"કાવ્યાશિષ એકેડેમી" Education is a process in which and by which knowledge and behavior of a person are molded. About-Us Donate Now! YouTube Chanel

વિશિષ્ટ પ્રકારનાં બાળકો//Special kind of children

વિશિષ્ટ પ્રકારનાં બાળકો//Special kind of children

 વિશિષ્ટ પ્રકારનાં બાળકો(Special kind of children)

પ્રસ્તાવના :

    પ્રત્યેક બાળક અનન્ય છે. તમામ બાળકોને તેમની પોતાની ખાસિયતો અને મર્યાદાઓ હોય છે. બાળકનો વિકાસ ચોક્કસ પરિબળે ના આધારે થાય છે. અને આ વિકાસ પ્રક્રિયાની સમય મર્યાદા પ્રત્યેક બાળક માટે અલગ અલગ હોય છે. બાલ્યાવરવા દરમિયાન થોમસ આલ્વા એડિસન કે આલ્બર્ટ આઈન્સટાઈન પ્રતિભા સંપન્ન ન હતા. છતાં, એ વાત જગપ્રસિદ્ધ છે કે તેઓ અદ્વિતીય હતા, અને છે !! કેટલાંક બાળકો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઘણી નામના મેળવતાં હોય છે. તો બીજા ક્ષેત્રોમાં અત્યંત નબળાં પૂરવાર થાય છે. આવાં બાળકોને સામાન્ય કરતાં અલગ અને વિશેષ શિક્ષણનો આવશ્યકતા ઊભી થાય છે.

    વિશિષ્ટ બાળકો કોને કહીશું જો કોઈ બાળક તેની વયકક્ષાનાં બાળકોની સરખામણીએ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઘણો સારો દેખાવ કરે છે પણ કે. વિશિષ્ટ પરિસ્થિતિના કારણે અન્ય ક્ષેત્રમાં સારો દેખાવ ન કરે તેવાં બાળકોને વિશિષ્ટ બાળક કહી શકાય. આઈન્સટાઈન કહે છે, “બધાં પ્રાણીઓ ઝાડ પર ચઢવાની પરીક્ષામાં પાસ થઈ શકે નહીં. જો એમ કરવામાં આવે તો બિચારી માછલી નાપાસ જ થાય.” પરીક્ષા પદ્ધતિ અને શિક્ષણ વ્યવસ્થા પર આનાથી મોટો કટાક્ષ અને આનાથી મોટું સત્ય બીજું કયું હોઈ શકે ?

વિશિષ્ટ પ્રકારનાં બાળકો


    બાળકોનો વિકાસ ઘણાં પરિબળોની અસરનું પરિણામ છે. કયું પરિબળ બાળકના કયા પાસાંને પ્રભાવક રીતે અસર કરશે, હકારાત્મક કે નકારાત્મક અસર કરશે તે બાબત જે તે ક્ષેત્રના નિષ્ણાંતો પણ કહી શકે તેમ નથી, એ રીતે જોતાં બાળકની ચોક્કસ ઓળખ અસંભવ છે. છતાં, અણસારના આધારે તેની અધ્યયન વિકાસની પ્રક્રિયામાં સહયોગ માટે જરૂરી ભાવાવરણ સર્જવા શિક્ષણક્ષેત્રમાં અનેક માનસશાસ્ત્રીઓએ પ્રયાસો કર્યા છે.


વિશિષ્ટ પ્રકારનાં બાળકોની ઓળખ :


    ચોક્કસ લક્ષણો, વર્તન, વ્યવહાર, અભિવ્યક્તિ વગેરે કેટલીક બાબતોથી વિશિષ્ટ જરૂરિયાતવાળાં બાળકોની ઓળખ શક્ય બને છે. ઝીણવટભર્યું નિરીક્ષણ અને પરિક્ષણ આવાં બાળકોની ઓળખ માટે સહાયક બને છે. 

    વિશિષ્ટ બાળકોને તેમની પોતાની અને આગવી સમસ્યાઓ, સમાજની સમસ્યાઓ અને બાળકના પોતાના શારીરિક, માનસિક અને સાંવેગિક વિકાસની સમસ્યાઓ આ બધી સમસ્યાઓમાં ઘેરાયેલા બાળકને અધ્યયન પ્રક્રિયામાં વળી નવી સમસ્યાઓ ઉદ્દભવે છે. આવી સમસ્યાઓના આધારે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને ઓળખી શકાય છે. તેમનાં લક્ષણો સામાન્યતઃ નીચે મુજબ હોઈ શકે છે 

  • આવાં બાળકો શિક્ષણકાર્યમાં ધ્યાન આપી શકતા નથી.
  • કુટુંબમાં થતા સંઘર્ષ કે અન્ય સમસ્યાઓના કારણે આવાં બાળકો સાંવેગિક રીતે વિક્ષિપ્ત રહે છે. 
  • શાળાનું અતિ સ્પર્ધામય અને સરખામણી યુક્ત વાતાવરણ તેને વિકેન્દ્રિત કરે છે. 
  • ઘોંઘાટ કે શાળાનું બિનતંદુરસ્ત ભાવાવરણ બાળકને વિચલિત કરે છે. 
  • અભ્યાસક્રમ તેની માનસિક વયકક્ષા કરતાં સહેલો અથવા અઘરો કે પછી રસરૂચિના ક્ષેત્રેથી તદ્દન ભિન્ન હોવાના કારણે તેમનું ધ્યાન અન્ય માર્ગે દોરવાય છે.


    કારણ ગમે તે હોય, શિક્ષક પ્રત્યેક બાળકોની, તેના વર્તન-વ્યવહારની નોંધ લઈ તેની વિશિષ્ટતા કઈ છે તે જાણી શકે છે. અને કયા વિશિષ્ટ બાળકની કોઈ વિશિષ્ટ જરૂરિયાત છે તે પણ જાણી શકે છે. 

    આ ઉપરાંત, વિશિષ્ટ બાળકોની ઓળખ માટે બુદ્ધિ કસોટી, સંવેદના માપન કસોટી, સમસ્યા કસોટી જેવી પ્રમાણિત કસોટીઓનો પણ ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત, શિક્ષક પોતે પણ નિરીક્ષણ ઉપરાંત સ્વરચિત ક્રમમાપદંડ, પ્રશ્નાવલિ, અભિપ્રાયાવલિ, વગેરેનો ઉપયોગ કરીને વિશિષ્ટ બાળકોને ઓળખી શકે છે.


વિશિષ્ટ પ્રકારનાં બાળકોની સમસ્યાઓ અને માર્ગદર્શન :

    આપણે જોયું કે પ્રત્યેક બાળક એક અને અનન્ય છે. છતાં કેટલાંક સામાન્ય લક્ષણો અને જરૂરિયાતોને લક્ષમાં રાખીને આપણે નીચે મુજબના બાળકો અને તેમની સમસ્યાઓનો અભ્યાસ કરીશું. સમસ્યા નિવારણના ઉપયોગની ચર્ચા કરીશું :


વિશિષ્ટ પ્રકારનાં બાળકો

  • 1) પ્રતિભા સંપન (gifted) બાળકો
  • 2) અધ્યયનમાં અવિકસિત (backward) બાળકો
  • 3) શારીરિક રીતે અપંગ handicapped) બાળકો
  • (4) જુદા જુદા વિસ્તારમાંથી આવતા બાળકો
  • 5) જુદા જુદા સામાજિક અને આર્થિક પછાત વિસ્તારમાંથી આવતાં બાળકો 
  • (6) એકલા પિતા અથવા માતા (single parent) સાથે રહેતાં બાળકો

વિશિષ્ટ પ્રકારનાં બાળકોના પ્રકાર

પ્રતિભા સંપન બાળકો 💨
સર્જનશીલ/સર્જનાત્મક બાળકો 
💨

અધ્યયનમાં અવિકસિત બાળકો 💨

માતા અથવા પિતા (Single parent) સાથે રહેતાં બાળકો 💨

સામાજિક અને સાંસ્કૃતિક રીતે પછાત બાળકો 💨

અભ્યાસમાં મંદગતિવાળાં બાળકોનાં લક્ષણો 💨

મંદબુદ્ધિ બાળકો 💨

શારીરિક રીતે વિકલાંગ બાળકો 💨

બૌદ્ધિક રીતે ક્ષતિયુક્ત બાળકો 💨






About the Author

नाम : संस्कृत ज्ञान समूह(Ashish joshi) स्थान: थरा , बनासकांठा ,गुजरात , भारत | कार्य : अध्ययन , अध्यापन/ यजन , याजन / आदान , प्रदानं । योग्यता : शास्त्री(.B.A) , शिक्षाशास्त्री(B.ED), आचार्य(M. A) , contact on whatsapp : 9662941910

إرسال تعليق

आपके महत्वपूर्ण सुझाव के लिए धन्यवाद |
(SHERE करे )
Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.