બ્રુનરનો અન્વેષણાત્મક અધ્યયન સિધ્ધાંત
પ્રસ્તાવના
બ્રુનરનું પૂરું નામ “ જેરોમી સેમૌર બ્રુનર’ હતું. તેનો જન્મ 1લી ઓક્ટોબર 1915ના રોજ ન્યુયોર્કમાં થયો હતો. વીસમી સદીના ખૂબ જ પ્રભાવી એવા અમેરિકી “જ્ઞાનાત્મવાદી” અને “ સંરચનાવાદી મનોવૈજ્ઞાનિક હતા. તેમનું મુખ્ય પ્રદાન અધ્યયન અને અધ્યાપનના ક્ષેત્રમાં રહયું છે. તેઓએ હાર્વર્ડ, એક્સફર્ડ અને ન્યુયોર્ક યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપેલ છે.
બ્રુનરનો “જ્ઞાનાત્મક વિકાસ સિધ્ધાંત” પિયાજે ના કાર્યથી ખુબ જ પ્રભાવિત થયેલો માનવામાં આવે છે બંને સિધ્ધાંતો જ્ઞાનાત્મક વિકાસને જ્ઞાનાત્મક સંરચનામાં ગુણાત્મક ફેરફારના સ્વરૂપમાં સમજાવે છે. બંને સિધ્ધાંતો શિશુ અવસ્થાથી શરૂ કરીને પુન્નાવસ્થા સુધીના “જ્ઞાનાત્મક વિકાસ” નો ખ્યાલ આપે છે.
બ્રુનરે કેળવણી અંગે ઘણું ચિંતન કર્યું. તેઓ માનતા કે શાળાનું કાર્ય, બાળકને પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત થવા શક્તિમાન બનાવવાનું છે તેમના મતે વિદ્યાર્થીને તૈયાર સ્વરૂપમાં માહિતી આપવા કરતા જો વિદ્યાર્થીને જાતે શોધે તો તે વધારે લાંબો સમય સુધી યાદ રાખી શકે છે. “શોધ અધ્યયન” વિદ્યાર્થીને અનેક રીતે ઉપયોગી છે. આ શોધ અધ્યયનને કેન્દ્રમાં રાખી શિક્ષકને “અધ્યાપન યોજના” તૈયાર કરવામાં મદદરૂપ થાય એવા ચાર સિધ્ધાંતો તેઓ રજુ કર્યા છે.
બ્રુનરનો જ્ઞાનાત્મક વિકાસ સિધ્ધાંત Principle of cognitive Development of Bruner :
- આ સિધ્ધાંત પર પિયોજના સિધ્ધાંતની ઊંડી અસર જોવા મળે છે. પાયાના મુદ્દાઓમાં બંને જુદા પડે છે. મહત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે.
- જ્ઞાનાત્મક વિકાસ એ વ્યક્તિની જ્ઞાનાત્મક સંરચનામાં થતો “ગુણાત્મક” ફેરફાર છે.
- જ્ઞાનાત્મક વિકાસ પર અસર કરનારું મહત્વનું પરિબળ છે : “સંસ્કૃતિ” છે.
- જ્ઞાનાત્મક વિકાસ પર ભાષાની પ્રબળ અસર છે.
- જ્ઞાન વૃધ્ધિ ક્રમિક સોપાનોમાં થતી નથી. પરંતુ માહિતીને સંગ્રહિત કરવાના ત્રણ તંત્રો પર ક્રમશ : પ્રભુત્વ મેળવવાના કારણે થાય છે.
- ત્રણ તંત્રોના ત્રણ માધ્યમો છે જેના દ્વારા જ્ઞાનનું “સંકેતીકરણ થાય છે અને શાબ્દિક સ્મૃતિમાં સંગ્રહ થાય છે.
- આ ત્રણ માધ્યમો છે :
- 1. ક્રિયા 2. પ્રતિમાઓ 3. સંકેત
- માહિતી સંગ્રહના ત્રણ અભિગમો પરનું પ્રભુત્વ એ વ્યક્તિનો “માનસિક વિકાસ છે “તેના પરિણામે જ્ઞાનાત્મક સંરચનાઓમાં ગુણાત્મક પરિવર્તન આવે છે. આ ત્રણેય પ્રણાલિઓમાં ક્રિયાત્મક - પ્રતિકાત્મક - સાંકેતિક- ક્રમમાં વિકાસ થાય છે.
અન્વેષણાત્મક અધ્યયનો અર્થ શોધ અધ્યયન (Meaning of Discovery Learning) :
અન્વેષણાત્મક અધ્યયનના અભિગમમાં શિક્ષક જે કંઈ જાણે છે તે અધ્યેતા પર લાદવાને બદલે માત્ર પર્યાવરણ જ પૂરું પાડવાનું છે - આ પાછળની ધારણા એવી છે કે અધ્યેતાએ જે કંઈ શીખવાનું છે તે, શિક્ષકની લધુત્તમ મદદથી “જાતે શોધે” તો તે વધુ શીખશે. બ્રુનરના મતે બાળકને પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત થવા સક્ષમ બનાવવું એ શાળાનું કાર્ય છે.
અધ્યયનના અભિગમો (Aproches of Learning) :
બ્રુનરે અધ્યયન માટે બે અભિગમો દર્શાવ્યા છે.
- (1) વિધાનાત્મક અધ્યયન અભિગમ ( Expository Learning)
- (2) અન્વષણાત્મક અધ્યયન અભિગમ ( Discovery Learnign) શોધ)
(1) વિધાનાત્મક અધ્યયન અભિગમ (Expository Learning Approch)
- આ એવો અભિગમ છે જેમાં અધ્યયન-અધ્યાપનની પ્રક્રિયામાં નિર્ણય શિક્ષક લે છે.
- અધ્યેતા નિષ્ક્રિય રહે છે.
- શિક્ષકો-વિષય વસ્તુના “જ્ઞાતા” માનવામાં આવે છે.
- શિક્ષક વ્યાખ્યાન દ્વારા વિવિધ વસ્તુ શીખવે છે, તે માહિતીના પૃથક્કરણને રજૂ કરે છે.
- પ્રાથમિક શાળાથી યુનિવર્સિટી - સુધીના અધ્યાપનમાં આ અભિગમ ઉપયોગમાં લેવાય છે.
(2) અન્વેષણાત્મક કે શોધ અધ્યયન અભિગમ- (Discovery Learnig Approch)
- અન્વેષણાત્મક અધ્યયન અભિગમમાં “અધ્યેતા” શું? ક્યારે ? કેવી રીતે શીખવું? તે અંગેના નિર્ણયો લે છે.
- શિક્ષકે વિષયવસ્તુ શીખવવાના બદલે જે સિધ્ધાંતો અને ખ્યાલો શીખવવાના છે તે અંગેના ઉદાહરણો વિદ્યાર્થીએ શોધી કાઢવાના અને તેના પરથી સિધ્ધાંતો કે સંકલ્પનાઓ મેળવવાના રહે છે.
- અધ્યેતા સમક્ષ સમસ્યા રજૂ કરવામાં આવે છે.
- અધ્યેતાએ તેના વૈકલ્પિક ઉકેલો શોધવાનાં રહે છે.
અન્વેષણાત્મક (શોધ અધ્યયન)અધ્યયન સિધ્ધાંતો (Principles of Discovery Learning)
બ્રુનરે અન્વેષણાત્મક અધ્યયનના ચાર સિધ્ધાંતો આપ્યા છે જે અધ્યેતાને અધ્યયન માટે અને અધ્યાપકને અધ્યાપન યોજના” માટે ખૂબ ઉપયોગી બને છે.
A. અન્વેષણાત્મક અધ્યયનનાં પાસાંઓ : –
ક્રિયાનો પ્રારંભ - જાળવણી – ક્રિયાની દિશા
B. માહિતીનું ચોક્કસ બંધારણ :
C. સમસ્યા ઉકેલ માટે અધ્યેતાની સંરચનામાં જ્ઞાનાત્મક “લઘુત્તમ માહિતી” હોવી જોઇએ.
D. પરિણામની યોગ્ય સમયે કરેલી જાણ પર અધ્યયન અવલંબે છે.
હવે ચારેય સિધ્ધાંતની વિગતવાર ચર્ચા કરીશું
A અન્વેષણાત્મક અધ્યયનના ત્રણ પાસાંઓ :
જયારે વિદ્યાર્થી વર્ગખંડમાં દાખલ થાય ત્યારે તે અધ્યયન માટે “ઉત્સુક” અને “શક્તિમાન” હોવો જોઇએ.
તેની અભિમુખતા નક્કી કરવા માટે - “સાંસ્કૃતિક” “પ્રેરણાત્મક અને “વૈયક્તિક” પાસાંઓ અગત્યનો ભાગ ભજવે છે.
પરંતુ બ્રુનર અધ્યયન અભિમુખતામાં પણ “જ્ઞાનાત્મક પાસાઓ પર ભાર મૂકેલ છે.
1. ક્રિયાનો પ્રારંભ : કાર્ય શરૂ કરવું
વિદ્યાર્થી સામે કોઈ અનિશ્ચિતતા ઊભી કરવામાં આવે તો તે તેને દૂર કરવા પ્રવૃત્તિ શરૂ કરે છે.
2. જાળવણી : શરૂ કરેલી પ્રવૃત્તિ ચાલુ રાખવી
તે માટે તેની સામે શોધ માટેની પ્રવૃતિઓ સતત હોવી જોઇએ. જુદા જુદા કોયડાઓ, સમસ્યાઓ, પરિસ્થિતિઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું.
3. ક્રિયાની દિશા :
દિશાનો અર્થ છે કે તે સમસ્યાના ઉકેલ માટે “ખોજ" પ્રવૃત્તિ કરે છે. તે તેના ઉકેલની સાચી દિશામાં છે કે નહીં તેની જાણ તે વખતે જ કરવી.
- વિદ્યાર્થીને આકસ્મિક પ્રવૃત્તિ કરતો અટકાવવો. સાચી દિશામાં પ્રગતિ કરી રહ્યો છે તેની ખાત્રી આપવી.
B માહિતીનું ચોક્કસ બંધારણ છે :
- દરેક જ્ઞાનક્ષેત્રને પોતાનું ચોક્કસ બંધારણ છે. -
- અધ્યેતા આ જ્ઞાનક્ષેત્રના ખ્યાલો અને સિદ્ધાંતો પ્રથમ મૂર્ત સ્વરૂપમાં અને પછી અમૂર્ત સ્વરૂપમાં ગ્રહણ કરે છે.
- આથી શિક્ષકે અધ્યયન વિષયવસ્તુ તાર્કિક ક્રમમાં ગોઠવીને વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવી જોઇએ.
- વિદ્યાર્થીને આપના “અધ્યયન અનુભવો”ની ક્રમિક્તા નક્કી કરવી જોઇએ.
બ્રુનરે નક્કી કરેલા ક્રમિક્તા નક્કી કરવા માટેના નિયમો :
- માહિતી સંસ્કરણ માટેની “વિદ્યાર્થીની શક્તિ” ધ્યાનમાં લેવી.
- શીખવવાની માહિતી સરળ સ્વરૂપમાં ગોઠવવી જેથી વિદ્યાર્થી સહેલાઇથી સમજી શકે.
- માધ્યમિક શાળામાં શિક્ષકે માહિતીની આલેખાત્મક રજુઆત કરતાં પહેલા મૂર્ત ઉદાહરણો આપવા કારણ કે વિકાસનો ક્રમ “મૂર્તથી-અમૂર્ત” અને “સરળથી-સંકુલ” તરફનો હોય છે.
- અધ્યયતાને રસ પડે તેવી રીતે અધ્યયન મુદ્દાઓ રજૂ કરવા.
- અનુભવોની ક્રમિક્તા માત્ર “ચોક્કસ” અધ્યયન સ્થિતિ કે “અધ્યયેતાની પ્રગતિના” આધારે નક્કી ન કરી શકાય. પરંતુ ક્રમિક્તા નક્કી કરવા માટે.
………પૂરોગામી ભૂલો,
…….સર્જનાત્મકતા માટે અપાયેલી તકોનું પ્રમાણ,
……..શીખેલી બાબતોનું સંક્રમણ કરી ની તાકાત
C સમસ્યા ઉકેલ માટે અધ્યેતાની જ્ઞાનાત્મક સંરચનામાં લઘુત્તમ માહિતી હોવી જોઇએ.
- અન્વેષણાત્મક અધ્યયનમાં “સમસ્યા ઉકેલ” માટે અધ્યેતા પાસે માહિતી હોવી જરૂરી છે.
- શિક્ષકે માહિતી એવી રીતે આપવી જોઇએ કે જે અધ્યેતાની કક્ષાને અનુરૂપ હોય.
- અધ્યેતાની સ્થિતિને અનુરૂપ હોય.
- અધ્યયનના હેતુઓને અનુરૂપ હોય.
D પરિણામની યોગ્ય સમયે કરેલી જાણ પર અધ્યયન અવલંબે છે.
- જે સમયે અને જે સ્થાને પરિણામ અંગેના જ્ઞાનના સુધારો કરી શકાય તેમ હોય તે સમયે અને તે સ્થાને જો તે જ્ઞાન મળે તો તે અધ્યયન માટે ઉપયોગી બને છે.
- અન્વેષણાત્મક અધ્યયનમાં અધ્યેતા ક્રમિક સોપાનોમાં આગળ વધે છે. આથી અધ્યેતાને પ્રત્યેક સોપાન પર પરિણામની જાણ કરવી જરૂરી છે.
- પ્રત્યેક સોપાને અધ્યેતાને પરિણામની માહિતી “પ્રતિવૃષ્ટિ” સ્વરૂપે આપવી “હવે શું કરવું? તે જણાવવું.
- બ્રુનર બાહ્ય પ્રતિવૃષ્ટિ કરતા “આંતરિક પ્રતિવૃષ્ટિ” પર ભાર મૂકે છે.
અન્વેષણાત્મક અધ્યયનને અસરકારક બનાવવાના ઉપાયો
(શૈક્ષણિક ફલિતાર્થો)
(Suggestions to Make the Discovery Learning Effective & Educational Implication)
- નવી બાબતોના અધ્યયન વખતે પાયાની જ્ઞાનાત્મક સંરચના” પર વધુ ભાર મૂકવો જોઈએ.
- ઉદાહરણો દ્વારા સંકલ્પનાઓ સ્પષ્ટ કરવી જોઇએ.
- વિદ્યાર્થીએ મેળવેલા જ્ઞાનની નવી પરિસ્થિતિ અને નવી સમસ્યાઓ ઉકેલવામાં વધુ ને વધુ ઉપયોગી બને તેવા પ્રયત્નો શિક્ષકે હાથ ધરવા જોઇએ.
- વિદ્યાર્થીઓ સામે સમસ્યા મૂકી, તેનો ઉકેલ જાતે લાવે તે રીતે “પ્રોત્સાહિત” કરવા જોઇએ
- શિક્ષકે “સહજ ચિંતન માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા જોઇએ.
- પાયાની સંકલ્પનાઓ સ્પષ્ટ કર્યા પછી જ ઉપલી કક્ષાની સંકલ્પનાઓ શીખવવા પ્રયત્ન કરવો જોઇએ.
- વિદ્યાર્થી અન્વેષણાત્મક અધ્યયનની શરૂઆત કરે પછી તે યોગ્ય દિશામાં ગતિ કરે, તેવા પ્રયત્નો હાથ ધરવા જોઇએ.
- મેળવેલા જ્ઞાનની ચકાસણી જાતે કરે તેવા પ્રયત્નો કરવા જોઇએ.
- વિદ્યાર્થી નવો વિચાર રજૂ કરે ત્યારે તેને યોગ્ય સુદઢકો પૂરા પાડવા જોઇએ
- જૂથ સંચલનનો વિકાસ થાય તેવા પ્રયત્નો હાથ ધરવા જોઇએ.
- જૂથપ્રક્રિયા કે આંતરક્રિયા થતી હોય ત્યારે શિક્ષકે માર્ગદર્શક બની રહેવું જોઇએ.
- વિદ્યાર્થીની જીજ્ઞાસા ટકાવી રાખવા પ્રયત્ન કરવા જોઇએ.
- માહિતીલક્ષી પ્રશ્નો કરતાં ઉપયોગવાળા પ્રશ્નો પૂછવા જોઇએ.
- અભ્યાસક્રમ પૂરો કરવાની ઉતાવળ કરવા કરતાં સંકલ્પનાના સ્પષ્ટીકરણ પર સવિશેષ ભાર મૂકવો જોઇએ.
બ્રુનરના અન્વેષણાત્મક અધ્યયનની ઉચિતતા (Advantages of Discovery Learning) :
બ્રુનરના શોધ અધ્યયન સિધ્ધાંતનું મૂલ્યાંકન તેની ઉચિતતા, મર્યાદાઓ અને વર્ગવ્યવહારમાં ઉપયોગીતાના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યું છે. -
બ્રુનરે શિક્ષણ સંદર્ભમાં
શાળાના કાર્યો
અધ્યયન વસ્તુ, પ્રક્રિયા
જ્ઞાનાત્મક વિકાસ
અધ્યયન સિધ્ધાંતો અંગે પોતાના વિચારો રજૂ કરી શિક્ષણક્ષેત્રે નવો પ્રકાશ પાથર્યો છે.
- અન્વેષણાત્મક શોધ અધ્યયનનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓની સંકલ્પના-પ્રાપ્તિ માટેની વ્યવસ્થિત અધ્યાપન યોજના આપી છે.
- શોધ અધ્યયન “આંતરિક સંતોષ” આપનાર છે.
- વિદ્યાર્થી “સ્વાયત” બને છે “સ્વાવલંબી બને છે.
- વિદ્યાર્થીને નિયમ શોધવામાં મદદરૂપ થાય છે
- વિદ્યાર્થી તાર્કિકતાને બરાબર સમજી લે તે માટે કોઇપણ વિષયનું જ્ઞાન મેળવવું સરળ બને છે.
- બ્રુનરને વર્ણનાત્મક સિધ્ધાંતો કરતાં ઉપચાત્મક સિધ્ધાંતોમાં વધુ શ્રધ્ધા છે.
- શોધ અધ્યયન દ્વારા, કોઇપણ બાળકને, તેના વિકાસના કોઇપણ તબક્કે, કોઇપણ વિષયવસ્તુ અસરકારક રીતે શીખવી શકાય છે.
આમ બ્રુનરે
જ્ઞાનાત્મક પ્રક્રિયા
અધ્યયન પ્રક્રિયા
અધ્યાપન પ્રક્રિયા સરળ રીતે સમજાવે છે.
અનવેષણાત્મક અધ્યયનના ફાયદા
અન્વેષણાત્મક અધ્યયનના ફાયદા મુખ્ય નીચે પ્રમાણે છે.
- 1. બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરે છે.
- 2. આંતરિક પ્રતિવૃષ્ટિ પર આધારિત છે
- 3. ભવિષ્યના અન્વેષણો માટે કાર્યયોજના શીખવે છે
- 4. માહિતી ધારણ અને પ્રતિવૃષ્ટિમાં મદદરૂપ બને છે.
- 5. અન્ય
1. બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરે છે :
- સમસ્યા ઉકેલ માટેની “સંશોધન તરેહો” નો વિકાસ થાય છે.
- માહિતીને “ઉપાંતરિત કરવાની “અને “ગોઠવવાની શક્તિ” માં વધારો થાય છે જેથી માહિતી વધુ જગ્યા ઉપયોગી બની શકે છે.
2. બાહ્ય પ્રતિવૃષ્ટિમાંથી “ આંતરિક પ્રતિવૃષ્ટિ” પર આધારિત બને છે :
- શોધ અધ્યયનમાં વિદ્યાર્થીઓ ઉદાહરણો વચ્ચે સંબંધો શોધી “સંકલ્પનાઓ” અને “ સિધ્ધાંતો”- શીખે છે.
- આથી આ પધ્ધતિ અધ્યેતાને અધ્યયન પ્રક્રિયામાં થી જ “સંતોષ” મેળવવા ઉત્તેજિત કરે છે.
- આથી વિદ્યાર્થીમાં એક વલણ કેળવાય છે કે “અધ્યયન પોતે જ તેને બદલો આપે છે”
- જ્યારે પ્રભુત્વ પ્રાપ્ત થાય ત્યારે “પૂરતો સંતોષ” થાય છે
- આ સંતોષ જ તેને “પ્રતિવૃષ્ટિ” આપે છે
3. ભવિષ્યના અન્વેષણો માટે કાર્ય-યોજના” શીખે છે :
- નવી માહિતી કેમ શોધતી તે સારી રીતે શીખી શકે છે.
- શાળા-કોલેજોમાં “શોધ અધ્યયન” અભિગમનો ઉપયોગ કરવામાં આવે તો મોટી ઉંમરે વ્યક્તિ સારા સંશોધક બની શકે છે.
4. માહિતી ધારણ અને પુનઃપ્રાપ્તિમાં મદદરૂપ બને છે :
- અધ્યેતાની વેયક્તિક જ્ઞાનાત્મક સંરચનામાં નવી સ્થાપિત કરવાની માહિતીની સંકુલતાને ઘટાડવા યોજના ધારણ કરે છે તેથી પુનઃપ્રાપ્તિમાં મદદરૂપ બની શકે છે.
5. સંક્ષેપમાં અન્ય :
- અન્વેષણાત્મક અધ્યયન “અધ્યાપન પધ્ધતિ” અને “ શૈક્ષણિક હેતુઓ” બન્ને સાથે સંબંધ ધરાવે છે.
- આ અભિગમમાં શિક્ષક માત્ર “ પર્યાવરણ સર્જક” ની ભૂમિકા ભજવવાની છે.
- વિદ્યાર્થીએ શિક્ષકની લઘુત્તમ મદદથી જાતે શોધવાનું છે -
- શૈક્ષણિક હેતુઓ તરીકે અન્વેષણાત્મક અધ્યયન એવા લક્ષણો, યોજનાઓ અને કૌશલ્યનું ઘડતર કરે છે જે “સમસ્યા ઓળખવામાં” અને “ઉકેલવા” માટે શક્તિમાન બનાવે છે.
- “કઈ રીતે શીખવું” તે અધ્યેતા શીખે છે.
- અધ્યેતા “સ્વયં પ્રેરણા” મેળવી શકે છે.
- જ્ઞાનનું “સંક્રમણ” અસરકારક બને.
- “સહજચિંતન શક્તિ” તાર્કિક શક્તિ” અને ઉત્કર્ષતાની ચકાસણી કરવાની આવડતમાં વધારો થાય છે.
- એમ.એડ્ , એમ.ફીલ, અને પી.એચડી, અભ્યાસક્રમમાં “ શોધનિબંધ” એ અન્વેષણાત્મક અધ્યયન તાદશ્ય ઉદાહરણ છે.
બ્રુનરના અન્વેષણાત્મક અધ્યયનની મર્યાદાઓ [Limitations of Discovery Learning
- અન્વેષણાત્મક અધ્યયન માટે અધ્યેતાની સંખ્યા મર્યાદિત હોવી ઘટે, જેમકે એમ.એ ના લઘુશોધ નિબ માટે એક પાધ્યાપકે માત્ર સાત પ્રશિક્ષણાર્થીઓ “શોધ અધ્યયન” દ્વારા તૈયાર કરવાના હોય છે.
- મંદગતિના બાળકો માટે આ પધ્ધતિ યોગ્ય નથી. તેઓ સમસ્યા ઉકેલ શક્તિમાન હોતા નથી.
- અધ્યેતા જો સમસ્યા ઉકેલની યોગ્ય દિશામાં ન હોય તો સમયનો દૂરવ્યય થવા સંભવાના છે.
- અધ્યેતાને જો પૂર્વજ્ઞાનનો ઉચિત ઉપયોગ ન ફાવે તો સમસ્યા ઉકેલી શકાતી નથી.
- શિક્ષક પાસે જો “ વ્યવસાયિક સજ્જના” ન હોય તો વિદ્યાર્થીને સ્વ-અધ્યયન માટે પ્રેરિત કરી શક્તા નથી.
13 બ્રુનરનો અન્વેષણાત્મક અધ્યયન સિધ્ધાંત
13.0 પ્રસ્તાવના 13.1 બ્રુનરનો જ્ઞાનાત્મક વિકાસનો સિધ્ધાંત 13.2. અન્વેષણાત્મક (શોધ) અધ્યયનનો અર્થ 13.3 અધ્યયનનાં અભિગમો 13.4 અન્વેષણાત્મક (શોધ અધ્યયન) અધ્યયનના સિધ્ધાંતો 13.5 અન્વેષણાત્મક અધ્યયનને અસરકારક બનાવવાના ઉપાયો 13.6 બ્રુનરના અન્વેષણાત્મક અધ્યયન ઉચિતતા 13.7 બ્રુનરના અન્વેષણાત્મક સિધ્ધાંતની મર્યાદાઓ