક ઘડતર કરતી પ્રક્રિ છે. દરેક સમાજમાં સામાજીકીકરણની નિશ્ચિત પ્રક્રિયા હોય છે. અલબત્ત દરેક સમાજમાં આ પ્રક્રિયામાં કેટલા તફાવતો હોય છે.
(1) ઓગબર્ન :-
સામાજીકીકરણ એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ સમૂહના ધોરણને અનુમા આપવાનું શીખે છે.
(2) એલ. એનમન
- સામાજીકીકરણ એટલે જૂથની રીતોને અનુરૂપ થતાં શીખવું તે.
(3) આયઝેન્ક -
“સામાજીકીકરણનો સંબંધ એવી પ્રક્રિયા આપે છે કે જેમાં વ્યક્તિઓ જે સમાજમાં - રહે છે, તેમાં અસરકારક રીતે કાર્ય કરવા માટે જરૂરી હોય એવા ગુણો પોતાનામાં વિકસાવે છે.”
ટૂંકમાં, કહીએ તો વ્યક્તિ જન્મ સમયે સામાજિક હોતી નથી. પરંતુ સમાજ જ તેને માનવ બનાવે આમ વ્યક્તિ સમાજ પાસેથી કેટલીક ટેવો, વિશ્વાસ, મનોવલણો વગેરે શીખે છે. આ પ્રક્રિયાને સામાજીકીક. કહેવામાં આવે છે.
બાળકના સામાજીકીકરણમાં ફાળો આપતાં ઘટકો નીચે મુજબ છે.
(1) કુટુંબ
(2) આર્થિક સામાજિક મોભો
(3) શાળા કે શિક્ષણ
(4) સમાજ
(5) જાતિ
(6) જૂથ
(7) આડોશ પાડોશ
(1) બાળકોને મ્યુઝિયમ, ઐતિહાસિક સ્થળોએ લઈ જવા.
(2) સમાજ સાથે સીધા સંપર્કમાં આવે તેવી પ્રવૃત્તિઓ જેવી કે વાલીદિન, ગ્રામ સફાઈ, જુદા જુદા વ્યવસાયિકોને આમંત્રણ વગેરે પ્રવૃત્તિઓ યોજવી.
(3) શાળામાં ગણવેશ, સમૂહ પ્રાર્થના, સમૂહ ભોજન, પર્યટનો, શ્રમયજ્ઞો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા સામાજીકીકરણની પ્રક્રિયાને વેગ આપી શકાય. >
(4) સમાજમાં ઊભી થતી કટોકટીઓ જેવી કે અતિવર્ષા, રોગચાળો, દુષ્કાળ કે ભુકંપ જેવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને રાહતકાર્યોમાં જોડાવાની અગત્યતા સમજાવી તેમને સક્રિય બનાવવા.
(5) સમાજની કેટલીક સંસ્થાઓ જેવીકે લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, યુવક મંડળો ગ્રામ પંચાયતો વગેરેની પ્રવૃત્તિઓથી માહિતગાર રાખવા અને તક મળે ત્યારે તેવી પ્રવૃત્તિમાં તેમને સાંકળવા જોઈએ.
(6) સમાજના ઉત્સવોમાં વિદ્યાર્થીઓ સંકળાય તેવા પ્રયત્નો કરવા.
(7) શાળામાં વિવિધ રમતો જેવીકે ખોખો, કબડ્ડી, ક્રિકેટ, બાસ્કેટબોલ વગેરેની જોગવાઈ કરી હરીફાઈ યોજવી.
(8) મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓની તસ્વીરો તથા સમાચારો છાપામાંથી કાપીને વિદ્યાર્થીઓ તેનું આલ્બમ બનાવે.
(9) રાષ્ટ્રીય એકતાને પોષે એવી પ્રવૃત્તિઓ યોજીને સામાજીકીકરણનો પાયો વિશાળ બનાવવો જોઈએ.
(10) સમાજમાં શું સારું ગણાય છે, અને શું ખરાબ ગણાય છે, તેનો ખ્યાલ વિદ્યાર્થીઓને આપવો જોઈએ.
(11) શિક્ષક અને વાલીઓને એકબીજાના સંપર્કમાં રાખી બાળકોના પ્રશ્નોનું નિવારણ થાય તેવી પ્રવૃત્તિઓ યોજવી જોઈએ.
(12) બાળકોને જુદા જુદા કારખાનાઓની મુલાકાત દ્વારા ઔદ્યોગિક ઉત્પાદનનો ખ્યાલ આપવો જોઈએ.
(13) મહાપુરુષોના જીવનમાં રસપ્રદ પ્રસંગો દ્વારા તેમના જીવનમાંથી વિદ્યાર્થીઓને પ્રેરણા દ્વારા હિમાયત કરવી જોઈએ.
(14) શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથેના વર્તનમાં લોકશાહીયુક્ત વાતાવરણ કેળવવું જોઈએ.
શિક્ષણના ઉપદેશોની પ્રાપ્તિના પ્રયત્નોમાં અનેક નાના મોટા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તેને શિક્ષણના સાધનો કહે છે. શિક્ષણના સાધનો તરીકે વસ્તુઓ, સંસ્થા તથા પ્રયોગ કે પદ્ધતિની મદદ લેવાથી શિક્ષણના લક્ષોની પ્રાપ્તિ સહજ અને સંભવ બને છે. આ સાધનોનો બાળકો પર પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ પડે છે.
શિક્ષણની સંસ્થાઓ
વિચારપૂર્વક આયોજીત કરેલી શિક્ષણ પ્રક્રિયા જે નિશ્ચિત સમયમાં નિયમિત રીતે સંસ્થાઓમાં આપવામાં આવે છે તે ઔપચારિક કહેવાય છે.
આવી સંસ્થાઓ ચોક્કસ હેતુઓ માટે કેળવણી કરવાનું કાર્ય કરે છે.
Eg.: શાળા College, Library, દેવળ સંગ્રહસ્થાનો, પ્રદર્શનો, મંદિરો, ચર્ચ...
જે સંસ્થાઓમાંથી બાળક અનાયાસે આકસ્મિક રીતે આસપાસના વાતાવરણમાંથી શિક્ષણ મેળવે છે. તેવી . સંસ્થાઓ અનૌપચારિક અથવા અવિધિસરની સંસ્થાઓ કહેવાય છે. આવી સંસ્થાઓના બાળકો, અવભોક્ત, અનુકરણ અને શ્રવણ દ્વારા શિક્ષણ મેળવે છે.
Eg : TV, ઘરમાં, સમાજ, રાજય Radio, રમતગમતના જુદા.....
શિક્ષણ આપનાર અને શિક્ષણ લેનાર બંનેની ઉપસ્થિતિ અનિવાર્ય છે. આ સંસ્થાઓમાં પ્રત્યક્ષ રીતે શિક્ષકો આપવામાં આવે છે. શિક્ષણ આપનાર અને શિક્ષણ લેનાર વચ્ચે પ્રતિક્રિયા થાય છે. બંનેના વ્યક્તિત્વની એક , બીજા પર અસર પડે છે. આવી સંસ્થાઓમાં શિક્ષણ દ્રિધુવી પ્રક્રિયા બની જાય છે.
Eg. પરિવાર, શાળા, સમાજ, રાજય, મંદિરો, ચર્ચ, દેવળો, યુવા સંસ્થાઓ, સમાજ કલ્યાણના કેન્દ્રો...
નિષ્કિય સંસ્થાઓ એ શિક્ષણની એવી સંસ્થાઓ છે કે જેમાં એક તરફી પ્રભાવ પડે છે. શિક્ષણ એકધુવી બને છે. શિક્ષણ દેનાર વિદ્યાર્થી પર અસર કરે છે. શિક્ષણ એકધુવી બને છે. શિક્ષણ લેનાર વિદ્યાર્થી પર અસર કરે છે. શિક્ષણ લેનાર આ સંસ્થાઓ પર પ્રભાવ પાડી શકાય નથી.
Eg. T.V., Newspaper, Cinema... 1.5.1
સામાજિક વ્યવસ્થામાં સૌથી પ્રાચીન પ્રમુખ વ્યવસ્થા છે. તેમનો હેતુ પોતાની જાતીની ઉત્પત્તિ અને વિકાસનો એટલે કે વંશ સંરક્ષણનો છે. પરિણામે, ઘર અને પરિવારની રચના થઈ. જેમાં પતિ-પત્ની, માતાપિતા અને બાળકોનો સમાવેશ કરાય છે.
પરિવાર એ સામાજિક સમૂહ રૂપે ઓળખવામાં આવે છે.જેમાં સભ્યો લોહીના સંબંધીથી બંધાયેલા હોય છે.
પરિવાર એક સમૂહ છે. જેમાં લિંગ સંબંધના આધારે પરિભાષિત કરવામાં આવે છે અને તે નાનો અને સ્થાયી છે કે જે બાળકોના જન્મ અને પાલન પોષણની વ્યવસ્થા કરે છે.
પરિવાર એટલે એવા સંબંધોની વ્યવસ્થા કે જે માતા-પિતા અને તેમના સંતાનો વચ્ચે જોવા મળે છે.
આ ઉપરાંત કુટુંબમાં માતા-પિતાનો વ્યવહાર, ભાઈ-ભાઈ, ભાઈ-બહેન વચ્ચેના સંબંધો, કુટુંબના અન્ય સંબંધીઓ તથા કુટુંબની આર્થિક અને સામાજિક સ્થિતિ બાળકના સામાજીકીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે.
અન્ય કેળવણીકારના મંતવ્ય મુજબ “પરિવાર એક એવી સંસ્થા છે કે જ્યાં બાળકનું સામાજીકીકરણ થાય છે અને સંસ્કૃતિનો પ્રથમ પરિચય મેળવે છે.”
પેટોલોજીના મંતવ્ય મુજબ “Home is the best place for Education and the first school of the child."
આમ, બાળક ઉપર પરિવારની સ્થાયી અસરો ચકિત થઈ જાય છે. મનુષ્યની જીવનભરની કેળવણીનો પાયો ઘરમાં જ નંખાય છે.
ઘરમાં બાળક અનૌપચારિક શિક્ષણ મેળવે છે તેથી તેનું સામાજીકીકરણ થાય છે.
પરિવાર સ્નેહના શિક્ષણના કાર્ય કરે છે. પરિવારમાં રહીને બાળક ઘનિષ્ઠ પ્રેમભાવનો વિકાસ કરે છે. માતાપિતા બાળકોનો ઉછેર નિઃસ્વાર્થ, કપટરહિત, વિશુદ્ધ, ત્યાગ, સ્નેહના વાતાવરણમાં કરે છે. પરિણામે મોટું થાય, પુષ્ટ બનતાં પ્રથમ પરિવારના સભ્યો તરફ અને આગળ ચાલીને ધીમે ધીમે સમાજના સભ્યો તરફ સ્નેહપૂર્વક રહેતા શીખે છે.
બાળક બોલતા, રહેતાં, ચાલતાં પરિવારમાં શીખે છે. સામાજીક ગુણોનો વિકાસ પરિવારમાં રહેવાથી થાય છે. Dr M. S. Mathur ના મતે કુટુંબમાં “બાળક ભાષા શીખે છે.” સામાજીક અને નૈતિક વિસ્તારોનો વિકાસ સાધે છે. રૂઢિઓ અને પરંપરાનું રીત-રિવાજોનું જ્ઞાન બાળકને પરિવારમાંથી થાય છે.
દુ:ખી પ્રાણી કે વ્યક્તિના દુઃખ પ્રત્યે સંવેદના પ્રગટાવવાનું બાળક ઘર કે કુટુંબમાંથી શીખે છે. ઘરમાં સભ્યો બીજી વ્યક્તિ તરફ સહાનુભૂતિ ભર્યો વ્યવહાર કરે છે તે જોઈને બાળક પણ વાસ્તવિક સહાનુભૂતિ દાખવતાં શીખે છે.
સહકારનો અર્થ થાય છે પરસ્પર હળી મળીને કામ કરવું. સામાજીક જીવનનો મુખ્ય આધાર સહકારપૂર્વક કામ કરવું. આ પ્રકારની ભાવના બાળકમાં પોતાના પરિવારના સભ્યોના કાર્યો અને પ્રયુક્તિઓથી વિકસે છે. Eg. વિવાહ, મૃત્યુ, માંદગી. પ્રસંગોએ બાળક સહયોગ કે સહકારનું શિક્ષણ પ્રાપ્ત કરે છે.
માબાપ નિસ્વાર્થ રીતે બાળકને પ્રેમ કરે છે. તેઓ પાલન પોષણ કે શિક્ષણ કોઈ લાભ કે બદલાની અપેક્ષા વગર છે. આના કારણે બાળકોમાં ત્યાગની ભાવના પેદા થાય છે.
પરિવારમાં વ્યક્તિ બિમાર પડતા અન્ય સભ્યો નિષ્ઠા અને લાગણીપૂર્વક સેવામાં જોડાય છે. માતા-પિતા દિવસ-રાત સેવા કરે છે. બાળક આ બધું જોઈને પરોપકારની ભાવના શીખે છે. પરિણામે વૃદ્ધો અને પોતાનાથી નાના તરફ તે પરોપકારની ભાવનાથી પ્રેરાઈ મદદરૂપ બનવા પ્રયત્ન કરે છે.
પરિવારના મુખ્ય સેવા માતા-પિતા પોતાના વડીલ વ્યક્તિઓની આજ્ઞાનું પાલન કરે છે. આજ્ઞાનું પાલન કરે છે. આજ્ઞાનું પાલન કરવું એ પોતાનું કર્તવ્ય સમજે છે. ઉપરાંત પોતાના શીરે રહેલી જવાબદારીઓ માતાપિતા નિભાવે છે. બાળકો આવા વાતાવરણમાં રહીને આજ્ઞાનું પાલન કરતાં અને પોતાની જવાબદારીઓ અદા કરતાં શીખી શિસ્તબદ્ધ જીવન જીવવાનો પાઠ શીખે છે.
કુટુંબના સભ્યો એક-બીજા પ્રત્યે સમાયોજીત આચરણ કરે છે. કોઈ પોતીકું આચરણ કરીને ઘરની એકતાને ભંગ કરવાનું સાહસ કરતું નથી. બાળક આ બધું જોઈને સમાયોજીત વહેવાર કરતાં શીખે છે.
સહિષ્ણુતા એટલે સહનશીલતા સામાજીક જીવન સુખમય અને સફળ બનાવવા માટે ઘરના સભ્યોમાં આ ગુણ આને જરૂરી મનાય છે. પરિવારમાં ભિન્ન ભિન્ન પ્રકારના વ્યક્તિઓ હોય છે. કોઈ સ્વભાવે શાંત તો કોઈનો ક્રોધી સ્વભાવ હોય છે. આમ છતાં હળીમળીને કામ કરે છે.
પ્રત્યેક પરિવારનું વાતાવરણ નૈતિક અને ધાર્મિક હોય છે. માતાપિતાના સદ્ વ્યવહાર બાળક પર પડે છે. સત્યને અનુસરતા માતા-પિતાની અસર બાળકો પર પડે છે. ઘરમાં જુઠું બોલતા કે ચોરી કરતા બાળકને યોગ્ય શિક્ષા કરવામાં આવે છે. પરિણામે, બાળક બીજાઓ તરફ શિષ્ટાચાર અને સદ્વ્યવહાર શીખે છે.
પરિવાર એક સામાજિક સંસ્થા છે. પરિવારના સભ્યોનો એક-બીજા પર પ્રભાવ પડે છે. પારસ્પરિક પ્રેમભાવનાથી ઘરમાં સામાજીકતાનો ગુણ વિકસે છે. બાળક કુટુંબમાં રહીને કુટુંબના અન્ય સભ્યો તરફ સીધો સરળ સંબંધ રાખવાનું શીખે છે.
પરિવારના સભ્યોના વ્યવહારથી બાળક સમયસર ઉઠવાનું, સમયસર ખાવા-પીવાનું, સમયસર કામ કરવાનું પોતાની ચીજવસ્તુઓ વ્યવસ્થિત રાખવાનું શીખે છે. આવી સારી આદતો બાળકોના વિકાસમાં ઉપયોગી થાય છે.
માતા-પિતા કલા પ્રત્યે, સાહિત્યના વાંચન પ્રત્યે રુચિવાળા હોય, જાણકાર હોય તેવા કુટુંબોમાં બાળકો સહજ રીતે કલા પ્રત્યે અને વાંચન પ્રત્યે આકર્ષિત છે. આવા વાતાવરણમાં બાળકો પોતાનામાં જે તે પ્રકારની રુચિઓનો યોગ્ય વિકાસ કરી શકે છે.
વ્યક્તિત્વના વિકાસનો પ્રારંભ ઘરમાંથી થાય છે. પરિવાર એ બાળકના વ્યક્તિત્વ વિકાસનું બાલમંદિર છે. વ્યક્તિત્વની વ્યાખ્યા આપતા કેળવણીકાર કહે છે કે “વ્યક્તિ સામાજિક જૂથો કે સમૂહોમાં જે ભમિકા અદા કરે છે તે તેનું વ્યક્તિત્વ છે.”
સમાજમાં વર્તવાની વર્તન તરાહો બાળકો પરિવારમાંથી ગ્રહણ કરે છે. અને આથી તેના વ્યક્તિત્વના સર્વદેશીય વ્યક્તિત્વનો પ્રારંભ થાય છે.
ભાષા શિક્ષણના શ્રીગણેશ કુટુંબમાંથી થાય છે. તે અનુકરણ દ્વારા માતા-પિતા તેમજ અન્ય સભ્યો પાસેથી ભાષા શિક્ષણ મેળવે છે. ઉચ્ચારી, લહેકો લઢણ તેમજ ખાનગી હલનચલનની ભાષા શિક્ષણ તે કુટુંબમાંથી શીખે છે.
પરિવાર શિક્ષણનું અસરકારક સાધન બનાવવાના ઉપાયો :
શાળા એક ઔપચારિક શિક્ષણ સંસ્થા છે. ત્યાં વિદ્યાર્થીઓની જ્ઞાનની ક્ષિતિજો વિસ્તૃત કરી તેમનાં વિશિષ્ટ કૌશલ્યો, વલણો ... અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ કરવામાં આવે છે. બાળકના શિક્ષણની શરૂઆત ઘરમાંથી થાય છે. કુટુંબને બાળકના વિકાસ માટે શિક્ષણ ઉપરાંત કેટલીક સામાજીક જવાબદારીઓ અદા કરવાની હોવાથી બાળકના ઔપચારિક શિક્ષણમાં પરિવાર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આ ઉપરાંત પરિવારની કેટલીક મર્યાદાઓ હોય છે. આ મર્યાદાઓ અને તેની કેટલીક પ્રત્યક્ષ કે પરોક્ષ વિઘાતક અસરોમાંથી મુક્ત કરવા માટે શાળા જેવી ઔપચારિક શિક્ષણ સંસ્થાની જરૂરિયાત ઉભી થાય છે. આ ઉપરાંત પરિવારના સભ્યો પૂરતા પ્રમાણમાં શિક્ષિત ન હોવાથી બાળકોને જ્ઞાન-વિજ્ઞાનની શાખા, પ્રશાખાઓમાં શિક્ષણ આપવા માટે શાળા જેવી સંસ્થાઓ સમાજમાં અનિવાર્ય બની જાય છે.
જે શાળા ખોલે છે એ જેલની કોઠડી બંધ કરે છે. શિક્ષણના પ્રચાર અને પ્રસારથી સમાજનું નૈતિક અધઃપતન અટકી જાય છે.
અન્ય એક કેળવણીકારના મંતવ્ય મુજબ શાળાએ માત્ર જ્ઞાન વિતરણની સંસ્થા નથી. પરંતુ બાળકોને એ પ્રકારની પ્રવૃત્તિઓ વડે નિશ્ચિત ..તાલીમ આપવામાં આવે છે કે જેથી તે વિશાળ વિશ્વ માટે વિશેષ મહત્વ ધરાવે છે.
નાના બાળકોને ખૂબ જ વિશ્વ સમાજ માટે તૈયાર કરે છે. સાથે સાથે સંસ્કૃત સભ્ય તરીકે વ્યક્તિને વિકસાવવાની જવાબદારી પણ શાળાની છે.
The School must be thought generally not as a place of learning where certain knowledge is baught but as a place whose young ones are taught the lessons of discipline.
Ross ના શાળામાં સમાજના સુવ્યવસ્થિત અને સભ્ય નાગરિકોનું નિર્માણ થાય છે.
Schools are institutions divised by civilized man for the purpose of aid in the preparation of the young for well adjustment and efficient membership of society.
શાળા એક વિશિષ્ટ વાતાવરણ છે જ્યાં બાળકોના વિકાસ અપેક્ષિત અને ઈચ્છનીય દિશામાં થાય તે માટે તેમને કેટલીક પ્રવૃત્તિઓ અને વ્યવસાયનું શિક્ષણ આપવામાં આવે છે.
School is a special enviorment where a certain quality of life and certain types of activities and occupations axe provided with the object of securing the child's development along desirable lines.
આમ, શાળા એટલે સમાજની લઘુઆવૃત્તી, સામાજીક અને સાંસ્કૃતિક ભાષાનું અક્ષયપાત્ર જ્ઞાન વિજ્ઞાનની શાખા પ્રશાખાઓનું ઔપચારિક શિક્ષણ શાળા એ મકાન નથી. શાળા એ વાતાવરણ છે જેમાં વ્યક્તિને વિવિધ પ્રવૃત્તિઓ અને વ્યવસાયો દ્વારા સમાજનો સભ્ય નાગરિક બનાવવામાં આવે છે.
આમ, શાળાએ સમાજનું સાંસ્કૃતિક એકમ છે. જેમાં વિદ્યાર્થીને સમાજની આવતીકાલ માટે તૈયાર કરવામાં આવે છે. જેમાં સમગ્ર વિશ્વ માટેની માનવ જાતિનું ઘડતર કરવામાં આવે છે. કોઈને સાચું કહ્યું છે કે “As the schools will be and shall be the world” કોઠારી કમીશનને કહ્યું છે, ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. આમ, શાળાએ સમગ્ર વિશ્વની આદર્શ પ્રતીક છે.
શાળાએ બાળકોની સંસ્કાર ભૂમિ છે. જેમાં બાળકોને તેના ભાવિ જીવન માટે તૈયાર કરવામાં આવે છે. શાળા એ જ્ઞાન અને સંસ્કૃતિનું એવું અક્ષયપાત્ર છે કે જયાંથી વિદ્યાર્થીઓ તેના ભાવિ જીવન માટે પ્રેરણા લઈ શકે. અભ્યાસક્રમો, સહઅભ્યાસ પ્રવૃત્તિઓ અને વિવિધ અનુભવોનું આયોજન કરીને તેમના ભાવિ જીવનનો નકશો તૈયાર કરવામાં મદદરૂપ બને છે. રાષ્ટ્રના વિકાસમાં શાળાની મહત્વની ભૂમિકા સમજાવતાં કેળવણીકાર s. Balkrishna Joshi જણાવે છે કે
The Progress of a nation is not decided in legislatuxes not in courts, not in factoxies but in schools.
શાળાના મહત્વના કાર્યો નીચે પ્રમાણે છે.
સમાજ એ સંસ્કૃતિનું પ્રાથમિક ઘટક હોવાથી તેનું મહત્વ ઘણું છે. તે વ્યક્તિમાં સંસ્કાર સીંચવામાં અગત્યનો ભાગ ભજવે છે. અને સામાજિકરણની પ્રક્રિયાને વેગીલી બનાવે છે.
સમાજ બાળકોના સામાજીકીકરણમાં વિભિન્ન રીતે પ્રભાવ પાડે છે અનેક સામાજિક મનોવૈજ્ઞાનિકોએ સમાજની વિવિધ પદ્ધતિઓ અને રૂપોનો સામાજીકીકરણ પર શો પ્રભાવ પડે છે, તેનો અભ્યાસ કર્યો છે. બાબતો નીચે મુજબ છે. જેમકે જેની મુખ્ય 7
જાતિ સામાજીકીકરણનું મહત્વનું સાધન છે. દરેક જાતિને પોતાની આગવી પરંપરા, સાંસ્કૃતિક ઉપલબ્ધિઓ હોય છે. જે દરેક બાળક જાતિ (પોતાની) અનુસાર ગ્રહણ કરે છે. જેથી દરેક બાળકનું સામાજીકીકરણ ભિન્ન ભિન્ન હોય છે. આપણાં દેશમાં અસ્પૃશ્યતા, ધર્મ, અમીર-ગરીબના ભેદભાવ જોવામાં આવે છે. જેની બાળકના સામાજીકીકરણ પર અસર પડે છે.
સહશિક્ષણ સામાજીકીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. નાના બાળકો જાતિ વિશે સભાન હોતા નથી. પરંતુ કિશોરાવસ્થામાં પગ મુકતાં જ જાતિ વિશેની સભાનતા તીવ્ર થવા માંડે છે અને છોકરા-છોકરીઓ એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે છે. આ સંક્રાતિકાળ એ નાજુક હોય છે. સહશિક્ષણને લીધે બાળકમાં ભવિષ્યના સુસંવાદી સહજીવનની ભુમિકા રચાઈ યોગ્ય સામાજીકીકરણ થાય છે.
બાળક પર પાડોશનો ખૂબ પ્રભાવ પડે છે. પાડોશના બાળકોના સંગથી બાળક સુધરી પણ શકે છે. અને બગડી પણ શકે છે. પાડોશ એ એક પ્રકારનો મોટો પરિવાર છે. આ રીતે કુટુંબની જેમ પાડોશ પણ બાળકના સામાજીકીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે.