પ્રસ્તાવના :
પ્રત્યેક બાળક અનન્ય છે. તમામ બાળકોને તેમની પોતાની ખાસિયતો અને મર્યાદાઓ હોય છે. બાળકનો વિકાસ ચોક્કસ પરિબળે ના આધારે થાય છે. અને આ વિકાસ પ્રક્રિયાની સમય મર્યાદા પ્રત્યેક બાળક માટે અલગ અલગ હોય છે. બાલ્યાવરવા દરમિયાન થોમસ આલ્વા એડિસન કે આલ્બર્ટ આઈન્સટાઈન પ્રતિભા સંપન્ન ન હતા. છતાં, એ વાત જગપ્રસિદ્ધ છે કે તેઓ અદ્વિતીય હતા, અને છે !! કેટલાંક બાળકો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઘણી નામના મેળવતાં હોય છે. તો બીજા ક્ષેત્રોમાં અત્યંત નબળાં પૂરવાર થાય છે. આવાં બાળકોને સામાન્ય કરતાં અલગ અને વિશેષ શિક્ષણનો આવશ્યકતા ઊભી થાય છે.
વિશિષ્ટ બાળકો કોને કહીશું જો કોઈ બાળક તેની વયકક્ષાનાં બાળકોની સરખામણીએ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઘણો સારો દેખાવ કરે છે પણ કે. વિશિષ્ટ પરિસ્થિતિના કારણે અન્ય ક્ષેત્રમાં સારો દેખાવ ન કરે તેવાં બાળકોને વિશિષ્ટ બાળક કહી શકાય. આઈન્સટાઈન કહે છે, “બધાં પ્રાણીઓ ઝાડ પર ચઢવાની પરીક્ષામાં પાસ થઈ શકે નહીં. જો એમ કરવામાં આવે તો બિચારી માછલી નાપાસ જ થાય.” પરીક્ષા પદ્ધતિ અને શિક્ષણ વ્યવસ્થા પર આનાથી મોટો કટાક્ષ અને આનાથી મોટું સત્ય બીજું કયું હોઈ શકે ?
બાળકોનો વિકાસ ઘણાં પરિબળોની અસરનું પરિણામ છે. કયું પરિબળ બાળકના કયા પાસાંને પ્રભાવક રીતે અસર કરશે, હકારાત્મક કે નકારાત્મક અસર કરશે તે બાબત જે તે ક્ષેત્રના નિષ્ણાંતો પણ કહી શકે તેમ નથી, એ રીતે જોતાં બાળકની ચોક્કસ ઓળખ અસંભવ છે. છતાં, અણસારના આધારે તેની અધ્યયન વિકાસની પ્રક્રિયામાં સહયોગ માટે જરૂરી ભાવાવરણ સર્જવા શિક્ષણક્ષેત્રમાં અનેક માનસશાસ્ત્રીઓએ પ્રયાસો કર્યા છે.
ચોક્કસ લક્ષણો, વર્તન, વ્યવહાર, અભિવ્યક્તિ વગેરે કેટલીક બાબતોથી વિશિષ્ટ જરૂરિયાતવાળાં બાળકોની ઓળખ શક્ય બને છે. ઝીણવટભર્યું નિરીક્ષણ અને પરિક્ષણ આવાં બાળકોની ઓળખ માટે સહાયક બને છે.
વિશિષ્ટ બાળકોને તેમની પોતાની અને આગવી સમસ્યાઓ, સમાજની સમસ્યાઓ અને બાળકના પોતાના શારીરિક, માનસિક અને સાંવેગિક વિકાસની સમસ્યાઓ આ બધી સમસ્યાઓમાં ઘેરાયેલા બાળકને અધ્યયન પ્રક્રિયામાં વળી નવી સમસ્યાઓ ઉદ્દભવે છે. આવી સમસ્યાઓના આધારે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને ઓળખી શકાય છે. તેમનાં લક્ષણો સામાન્યતઃ નીચે મુજબ હોઈ શકે છે
કારણ ગમે તે હોય, શિક્ષક પ્રત્યેક બાળકોની, તેના વર્તન-વ્યવહારની નોંધ લઈ તેની વિશિષ્ટતા કઈ છે તે જાણી શકે છે. અને કયા વિશિષ્ટ બાળકની કોઈ વિશિષ્ટ જરૂરિયાત છે તે પણ જાણી શકે છે.
આ ઉપરાંત, વિશિષ્ટ બાળકોની ઓળખ માટે બુદ્ધિ કસોટી, સંવેદના માપન કસોટી, સમસ્યા કસોટી જેવી પ્રમાણિત કસોટીઓનો પણ ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત, શિક્ષક પોતે પણ નિરીક્ષણ ઉપરાંત સ્વરચિત ક્રમમાપદંડ, પ્રશ્નાવલિ, અભિપ્રાયાવલિ, વગેરેનો ઉપયોગ કરીને વિશિષ્ટ બાળકોને ઓળખી શકે છે.
આપણે જોયું કે પ્રત્યેક બાળક એક અને અનન્ય છે. છતાં કેટલાંક સામાન્ય લક્ષણો અને જરૂરિયાતોને લક્ષમાં રાખીને આપણે નીચે મુજબના બાળકો અને તેમની સમસ્યાઓનો અભ્યાસ કરીશું. સમસ્યા નિવારણના ઉપયોગની ચર્ચા કરીશું :