"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

અભ્યાસમાં મંદગતિવાળાં બાળકોનાં લક્ષણો//Symptoms of retarded children in the study

અભ્યાસમાં મંદગતિવાળાં બાળકોનાં લક્ષણો/Symptoms of retarded children in the study

અભ્યાસમાં મંદગતિવાળાં બાળકોનાં લક્ષણો(Symptoms of retarded children in the study)

  • સાધારણ કક્ષાનાં બાળકો કરતાં થોડી ઓછી બુદ્ધિશક્તિ.
  • 18 વર્ષની ઉંમરે પણ માનસિક વય 11 થી 13 1/2 વર્ષ જેટલી હોય. 
  • ગ્રહણ કરતાં વાર લાગે. બે વખત પૂછે – શિક્ષકે બે વખત બોલવું પડે.) 
  • વર્ષે વર્ષે અભ્યાસમાં પાછળ પડતાં જાય. 
  • સાધારણ કક્ષાનાં બાળકો કરતાં એક વર્ષ મોડા વાંચતાં શીખે.
  • નિમ્ન શૈક્ષણિક પ્રગતિથી હતાશા અનુભવે, ભણતર અર્થહીન લાગે.
  • શાળા છોડી ભાગી જાય.
  • તોફાની, આક્રમક વ્યવહાર કરે.
  • વાણી દ્વારા વિચારો, લાગણીઓ વ્યક્ત કરવામાં મુશ્કેલી અનુભવે. 
  • આવાં બાળકોને અભિપ્રેરિત કરવાનું સરળ નથી. (Less Motivated)

અભ્યાસમાં મંદગતિવાળાં બાળકો મહદ્અંશે નિમ્ન સામાજિક, આર્થિક સ્તરમાંથી આવતાં હોય છે. 

અભ્યાસમાં મંદગતિવાળાં બાળકોનાં લક્ષણો :


અભ્યાસમાં મંદગતિવાળાં બાળકોની સમસ્યાઓ :

આવાં બાળકોની સમસ્યાઓ મૂળભૂત રીતે જોતાં સાધારણ વિદ્યાર્થી કરતાં નિમ્ન માનસિક ઉંમરને કારણે હોય છે.

  • આવાં બાળકો વધુમાં વધુ ધો. 9 સુધી અભ્યાસ કરી શકે છે. મોટા ભાગનાં આવાં બાળકો ધો.–6 સુધીમાં અભ્યાસ છોડી દે છે.
  • ધો. 9 સુધીમાં ત્રણેક ધોરણોમાં બે—બે વર્ષ રહે છે.
  • અનેક શૈક્ષણિક ખ્યાલો, કૌશલ્યો મોટા થયા પછી શીખી શકે છે. કેટલીક બાબતો કદી શીખી શકતાં નથી. 
  • અમૂર્ત બાબતો શીખવામાં, નિયમો, સામાન્યીકરણો તારવવામાં અને વિભિન્ન બાબતો વચ્ચે સંબંધ જોડવામાં મુશ્કેલી અનુભવે છે. તેથી વાંચન અને ભાષાનાં અન્ય કૌશલ્યો તથા ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ જેવા વિષયોમાં નબળા રહી જાય છે.
  • નબળી વાંચન શક્તિને કારણે અન્ય વિષયોમાં શૈક્ષણિક સિદ્ધિ મેળવવામાં પાછળ રહી જાય છે. તેથી જે તે વર્ગમાં નાપાસ થાય છે.
  • શાળાઓ માટે મંદબાળકો સમસ્યારૂપ સાબિત થાય છે કારણ કે તેઓ સાધારણ બાળકોથી એટલાં બધાં ઉતરતાં નથી કે તેમને માટે ખાસ પ્રકારની શાળાઓ ઊભી કરાય અને સાધારણ બાળકો સાથે તાલ મિલાવવાનું તેમને અઘરું પડે છે.


અભ્યાસમાં મંદગતિવાળાં બાળકો માટે શૈક્ષણિક આયોજન :

આવાં બાળકો માટે શૈક્ષણિક આયોજનનો વિચાર કરતાં પહેલાં તેમની ઓળખ કરી લેવી જરૂરી છે. મંદ વિદ્યાર્થીઓની ઓળખ માટેનાં કેટલાંક સાધનો આ પ્રમાણે છે.

  • (1) સંગ્રહિત માહિતી પત્રક (C.R.C.)
  • (2) શાબ્દિક બુદ્ધિ કસોટીઓ.
  • (3) વિવિધ વિષયોની સિદ્ધિમાપન કસોટીઓ.

    જે બાળકો શાબ્દિક બુદ્ધિ કસોટીઓમાં અને વિષયસિદ્ધિ કસોટીઓમાં સાધારણ બાળકો કરતાં નિમ્ન બૌદ્ધિક સ્તર ધરાવતાં હોય તેવાં બાળકોને અભ્યાસમાં મંદગતિવાળાં બાળકો તરીકે અલગ તારવવાં અને વિવિધ મનોવૈજ્ઞાનિક અભ્યાસોનાં તારણો સ્વરૂપે સૂચવાયેલ મંદ વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક આયોજનનો તેમને માટે અમલ શરૂ કરવો. 

  • આવાં બાળકો માટે હર્બર્ટની પંચપદી મુજબ શિક્ષણકાર્યનું આયોજન કરવું. પ્રારંભ, વસ્તુનિરૂપણ, દઢીકરણ, મૂલ્યાંકન અને સ્વાધ્યાય.
  • આવાં બાળકો માટે સાધારણ વિદ્યાર્થીઓની કક્ષા કરતાં હળવું અને વિગતપૂર્ણ વિષયવસ્તુ પસંદ કરવું. (એક ચતુર્થાંશ જેટલું ઓછું અને વર્ણનાત્મક).
  • પાઠનો પ્રારંભ મંદ વિદ્યાર્થીના પૂર્વજ્ઞાન અને પૂર્વઅનુભવોને ધ્યાનમાં રાખીને કરવો. 
  • મંદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડે તે માટે પાઠનો. પ્રારંભ–નિદર્શનથી, દશ્યશ્રાવ્ય સાધનોના ઉપયોગ વડે કરવહો.
  • પાઠનું વસ્તુનિરૂપણ વ્યવસ્થિત અને ક્રમિક રીતે કરવું.
  • સાધારણ કક્ષાના વિદ્યાર્થી કરતાં મંદ વિદ્યાર્થી માટે પુનરાવર્તન, દઢીકરણ વધુ કરવું. 
  • અધ્યયન સંક્રમણને વેગ મળે તેમ મોટા એકમોમાં અને અર્થપૂર્ણ રીતે શીખવવું. 
  • અધ્યયન અધ્યાપનમાં સામાજિક જરૂરિયાતની પદ્ધતિનો ઉપયોગ કરવો. 
  • મંદ વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવો પડે તેવી પરિસ્થિતિઓ ઊભી કરવી. 
  • શીખવતી વખતે વિષયવસ્તુને લગતા કેન્દ્રિય પ્રશ્નો પૂછવા. 
  • અભિક્રમિત અધ્યયન સામગ્રીનો શીખવતી વખતે ઉપયોગ કરવો.
  • ટીચીંગ મશીનનો ઉપયોગ કરવો.
  • સાધારણ કક્ષાના વિદ્યાર્થીઓ કરતાં પણ મંદ વિદ્યાર્થીઓને ગૃહકાર્ય ઓછું આપવું. ગૃહકાર્ય એવું આપવું કે જેમાં વૈકલ્પિક પ્રશ્નો-ઉત્તરો હોય. મંદ વિદ્યાર્થીઓનું ગૃહકાર્ય શિક્ષકે જાતે અવશ્ય ચકાસવું. 
  • કોઈ પણ કામ કર્યા બદલ સારાં પાસાં બતાવીને મંદ વિદ્યાર્થીઓને બિરદાવવા. 
  • મંદ વિદ્યાર્થીઓની વિષયસિદ્ધિ ચકાસવા શિક્ષક નિર્મિત કસોટીઓ ઉપયોગમાં લેવી.


મંદ બાળકો માટે સામાજિક જરૂરિયાતની શિક્ષણ પદ્ધતિ :

    સામાજિક જરૂરિયાતની શિક્ષણ પદ્ધતિનો આત્મા મૂર્તતા અને અર્થપૂર્ણતા છે. જીવન સફળ રીતે જીવવા મંદ વિદ્યાર્થીને સમાજમાં જે જે જાણવું, શીખવું જરૂરી છે તે તેને સરળ અને સહજ રીતે આત્મસાત થાય તે તેનો ઉદ્દેશ્ય છે. આ માટે મંદ વિદ્યાર્થીને આપણે જે શીખવવું છે તે શું છે? (બતાવવું) શા માટે શીખવવું છે તે સમજાવવું). પ્રવૃત્તિઓ અને અનુભવો દ્વારા જ વાંચન, લેખન, જોડણી, અંકગણિત અને પાયાનાં કૌશળ્યો શીખવવાં. આ માટે બેંક, પોસ્ટ ઓફિસ, ડેમ, વીજળીઘર, ડેરી, પ્રેસ, ગોબરગેસ પ્લાન્ટ વગેરેની મુલાકાત કરાવવી. જેથી એ દરેકની કામગીરી સમજાય અને મૂર્તિ તથા અર્થપૂર્ણ અનુભવો મળે. આવાં બાળકોને ટેપ રેકોર્ડર ફોન વગેરે પર વાત કરતાં શીખવવું. બેંક પોસ્ટ ઓફિસમાં નાણાં મૂકવા, ઉપાડવા, સ્લીપ ભરવાનો અનુભવ આપવો. આમ, (Method of Social Need) સામાજિક જરૂરિયાતની પદ્ધતિ દ્વારા તેને ભાવિ જીવન જીવવા માટે તેમાં સફળ થવા તૈયાર કરવો એ મુખ્ય ઉદ્દેશ્ય છે.


મંદ બાળકોના શિક્ષણ માટેની પ્રયુક્તિઓ :

  • મંદ બાળકોને વાંચના તત્પર બનાવવા દશ્યશ્રાવ્ય અનુભવોમાં ભેદ પરખની તાલીમ આપવી. આ માટે ચાર્ટ દ્વારા રજૂ થતી વાર્તાઓનો ઉપયોગ કરાવવો. 
  • પૂર્વગો, પ્રત્યયો, ધાતુઓ વગેરેનો ઉપયોગ કરીને, કરાવીને નવા શબ્દો બનાવવા.

            દા. ત., અન - અનહદ – પૂર્વગ. 

            દૂરાચાર - સદાચાર - ઉપસર્ગ 

  • મંદ વિદ્યાર્થીઓમાં ચેષ્ટા કૌશલ્યો વિકસાવવા/વાણી વિકાસ માટે
  • પરિચિત પ્રવૃત્તિઓ વિશે પૂછેલા પ્રશ્નોના ઉત્તર માંગવા. 
  • ચિત્રોનું મૌખિક વર્ણન કરવા કહેવું.
  • વાર્તાઓનું પુનઃ કથન કરાવવું.
  • અંગત જીવનના અનુભવો વર્ણવવા કહેવું.
  • અમુક વસ્તુ કેવી રીતે બની તે વર્ણવવા કહેવું.
  • અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે સમજાવવા કહેવું.


દેશ્ય-શ્રાવ્ય અનુભવોમાં ભેદ પરખ શીખવવા :

  • પ્રાસયુક્ત, લયયુક્ત જોડકણાં કહેવરાવવાં.
  • અવાજની દિશા અને અવાજ કરનાર પદાર્થ ઓળખવા કહેવું.
  • વસ્તુઓનાં સ્વરૂપ, આકાર, રંગ, ગોઠવણી વગેરેમાં સમાનતા–વિષમતા બનાવવા કહેવું. 
  • વાર્તા વર્ણવતાં ચિત્રોનો ક્રમ ગોઠવવા કહેવું.
  • ડાબેથી જમણે આંખનું હલનચલન કેળવવા ટપકાં જોડી ચિત્ર પૂર્ણ કરવાની તાલીમ આપવી. જેથી (Span of attention) ધ્યાનનો વિસ્તાર વધી શકે.

આવી કેટલીક પ્રયુક્તિઓથી મંદ વિદ્યાર્થીઓને દશ્ય શ્રાવ્ય અનુભવોમાં ભેદપરખની તાલીમ મળી રહે છે. 


અભ્યાસમાં મંદ ગતિવાળા વિદ્યાર્થીઓને સમીક્ષાત્મક વાંચન શીખવવા :


  • પઠીત સામગ્રીમાંથી ક્યાં વાક્યો માન્યતા દર્શાવે છે. કયાં વાક્યો હકીકત કે તથ્યો દર્શાવે છે તે શોધવાનું કહી શકાય.
  • મંદ બાળકોને સારલેખન શીખવવા પઠીત ગદ્યખંડ બાબત કોણ ? ક્યાર? ક્યાં ? શું ? શા માટે ? જેવા પ્રશ્નો પૂછી મળેલ ઉત્તરોને સુગ્રથિત રીતે ટૂકંમાં લખવા કહી શકાય.
  • સમાજવિદ્યામાં નાટ્યીકરણ તથા મોક ઇલેકશન જેવી પ્રયુક્તિઓ ઉપયોગી થાય. 
  • વિવિધ પ્રકારના ધંધા કરતા લોકોની પ્રત્યક્ષ મુલાકાત કરાવી ભાવિ જીવન માટે તૈયાર કરી શકાય.
  • ભૂગોળ પગ વડે શીખવાય. મંદ વિદ્યાર્થીઓને પ્રવાસ પર્યટનો દ્વારા સાગર, ધોધ, સિંચાઈ, વિજળીઘર, ડેમ વગેરેનો ખ્યાલ આપી શકાય. કારણ કે “નકશામાં જોયું તે જોયું કાં ન કશામાં” જેવું છે.
  • ગણિત વિજ્ઞાનમાં પ્રયોગો, નિદર્શનો, સંગ્રહો, સર્વેક્ષણો, સહકારી દુકાનનું સંચાલન, કોયડાઓ ઉકેલવા વગેરે જેવી પ્રવૃત્તિઓ મંદ વિદ્યાર્થીના શિક્ષણ માટે ઉપયોગી થાય.
  • મંદ વિદ્યાર્થીઓને સાધનો વડે, મૂર્ત પદાર્થો કે સામગ્રી વડે શીખવવું. એ માટે પરંપરાગત અને આધુનિક બધા જ પ્રકારનાં સાધનોનો અનુભવ આપવો. વાસ્તવિક જીવનના અનુભવો મંદ વિદ્યાર્થીઓને મળી રહે એ માટે શાળાઓએ અમુક પ્રકારનાં સાધનો વસાવવાં કે વિકસાવવાં જેવાં કે સફાઈ, ધોલાઈ, રસોઈ, રાચરચીલું, કારીગરોનાં હથિયારો, ગૃહ સુશોભનની સામગ્રી, બેંક, દુકાન, પોસ્ટ ઓફિસને લગતી ચીજવસ્તુઓ વગેરે. 

ટૂંકમાં, જી.ઓ. જહોનસનને મતે સમાજ, શાળાએ એ સમજવું જરૂરી છે કે અભ્યાસમાં મંદગતિવાળાં બાળકોને આપણે ભણવા ખાતર નહીં પરંતુ જીવવા ખાતર ભણાવવાનાં છે. આ સિવાય મંદ બાળકોને વિશેષ પ્રોત્સાહિત કરવા તેમની કૃતિઓ પ્રદર્શિત કરી તેમને બિરદાવાય, વ્યવસાયની દુનિયાનો તેમને પરિચય મળે માટે કાર્યવિશ્લેષણ પણ કરાવાય.




About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

إرسال تعليق

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.